રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલય, પુના

વિકિપીડિયામાંથી

રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલય અથવા ઉદ્યાન, સામાન્ય રીતે કાત્રજ સર્પ સંગ્રહાલય અથવારાજીવ ગાંધી ચિડિયાઘર તરીકે પણ ઓળખાય છે. આ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મહત્વના શહેર પુના શહેર નજીક કાત્રજ ખાતે આવેલું છે. આ સંગ્રહાલયનો વહીવટ પુના નગર નિગમ દ્વારા કરવામાં આવે છે. ૧૬૫ એકરમાં પથરાયેલા આ ઉદ્યાન (૬૭ હેક્ટર) 3 ભાગોમાં વિભાજિત થયેલું છે: જેમાં એક પશુ અનાથાલય, એક સાપ ઉદ્યાન, એક ચિડિયાઘર તથા એક ૪૨ એકર (૧૭ હેક્ટર)માં ફેલાયેલા જળાશય (કાત્રજ ઝીલ)નો સમાવેશ થયેલો છે.

આ ચિડિયાઘર ઇ. સ. ૧૯૯૯ના વર્ષમાં જનતા માટે ખુલ્લું મુકાયા બાદ ૨૦૦૭-૨૦૦૮ના વર્ષ દરમિયાન વધુમાં વધુ ૧૩ લાખ જેટલા દર્શકો તેની મુલાકાત લઇ ચુક્યા છે. આ પહેલાંના સમયમાં આ જાનવરો પુના શહેરની અંદર આવેલા પેશવા પાર્કમાં રાખવામાં આવેલ હતાં, જ્યારે રાજીવ ગાંધી ઉદ્યાનમાં સુવિધા એક સાપ ઉદ્યાન તરીકેની બનાવવામાં આવી હતી. ધીરે ધીરે સાપ ઉદ્યાન જંગલી જાનવરો માટે એક બચાવ કેન્દ્ર બની ગયું. આખરે ચિડિયાઘરને કાત્રજ લઇ જવામાં આવ્યું હતું અને બચાવ કેન્દ્ર તથા સાપ ઉદ્યાન કરવા માટે અલગ ગોપનીયતા પ્રસ્તાવ મુકી પશુઓને બચાવવામાં આવ્યા હતાં. આ પછી પેશવા પાર્ક બંધ કરવામાં આવ્યું હતું કેમ કે ભારતના કેન્દ્રીય ચિડિયાઘર પ્રાધિકરણ (CZAI) તરફથી નક્કી કરવામાં આવેલા માનાંકો પૂરા કરી શકાયા ન હતા. આ ચિડિયાઘર સરીસૃપ, સ્તનધારી તથા પક્ષી વિભાગમાં ઘણો સારો સંગ્રહ ધરાવે છે.

આ સંગ્રહાલય હાલમાં કેટલીક સમસ્યાઓના કારણે ચર્ચાસ્પદ પણ બન્યું છે. ચિડિયાઘર ખાતે હજારો વૃક્ષોને કાયદાનું ઉલ્લંઘન કરી કાપી નાખવામાં આવ્યાં છે. આ ક્ષેત્ર અત્યંત લીલાંછમ જંગલમાં આવેલું છે, આ સંગ્રહાલયમાંના માદા હાથી પૂર્ણિમા અને લક્ષ્મીને બચાવવાની લાપરવાહીની પણ આલોચના કરવામાં આવી હતી. આ બંન્ને માદા હાથીઓને કથિત તૌર પર ભૂખ અને તેને કારણે સંક્રમણ થવાની સમસ્યા ઉભી થઇ હતી. સૌથી અવિશ્વસનીય મામલો ૧૩ (તેર) પૂર્ણ વિકસિત મોર માટેનો હતો, જેમાં એક જ રાત દરમિયાન સંગ્રહાલયમાંથી આ મોરની ચોરી કરવામાં આવી હતી.

ચિડિયાઘર અધિકતર સરીસૃપ તથા સ્તનધારી પ્રાણીઓનું હોય છે, તથા બે મુખ્ય વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે: ૧. સરીસૃપ માટે અને ૨. સસ્તન માટે.