રેફ્રિજરેટર

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રેફ્રિજરેટર એ એક આધુનિક ભૌતિક ઉપકરણ છે, જે ચોક્કસ શીત તાપમાન જાળવી રાખી શકે છે. ઘરમાં ઉપયોગી એવા આ ઉપકરણ સૌ પ્રથમ ઇ. સ. ૧૯૧૧માં ફ્રાન્સ દેશના એક ખ્રિસ્તી સાધુએ શોધેલ સલ્ફર ડાયોક્સાઈડ પ્રક્રિયાના આધારે માર્શલ ઓડીક્રેન નામના વિજ્ઞાન શિક્ષકે લાકડાંની પેટી જેવી રચના કરી બનાવ્યું હતું, જેનો ખર્ચ તેને એ જમાનામાં કારની કિંમત કરતાં પણ વધારે થયો હતો.

પહેલાંના સમયમાં રેફ્રિજરેટરમાં ફ્રિયોન વાયુ વાપરવામાં આવતો. આમ ઘણાં વર્ષો સુધી ચાલ્યું. આ પછી જ્યારે હાઈડ્રો ક્લોરોફ્લ્યુરોકાર્બન (ટૂંકું નામ: એચસીએફસી) શોધાયા પછી તે વાયુ રેફ્રિજરેટરમાં વપરાશમાં લેવાય છે.

ખૂબજ જાણીતા વેજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં માત્ર હવાના દબાણથી કાર્ય કરતા રેફ્રિજરેટરની શોધ કરી તેની પેટન્ટ મેળવવામાં સફળ થયા હતા.