વિજયનગર સામ્રાજ્ય

વિકિપીડિયામાંથી
વિજયનગર સામ્રાજ્યનો વિસ્તાર

વિજયનગર સામ્રાજ્ય ઈસુની ચૌદમી સદીના પુર્વાર્ધમાં દક્ષિણ ભારતમાં,માધવ વિધ્યારણ્ય નામના વિદ્ધાન સંન્યાસીની પ્રેરણાથી, પરમધર્મીઓની ધૂંસરીમાંથી મુક્ત કરવા,હરિહર અને બુક્ક નામના ભાઈઓએ સ્થાપેલું હિંદુ રાજ્ય. દિલ્લીના સુલતાન મોહમ્મ્દ તુગુલુક વતી ગુંદી પ્રવેશના વવહીવટદાર હરિહરનો રાજ્યાભિષેક ઈ.સ ૧૩૩૬ માં કરી, તે જ દિવસેન તુંગભાદ્ધા નદીના કિનારે તથા ગુંદી ના કિલ્લાની સામે વિજયનગર પાટનગરનો પાયો નાખવામા આવ્યો.તેનુ નિર્માણકાર્ય ૧૩૪૩માં સંપન્ન થયુ.[૧]તેનાલી રામ

મહત્વના વંશ અને રાજાઓ[ફેરફાર કરો]

સંગમ વંશ
  • હરિહર પહેલો (ઈ.સ.૧૩૩૬ -૧૩૫૭)
  • બુક્ક પહેલો (ઈ.સ.૧૩૫૭-૧૩૭૭)
  • હરિહર બીજો (ઈ.સ.૧૩૭૭-૧૪૦૪)
  • દેવરાય પહેલો (ઈ.સ.૧૪૦૬-૧૪૨૨)
  • દેવરાય બીજો (ઈ.સ.૧૪૨૬-૧૪૪૬)
  • મલ્લિકાર્જુન (ઈ.સ.૧૪૪૬-૧૪૬૫)
  • વિરુપાક્ષ બીજો (ઈ.સ.૧૪૬૫-૧૪૮૫)
સાલુવ વંશ
  • નરસિંહ (ઈ.સ.૧૪૮૬-૧૪૯૦)
  • નરસ નાયક (ઈ.સ. ૧૪૯૦-૧૫૦૩)
તુલુવ વંશ
  • વીર નરસિંહ (ઈ.સ.૧૫૦૩-૧૫૯૦)
  • કૃષ્ણદેવરાય (ઈ.સ. ૧૫૦૯-૧૫૨૯)

શાસનતંત્ર[ફેરફાર કરો]

વિજયનગર સામ્રાજ્યની સ્થાપના મુસ્લિમો સામે હિંદુઓનું રક્ષણ કરવા અને તેમને દક્ષિણ ભારતમાંથી દુર કરવામાટે કરવામા આવી હતી.ખાસ કરીને ધાર્મિક તથા લશ્કરી રાજ્ય હતું. તેના વહીવટમાં કેંદ્ર્માં નિરંકુશ રાજાશાહી હતી. છતા રાજાઓ લોકોપ્રત્યે સહાનુભુતી રાખીંને શાસન કરતા. તેમા સામંતશાહી ઢબના સંગઠનનો અધ્યક્ષ રાજા હતો.રાજાને મદદ કરવા મંત્રીઓ પ્રાતના અમલદારો,સેનાપતિઓ,બ્રાહ્મણો તથા કવિઓની પરિષદ હતી.તેના બધા હોદ્દેદારોની નિમણૂક રાજા કરતો હતો. લોકોના ભલા માટે તે સતત જાગ્રત રહેતો હતો. પરિષદની નિમણુક રાજા વિવિધ જ્ઞાતિઓમાંથી કરતો.રાજસભા ધર્મગુરુઓ, જ્યોતિષિઓ.ગાયકો,વિદ્ધાનો વગેરેથી ભરપુર રહેતી.તેના વૈભવમાટે રાજાઓ વિપુલ નાણા ખર્ચી નાંખતા. પ્રધાનમંત્રી,મુખ્ય કોષાધ્યક્ષ,રત્નભંડારનો રક્ષક, સેના-નિરિક્ષક વગેરે મુખ્ય હોદ્દેદારો હતા.તેમને જાગીરો આપવામા આવતી.[૧]

પ્રાંતિક તંત્ર[ફેરફાર કરો]

વિજયનગર સામ્રાજ્યને છ પ્રાતોમા વહેચી,તેને વેંઠે,નાડુ,ગ્રામ, સ્થલ અને પર્ર્રુ એવા નાના પ્રદેશોમાં વહેચવામા આવ્યો હતો.દરેક પ્રાંતનુ શાસન રાજાના એક પ્રતિનિધિ નાયક પાસે હતુ. આ હોદ્દાપર રાજકુટુંબની યોગ્ય વ્યક્તિ અથવા કોઈ સમર્થ સામંતને નીમવામાં આવતો હતો.દરેક પ્રાંતનો નાયક લશ્કર, સેના અને રાજસભા ધરાવતો હતો.અને તે સ્વતંત્ર નીતિ ઘડતો હતો. નાયકે કેંદ્રસરકારને પ્રાંતની આવકનો ત્રિજો ભાગ મોકલવાનુ ફરજીયાત હતું. લડાઈ વ ખતે તેણે લશ્કરી સહાયતા કરવી પડતી. ગ્રામ સૌથી નાનો એકમ હતો.તેમાં ગ્રામ સભા પણ હતી.તેનો મુખ્ય આયંગર કહેવાતો.ગ્રામ-અધિકારી વારસાગત નિમાતા હતા.તેઓ કર ઉઘરાવતા હતા.આયંગરને પગાર પેટે જમીન અથવા તેમાથી થતી ઉપજનો અમુક હિસ્સો તે આયંગરને આપતા. રાજા સર્વોચ્ચ ન્યાયમુર્તિના હકો ભોગવતો. ન્યયલયોમા રાજા ન્યાયધિશો નિમતો હતો. ગામોમા પંચાયતતો ફરિયાદોની નિકાલ કરતી. ચોરી વ્યભિચાર તથા રાજદ્રોહના ગુના મટે મૃત્યુદંડ કે અંગ છેદની સજા કરવામા આવતી.[૧]

લશ્કર[ફેરફાર કરો]

મુસ્લિમોના હુમલાનો સામ્રાજ્યને સતત ભય રહેતો હતો.તેથી રાજા કાયમ માતે મોટું લશ્કર નિભાવતો હતો. લશ્કરમાં તોપખાનુ, અશ્વદળ,ગજદળ, તથા પાય દળ રાખવામાં આવતાં. સામ્રાજ્યને પોતાનું નૌકાળ પણ હતુ.[૧]

અર્થવ્યવસ્થા[ફેરફાર કરો]

વિજયનગર સામ્રાજ્યને બહમની સુલતાનો સાથે સતત સંઘર્ષો રહેતા, તેથી તેને ઘણુ મોટું લશ્કર રાખી ઘણું ખર્ચ કરવુ પડતું. તેથી આવકના છઠ્ઠા ભાગ કરતા વધારે કર ઉઘરાવવો પડતો. સામ્રાજ્યની આવકનું મુખ્ય સાધન જમીન મહેસૂલ હતુ, જમીન મહેસૂલ ઉપરાંત જકાત, લગ્નવેરો, ગોચર-કર,ઉધાન તથા ઉધોગો પર કર ઉઘરાવવામા આવતા.સામન્ય વર્ગના લોકો પર કરનો બોજ વધારે હતો;પરંતુ કરવેરો ઉઘરાવવામા બળજબરી કરવામાં આવતી નહોતી.[૧]

કલા અને સંસ્કૃતિ[ફેરફાર કરો]

વિજયનગરના કેટલાક રાજાઓ વિદ્ધાન હતા અને તેમા કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ હતો. તેના દરબારમાં પંડિતો વિદ્ધાનો તથા કવિઓ હતા. વેદોના મહાન ભાષ્યકાર સાયણ તથા તેના ભાઈ માધવ વિધારણ્ય વિજયનગરમાં થઈ ગયા. તે સમયે સંગીત,નૃત્ય,નાટક,વ્યાકરણ,દર્શન વગેરે જ્ઞાનની અનેક શાખાઓ વિશે ગ્રંથો લખાયા હતા. તે સમયે ચિત્રકલા તથા સ્થાપત્યકલાનો નોધપાત્ર વિકાસ થયો હતો.વિજયનગર સામ્રાજ્યમાં ઘણાં સારાં મંદિરો બંધાયા હતા.કૃષ્ણદેવરાયે બંધાયેલું હઝારા રામસ્વામી મંદિર કલાવિદોના મતાનુસાર મંદિર સ્થાપત્યનો શ્રેષ્ઠ નમુનો છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ શુક્લ, જયકુમાર (૨૦૦૫). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૦. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૦૦-૧૦૪.