રાજગુરુ

વિકિપીડિયામાંથી
રાજગુરુ
રાજગુરુ 2013ના સ્ટેમ્પ પર ભારત
જન્મશિવરામ હરી રાજગુર
૨૪ ઓગસ્ટ ૧૯૦૮ Edit this on Wikidata
રાજગુરુનગર Edit this on Wikidata
મૃત્યુ૨૩ માર્ચ ૧૯૩૧ Edit this on Wikidata
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયક્રાંતિકારી Edit this on Wikidata
Organizationહિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

શિવરામ હરી રાજગુરુ (મરાઠી: शिवराम हरी राजगुरू) (૨૪ ઓગસ્ટ ૧૯૦૮[૧] - ૨૩ માર્ચ ૧૯૩૧) ક્રાંતિકારી હતા. તેઓ મહારાષ્ટ્રનાં વતની હતા અને દેશષ્થ બ્રાહ્મણ પરિવારમાં જનમ્યા હતા. તેમનો જન્મ પુના નજીક ખેડ નામનાં ગામમાં થયો હતો, આ ગામ હવે તેમનાં માનમાં "રાજગુરુનગર" થી ઓળખાય છે. ૬ વર્ષની વયે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ અને સંસ્કૃત શીખવા માટે ખૂબ જ નાની ઉંમરે વારાણસી આવ્યા હતા. તેમણે માત્ર હિંદુ શાસ્ત્રો અને વેદોનો જ અભ્યાસ કર્યો ન હતો, તેમણે ખૂબ નાની ઉંમરે લઘુ સિદ્ધાંત કૌમુદી જેવા જટિલ પુસ્તકને યાદ કરી લીધું હતું. તેઓ કસરત (વ્યાયામ)ના ખૂબ જ શોખીન હતા અને છત્રપતિ શિવાજીની છાપમાર યુદ્ધ શૈલીના પ્રશંસક હતા.

વારાણસીમાં અભ્યાસ દરમિયાન રાજગુરુ ઘણા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા. ચંદ્રશેખર આઝાદથી એટલા પ્રભાવિત થયા કે તેઓ તરત જ તેમની પાર્ટી હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મીમાં જોડાઈ ગયા. આઝાદના પક્ષમાં તેઓ રઘુનાથના ઉપનામથી જાણીતા હતા; રાજગુરુના નામે નહીં. પંડિત ચંદ્રશેખર આઝાદ, સરદાર ભગતસિંહ અને યતીન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓ તેમના અભિન્ન મિત્રો હતા. રાજગુરુ એક સારા નિશાનબાજ પણ હતા. લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું, તેમનો બદલો લેવા માટે તેણે સોન્ડર્સની હત્યામાં[૨] ભગતસિંહ અને સુખદેવને પૂર્ણ સહયોગ આપ્યો હતો જ્યારે ચંદ્રશેખર આઝાદે આ ત્રણેયને પડછાયાની જેમ વ્યૂહાત્મક સુરક્ષા પૂરી પાડી હતી. આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરવામાં આવી હતી અને માર્ચ ૨૩[૩], ૧૯૩૧ના રોજ આ ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gujarati, TV9 (2021-08-24). "History : ભારતના વીર સપૂત શિવરામ હરિ રાજગુરુની આજે જન્મજયંતિ, જાણો તેમની રસપ્રદ વાતો". TV9 Gujarati. મેળવેલ 2023-06-30.
  2. "શહાદતના બેતાબ આશિક શિવરામ રાજગુરુ". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૦૨૩-૦૬-૩૦.
  3. "આજનો ઇતિહાસ 23 માર્ચ : 'શહીદ દિવસ' – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ". Indian Express Gujarati. 2023-03-23. મેળવેલ 2023-06-30.