લખાણ પર જાઓ

વિદ્યુત-ચુંબકીય તરંગો

વિકિપીડિયામાંથી

વિદ્યુત-ચુંબકીય તરંગો કે વિદ્યુત-ચુંબકીય કિરણો વિદ્યુત તરંગો તથા ચુંબકીય તરંગો ના સંયોગ(ચોકડી ગુણાકાર)થી રચાય છે. મેક્સવેલના સમીકરણો દ્વારા તેના ઉદ્દભવ અને પ્રસરણ વિષે સમજૂતી મેળવી શકાય છે. જેમાં વિદ્યુત તરંગ ચુંબકીય તરંગ એકબીજા થી ૯૦ અંશે (કાટ ખૂણે) અવકાશમાં પ્રસરે છે અને તેના પરિણામ રૂપે ઉર્જા તથા વેગમાનનું વહન કરે છે. પ્રકાશ પણ વિધુત-ચુંબકીય તરંગ છે.

વિદ્યુત-ચુંબકીય તરંગો તથા વિદ્યુત-ચુંબકીય કિરણો તે બે સમાનાર્થી છે. આ તરંગો કિરણ સ્વરૂપે પ્રસરતા ન હોય તો પણ તેમને કિરણ કહી શકાય છે; ઉદાહરણ તરીકે ઑપ્ટીકલ ફાઇબર માંથી વહેતો પ્રકાશ અથવા કો-ઍક્સિયલ કેબલ માંથી વહેતા સિગ્નલ.