વાસણા ખુર્દ (તા. ખેડા)

વિકિપીડિયામાંથી
વાસણાખુર્દ
ભેખડીયા વાસણા[સંદર્ભ આપો]
—  ગામ  —
વાસણાખુર્દનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°44′46″N 72°40′53″E / 22.745977°N 72.681289°E / 22.745977; 72.681289
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો ખેડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, શાકભાજી ([ટિંડોળા, કારેલાં), તમાકુ, ઘઉં

વાસણાખુર્દ (તા. ખેડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક ખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. વાસણાખુર્દ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, શાકભાજી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ગામ વાત્રક-મેશ્વો નદીના કાંઠે આવેલું છે. ગામની નજીકમાં જ વાત્રક-મેશ્વો નદીનો સંગમતટ આવેલો છે. જિલ્લા મથક ખેડાથી ગામ ૯ કિમી અને મહેમદાવાદ થી ૧૧ કિમીના અંતરે આવેલું છે.

ગામ સુધી પહોંચવાના માર્ગો[ફેરફાર કરો]

  1. નેશનલ હાઇવે ૪૮ પર ગોબલજ કોકાકોલા કંપનીથી થોડે દૂર કાજીપુરાથી સમાદરા થઈ વાસણાખુર્દ પહોંચી શકાય છે. (૫ કિમી અંતર)
  2. નેશનલ હાઇવે ૪૮ પર વડાલા પાટીયાથી જેસવાપુરા થઈ વાસણાખુર્દ પહોંચી શકાય છે. (૬ કિમી અંતર)
  3. ખેડાથી હરિયાળા થઈ જેસવાપુરા થઈ વાસણાખુર્દ પહોંચી શકાય છે. (૭ કિમી અંતર)
  4. કનીજ પાટીયાથી સાંખેજ થઈ સમાદરા થઈ વાસણાખુર્દ પહોંચી શકાય છે. (૧૧ કિમી અંતર)
  5. દેડરડાથી નદીમાં થઈ વાસણાખુર્દ પહોંચી શકાય છે.