રાજેશ ખન્ના
રાજેશ ખન્ના | |
---|---|
જન્મ | ૨૯ ડિસેમ્બર ૧૯૪૨ અમૃતસર |
મૃત્યુ | ૧૮ જુલાઇ ૨૦૧૨ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા, રાજકારણી |
સહી | |
રાજેશ ખન્ના (હિંદીમાં ઉચ્ચાર (મદદ·માહિતી))નું જન્મ નામ જતીન ખન્ના હતું. તેઓએ બોલિવુડના નામે ઓળખાતા હિંદી ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સુપરસ્ટાર હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ૧૯૬૯ થી ૧૯૭૧ સુધીના ટુંકા ગાળામાં એમના મુખ્ય અભિનેતા તરીકેની ૧૫ ફિલ્મો સુપર હીટ થઈ હતી. બીબીસીએ એમના જીવન ઉપર બોમ્બે સુપરસ્ટાર નામની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.
રાજેશ ખન્નાએ ફિલ્મ ક્ષેત્રની કારકિર્દી દરમ્યાન કુલ ૧૮૦ ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં ૧૬૩ પુર્ણ કક્ષાની અને ૧૭ નાની ફિલ્મોમાં કામ કર્યું હતું. આ કારકિર્દી દરમ્યાનની ૧૦૬ ફિલ્મોમાં એમણે મુખ્ય ચરિત્ર અભિનેતાની ભુમિકા ભજવી હતી. એમણે ત્રણ વખત ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર જીત્યો હતો અને ચૌદ વખત એના માટે નામાંકિત થયા હતા. એમને બીએફજેએ સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (હિંદી) (બંગાળ ફિલ્મ પત્રકાર સંગઠન દ્વારા આપવામાં આવતો પુરસ્કાર) ચાર વખત એનાયત થયો હતો અને એના માટે એ કુલ ૨૫ વખત નામાંકિત થયા હતા. ૧૯૯૧માં એમને ભારતીય સિનેમામાં ૨૫ વર્ષ પુરાં કરવા બદલ ખાસ ફિલ્મફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.