વચનામૃત

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વચનામૃતસ્વામિનારાયણ સંપ્રદાયનો અતિપ્રસિદ્ધ અધ્યાત્મ ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના આશ્રિત સંતો અને સદ્ ગૃહસ્થો વચ્ચે થયેલી આધ્યાત્મિક જ્ઞાન ગોષ્ઠીને સંગ્રહિત કરવામાં આવી છે. બ્રહ્મસુત્ર ભાષ્યકર્તા સદ્ ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, ઉપનિષદ ભાષ્યકર્તા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યાસ સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીઅને ભગવાન શ્રી સ્વામિનારાયણના અંગત સેવક શ્રી શુકાનંદ સ્વામી; આ ચાર સંતોએ મળીને આ ગ્રંથનું સંપાદન કર્યું છે અને તે સંપાદન પણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને માન્ય કરેલું છે. આ ગ્રંથ ગુજરાતી ભાષાનો પ્રથમ ગદ્ય ગ્રન્થ છે તેમ કહેવા માટે કોઇ અતિશયોક્તિ કરવાની જરુર નથી પણ આપને કવિ નર્મદને ગુજરાતી પદ્યના પિતા ગણીયે છીએ. નર્મદ ગુજરાતી સાહિત્યનુ એક જણીતુ નામ છે. તેમનો જન્મ સુરત માં ૨૪-૦૮-૧૮૩૩ થયો હતો અને આ વચનામૃત જયંતિ ૨૦-૧૧-૧૮૧૯ ને રવિવારના રોજ પ્રસિદ્ધ્ છે. આ ગ્રંથની અનેક આવૃત્તિમાં હજારો -લાખો પ્રત પ્રસિદ્ધ થઇ છે.

વિશ્વ અધ્યાત્મ સાહિત્ય જગતમાં અનેક સદ્ ગ્રન્થોની રચના થઇ છે , જેમાં પરબ્રહ્મની પરોક્ષાનુભુતિની છાંટ દેખાય છે.સમાધિ ભાષામાં આલેખાયેલા ગ્રંથો પણ ભારતીય અધ્યાત્મ સાહિત્યની એક અનોખી વિશેષતા છે પરંતુ ઇતિહાસ અને તીથિ તવારીખની દ્રષ્ટીએ વચનામૃત તેમાં કંઇક વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આપણી પાસે વચનામૃતની જેમ તીથિ તવારીખ અને સ્થળના સંદર્ભ સાથે અધ્યાત્મ બોધપાઠ આપતા ગ્રંથો નહિવત્ છે

વચનામૃત ઉદભવ[ફેરફાર કરો]

પરબ્રહ્મ પરમાત્મા સહજાનન્દ સ્વામિના વચનામ્રુતો એટલે અધ્યાત્મનો અણમોલ અને અખુટ ખજાનો. પ્રગટ પુરુષોતમનારાયણની આ પરાવાણિમા તો ગીતાજી નો ગલિતાર્થ ગુન્થાઇ ગયો છે અને ઉપનિષદનો અર્ક પણ ઘૂન્ટાઇ ગયેલ છે તેમજ સત્શાસ્ત્ર નો સાર પન સમાઇ ગયો છે. શ્રીજી મહારાજના આ અમૃત વચનોનુ પાન તો પારસમણિન સ્પર્શ જેવુ પાવનકારી અને સન્જીવનિ ઔષધિ સમુ ગુણકારી છે.

સ્વામિનારાયણ ભગવાને ગુજરાતને પોતાની કર્મભુમિ બનાવ્યા પછી ૩૦ વર્ષ સુધી ગુજરાતના ગામડે ગામડે વિચરણ કર્યું. તેઓ પ્રથમ તીર્થયાત્રીના રુપમાં આ ગરવી ગુજરાતની ભુમિમાં પધાર્યા. દ્વારકા જતા રસ્તામાં શ્રી રામાનંદ સ્વામીના આશ્રમમાં લોજમાં શ્રી મુક્તાનદ સ્વામીના સાનિધ્યમાં તીર્થયાત્રા પુર્ણ કરી.પીપલાણા પ્રથમ દિક્ષા ગ્રહણ કરી, જેતપુરમાં આ સંપ્રદાયના ધર્મ ધુરન્ધર બન્યા. ત્યારબાદ ગઢપુર આવ્યા. ત્યાંના ગામધણી દરબાર દાદાખાચરના પ્રેમને વશ થઇને ગઢડાને પોતનું નિવાસ સ્થાન બનાવ્યું ,અનૅ ત્ય્આ ૨૯ વર્શ સુધી રહ્યા, ત્યાથી સમગ્ર ગુજરાતમાં વિચરણ કરવા લાગ્યા ,તેમના વિચરણ દરમિયાન જે જે ધર્મોપદેશ થતો તેને તે જ સમયે ભાવિક સંતો ભક્તો લખી લેવાનું ભૂલતા નહિ. સમયે સમયે તેનું સંકલન થતું રહ્યું, તેમાં કોઇ લેખકની પોતાની બુદ્ધિની છાંટ ન આવી જાય તેની પણ તકેદારી લેવામાં આવી અને આ ગ્રંથ આખરે આપણને પ્રાપ્ત થયો.

ભગવાન શ્રી સ્વામિનારાયણના તમામ ધર્મોપદેશને આ ગ્રંથમાં સ્થાન નથી મળ્યું પરંતુ માત્ર ગઢડા, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, અમદાવાદ, જેતલપુર, અશ્લાલી અને વડતાલ; આ નવ જગ્યાએ કરેલા ધર્મોપદેશ આ ગ્રંથમાં સંકલિત થયા. તેમા ૩૦ વર્ષના ૧૦૯૫૦ જેટલા દિવસોમાંથી કુલ ૨૭૩ વચનામૃતો આ ગ્રંથમાં નોધાયા છે. જેની સંખ્યા નીચે પ્રમાણે છે.

 1. ગઢડા ૧૮૪
 2. વડતાલ ૨૦
 3. સારંગપુર ૧૮
 4. કારિયાણી ૧૨
 5. લોયાધામ ૧૮
 6. પંચાળા
 7. અમદાવાદ
 8. જેતલપુર
 9. અશ્લાલી

વચનામૃત આધારીત ગ્રન્થો[ફેરફાર કરો]

સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ગ્રંથ અતિ મહત્વનો ગણાય છે, તેનું કારણ શ્રદ્ધા કરતા વધુ તેની મૌલિકતા છે. આ ગ્રંથના આધારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સમયથી સાહિત્યની રચના થતી રહી છે. વચનામૃતના આધારે ઘણા ગ્રંથો રચાયા છે પણ સૌ પ્રથમ રચના શતાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે. વચનામૃત ગુજરતી ભાષામાં છે તેનું સંસ્કૃત ભાષામાં અનુવાદ કરિને હરિવાક્ય સુધાસિન્ધુનામનો ગ્રંથ આ સંપ્રદાયને શતાનંદ સ્વામી દ્વારા ભેટ મળેલ છે. આ સંસ્કૃત ગ્રંથની 'સેતુમાલા' નામની ટીકા સંપ્રદાયની વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજશ્રીએ સંસ્કૃતમાં જ રચી છે. ત્યારબાદ સંપ્રદાયના વિશ્વવિખ્યાત પંડિત શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય સ્વામી એ બ્રહ્મ રસાયણભાષ્ય નામે વિશાળ ગ્રંથ લખ્યો, જેમા શ્રુતિ-સ્મૃતિના પ્રમાણૉ સાથે વૈદુષ્યભરી ભાષામાં વચનામૃતના સિદ્ધાંતોનું સમર્થન થયું છે. સંપ્રદાયના વિદ્વાન પુરુષો આવો પુરુષાર્થ કરે તે ઞૌરવની વાત ગણાય પરંતું સામાન્ય જનતાને તેનાથી કોઇ વિશેષ લાભ ન થાય. ગુજરાતીભાષામાં ગ્રંથ પર સૌ પ્રથમ સંવત્ ૧૯૮૨માં ''વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા'' નામની ટીકા કચ્છ દેશમાં ભુજ નજીક બળદિયાના અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપા એ કરી છે. જે સમ્પ્રદાયમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. વચનામૃત શાસ્ત્રના વાંચન દરમ્યાન ઉદભવિત દરેક પ્રશ્નનું સમાધાન વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા માંથી સહેલાઈથી મળી જાય છે. વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા ના વાંચનથી વચનામૃત ખૂબ જ સરળ ભાસે છે.

 1. હરિવાક્યસુધાસિન્ધુ
 2. હરિવાક્યસુધાસિન્ધુ-સેતુમાલા ટિકા
 3. બ્રહ્મરસાયણ ભાષ્ય
 4. વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા

આ ઉપરાંત ઘણા પુસ્તકો વચનામૃત આધારીત પ્રકાશિત થયેલા છે.