લખાણ પર જાઓ

વર્ષા અડાલજા

વિકિપીડિયામાંથી
વર્ષા અડાલજા
વર્ષા અડાલજા જામનગર ખાતે, ૧૯૯૫
વર્ષા અડાલજા જામનગર ખાતે, ૧૯૯૫
જન્મ (1940-04-10) April 10, 1940 (ઉંમર 84)
મુંબઈ
વ્યવસાયલેખક, પ્રવકતા
શિક્ષણબી.એ., એમ.એ.
નોંધપાત્ર સર્જનોઅણસાર
નોંધપાત્ર પુરસ્કારો
સાથીમહેન્દ્ર અડાલજા
સંબંધીઓગુણવંતરાય આચાર્ય ‍(પિતા‌‌), ઇલા આરબ મહેતા (બહેન)

વર્ષા અડાલજા ‍(જન્મ: ૧૦ એપ્રિલ ૧૯૪૦) ગુજરાતી સાહિત્યકાર છે.[][] એમણે વાર્તાલેખન તેમ જ નવલકથા લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે.[] તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત ભાગ સહિત ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે.[] તેમને તેમની નવલકથા અણસાર માટે સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯૪૦ના રોજ મુંબઈ ખાતે ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય અને નીલાબેનને ત્યાં થયો હતો. ૧૯૬૦માં તેમણે ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ની પદવી મેળવી હતી.[] ૧૯૬૨માં તેમણે સમાજશાસ્ત્રમાં એમ.એ. કર્યું હતું.[][] શિષ્યવૃત્તિ મેળવી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે મુંબઈમાં આકાશવાણીના પ્રવક્તા તરીકે ૧૯૬૧ થી ૧૯૬૫ દરમિયાન કાર્ય કર્યું હતું. ૧૯૬૬માં તેમણે તેમની લેખન કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૬૫માંં તેમના લગ્ન મહેન્દ્રભાઇ અડાલજા સાથે થયા હતા. તેમની બહેન ઇલા આરબ મહેતા પણ નવલકથાકાર છે.

સાહિત્યિક કારકિર્દી

[ફેરફાર કરો]
વર્ષા અડાલજા, ૪૭માં ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનમાં

વર્ષા અડાલજાએ ૧૯૭૩-૭૬ દરમિયાન સ્ત્રી સાપ્તાહિક સુધાના તંત્રી તરીકે સાહિત્ય કારકિર્દી શરૂ કરી હતી. પછીથી તેઓ ૧૯૮૯-૯૦ દરમિયાન ગુજરાતી ફેમિનાના તંત્રી રહ્યા હતા. ૧૯૭૮થી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલા છે.[][][] તેમણે કુષ્ઠ રોગીઓની વસાહત, જેલ જીવન અને આદિવાસીઓ સાથે કામ કર્યું છે.[]

નવલકથા

[ફેરફાર કરો]
  • શ્રાવણ તારાં સરવડાં (૧૯૬૮)
  • આતશ
  • ગાંઠ છૂટયાની વેળા (૧૯૮૦)
  • બંદીવાન (૧૯૮૬)
  • માટીનું ઘર (૧૯૯૧)
  • અણસાર (૧૯૯૨)
  • મૃત્યુદંડ (૧૯૯૬)
  • શગ રે શકોરું (૨૦૦૪)
  • પગલું માંડું હું અવકાશમાં (૨૦૦૫)
  • પ્રથમ પગલું માંડ્યું (૨૦૦૮)
  • ક્રોસરોડ

લઘુ નવલકથા

[ફેરફાર કરો]
  • તિમિરના પડછાયા (૧૯૬૯)
  • એક પળની પરખ (૧૯૬૯)
  • પાંચ ને એક પાંચ (૧૯૬૯)
  • મારે પણ એક ઘર હોય (૧૯૭૧)
  • રેતપંખી (૧૯૭૪)
  • અવાજનો આકાર (૧૯૭૫)
  • છેવટનું છેવટ (૧૯૭૬)
  • નીલિમા મૃત્યુ પામી છે (૧૯૭૭)
  • પાછાં ફરતાં (૧૯૮૧)
  • ખરી પડેલો ટહુકો (૧૯૮૩)
  • પગલાં (૧૯૮૩)

વાર્તાસંગ્રહ

[ફેરફાર કરો]
  • એ (૧૯૭૯)
  • સાંજને ઉંબર (૧૯૮૩)
  • એંધાણી (૧૯૮૯)
  • બિલીપત્રનું ચોથું પાન (૧૯૯૪)
  • ગાંઠે બાંધ્યું આકાશ (૧૯૯૮)
  • અનુરાધા (૨૦૦૩)
  • કોઈ વાર થાય કે...(૨૦૦૪)
  • વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૨) (સં. ઈલા આરબ મહેતા)

નાટકસંગ્રહ

[ફેરફાર કરો]
  • આ છે કારાગાર (૧૯૮૬)
  • મંદોદરી (એકાંકી) (૧૯૯૮)
  • તિરાડ (૨૦૦૩)
  • શહીદ (૨૦૦૩)
  • વાસંતી કોયલ (૨૦૦૬)

નિબંધસંગ્રહ

[ફેરફાર કરો]
  • પૃથ્વીતીર્થ (૧૯૯૪)
  • આખું આકાશ એક પિંજરામાં (૨૦૦૭)

પ્રવાસવર્ણન સંગ્રહ

[ફેરફાર કરો]
  • નભ ઝૂક્યું (૨૦૦૨)
  • ઘૂઘવે છે જળ (૨૦૦૨)
  • શિવોહમ (૨૦૦૬)
  • શરણાગત (૨૦૦૭)
  • શુક્રન ઈજિપ્ત

સંપાદન

[ફેરફાર કરો]
  • અમર પ્રેમકથાઓ
  • લાક્ષાગૃહ
  • ત્રીજો કિનારો
  • એની સુગંધ
  • ન જાને સંસાર
  • આનંદધારા
  • તું છે ને!

પારિતોષિક

[ફેરફાર કરો]
  • સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૯૫) - અણસાર (નવલકથા) માટે.
  • સોવિયેટ લેન્ડ નેહરૂ એવોર્ડ (૧૯૭૬)[]
  • ગુજરાતી સાહિત્ય પરિસદ એવોર્ડ (૧૯૭૨, ૧૯૭૫)[]
  • ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦)[]
  • કનૈયાલાલ મુનશી એવોર્ડ (૧૯૯૭)
  • રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૫)
  • નંદશંકર મહેતા ચંદ્રક
  • સરોજ પાઠક સન્માન
  • ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવોર્ડ

અન્ય માધ્યમોમાં

[ફેરફાર કરો]
  • તેમની નવલકથા મારે પણ એક ઘર હોય (૧૯૭૧) અને રેતપંખી (૧૯૭૪) એ ટૂંકી ટેલિવિઝન ધારાવાહિકમાં પ્રસ્થાપિત થયેલ છે.
  • તેમની લઘુનવલકથા તિમિરના પડછાયા (૧૯૬૯) એ નાટક સ્વરૂપે અંદાજે ૧૦૦૦ જેટલા મંચ પર ભજવાઈ ચુક્યું છે.
  • તેણીએ તેમના પિતા ગુણવંતરાય આચાર્યની નવલકથા દરિદ્રનારાયણ ને ધારાવાહિક અને નાટક સ્વરૂપે રૂપાંતર કર્યું છે.
  • તેમની નવલકથા અણસાર (૧૯૯૨) પરથી એવોર્ડ વિજેતા ફિલ્મ લેપરોઝી બની છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Varsha Adalja, 1940-". New Delhi: The Library of Congress Office.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Daksha Vyas; Chandrakant Topivala. "સાહિત્યસર્જક: વર્ષા અડાલજા". Gujarati Sahitya Parishad.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "વર્ષા અડાલજાની ટેમસાઇટ મુલાકાત". Tameside: Tameside Metropolitan Borough Council. ૧૫ એપ્રિલ ૨૦૦૯. મૂળ માંથી 2011-11-04 પર સંગ્રહિત. મેળવેલ ૨ નવેમ્બર ૨૦૧૧.
  4. Kartik Chandra Dutt (1 January 1999). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. પૃષ્ઠ 13. ISBN 978-81-260-0873-5.
  5. Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 258–260. ISBN 978-93-5108-247-7.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]