રાષ્ટ્રપતિ શાસન

વિકિપીડિયામાંથી

રાષ્ટ્રપતિ શાસન, ભારતના બંધારણની કલમ ૩૫૬ પ્રમાણે, જ્યારે રાજ્યમાં વ્યવસ્થા કે તંત્ર ભાંગી પડે કે કાર્યરત ન રહી શકે ત્યારે લાગુ થાય છે. એવી ઘટના કે જેમાં રાજ્ય સરકાર બંધારણ પ્રમાણે કાર્ય કરી રહી નથી તેવો અહેવાલ રાજ્યના રાજ્યપાલ દ્વારા મળે છે. અથવા રાષ્ટ્રપતિને પ્રતીત થાય તો રાજ્ય સીધું કેન્દ્રના શાસન હેઠળ આવે છે, જેમાં કાર્યપાલક સત્તાધિકારી ધારાસભાને જવાબદાર મુખ્યમંત્રીના વડપણ હેઠળના રાજ્યનાં પ્રધાનમંડળને બદલે રાજ્યપાલના આદેશાનુસાર કાર્ય કરે છે. ૬ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહે છે. જો રાષ્ટ્ર્પતિ શાસનની મુદત વધારવી હોય તો ૬ મહિનામાં ફરીથી મંજુરી લઈને વધુમાં વધુ ૩ વર્ષ સુધી વધારી શકાય.[૧]

કટોકટી લગાવવાના મુખ્ય કારણો[ફેરફાર કરો]

બંધારણ ની કલમ ૩૫૬ પ્રમાણે, જ્યારે રાજ્યમાં વ્યવસ્થા કે તંત્ર ભાંગી પડે કે કાર્યરત ન રહી શકે ત્યારે રાષ્ટટ્ર્પતિ દ્વારા લાગુ થાય છે.

જોગવાઈ[ફેરફાર કરો]

  • રાજ્યમાં બંધારણીય કટોકટીની જાહેરાતને લોક સભા અને રાજ્ય સભામાં ૨ મહિનામાં મંજુરી અનિવાર્ય છે.
  • મંજુરી લોક સભા અને રાજ્ય સભામાં સાદી બહુમતીથી લેવામાં આવે છે.
  • જો મંજુરી મળે તો ૬ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહેશે.
  • જો રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવી હોય તો ૬ મહિનામાં ફરીથી મંજુરી લેવાની રહેશે.
  • મુદત વધુમાં વધુ 3 વર્ષ સુધી વધારી શકાય.[૧]
  • રાષ્ટ્રપતિ શાસન દરમિયાન વિધાન સભાનું વિસર્જન કરવું જરૂરી નથી. વિધાનસભા મોકૂફ રાખી શકાય છે, પરંતુ તેમની સત્તા જતી રહે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ કાજી, શહેઝાદ (૨૦૧૬). ભારતનુ બંધારણ અને રાજનીતી. મોડાસા: કિશ્વા પબ્લિકેશન. પૃષ્ઠ ૧૦૯. ISBN 978-93-5258-028-6.