લસણની ચટણી

વિકિપીડિયામાંથી
લસણની ચટણી

લસણની ચટણી એ અત્યંત રુચિકર ચટણીઓમાંની એક છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આ ચટણી ખુબ જ પ્રખ્યાત છે. ભારત દેશના બધા જ વિસ્તારમાં પણ લસણની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ મહારાષ્ટ્રમાં શાકને બદલે માત્ર ચટણી સાથે રોટલો ખાવાનું ચલણ વધુ છે. અહીં પ્રાચીન સમયમાં ગામડાંના લોકો જુવાર, બાજરી કે અન્ય અનાજના રોટલા સાથે લસણની ચટણી અને કાંદો (ડુંગળી)નો ઉપયોગ તેમના સામાન્ય ખોરાકમાં કરતા હતા.

બનાવવાની રીત[ફેરફાર કરો]

  • લસણની કળીને છોલી રાખો.
  • લીલા મરચાં, જોઈતી તીખાશ અનુસાર.
  • મીઠું સ્વાદ અનુસાર.
  • લાલ મરચું.

આ દરેક વસ્તુ મિશ્ર કરી પીસી નાખો.