લખાણ પર જાઓ

વિનોદ ભટ્ટ

વિકિપીડિયામાંથી
વિનોદ ભટ્ટ
વિનોદ ભટ્ટ અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૧૯૯૫
વિનોદ ભટ્ટ અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૧૯૯૫
જન્મ(1938-01-14)14 January 1938
નાંદોલ, ગુજરાત, ભારત
મૃત્યુ23 May 2018(2018-05-23) (ઉંમર 80)
વ્યવસાયલેખક, વેરા સલાહકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • બી.એ.,
  • એલ.એલ.બી.
નોંધપાત્ર સર્જનો'વિનોદની નજરે','ઈદમ તૃતીયમ્','વિનોદવિમર્શ','તમે યાદ આવ્યા','પ્રભુને ગમ્યું તે ખરું'
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથીઓકૈલાશબેન, નલીનીબેન

વિનોદ ભટ્ટ ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક હતા. તેમનાં હાસ્યલેખોની કટાર ગુજરાતી સમાચાર પત્રો અને અન્ય સામયિકોમાં પ્રગટ થયા હતા.

તેમનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમના પિતા અને માતાનું નામ જસવંતલાલ અને જયાબેન હતું . તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી, જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી.[][]

૨૩ મે, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે લાંબી બીમારી પછી તેમનું અવસાન થયું હતું.[][]

તેમના પુસ્તકોની યાદી નીચે પ્રમાણે છે:[]

  • હાસ્ય પુસ્તકો:
    • પહેલું સુખ તે મૂંગી નાર
    • આજની લાત
    • વિનોદ ભટ્ટની અ-રહસ્ય કથાઓ
    • વિનોદ ભટ્ટ (વિ)કૃત શાકુન્તલ
    • વિનોદ ભટ્ટના પ્રેમપત્રો
    • ઇદમ્ તૃતીયમ્
    • ઇદમ્ ચતુર્થમ્
    • સુનો ભાઇ સાધો
    • 'વિનોદ'ની નજરે
    • અને હવે ઇતિ-હાસ
    • આંખ આડા કાન
    • ગ્રંથની ગરબડ
    • નરો વા કુંજરો વા
    • શેખાદમ... ગ્રેટાદમ...
    • અમદાવાદ એટલે અમદાવાદ
    • વિનોદવિમર્શ
    • ભૂલચૂક લેવી-દેવી
    • વગેરે, વગેરે, વગેરે...
    • અથથી ઇતિ
    • પ્રસંગોપાત્ત
    • કારણ કે
  • ચરિત્ર:
    • નર્મદ
    • સ્વપ્નદ્રષ્ટા મુનશી
    • હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે
    • કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન
    • ગ્રેટ શોમૅન જયોર્જ બર્નાર્ડ શૉ
    • ઍન્ટવ ચેખવ
  • સંપાદન:
    • શ્લીલ-અશ્લીલ
    • ગુજરાતી હાસ્યધારા
    • હાસ્યાયન
    • સારાં જહાં હમારા (શેખાદમ આબુવાલા)
    • પ્રસન્ન ગઠરિયાં (ચંદ્રવદન મહેતા)
    • શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ (જ્યોતિન્દ્ર દવે, ચિનુભાઇ પટવા, મધુસૂદન પારેખ, તારક મહેતા, ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ)
    • હાસ્યમાધુરી (બંગાળી, મરાઠી, ઉર્દૂ, હિન્દી, વિદેશી)
  • હિન્દી:
    • દેખ કબીરા રોયા
    • સુના અનસુના
    • બૈતાલ છબ્બીસી
    • ભૂલચૂક લેની દેની
    • ચાર્લી ચૅપ્લિન
  • સિંધી:
    • નજર નજર જો ફેર

સન્માન

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Dutt, Kartik Chandra (૧૯૯૯). Who's who of Indian Writers, 1999: A-M. . Sahitya Akademi. પૃષ્ઠ ૧૬૦. ISBN 9788126008735.
  2. Vinoda Bhaṭṭa; Tushar J. Purani (૨૦૦૩). Take it easy. Sahitya Sankool. પૃષ્ઠ ૮–૧૦.
  3. "જાણીતા હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું નિધન, CMએ દુઃખ વ્યક્ત કર્યું - Sambhaav News". Sambhaav News. ૨૩ મે ૨૦૧૮. મૂળ માંથી 2018-05-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૮.
  4. "હાસ્યલેખક વિનોદ ભટ્ટનું બીમારીના પગલે નિધન". Zee News Gujarati. ૨૩ મે ૨૦૧૮. મેળવેલ ૨૩ મે ૨૦૧૮.
  5. વિનોદ ભટ્ટ. નરો વા કુંજરો વા.
  6. "News about the award ceremony in magazine". નવચેતન. અમદાવાદ: રજની વ્યાસ. July 2016. પૃષ્ઠ ૧૯.
  7. "Achievement to see ben laugh on my punchlines". ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭. મૂળ માંથી 2017-12-09 પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]