રાજમા (વાનગી)

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાજમા (વાનગી)
Rajma, kidney beans, served with chawal, rice.jpg
ભાત સાથે પીરસાયેલા રાજમા
ઉત્પતિ
અન્ય નામ રાઝમા, राजमा
મૂળ ઉત્પતિ સ્થાન ભારત, પાકિસ્તાન
ક્ષેત્ર કે રાજ્ય પંજાબ, અવધ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, કાશ્મીર, અને ઉત્તર ભારતના અન્ય ભાગો
વાનગીની માહિતી
મુખ્ય સામગ્રી રાજમા


રાજમા[૧] (હિંદી: राजमा, ઉર્દુ: راجما) અથવા રાઝમા[૧] (ઢાંચો:Lang-ks) એ એક ઉત્તર ભારતમાં ખુબજ પ્રખ્યાત વાનગી છે. આ શાકાહારી વાનગી લાલ મરૂન રંગના મોટા ચોળામાંથી ઘટ્ટ રસાદાર તથા અનેક જાતના ભારતીય મસાલાઓ વાપરી બનાવવામાં આવે છે. આ વાનગી સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં લાલ રંગના ચોળીના મોટા દાણા મધ્ય મેક્સિકો અને ગ્વાટેમાલા ખાતેથી લાવવામાં આવ્યા, ત્યારબાદ આ વાનગી બનાવવાની શરુઆત થઈ હતી.[૨]

આ વાનગી બનાવતી વખતે પહેલાં રાજમાના દાણાને આખી રાત પલાળીને રાખવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રેસર કૂકરની મદદથી બાફીને ચડાવવામાં આવે છે. આના શાકનો રસ્સો ને પહેલાં રાંધીને પાછળથી તેમાં રાજમા પાછળથી ઉએરેઅવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Gogji Razma (Kidney Beans with Turnips)". Jagalbandi. Retrieved 2009–07–07. 
  2. "Rajma, rice and calories". Chennai, India: The Hindu. 22 September 2003. http://www.hindu.com/mp/2003/09/22/stories/2003092200470400.htm. પુનર્પ્રાપ્ત 2009–07–07.

આ પણ જુઓ[ફેરફાર કરો]