લોનાર ઉલ્કા તળાવ

વિકિપીડિયામાંથી
લોનાર તળાવ
લોનાર તળાવનો સંપૂર્ણ દેખાવ
લોનાર તળાવ is located in મહારાષ્ટ્ર
લોનાર તળાવ
લોનાર તળાવ
મહારાષ્ટ્રમાં સ્થાન
સ્થાનબુલઢાણા જિલ્લો, મહારાષ્ટ્ર
અક્ષાંશ-રેખાંશ19°58′36″N 76°30′30″E / 19.97667°N 76.50833°E / 19.97667; 76.50833 (લોનાર ઉલ્કા તળાવ)
પ્રકારઉલ્કા તળાવ, ખારું તળાવ
બેસિન દેશોભારત
મહત્તમ લંબાઈ1,830 m (6,000 ft)
સપાટી વિસ્તાર1.13 km2 (0.44 sq mi)
સરેરાશ ઊંડાઇ137 m (449 ft)
મહત્તમ ઊંડાઇ150 m (490 ft)
સંદર્ભોearthobservatory.nasa.gov/images/8654/lonar-crater-india
ઉમેરેલ૨૨ જુલાઇ ૨૦૨૦
સંદર્ભ ક્રમાંક.૨૪૪૧[૧]
બાજુ પરથી તળાવનો દેખાવ. જંગલમાં મંદિર પણ દેખાય છે.

લોનાર તળાવ મહારાષ્ટ્ર ના બુલઢાણા જિલ્લાના લોનાર ખાતે આવેલું તળાવ છે, જે ઉલ્કાના પડવાથી બનેલું છે.[૨] આ તળાવ બેસાલ્ટ ખડકો પર બનેલું છે, તેમજ સેલાઇન અને આલ્કાઇન બંને ગુણધર્મો ધરાવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ તેમજ અવકાશવિજ્ઞાનીઓએ તળાવનાં ગુણધર્મો વિશે વિવિધ અભ્યાસો કરેલ છે.[૩] લોનાર તળાવનો વ્યાસ ૧.૨ કિમી (૩,૯૦૦ ફીટ) તેમજ ૧૩૭ મીટર (૪૪૯ ફીટ) ઊંડાઇ ધરાવે છે. આ તળાવનો પરિઘ ૧.૮ કિલોમીટર (૫,૯૦૦ ફીટ) છે.[૪] આ તળાવની ઊંમર ૫૨,૦૦૦ ± ૬,૦૦૦ વર્ષો (પ્લેસ્ટોસિન) મનાય છે, તેમ છતાં, ૨૦૧૦માં થયેલ અભ્યાસ મુજબ તેની ઊંમર ૫,૭૦,૦૦૦ ± ૪૭,૦૦૦ વર્ષો મનાય છે.[૫][૬]

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ, યુનાઇડેટ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે, જીઓલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, અને સાગર યુનિવર્સિટી અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાએ આ તળાવ પર વિસ્તૃત સંશોધનો કરેલ છે.[૭][૮]

૨૦૦૭માં આ તળાવમાં નાઇટ્રોજનમાંથી એમોનિયામાં થતું જૈવિક રૂપાંતરણ શોધાયું છે.[૯]

૨૦૨૦ રંગ પરિવર્તન[ફેરફાર કરો]

જૂન ૨૦૨૦ દરમિયાન લોનાર તળાવના પાણીનો બદલાતો રંગ

જૂન ૨૦૨૦ની શરુઆતમાં ૨-૩ દિવસ માટે તળાવના પાણીનો રંગ લાલ-ગુલાબી બન્યો હતો.[૧૦][૧૧][૧૨] અગારકર રીસર્ચ ઇન્ટિટ્યુટ, નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે પાણીનું પ્રમાણ ઘટવાને કારણે ક્ષારાશ વધતા બેક્ટેરિયાની વૃદ્ધિ થઇ હતી અને તેનાથી કેરોટેનોઇડના કારણે રંગમાં પરિવર્તન નોંધાયું હતું.[૧૩][૧૪][૧૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lonar Lake". Ramsar Convention Sites Information Service. મેળવેલ 14 November 2020.
  2. "Geology". મહારાષ્ટ્ર સરકાર. Gazetteers Department. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
  3. Malu, Ram (૧૮ ડિસેમ્બર ૨૦૦૨). "Lonar crater saline lake, an ecological wonder in India". International Society for Salt Lake Research. મૂળ માંથી 2014-10-06 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
  4. "લોનાર તળાવ, બુલદાના જિલ્લો, મહારાષ્ટ્ર". Geological Survey of India. મૂળ માંથી 2009-07-27 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
  5. F. Jourdan, F. Moynier, C. Koeberl, S. Eroglu. (જુલાઇ ૨૦૧૧). "40Ar/39Ar age of the Lonar crater and consequence for the geochronology of planetary impacts". Geology. 39 (7): 671–674. doi:10.1130/g31888.1.CS1 maint: multiple names: authors list (link)
  6. Jourdan, F.; et al. (૨૦૧૦). "First 40Ar/39Ar Age of the Lonar Crater: A ~0.65 Ma Impact Event?" (PDF). 41st Lunar and Planetary Science Conference Proceedings. Lunar and Planetary Institute: 1661. Explicit use of et al. in: |first1= (મદદ)
  7. "Lonar". The Planetary and Space Science Center. University of New Brunswick. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
  8. Babar, Rohit. "Lonar, A Gem of Craters". Office of Space Science Education. મૂળ માંથી 2003-05-19 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
  9. Avinash A.
  10. Taneja, Nidhi (10 June 2020). "Lonar Lake in Maharashtra mysteriously turns red; officials baffled". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 10 June 2020.
  11. Mapari, Kishor (10 June 2020). "अहो आश्चर्यम...लोणार सरोवराचे पाणी झाले लाल !". Lokmat (મરાઠીમાં). મેળવેલ 10 June 2020.
  12. Jha, Himanshu (10 June 2020). "महाराष्ट्र: अचानक लाल हो गया लोनार झील का पानी, कारण पता लगाने में जुटा वन विभाग". Live Hindustan (હિન્દીમાં). મેળવેલ 10 June 2020.
  13. "Pink hue in Lonar Lake due to salt-loving bacteria, says report". Hindustan Times (અંગ્રેજીમાં). 2020-07-19. મેળવેલ 2020-07-20.
  14. Jul 18, Swati Shinde Gole | TNN |; 2020; Ist, 11:49. "Maharashtra: ARI says bacteria tinged Lonar lake's surface pink | Pune News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-20.CS1 maint: numeric names: authors list (link)
  15. Jul 23, Vaibhav Ganjapure | TNN | Updated; 2020; Ist, 15:04. "Lonar Lake colour change not due to pollution but summer heat: HC | Nagpur News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-27.CS1 maint: numeric names: authors list (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]