વડોદરા ડાયનેમાઈટ કેસ
વડોદરા ડાયનેમાઈટ કેસ એ ૧૯૭૫-૭૭ દરમ્યાન લાદવામાં આવેલી કટોકટી હેઠળ જ્યોર્જ ફર્નાંડિસ અને અન્ય ૨૪ જણા ઉપર ઉપર ઈંદિરા ગાંધીની સરકારે ચલાવાયેલા ખટલાને અપાયેલું નામ છે.[૧]
કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સી. બી. આઈ)એ જ્યોર્જ ફર્નાંડિસ ઉપર કટોકટીના વિરોધમાં ડાયનેમાઈટની દાણચોરી કરી સરકારી અસ્કાયતો અને રેલ્વેના પાટા ઉડાવી મુકવાનો આરોપ મુક્યો હતો. તેઓ ઉપર રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાનો અને સરકાર ઉથલાવી પાડવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. આરોપીઓને જૂન ૧૯૭૬માં પકડીને દિલ્હીની તિહાર જેલમાં પુરવામાં આવ્યા હતા.
અન્ય પ્રમુખ આરોપીઓ હતા: વિરેન જે શાહ, જી. જી. પરીખ, સી. જી. કે. રેડ્ડી[૨], પ્રભુદાસ પટવારી, દેવી ગુજ્જર અને અન્ય. આ ખટલામાં ઘરના સ્થળ વડોદરા હતું તેમ છતાં ખટલો દિલ્હીમાં ચાલ્યો હતો તેના સમર્થકારણમાં સી.બી.આઈ.એ આ ઘટના દ્વારા પડનારી રાષ્ટ્રીય અસરનું કારણ બતાવ્યું હતું.
૧૯૭૭ની લોક સભાની ચુંટણી જ્યોર્જ ફર્નાંડિસ જેલમાં જ રહી બિહારના મુજફ્ફરપુરથી લડ્યા હતા. જેલમાં સાંકળ બાંધેલો તેમનો ફોટો દર્શાવી તેમના સમર્થકોએ ચુંટણી પ્રચાર કર્યો અને તેઓ ભારે બહુમતિથી ચુંટાઈ આવ્યા. ઈ.સ. ૧૯૭૭માં સત્તાપર આવતા જનતા પાર્ટીએ આ ખટલો પાછો લીધો અને સૌ આરોપીઓને મુક્ત કર્યા.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "George Fernandes Rebel". livemint.com.
- ↑ "Right to rebel by CGK Reddy". india_today.
- ↑ "George Fernandes during emergency". Indian Express.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |