રાની મુખર્જી
રાની મુખર્જી | |
---|---|
2018-ban | |
જન્મ | ૨૧ માર્ચ ૧૯૭૮ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | અભિનેતા, મોડલ, ફિલ્મ અભિનેતા |
જીવન સાથી | Aditya Chopra |
માતા-પિતા |
રાની મુખર્જી (જન્મ ૨૧ માર્ચ, ૧૯૭૮), એક ભારતીય અભિનેત્રી છે. તે બૉલીવૂડ ફિલ્મો માં કામ કરે છે. રાની મુખર્જી ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક બંગાળી પરિવાર માંથી આવે છે. તેના પિતા રામ મુખર્જી એક દીગ્દર્શક છે. કાજોલ, એક બીજી જાણીતી અભિનેત્રી, તેની પિત્રાઇ બહેન છે.
તેણે પ્રથમ કામ ફિલ્મ રાજા કી આયેગી બારાત (૧૯૯૬) માં કર્યું હતું. તે ફિલ્મ સફળ નહોતી થઇ. પણ તેની બીજી અને ત્રીજી ફિલ્મ ગુલામ અને ૧૯૯૮ ની મેગા હીટ કુછ કુછ હોતા હૈ રાની માટે ઘણી સારી સાબિત થઇ. તેના કુછ કુછ હોતા હૈ ના અભિનય માટે તેને "ઉપભુમિકા માં શ્રેષ્ઠ અભિનેત્રી" નો ફિલ્મફૅર પુરસ્કાર મળ્યો.
કેટલીક ઠીક-ઠીક ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને ફરી ફિલ્મફૅર પુરસ્કાર મળ્યો. આ વખતે "વિવેચકની પસંદી શ્રેષ્ઠ અભિનેત્રી" તરીકે ૨૦૦ર ની ફિલ્મ સાથીયા માટે. છેલ્લે રાનીને તેની ૨૦૦૪ની ફિલ્મ હમ તુમ માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો.
આ સિવાય રાનીએ ચલતે ચલતે (૨૦૦૩) અને ૨૦૦૪ ના પાછલા ભાગમાં આવેલ બ્લૉક-બસ્ટર, વીર-ઝારા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ બ્લૅક છે, તેમાં રાનીએ એક બહેરી-અંધ છોકરી ની ભુમિકા અદા કરી છે જેને ઘણા વિવેચકોએ તથા શ્રોતાઓએ વખાણી છે.
રાની મુખર્જી શાહરૂખ ખાન સાથે દુનિયાભર માં ફરેલ સ્ટેજ-શો પ્રવાસ, ટેમ્પટેશન્સ ૨૦૦૪ નો ભાગ હતી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |