વાછાવડ
વાછાવડ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°58′09″N 73°07′50″E / 20.969294°N 73.130658°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | મહુવા, સુરત જિલ્લો |
વસ્તી | ૮૩૨ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, શેરડી, તુવર દિવેલી કેળાં, કેરી તેમજ શાકભાજી |
વાછાવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે. વાછાવડ જિલ્લા મથક સુરત થી ૫૫ કિમી અને રાજ્યના પાટનગર ગાંધીનગર થી ૩૧૭ કિમી દુર આવેલું ગામ છે. ગામથી સૌથી નજીક આવેલું મોટું ગામ કરચેલિયા છે, જે ગામ થી બે કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આસપાસમાં બીલખડી, બારતાડ, ફુલવાડી વગેરે ગામો આવેલાં છે.
ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન નો વ્યવસાય કરે છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેળાં, તુવર, કેરી, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં નવું ફળિયું, પટેલ ફળિયુ, બ્રાહ્મણ ફળિયું, નીચલું નાયકી ફળિયું, ઉપલું નાયકી ફળિયું જેવા વિસ્તારો આવેલાં છે. ગામમાં જલારામ મંદિર, ભૂતમામા મંદિર તેમજ હનુમાન મંદિર આવેલાં છે.
વસતી
[ફેરફાર કરો]વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે ગામની કુલ વસતી ૮૩૨ છે, જેમાં પુરુષો ૪૩૫ અને સ્ત્રીઓ ૩૯૭ છે. કુલ રહેઠાણ સંખ્યા ૧૭૧ છે.[૧]
ચિત્ર ગેલેરી
[ફેરફાર કરો]-
કોમ્યુનિટિ હોલ તરફથી વાછાવડ રોડનું દ્રશ્ય
-
બાલમંદિર
-
દૂધમંડળી
-
પંચાયત ઘર
-
ભૂતમામા મંદિર (પથ્થર)
-
ભૂતમામા મંદિર (ડેરાં)
-
કોમ્યુનિટિ હોલ
-
ગામનો નકશો
-
જલારામ મંદિર
-
ભૂતમામા મંદિર
-
હનુમાન મંદિર (નવું ફળિયું)
સંદર્ભો
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વાછાવડ વિષયક ચિત્રો, પેનોરામિયા પર. સંગ્રહિત ૨૦૧૪-૦૧-૧૯ ના રોજ વેબેક મશિન
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |