વાળ ખરવા

વિકિપીડિયામાંથી
વાળ ખરવા
ખાસિયતDermatology Edit this on Wikidata

વાળ ખરવા (અંગ્રેજી: Hair loss અથવા Alopecia)માં થોડા વાળ ખરવાથી લઇ ટાલ પડી જવા સુધી અસર થતી હોય છે. સામાન્ય રીતે આપણા લગભગ ૫૦ થી ૧૦૦ વાળ દરરોજ ખરતા હોય છે. જો આના કરતાં વધુ વાળ ખરતા હોય, તો એ ચિંતાજનક કહી શકાય. ક્યારેક એમ પણ જોવા મળે છે કે વાળ આછા થવા લાગે છે અને એક અથવા અધિક જગ્યા પર ટાલ થઈ જાય છે. વાળ ખરવાનાં ઘણાં બધાં અલગ-અલગ કારણો હોય છે. ચિકિત્સા વિજ્ઞાનના આધાર પર વાળ ખરવાના કેટલાય પ્રકાર હોય છે:

  • લાંબી બીમારી, મોટી શસ્ત્રક્રિયા અથવા ગંભીર સમસ્યાઓ જેવા શારીરિક તણાવના કારણે બે કે ત્રણ મહીના બાદ વાળ ખરવા એ એક સામાન્ય પ્રક્રિયા છે. અંત:સ્ત્રાવોના સ્તરમાં આકસ્મિક ફેરફાર આવ્યા બાદ પણ આમ થતું હોય છે, વિશેષ કરીને સ્ત્રીઓમાં બાળકને જન્મ આપ્યા બાદ પણ આમ થઈ શકે છે. સાધારણ રીતે વાળ ખરતા રહે છે પરંતુ ટાલ નથી પડી જતી.
  • દવાઓની આડ અસરને કારણે ઔષધના ગૌણ પ્રભાવો : વાળ ખરવા એ કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરવાને કારણ થઇ શકે છે અને આવું અચાનક આખા માથાના ભાગ પર પ્રભાવી થઇ શકે છે.
  • ચિકિત્સાકીય બીમારીનાં લક્ષણો: વાળ ખરવા એ ચિકિત્સા બીમારીનું લક્ષણ હોઈ શકે છે જેમ કે અવટુગ્રંથિ (થાઇરૉયડ) વિકૃતિ, સેક્સ હાર્મોન્સમાં અસંતુલન અથવા ગંભીર પોષાહાર સમસ્યા વિશેષ કરીને પ્રોટીન, લૌહ, જસ્તા અથવા બાયોટીનની કમી. આ કમી ખાન-પાનમાં પરેજી કરવા વાળાઓ અને જે મહિલાઓને માસિક ધર્મના સમયમાં વધારે પડકો રક્ત સ્રાવ થાય છે, તેમાં આ સામાન્ય બાબત છે.
  • માથાની ત્વચા (ખોપરી)- માં ભુસી -ખોપરીમાં જ્યારે વિશેષ પ્રકારની ભુસીનું સંક્રમણ થતું હોય છે ત્યારે વચ્ચે વચ્ચે વાળ ખરવા લાગે છે. બાળકોમાં સામાન્ય રીતે વચ્ચે-વચ્ચેના વાળ ખરવાનું સંક્રમણ જોવા મળે છે.
  • હાઇપોથાયરૉડિઝમ

આનુવંશિક ટાલ પડવી[ફેરફાર કરો]

પુરુષોમાં જે પ્રકારે વાળ ખરવા લાગતા હોય અર્થાત સેંથામાંથી વાળ ખરવા અથવા માથા પરના વાળ ખરવા, એવા પ્રકારે આમાં પણ પુરુષોના વાળ ખરતા હોય છે. આ પ્રકારે વાળ ખરવાનું સામાન્ય છે અને આમ બનવાનો કોઇપણ સમયે (કેટલીકવાર કિશોરાવસ્થામાં પણ) આરંભ થઈ શકે છે. વાળ ખરવાનાં મુખ્યત્વે ત્રણ કારણો હોય છે - વંશાનુગત ગંજાપણું, પુરુષ અંત:સ્ત્રાવો (હાર્મોન્સ) અને વધતી જતી ઉંમર. મહિલાઓમાં, માથાના આગળના ભાગને છોડી બાકીના ભાગના વાળ ખરવા લાગે છે.

આધુનિક શોધ[ફેરફાર કરો]

મે, ૨૦૦૯માં જાપાન દેશમાં થયેલા એક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, માનવ શરીરમાં વાળ ખરવા માટે એક એસ ઓ એક્સ ૨૧ નામથી ઓળખાતું રંગસૂત્ર જવાબદાર હોય છે.[૧]

વાળ ખરતા રોકવા માટે ઉપાયો[ફેરફાર કરો]

માનસિક તાણ તથા ચિંતા ઘટાડી, યોગ્ય આહાર લઈને, વાળ ઓળવાની યોગ્ય રીત અપનાવીને અને આ ઉપરાંત જો શક્ય હોય તો વાળને ખરતા અટકાવે તેવી દવાઓનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યાને અટકાવી તેમાંથી બચી શકાય છે. ભુસીના ઉત્પાતને કારણે વાળ ખરવાની સમસ્યામાંથી વાળની સફાઈ પર ધ્યાન આપવાથી, અન્ય વ્યક્તિના કાંસકા, બ્રશ, ટોપી વગેરેનો વપરાશ બંધ કરીને બચી શકાય છે. યોગ્ય દવાઓની સહાયતા વડે પણ આનુવંશિક ટાલ પડવામાંથી કેટલીક વાર અટકાવી શકાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. સાયન્ટિસ્ટસ આઇડેન્ટિફાઇ જીન ધેટ મે એક્સપ્લેઇન હેર લોસ તાન એ લિન, ૨૫ મે, ૨૦૦૯, રૉયટર્સ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]