રવિન્દ્ર જાડેજા

વિકિપીડિયામાંથી
રવિન્દ્ર જાડેજા
અંગત માહિતી
પુરું નામરવિન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
જન્મ (1988-12-06) 6 December 1988 (ઉંમર 35)
જામનગર, ગુજરાત, ભારત
હુલામણું નામજડ્ડુ, રોકસ્ટાર
ઉંચાઇ5 ft 7 in (170 cm)
બેટિંગ શૈલીડાબોડી
ભાગઓલ-રાઉન્ડર
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૨૭૫)૧૩ ડિસેમ્બર ૨૦૧૨ v ઇંગ્લેન્ડ
છેલ્લી ટેસ્ટ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ v ન્યુઝીલેન્ડ
ODI debut (cap ૧૭૭)૮ ફેબ્રુઆરી ૨૦૦૯ v શ્રીલંકા
છેલ્લી એકદિવસીય૧૧ ફેબ્રુઆરી ૨૦૨૦ v ન્યુઝીલેન્ડ
એકદિવસીય શર્ટ ક્રમાંક
T20I debut (cap ૨૨)૧૦ ફેબ્રુઆરી ૨૦૦૯ v શ્રીલંકા
છેલ્લી T20I૨૯ જાન્યુઆરી ૨૦૨૦ v ન્યુઝીલેન્ડ
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૨૦૦૬–હાલમાંસૌરાષ્ટ્ર
૨૦૦૮–૨૦૦૯રાજસ્થાન રોયલ્સ (squad no. ૧૨)
૨૦૧૧કોચી ટસ્કર્સ કેરેલા (squad no. ૧૨)
૨૦૧૨–૨૦૧૫; ૨૦૧૮–હાલમાંચેન્નાઈ સુપર કિંગ્સ (squad no. ૮) (પહેલા ૧૨)
૨૦૧૬–૨૦૧૭ગુજરાત લાયન્સ (squad no. ૮)
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ એકદિવસીય ટી૨૦ પ્રથમકક્ષા
મેચ ૪૯ ૧૬૫ ૪૯ ૧૦૨
નોંધાવેલા રન ૧૮૬૯ ૨૨૯૬ ૧૭૩ ૫૭૯૯
બેટિંગ સરેરાશ ૩૫.૨૬ ૩૧.૮૯ ૧૨.૩૬ ૪૭.૧૪
૧૦૦/૫૦ ૧/૧૪ ૦/૧૨ ૦/૦ ૧૦/૨૯
ઉચ્ચ સ્કોર ૧૦૦* ૮૭ ૨૫ 331
નાંખેલા બોલ ૧૨૯૧૨ ૮૩૭૭ ૯૭૩ ૨૪૮૮૦
વિકેટો ૨૧૩ ૧૮૭ ૩૯ ૪૨૩
બોલીંગ સરેરાશ ૨૪.૬૨ ૩૬.૫૭ ૨૯.૫૩ ૨૪.૧૯
ઇનિંગમાં ૫ વિકેટો ૨૭
મેચમાં ૧૦ વિકેટો
શ્રેષ્ઠ બોલીંગ ૭/૪૮ ૫/૩૬ ૩/૪૮ ૭/૩૧
કેચ/સ્ટમ્પિંગ ૩૬/– ૫૮/– ૨૧/– ૮૫/–
Source: ESPNcricinfo, ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦

રવિન્દ્રસિંહ અનિરુધ્ધસિંહ જાડેજાનો જન્મ ૬ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, જામનગર, ગુજરાત, ભારત ખાતે થયો હતો. જેમણે સૌ પ્રથમ, સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ દરજ્જાની ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ હતુ અને ત્યારબાદ રાજસ્થાન રોયલ તરફથી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં રમવા સ્થાન મળ્યું. તેઓ વિજેતા ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના પણ ભાગીદાર રહ્યા છે કે જે ૨૦૦૮ માં મલેસિયામાં રમાયેલ વિશ્વકપ જીતી હતી. જાડેજા મધ્યમ હરોળના ડાબોડી બેટ્સમેન તેમજ મંદ ગતીના ડાબોડી ઓર્થોડોક્સ બોલર છે.

કારકિર્દી[ફેરફાર કરો]

આંતરરાષ્ટ્રીય કારકિર્દી[ફેરફાર કરો]

૨૦૦૮-૨૦૦૯ મા રણજી ટ્રોફીમાં કરેલા આર્કષક દેખાવ બાદ, કે જેમાં તેઓ વિકેટ લેવામાં પ્રથમ રહ્યા અને છ્ઠ્ઠા ક્રમે રમી બેટીંગમા પણ યોગદન આપ્યુ, જાડેજા ભારતીય ટીમમા શ્રીલંકા સામેની એકદિવસીય શ્રેણીમાં સ્થાન પામ્યા. તેઓનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ ફાઇનલ મેચમાં ૮ ફેબ્રુઆરીના રોજ થયું, જેમા તેઓએ ૬૦* રન બનાવ્યા છતાં ભારત તે મેચ હાર્યું હતું.

૨૦૦૯ માં ભારતના ઇંગલેન્ડ સામેના પરાજયમાં તેઓ અપેક્ષિત રન રેટથી સ્કોર ન બનાવી શકતા ટીકા પાત્ર બન્યા હતા.[૧][૨]

૨૧ ડિસેમ્બર ૨૦૦૯, શ્રીલંકા સામેની ૩જી એકદિવસીય મેચ, કટકમાં, જાડેજા ૪ વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચના ખિતાબથી સન્માનાયા.[૩] તેમનો શ્રેષ્ઠ બોલીંગ આંક ૩૨-૪ રહ્યો છે.

પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચો[ફેરફાર કરો]

જાડેજાએ પ્રથમ દરજ્જાની ક્રિકેટમા ૨૦૦૬-૦૭ મા દુલીપ ટ્રોફીથી પર્દાર્પણ કર્યુ હતુ. તેઓ ઇન્ડિયા-A set-up તરફથી રમે છે. દુલીપ ટ્રોફીમાં તેઓ વેસ્ટ ઝોન તરફથી અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર તરફથી રમતા.

અન્ડર ૧૯ વિશ્વકપ[ફેરફાર કરો]

તેઓ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી અન્ડર ૧૯ વિશ્વકપમા ૨૦૦૬-૨૦૦૮ માં રમ્યા હતા. તેઓની બોલીંગ અને ફિલ્ડીંગની મદદથી ભારત અન્ડર ૧૯ વિશ્વકપ ૨૦૦૮ ની ફાઇનલ મેચ જીતી શક્યુ.

ઇન્ડીઅન પ્રિમિયર લીગ[ફેરફાર કરો]

ઇમરજન્સી મિડિયા દ્વારા માલિકી પામેલ રાજસ્થાન રોયલમાં, સૌ પ્રથમ ૨૦૦૮મા રમાયેલ ઇન્ડીઅન પ્રિમિયર લીગમા રવિન્દ્ર જાડેજા સ્થાન પામ્યા. આઈપીએલમાં તેઓના અદભૂત પ્રદર્શનથી, ટીમના કપ્તાન અને કોચ શેન વોર્નથી તેઓ પ્રશંશા પામ્યા. આઈપીએલમાં તેઓની હાજરીની અસર વર્તાય હતી અને આઈપીએલ ૨૦૦૮-મુંબઇમા રમાયેલ ફાઇનલમા ચેન્નઇ સુપર કિંગને હરાવવામાં ટીમને મહત્વપુર્ણ યોગદાન આપ્યુ હતું. તેઓએ તે આઈપીએલમાં ૧૪ મેચોમા ૧૩૫ રન બનાવ્યા હતા, તેમજ મોહાલી સામે ૧૩૧.૦૬ની સ્ટાઇક રેટથી ૩૬* રન તેઓનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો. તાજેતરમાં ચેન્નઈ સુપર કિંગ્સ ના કેપ્ટન બન્યા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Dhoni defends batting order". Cricinfo. મેળવેલ 17 June 2009.
  2. "Jeers mate!". Cricinfo. મેળવેલ 17 June 2009.
  3. "India v Sri Lanka in 2009/10". CricketArchive. મેળવેલ 21 December 2009.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]