વિશ્વ વેપાર સંગઠન

વિકિપીડિયામાંથી
World Trade Organization (English)
Organisation mondiale du commerce (French)
Organización Mundial del Comercio (Spanish)
ચિત્ર:Wto logo.png
     WTO founder members (January 1, 1995)     WTO subsequent members
સ્થાપનાJanuary 1, 1995
મુખ્યમથકોCentre William Rappard, Geneva, Switzerland
Membership
153 member states
અધિકૃત ભાષા
English, French, Spanish[૧]
Pascal Lamy
બજેટ
189 million Swiss francs (approx. 182 million USD) in 2009.[૨]
કર્મચારી
625[૩]
વેબસાઇટwww.wto.int


વિશ્વ વેપાર સંગઠન (WTO)આંતરરાષ્ટ્રીય મૂડી વેપાર પર દેખરેખ રાખવા અને તેના ઉદારીકરણ માટે તેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ સંગઠનની સત્તાવાર શરૂઆત 1 જાન્યુઆરી 1995ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ, 1947માં શરૂ થયેલા જનરલ એગ્રિમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ (GATT)નું સ્થાન મેળવીને થઇ હતી. વિશ્વ વેપાર સંગઠન સભ્ય રાષ્ટ્રો વચ્ચે વેપારનું નિયમન કરે છે, તે વેપાર કરાર માટે મંત્રણા તેમજ મુસદ્દા માટે માળખું પુરું પાડે છે. વિશ્વ વેપાર સંગઠન સમજૂતીનું પાલન કરતા સભ્ય રાષ્ટ્રોને વિવાદની પતાવટ પ્રક્રિયા પુરી પાડે છે. વિશ્વ વેપાર સંગઠન સમજૂતી પર સભ્ય રાષ્ટ્રોની સરકારના પ્રિતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર થયેલા હોય છે અને જે તે સભ્ય રાષ્ટ્રની સંસદ દ્વારા તેમને મંજૂરી મળેલી હોય છે.[૪][૫] વિશ્વ વેપાર સંગઠન મોટે ભાગે આગળની વેપાર મંત્રણામાંથી ઉભા થયેલા મુદ્દા પર કામ કરે છે, ખાસ કરીને ઉરુગ્વે મંત્રણાથી (1986-1994) ઉભા થયેલા મુદ્દા પર. સંગઠન અત્યારે દોહા ડેવલપમેન્ટ એજન્ડા (અથવા દોહા મંત્રણા)ને સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. વિશ્વની મોટા ભાગની વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા ગરીબ દેશોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે દોહા મંત્રણાની 2001માં શરૂઆત થઇ હતી. જો કે ખેડૂતોને આયાતમાં ધરખમ વૃદ્ધિ સામે રક્ષણ આપવા માટે વિશેષ રક્ષણાત્મક પગલા મુદ્દે જથ્થાબંધ કૃષિ કોમોડિટી નિકાસકારો અને સબસિડી પર નભતા હોય તેવા મોટી સંખ્યામાં ખેડૂતો ધરાવતા દેશો વચ્ચે અસંમતિ સર્જાતા તે મંત્રણા પડી ભાંગી હતી. હાલના તબક્કે પણ દોહા મંત્રણાનું ભાવિ અનિશ્ચિત છે.[૬]


વિશ્વ વેપાર સંગઠન કુલ વિશ્વ વેપારના 95 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરતા[૭] 153 સભ્ય રાષ્ટ્રો[૮] અને 30 નિરીક્ષકો ધરાવે છે. વિશ્વ વેપાર સંગઠનનું મંત્રી પરિષદ, એક જનરલ કાઉન્સિલ અને એક ડિરેક્ટર જનરલ દ્વારા સંચાલન થાય છે. મંત્રી પરિષદ દર બે વર્ષે મળે છે, જનરલ કાઉન્સિલ મંત્રી પરિષદના નીતિ વિષયક નિર્ણયોનું પાલન કરે છે. તેના પર રોજબરોજના વહીવટીની જવાબદારી હોય છે. ડિરેક્ટર જનરલની મંત્રી પરિષદ દ્વારા નિયુક્તિ થાય છે. વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય કાર્યાલય સેન્ટર વિલિયમ્સ રેપાર્ડ, જીનીવા, સ્વિત્ઝર્લેન્ડ ખાતે આવેલું છે.


ઇતિહાસ[ફેરફાર કરો]

આઇટીઓ (ITO) અને જીએટીટી (GATT) 1947[ફેરફાર કરો]

હેરી ડેક્સ્ટર વ્હાઇટ (l)અને જોહન મેનાર્ડ કીન્સે બ્રેટન વૂડ્ઝ કોન્ફરન્સ ખાતે- બંને અર્થશાસ્ત્રીઓએ ઉદાર આંતરરાષ્ટ્રીય વેપાર વાતાવરણની મજબૂત તરફેણ કરી હતી અને ત્રણ સંસ્થાઓની સ્થાપનાની ભલામણી કરી હતી જેમાં આઇએમએફ (નાણાકીય અને મહેસૂલી મુદ્દા) , વિશ્વ બેન્ક (નાણાકીય અને માળખાકીય મુદ્દા) અને આઇટીઓ (આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર)નો સમાવેશ થાય છે.[૯]

વિશ્વ વેપાર સંગઠનનની સ્થાપના જેને પગલે થઇ હતી તે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ (જીએટીટી)(GATT)ની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકારના ઉદ્દેશ સાથે રચાયેલા અન્ય નવા બહુપક્ષીય સંગઠનોને પગલે થઇ હતી, તેમાં વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ તરીકે ઓળખાતા બ્રેટન વુડ્સ સંસ્થાઓનો સમાવેશ થાય છે. વેપાર માટે આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન નામની આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાની રચના માટે સફળતાપૂર્વક ચર્ચા થઇ હતી. આઇટીઓ (ITO) સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી બનવાની હતી અને તેણે વેપાર અડચણો દૂર કરવા ઉપરાંત વેપારને અસર કરતા હોય તેવા રોજગારી, રોકાણ, પ્રતિબંધિત વેપાર પ્રથા અને કોમોડિટી સમજૂતી સહિતના પરોક્ષ મુદ્દા પર કામ કરવાનું હતું. પરંતુ આઇટીઓ (ITO) સંધીને અમેરિકા અને અન્ય કેટલાક રાષ્ટ્રોએ મંજૂરી આપી ન હતી અને તે ક્યારેય અસ્તિત્વમાં આવી ન હતી.[૧૦][૧૧][૧૨]


વર્ષો સુધી વેપાર માટે કોઇ આંતરરાષ્ટ્રીય સ્તરનું સંગઠન ન હોવાથી જીએટીટી (GATT) હકીકતમાં આંતરરાષ્ટ્રીય સંગઠનમાં તબદીલ થઇ ગઇ હતી.[૧૩]


વાટાઘાટોની જીએટીટી (GATT) મંત્રણા[ફેરફાર કરો]

1948થી માંડીને 1995માં વિશ્વ વેપાર સંગઠન સ્થપાયું ત્યાં સુધી જીએટીટી (GATT) આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન કરતું એક માત્ર બહુપક્ષીય સંગઠન હતું.[૧૪] આંતરરાષ્ટ્રીય વેપાર માટે કોઇ પ્રકારની સંસ્થાકીય વ્યવસ્થા રચવા માટે 1950થી 1960માં પ્રયત્નો થયા હતા તેમ છતાં જીએટીટી (GATT) લગભગ અડધી સદી સુધી અર્ધ-સંસ્થાકીય બહુપક્ષીય સમજૂતી તરીકે અલમમાં રહી હતી.[૧૫]

જીનીવાથી ટોક્યો સુધી[ફેરફાર કરો]

જીએટીટી (GATT) હેઠળ વાટાઘાટની સાત મંત્રણા યોજાઇ હતા. જીએટીટી (GATT)ની પ્રથમ વેપાર મંત્રણામાં ટેરિફ દર વધુ ઘટાડવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ મધ્ય સાઠના દાયકામાં કેનેડી મંત્રણામાં જીએટીટી (GATT)માં એન્ટિ-ડમ્પિંગ સમજૂતી અને વિકાસ પર મર્યાદા અમલમાં આવ્યા. સિત્તેરના દાયકામાં યોજાયેલી ટોક્યો મંત્રણા, બિન ટેરિફ અડચણો પર શ્રેણીબદ્ધ કરાર કરીને, ટેરિફ સાથે સંકળાયેલી ન હોય તેવી વેપાર અડચણો દૂર કરવા અને પ્રણાલી સુધારવા માટેનો પ્રથમ મોટો પ્રયાસ હતો. જેમાં કેટલાક કિસ્સામાં જીએટીટી (GATT)ના હયાત નિયમોનું અર્થઘટન થયું હતું અને કેટલાક અન્ય કિસ્સામાં સમગ્ર નવી જ ભૂમિકા બંધાઇ હતી. આ બહુપક્ષીય સમજૂતીનો જીએટીટી (GATT)ના તમામ સભ્યો દ્વારા સ્વીકાર થયો ન હોવાથી તેને અનૌપચારિક રીતે "સંહિતા" કહેવાતી હતી. આમાંથી કેટલીક સંહિતામાં ઉરુગ્વે મંત્રણા દરમિયાન સુધારા આવ્યા હતા અને બહુપક્ષીય ખાતરીમાં પરિણમી હતી, જેનો વિશ્વ વેપાર સંગઠનના તમામ સભ્યોએ સ્વીકાર કર્યો હતો. માત્ર ચાર બાબતો બહુપક્ષીય રહી હતી (જેમાં સરકારી ખરીદી, બોવાઇન મીટ, નાગરિક એરક્રાફ્ટ અને ડેરી પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હતો) પરંતુ 1997માં વિશ્વ વેપાર સંગઠનના સભ્યોએ બોવાઇન મીટ અને ડેરી પ્રોડક્ટ્સને રદ કરવાનું નક્કી કર્યું હતું માટે હવે માત્ર બે બાબત જ રહી હતી.[૧૪]


ઉરુગ્વે મંત્રણા[ફેરફાર કરો]

જીએટીટી (GATT)ની 40મી જયંતી પહેલા તેના સભ્યોએ ઠેરવ્યું હતું કે જીએટીટી (GATT) પ્રણાલીની નવી વૈશ્વિકરણ થઇ રહેલી વિશ્વ અર્થવ્યવસ્થા સ્વીકારવા ઉણી ઉતરી રહી છે.[૧૬][૧૭] 1982 મંત્રી ઘોષણામાં અલગ તારવવામાં આવેલી સમસ્યાઓ (માળખાકીય ખામીઓ, વૈશ્વિક વેપાર જીએટીટી (GATT) પર કેટલાક દેશોની નીતિઓની અનુગામી અસર વગેરે)ને પગલે ઉરુગ્વે મંત્રણા તરીકે ઓળખાતો જીએટીટી (GATT)નો આઠમો રાઉન્ડ સપ્ટેમ્બર 1986માં પુન્ટે ડેલ એસ્ટે (Punta del Este),ઉરુગ્વેમાં શરૂ થયો હતો.[૧૬] આ ચર્ચામાં વેપાર મુદ્દે પહેલા ક્યારેય સધાઇ ન હોય તેવી સંમતિ સધાઇ હતી, મંત્રણા કેટલાક નવા ક્ષેત્રોમાં વેપાર પ્રણાલી ઉભી કરવા સુધી પહોંચી હતી. તેમાં પણ ખાસ કરીને સેવા અને બૌદ્ધિક સંપદામાં વેપાર અને કૃષિ અને કાપડના સંવેદનશીલ ક્ષેત્રમાં વેપાર સુધારવા જેવા મુદ્દે સંમતિ સધાઇ હતી. જીએટીટી (GATT)ના મૂળ નિયમો પર સમીક્ષા થઇ હતી.[૧૭] ઉરુગ્વે મંત્રણાને પુરો કરતા અને વિશ્વ વેપાર સંગઠન પ્રણાલી ઉભી કરતા ફાઇનલ એક્ટ પર મરાકેશ, મોરોક્કો ખાતે એપ્રિલ 1994માં યોજાયેલી મંત્રી બેઠકમાં હસ્તાક્ષર થયા હતા માટે તે મરાકેશ કરાર તરીકે ઓળખાય છે.[૧૮]


ઉરુગ્વે મંત્રણાની મંત્રણાના ફળસ્વરૂપે અસ્તિત્ત્વમાં આવેલી માલસામાનના વેપાર માટેની વિશ્વ વેપાર સંગઠનની છત્ર સંધિના સ્વરૂપમાં જીએટીટી (GATT) હજુ પણ અસ્તિત્ત્વમાં હતો. (જીએટીટી (GATT)ના સુધારેલા ભાગ જીએટીટી (GATT) 1994 અને જીએટીટી (GATT) 1994ના હાર્દસમા મૂળ કરાર જીએટીટી (GATT) 1947 વચ્ચે ભેદરેખા દોરવામાં આવી હતી)[૧૬] મરાકેશ ખાતે ઘડાયેલો ફાઇનલ એક્ટ ધરાવતો જીએટીટી (GATT) 1994, જો કે માત્ર કાનૂની રીતે બંધનકર્તા કરાર નથી. 60 કરાર, જોડાણ, નિર્ણયો અને સમજૂતીની લાંબી યાદીનો સ્વીકાર કરાયો હતો.

કરારોનું છ મુખ્ય ભાગમાં વિભાજન કરાયું હતું:  


મંત્રી પરિષદો[ફેરફાર કરો]

પ્રથમ મંત્રી પરિષદ[ફેરફાર કરો]

ઉદઘાટન સ્વરૂપ મંત્રી કોન્ફરન્સ 1996માં સિંગાપોરમાં યોજાઇ હતી. આ પરિષદમાં રજૂ કરવામાં આવેલા ચાર મુદ્દા પર વિકસિત રાષ્ટ્રો અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે મતભેદ સર્જાયા હતા. આ મુદ્દાઓને "સિંગાપોર મુદ્દા" તરીકે ઓળખવામાં આવે છે.


બીજી મંત્રી પરિષદ[ફેરફાર કરો]


તે સ્વિત્ઝર્લેન્ડમાં જીનીવા ખાતે યોજાઇ હતી.


==== ત્રીજી મંત્રી પરિષદ

====


સીએટલ, વોશિંગ્ટન ખાતે યોજાયેલી ત્રીજી મંત્રી પરિષદ સામે મોટા પ્રમાણમાં દેખાવો થતા તેમજ પોલીસ અને નેશનલ ગાર્ડ દ્વારા ટોળાને અંકુશમાં લેવા કરાયેલા પ્રયત્નો તરફ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાતા ત્રીજી પરિષદ નિષ્ફળ રહી હતી.


ચોથી મંત્રી પરિષદ[ફેરફાર કરો]


તે ઇરાન ખાડીના રાષ્ટ્ર કતારના દોહા ખાતે યોજાઇ હતી. આ પરિષદમાં દોહા વિકાસ મંત્રણા શરૂ કરાઇ હતી. પરિષદે ચીનના સભ્યપદને પણ મંજૂરી આપી હતી, ચીન સંગઠનમાં જોડાનારો 143મો સભ્ય બન્યો હતો.


પાંચમી મંત્રી પરિષદ[ફેરફાર કરો]

આ મંત્રી પરિષદ કેનકન(Cancún), મેક્સિકોમાં યોજાઇ હતી તેનો ઉદ્દેશ દોહા મંત્રણા પર સમજૂતી તૈયાર કરવાનો હતો. દક્ષિણના 22 રાષ્ટ્રોના સંગઠન, G20 વિકાસશીલ દેશોએ (ભારત, ચીન[૨૦] અને બ્રાઝિલની આગેવાની હેઠળ) ઉત્તરના રાષ્ટ્રોની કથિત "સિંગાપોર મુદ્દા" પર કરાર કરવાની માંગ સામે વિરોધ નોંધાવ્યો હતો અને યુરોપિયન યુનિયન અને અમેરિકામાં ખેડૂતોને અપાતી કૃષિ સબસિડીનો અંત લાવવા માંગ કરી હતી. આ મંત્રણા કોઇ પણ પ્રકારની પ્રગતિ સાંધ્યા વગર ભાંગી પડી હતી.


છઠ્ઠી મંત્રી પરિષદ[ફેરફાર કરો]

છઠ્ઠી મંત્રી પરિષદ હોંગ કોંગમાં 13 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર 2005 દરમિયાન યોજાઇ હતી. જો ચાર વર્ષ જૂની દોહા વિકાસ એજન્ડા મંત્રણા 2006માં પૂર્ણ થવાની દિશામાં આગળ વધી હોત તો તે મહત્ત્વપૂર્ણ હતી. આ બેઠકમાં તમામ સભ્ય રાષ્ટ્રો 2013 સુધીમાં તેમની તમામ કૃષિ નિકાસ સબસિડી અને 2006 સુધીમાં કોઇ પણ પ્રકારની કપાસ નિકાસ સબસિડી તબક્કાવાર રીતે દૂર કરવા સહમત થયા હતા. યુરોપિયન યુનિયનની એવરીથિંગ બટ આર્મ્સ(Everything But Arms) પહેલને પગલે, વિકાસશીલ રાષ્ટ્રોને અપાયેલી વધુ રાહતોમાં, અલ્પવિકસિત રાષ્ટ્રોમાંથી ડ્યુટી ફ્રી, ટેરિફ ફ્રી માલસામાન મેળવવા માટેના કરારનો સમાવેશ થાય છે. જો કે 3 ટકા સુધીની ટેરિફ લાઇન્સ મુક્ત રાખવામાં આવી હતી. અન્ય મુખ્ય મુદ્દાઓને 2010ના અંત સુધીમાં વધુ મંત્રણા માટે બાકી રખાયા હતા.


સાતમી મંત્રી પરિષદ[ફેરફાર કરો]

26 મે 2009ના રોજ, વિશ્વ વેપાર સંગઠન સામાન્ય પરિષદ જીનીવા ખાતે 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન સાતમી વિશ્વ વેપાર સંગઠન મંત્રી પરિષદ યોજવા સહમત થઇ હતી. ચેરમેન એમ્બનું નિવેદન. એમ્બ. મારિયો મેટસના નિવેદનમાં પુષ્ટિ અપાઇ હતી કે તેનો મુખ્ય ઉદ્દેશ દર બે વર્ષે નિયમિત બેઠક યોજવાના નિયમના ભંગને સુધારવાનો હતો જે 2005માં દોહા મંત્રણાની નિષ્ફળતાને કારણે રદ થયો હતો. નાની બેઠકોને ચર્ચા સત્ર નહીં ગણવામાં આવે અને નાની સામુદાયિક પ્રક્રિયા અને અનૌપચારિક વાટાઘાટ માળખાના સ્થાને પારદર્શિતા અને મુક્ત ચર્ચા પર ભાર મુકવામાં આવશે. ચર્ચાનો મુખ્ય મુદ્દો છે, "વિશ્વ વેપાર સંગઠન, બહુપક્ષીય વેપાર વ્યવસ્થા અને વર્તમાન વૈશ્વિક આર્થિક પર્યાવરણ"[૨૧]


દોહા મંત્રણા[ફેરફાર કરો]

દોહા ડેવલપમેન્ટ મંત્રણાથી શરૂઆત 2001માં થઇ હતી અને તે હજુ પણ ચાલુ જ છે.

વિશ્વ વેપાર સંગઠને વાટાઘાટની વર્તમાન મંત્રણા, દોહા વિકાસ એજન્ડા (ડીડીએ) (DDA) અથવા દોહા મંત્રણા, નવેમ્બર 2001માં દોહા, કતાર ખાતે યોજાયેલી ચોથી મંત્રી પરિષદમાં શરૂ કર્યો હતો. દોહા મંત્રણા વૈશ્વિકરણને વધુ વ્યાપક બનાવવા માટેની અને વિશ્વના ગરીબ દેશોને કૃષિમાં અડચણો અને સબસિડી દૂર કરીને મદદ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ હતો.[૨૨] પ્રારંભિક એજન્ડામાં વેપારને વધુ મુક્ત કરવો અને નવા નિયમો ઘડવા એમ બંને બાબતોનો સમાવેશ થતો હતો અને તેમાં વિકાસશીલ રાષ્ટ્રોને વધુ સહાય કરવાની કટિબદ્ધતા વ્યકત કરાઇ હતી.[૨૩]


કેટલીક મંત્રી પરિષદો અને અન્ય સત્રોમાં સઘન વાટાઘાટ થઇ હોવા છતાં ચર્ચામાં દલીલો ઘણી તીવ્ર રહી હતી અને સંમતિ સધાઇ ન હતી. કૃષિ સબસિડી સહિતના કેટલાક મહત્ત્વના મુદ્દા પર હજુ પણ મતભેદ પ્રવર્તી રહ્યાં છે.[૨૪] ઢાંચો:GATT and WTO trade rounds


કાર્યો[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠનના વિવિધ કાર્યોમાં, વિશ્લેષકો આ કાર્યોને ઘણા મહત્ત્વના ગણાવે છે:

  • તે કરારોના અમલ, વહીવટ અને સંચાલનની કામગીરી જુએ છે.[૨૫][૨૬]
  • તે વાટાઘાટ અને વિવાદની પતાવટ માટે એક મંચ પુરો પાડે છે.[૨૭][૨૮]

વધુમાં, રાષ્ટ્રીય વેપાર નીતિઓની સમીક્ષા કરવી અને તેનું પ્રસારણ કરવું તેમજ વૈશ્વિક આર્થિક નીતિ ઘડતરમાં દેખરેખ મારફતે વેપાર નીતિઓની પારદર્શિતા સુનિશ્ચિત કરવી વિશ્વ વેપાર સંગઠનની જવાબદારી છે.[૨૬][૨૮] વિશ્વ વેપાર સંગઠનની અન્ય અગ્રિમતા વિકાસશીલ, અલ્પ વિકસિત અને ઓછી આવકવાળા રાષ્ટ્રોને વિશ્વ વેપાર સંગઠનના નિયમોને અનુરૂપ થવામાં તકનિકી સહકાર અને તાલીમ મારફતે સહાય કરવાની છે.[૨૯] વિશ્વ વેપાર સંગઠન આર્થિક સંશોધન અને વિશ્લેષણનું કેન્દ્ર પણ છે. સંગઠન દ્વારા તેના વાર્ષિક પ્રકાશનમાં વૈશ્વિક વેપારની નિયમિત સમીક્ષા અને નિશ્ચિત મુદ્દા પર સંશોધન અહેવાલ પ્રસિદ્ધ કરાય છે.[૩૦] અંતે, વિશ્વ વેપાર સંગઠન બ્રેટન વૂડ્ઝ સિસ્ટમના અન્ય બે ઘટકો આઇએમએફ (IMF) અને વિશ્વ બેન્કને સહકાર આપે છે.[૨૭]


વેપાર વ્યવસ્થાના સિદ્ધાંતો[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠન વેપાર નીતિઓનું માળખું રચે છે તે પરિણામ નક્કી કરતું નથી. તે વેપાર નીતિ માટે નિયમો ઘડે છે.[૩૧] પૂર્વ-1994 જીએટીટી (GATT) અને વિશ્વ વેપાર સંગઠનના પાંચ મહત્ત્વના સિદ્ધાંતોઃ

  1. સમાનતા . તે બે મુખ્ય ઘટક ધરાવે છેઃ મોસ્ટ ફેવર્ડ નેશન નિયમ (એમએફએન) (MFN) અને નેશનલ ટ્રીટમેન્ટ પોલિસિ. આ બંને ઘટકોનો વિશ્વ વેપાર સંગઠનના માલસામાન, સેવાઓ અને બૌદ્ધિક સંપદાના મુખ્ય નિયમોમાં સમાવેશ કરાયેલો છે, પરંતુ તેમના અમલની શક્યતા અને પ્રકાર ક્ષેત્ર પ્રમાણે બદલાય છે. એમએફએન (MFN) નિયમ હેઠળ, વિશ્વ વેપાર સંગઠનનો એક સભ્ય વિશ્વ વેપાર સંગઠનના અન્ય તમામ સભ્યો સાથેના તમામ વેપાર પર સમાન શરતો અમલી બનાવે છે, કારણકે વિશ્વ વેપાર સંગઠનના સભ્યએ અન્ય સભ્યને વેપાર માટે સાનુકૂળ સ્થિતિ પુરી પાડવાની હોય છે, જેમાં તે વિશ્વ વેપાર સંગઠનના તમામ અન્ય સભ્યોને ચોક્કસ પ્રકારના ઉત્પાદનોમાં વેપાર કરવાની છૂટ આપે છે.[૩૧] "તમે વેપાર માટે કોઇ એક રાષ્ટ્રને વિશેષ સાનુકૂળ સ્થિતિ પુરી પાડો અને વિશ્વ વેપાર સંગઠનના અન્ય સભ્યો માટે પણ તેમજ કરો."[૩૨] નેશનલ ટ્રીટમેન્ટનો અર્થ છે આયાતી માલને ઘરેલુ ઉત્પાદિત માલસામાન કરતા ઓછું મહત્ત્વન ન આપવું જોઇએ (વિદેશી સામાન બજારમાં પ્રવેશ્યા બાદ તો નહીં જ) અને તેની સામે કોઇ ભેદભાવ રાખવો નહીં. વેપારમાં નોનટેરિફ અડચણ ઉકેલવા માટે તે નીતિ દાખલ કરાઇ હતી.[૩૧]
  2. પરસ્પર સમાન વ્યવહાર . તેનો ઉદ્દેશ એમએફએન (MFN) નિયમને કારણે કોઇ એક દેશને બેફામ વેપાર કરવાની છૂટ આપવાના અવકાશને મર્યાદિત કરવાની સાથે સાથે વિદેશી બજારોમાં સારી રીતે વેપાર કરવાનો છે. તેનો મુખ્ય મુદ્દો તે છે કે, એક રાષ્ટ્ર માટે આમ કરવાથી થતો લાભ એકપક્ષીય ઉદારીકરણને કારણે થતા લાભ કરતા વધુ હોવો જોઇએ. રેસિપ્રોકલ કન્સેશનનો ઉદ્દેશ આવા લાભને ફળીભૂત કરવાનો છે.[૩૩]
  3. બંધનકર્તા અને અમલ કરવા યોગ્ય ખાતરીઓ . બહુપક્ષીય વેપાર વાટાઘાટમાં વિશ્વ વેપાર સંગઠન સભ્યોએ આપેલી ટેરિફ ખાતરીઓ અને ઉમેરાને કન્સેશનની યાદીમાં અલગ અલગ ગણવામાં આવ્યા છે. આ યાદી બંધનકર્તા ટોચમર્યાદા નક્કી કરે છે. કોઇ પણ દેશ તેની બંધનકર્તા જવાબદારીમાં ફેરફાર કરી શકે છે પરંતુ તે તેના વેપાર ભાગીદાર સાથે ચર્ચા કર્યા બાદ જ તે શક્ય બની શકે છે. વેપારના નુકસાનનું વળતર આપવા માટે આમ કરવામાં આવે છે. જો સંતોષ ના થાય તો ફરિયાદી રાષ્ટ્ર વિશ્વ વેપાર સંગઠનની વિવાદની પતાવટ પ્રક્રિયા શરૂ કરી શકે છે.[૩૨][૩૩]
  4. પારદર્શિતા . વિશ્વ વેપાર સંગઠનના સભ્ય રાષ્ટ્રોએ પારદર્શિતા લાવવા માટે કેટલીક જવાબદારીઓ નિભાવવી પડે છે જેમાં સભ્ય રાષ્ટ્રોએ તેમના વેપાર નિયમનું પ્રકાશન કરવું, વેપારને અસર કરતા હોય તેવા વહીવટી નિર્ણયોની સમીક્ષા માટે સંસ્થાઓની જાળવણી કરવી, અન્ય સભ્ય રાષ્ટ્ર દ્વારા કરાયેલી વિનંતીનો જવાબ આપવો અને સભ્ય રાષ્ટ્રએ તેની વેપાર નીતિમાં કરેલા ફેરફારની વિશ્વ વેપાર સંગઠનને જાણ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ આંતરિક પારદર્શિતાની જરૂરિયાત ટ્રેડ પોલિસી રિવ્યૂ મિકેનિઝમ (ટીપીઆરએમ) (TPRM) મારફતે દેશ આધારિત સામયિક અહેવાલ દ્વારા સંતોષવામાં આવે છે.[૩૪] વિશ્વ વેપાર સંગઠન પ્રણાલી, અનુમાન ક્ષમતા અને સ્થિરતા વધારવા તેમજ આયાત પર મર્યાદા મુકતા ક્વોટા તેમજ અન્ય પગલાઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે.[૩૨]
  5. સલામતી . ચોક્કસ સંજોગોમાં સભ્ય રાષ્ટ્રની સરકાર વેપાર પર અંકુશ મુકી શકે છે. આ અંગે ત્રણ પ્રકારની જોગવાઇ છે જેમાં બિનઆર્થિક ઉદ્દેશ હાંસલ કરવા વેપારી પગલાઓનો ઉપયોગ કરવાની છૂટ આપતો નિયમ, ન્યાયી સ્પર્ધાને પ્રોત્સાહન આપતો નિયમ અને આર્થિક કારણોસર વેપારમાં દરમિયાનગીરીની જોગવાઇનો સમાવેશ થાય છે.[૩૪] એમએફએન (MFN) સિદ્ધાંતના અપવાદ રૂપે વિકાસશીલ દેશોની અગ્રતા ટ્રીટમેન્ટ, ક્ષેત્રીય મુક્ત વેપાર ક્ષેત્રો અને કસ્ટમ્સ સંઘોનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો]


ગૂડ્સ કાઉન્સિલ અધિકારક્ષેત્ર હેઠળ 11 સમિતિ આવેલી છે અને દરેકને ચોક્કસ કામગીરી સોંપાયેલી છે. વિશ્વ વેપાર સંગઠનના તમામ સભ્યો સમિતિઓમાં ભાગ લે છે. ટેક્સ્ટાઇલ મોનિટરિંગ બોડી અન્ય સમિતિઓ કરતા અલગ છે, તેમ છતાં તે ગૂડ્ઝ કાઉન્સિલના અધિકારક્ષેત્ર હેઠળ જ આવે છે. આ બોડી તેનો પોતાનો ચેરમેન અને માત્ર 10 સભ્યો ધરાવે છે. આ બોડી કાપડને લગતા કેટલાક જૂથ પણ ધરાવે છે.[૩૫]


બૌદ્ધિક સંપદા અધિકારના વેપારને લગતી બાબતોની કાઉન્સિલ[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠન, સમાચાર અને ટીઆરઆઇપીએસ (TRIPS) કાઉન્સિલની પ્રવૃત્તિઓના સત્તાવાર રેકોર્ડમાં બૌદ્ધિક સંપદા અંગેની માહિતી અને આ ક્ષેત્રમાં વિશ્વ વેપાર સંગઠનની અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામગીરી.[૩૬]


સેવા ક્ષેત્રમાં વેપાર બાબતની કાઉન્સિલ[ફેરફાર કરો]

સેવા ક્ષેત્રમાં વેપાર બાબતની કાઉન્સિલ જનરલ કાઉન્સિલના માર્ગદર્શન હેઠળ કામ કરે છે અને સેવા ક્ષેત્રમાં વેપાર અંગે સામાન્ય કરાર (જીએટીએસ) (GATS)ની કામગીરી પર નજર રાખે છે. તેમાં વિશ્વ વેપાર સંગઠનનો કોઇપણ સભ્ય ભાગ લઇ શકે છે અને જરૂર મુજબ પેટા બોડી બનાવી શકે છે.[૩૭]


સર્વિસ કાઉન્સિલ ત્રણ પેટા બોડી ધરાવે છેઃ નાણાકીય સેવા, ઘરેલુ નિયમો, જીએટીએસ (GATS) નિયમો અને નિશ્ચિત જવાબદારીઓ.[૩૫]


અન્ય સમિતિઓ[ફેરફાર કરો]

જનરલ કાઉન્સિલ વિવિધ સમિતિઓ, કાર્યશીલ જૂથો અને કાર્યશીલ પક્ષો ધરાવે છે.[૩૮]


સમિતિઓ

  • વેપાર અને પર્યાવરણ
  • વેપાર અને વિકાસ (અલ્પ-વિકસિત રાષ્ટ્રો અંગે પેટાકમિટી)
  • ક્ષેત્રીય વેપાર કરારો
  • ચૂકવણી પ્રતિબંધોનું સંતુલન
  • અંદાજપત્ર, ફાઇનાન્સ અને વહીવટીતંત્ર

કાર્યશીલ પક્ષો

  • પ્રવેશ

કાર્યશીલ જૂથો

  • વેપાર, ઋણ અને ધિરાણ
  • વેપાર અને ટેકનોલોજી તબદીલી


વેપાર વાટાઘાટ સમિતિ[ફેરફાર કરો]

વેપાર વાટાઘાટ સમિતિ (ટીએનસી) (TNC) વેપાર મંત્રણાના વર્તમાન મંત્રણા પર કામ કરતી સમિતિ છે. તેનું અધ્યક્ષ સ્થાન વિશ્વ વેપાર સંગઠનના ડિરેક્ટર જનરલ સંભાળે છે. આ સમિતિ અત્યારે દોહા વિકાસ મંત્રણા પર કામ કરી રહી છે.[૩૯]


મતદાન વ્યવસ્થા[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠન એક દેશ, એક મત ના સિદ્ધાંત પર કામ કરે છે, પરંતુ વાસ્તિવક મત ક્યારેય લેવાયો નથી. તેમાં સર્વસંમતિ સાંધીને નિર્ણયો લેવાય છે અને બજારનું સાપેક્ષ કદ મંત્રણા પર પ્રભાવ પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સર્વસંમતિથી નિર્ણય લેવાની પ્રથાનો ફાયદો તે છે કે તે સર્વને સ્વીકાર્ય હોય તેવો નિર્ણય લેવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપે છે. તેના ગેરફાયદામાં જે બાબતોનો સમાવેશ થાય છે તેમાં લાંબા સમયગાળાની જરૂર, સર્વમાન્ય નિર્ણય લેવા માટે વાટાઘાટના અનેક મંત્રણા, અંતિમ કરારોમાં અસ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરવાનું વલણ છે કે જે સંધિના ભાવિ અર્થઘટનને વધુ જટીલ બનાવે છે.[સંદર્ભ આપો]


વાસ્તવમાં વિશ્વ વેપાર સંગઠન મંત્રણા તમામ સભ્યોની સંમતિથી ચાલતી નથી પરંતુ તે વિવિધ દેશોના નાના જૂથો વચ્ચેની અનૌપચારિક મંત્રણા પ્રક્રિયા દ્વારા ચાલતી હોય છે. આવી મંત્રણાને ઘણી વાર "ગ્રીન રૂમ" મંત્રણા કહેવામાં આવે છે. (વિશ્વ વેપાર સંગઠનના ડિરેક્ટર જનરલની જીનીવા ખાતે આવેલી ઓફિસના રંગ પરથી આ નામ આપવામાં આવ્યું છે) અથવા જો આવી મંત્રણા અન્ય દેશોમાં થાય તો તેને "મિનિ મિનિસ્ટેરિયલ" પણ કહેવાય છે. આવી પ્રકિયાઓની વિશ્વ વેપાર સંગઠનના વિકાસશીલ સભ્ય રાષ્ટ્રો દ્વારા અવારનવાર ટીકા થતી આવી છે, વિકાસશીલ રાષ્ટ્રોને ઘણીવાર મંત્રણામાંથી સદંતર બાકાત રાખવામાં આવે છે.[સંદર્ભ આપો]


રીચાર્ડ હેરોલ્ડ સ્ટીનબર્ગ (2002) દલીલ કરે છે કે વિશ્વ વેપાર સંગઠનનું સર્વસંમત શાસન મોડલ કાયદા આધારિત પ્રારંભિક વાટાઘાટ પુરી પાડે છે પરંતુ તે યુરોપ અને અમેરિકાની તરફેણમાં પુરી થાય છે અને પરેટો ઇમ્પ્રુવમેન્ટમાં પરિણમતી નથી.[૪૦]


વિવાદની પતાવટ[ફેરફાર કરો]


વિશ્વ વેપાર સંગઠનના સભ્યો 1994માં મર્રકેશમાં સાઇન થયેલા ફાઇનલ એક્ટ સાથે જોડાયેલી અને વિવાદની પતાવટ માટેના નિયમો અને કાર્યવાહીનું નિયમન કરતી સમજૂતી પર 1994માં સહમત થયા હતા.[૪૧] વિશ્વ વેપાર સંગઠન દ્વારા વિવાદની પતાવટને, બહુપક્ષીય વેપાર વ્યવસ્થાનો મુખ્ય પાયો અને "વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા માટે અજોડ યોગદાન" તરીકે ગણાવવામાં આવે છે. વિશ્વ વેપાર સંગઠનના સભ્યો તે બાબત પર સહમત થયા હતા કે જો તેમને એવું લાગતું હોય કે સાથી સભ્ય વેપાર નિયમોનો ભંગ કરી રહ્યો છે તો તેની સામે એકપક્ષીય પગલાં ભરવાના સ્થાને તેઓ વિવાદની પતાવટની બહુપક્ષીય વ્યવસ્થાનો ઉપયોગ કરશે.[૪૨]


વિશ્વ વેપાર સંગઠનની વિવાદની પતાવટ પ્રક્રિયાની કામગીરીમાં ડીએસબી (DSB) પેનલ, એપલેટ બોડી, વિશ્વ વેપાર સંગઠન સચિવાલય, મધ્યસ્થી, સ્વતંત્ર નિષ્ણાતો અને કેટલીક વિશિષ્ટ સંસ્થાઓનો સમાવેશ થાય છે.[૪૩]


પ્રવેશ અને સભ્યપદ[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠનના સભ્ય બનાવવા માટેની પ્રક્રિયા પ્રત્યેક અરજદાર રાષ્ટ્ર માટે અલગ છે અને પ્રવેશની શરતો, જે તે દેશના આર્થિક વિકાસ અને વર્તમાન વેપાર પ્રથાના તબક્કા પર નિર્ભર કરે છે.[૪૪] આ પ્રક્રિયામાં સરેરાશ પાંચ વર્ષ જેટલો સમય લાગે છે, પરંતુ જો દેશ પ્રક્રિયા પ્રત્યે બહુ કટિબદ્ધ ના હોય અથવા કોઇ રાજકીય મુદ્દો ઉભો થાય તો, તેમાં વધુ સમય લાગી શકે છે.[૪૫] હિત ધરાવતા પક્ષો વચ્ચે સંમતિ સધાય ત્યાર બાદ જ પ્રવેશની ઓફર આપવામાં આવે છે.[૪૬]

પ્રવેશ પ્રક્રિયા[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠન વાટાઘાટોની સ્થિતિ: [84] [85] [86] [87] [88] [89] [90]

વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવા માંગતો દેશ જનરલ કાઉન્સિલને એક અરજી કરે છે અને વિશ્વ વેપાર સંગઠન કરારોને અસર કરી શકતી હોય તેવી તેની તમામ વેપાર અને આર્થિક નીતિઓનું વર્ણન કરે છે.[૪૭] એક આવેદનમાં અરજી વિશ્વ વેપાર સંગઠનને રજૂ કરવામાં આવે છે જેની કાર્યશીલ પક્ષ દ્વારા તપાસ થાય છે જે વિશ્વ વેપાર સંગઠનના તમામ રસ ધરાવતા સભ્યો માટે ખુલ્લી હોય છે.[૪૬] તમામ જરૂરી માહિતી મેળવ્યા બાદ, કાર્યશીલ પક્ષ વિશ્વ વેપાર સંગઠનના નિયમો અને અરજીકર્તાના આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ વેપાર નીતિઓ અને કાયદા વચ્ચેની અસમાનતાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કાર્યશીલ પક્ષ અરજીકર્તા રાષ્ટ્રના ડબલ્યુટીઓમાં પ્રવેશની શરતો નક્કી કરે છે અને વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું પાલન કરવા રાષ્ટ્રોને થોડો સંક્રાંતિકાળ આપવાનું વિચારી શકે છે.[૪૪] પ્રવેશના અંતિમ તબક્કામાં અરજીકર્તા રાષ્ટ્ર અને કાર્યશીલ પક્ષના અન્ય સભ્યો વચ્ચે ટેરિફ દર પર કન્સેશન અને ખાતરી તેમજ માલસામાન અને સેવા માટે બજાર પ્રવેશ મુદ્દે દ્વીપક્ષીય વાટાઘાટ થાય છે. સામાન્ય સમાનતાના નિયમ હેઠળ નવા સભ્યોની ખાતરીઓ દ્વીપક્ષીય વાટાઘાટ થઇ હોવા છતાં, વિશ્વ વેપાર સંગઠનના તમામ સભ્યો માટે સમાન રીતે લાગુ પડે છે.[૪૭]


જ્યારે દ્વીપક્ષીય વાટાઘાટ પૂર્ણ થાય છે ત્યારે કાર્યશીલ પક્ષ જનરલ કાઉન્સિલ અથવા મંત્રી પરિષદને એક પ્રવેશ પેકેજ મોકલે છે જેમાં કાર્યશીલ પક્ષના તમામ સભ્યોની વિગત, પ્રોટોકોલ ઓફ એક્સેશન (ડ્રાફ્ટ સભ્યપદ સંધિ) અને નવા બની રહેલા સભ્યની ખાતરીઓની યાદીનો સમાવેશ થાય છે. જનરલ કાઉન્સિલ અથવા મંત્રી પરિષદની મંજૂરી મળ્યા બાદ, અરજીકર્તા રાષ્ટ્રની સંસદે પ્રોટોકોલ ઓફ એક્સેશનને મંજૂરી આપવી પડે ત્યાર બાદ જ અરજીકર્તા રાષ્ટ્ર સભ્ય બની શકે છે.[૪૮]


સભ્યો અને નિરીક્ષકો[ફેરફાર કરો]

ડબલ્યુટીઓ (WTO) ૧૫૭ સભ્યો અને ૨૬ નિરીક્ષક ધરાવે છે. (ઉરુગ્વે મંત્રણામાં ભાગ લેનાર 123 રાષ્ટ્રોમાંથી લગભગ તમામ રાષ્ટ્રો, અને બાકીના રાષ્ટ્રોએ સભ્યપદ લેવાનું બાકી હતું).[૪૯] યુરોપિયન યુનિયનના 27 રાષ્ટ્રોને યુરોપિયન કમ્યુનિટી તરીકે પણ રજૂ કરાય છે. વિશ્વ વેપાર સંગઠનના સભ્યએ પૂર્ણ સાર્વભૌમ રાષ્ટ્ર હોવું જરૂરી નથી. તેના સ્થાને તે તેના બાહ્ય વાણિજ્ય સંબંધોમાં પૂર્ણ સ્વાયત્તતા સાથે કસ્ટમ્સ પ્રદેશ હોવો જોઇએ. આમ હોંગ કોંગ (હોંગ કોંગ, ચીન 1997થી) જીએટીટી (GATT)નું ભાગીદાર બન્યું અને રિપબ્લિક ઓફ ચાઇના (આરઓસી)એ (જે તાઇવાન તરીકે ઓળખાય છે, જેના સાર્વભૌમત્વ અંગે પીપલ્સ રિપલ્બિક ઓફ ચાઇના તરફથી વિવાદ છે) 2002માં તાઇવાન, પેન્ઘુ અને મત્સુના અલગ કસ્ટમ્સ ક્ષેત્ર (ચીની ટેઇપી) તરીકે વિશ્વ વેપાર સંગઠનમાં સ્થાન મેળવ્યું હતું.[૫૦] અનેક બિન-સભ્યો (30) વિશ્વ વેપાર સંગઠનની કાર્યવાહીમાં નિરીક્ષકો છે અને અત્યારે તેઓ તેમના સભ્યપદ માટે વાટાઘાટ કરી રહ્યાં છે. નિરીક્ષક તરીકે રહેલા ઇરાન, ઇરાક અને રશિયા હજુ પણ સભ્ય બની શક્યા નથી. હોલી સીના અપવાદ સિવાય નિરીક્ષકો વિશ્વ વેપાર સંગઠનના નિરીક્ષક બન્યા બાદ પાચ વર્ષની અંદર પ્રવેશ વાટાઘાટ શરૂ કરી દેવી પડે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય આંતરસરકારી સંગઠનોને પણ વિશ્વ વેપાર સંગઠન બોડીના નિરીક્ષક તરીકેનો દરજ્જો આપેલો છે.[૫૧] 14 રાજ્યો અને 2 પ્રદેશોએ હજુ સુધી વિશ્વ વેપાર સંગઠન સાથે સત્તાવાર મંત્રણા શરૂ કરી નથી.

કરારો[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠન 60 જેટલી વિવિધ સમજૂતી પર નજર રાખે છે, જેને આંતરરાષ્ટ્રીય કાનૂની નિયમ તરીકેનો દરજ્જો પણ મળેલો છે. સભ્ય રાષ્ટ્રએ પ્રવેશ સમયે ડબલ્યુટીઓના તમામ કરાર પર હસ્તાક્ષર કરવા પડે છે અને તેને તેમની સંસદમાં મંજૂર કરાવવા પડે છે.[૫૨] કેટલાક મહત્ત્વના કરાર પર ચર્ચા નીચે મુજબ છે.


કૃષિ કરાર (એઓએ) (AoA)[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠનની 1995ની શરૂઆતમાં સ્થાપના થઇ ત્યારથી કૃષિ કરાર અમલી છે. કૃષિ કરારમાં ત્રણ મધ્યવર્તી વિચાર અથવા આધારસ્તંભ છેઃ ઘરેલુ ટેકો, બજાર પ્રવેશ અને નિકાસ સબસિડી


સેવામાં વેપાર અંગે સામાન્ય કરાર (જીએટીએસ) (GATS)[ફેરફાર કરો]

સર્વિસ ક્ષેત્રમાં પણ બહુપક્ષીય વેપાર વ્યવસ્થા અમલી બનાવવા માટે સેવામાં વેપાર અંગે સામાન્ય કરારની રચના કરાઇ હતી, તેવી જ રીતે ટેરિફ અને વેપાર અંગેનો સામાન્ય કરાર (જીએટીટી) (GATT) મર્ચેન્ડાઇઝ વેપાર માટે આવી વ્યવસ્થા પુરી પાડે છે. આ કરાર જાન્યુઆરી 1995માં અમલમાં આવ્યો હતો.


બૌદ્ધિક સંપદા અધિકારના વેપારને લગતી બાબતો અંગેનો કરાર (ટીઆરઆઇપી) (TRIPs)[ફેરફાર કરો]

બૌદ્ધિક સંપદા અધિકારના વેપારને લગતી બાબતો અંગેનો કરાર વિવિધ પ્રકારના બૌદ્ધિક સંપદા નિયમન માટ લઘુત્તમ માપદંડ નક્કી કરે છે. જનરલ એગ્રિમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ (GATT)ના ઉરુગ્વે મંત્રણાની અંતે 1994માં તેના પર મંત્રણા થઇ હતી.

સેનિટરી એન્ડ ફાયટો-સેનિટરી (એસપીએસ) (SPS) કરાર[ફેરફાર કરો]

સેનિટરી અને ફાયટો સેનિટરી પગલાંના ઉપયોગ અંગેનો કરાર કે જે એસપીએસ કરાર તરીકે પણ ઓળખાય છે તેના પર જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડના ઉરુગ્વે મંત્રણા દરમિયાન ચર્ચા થઇ હતી અને તે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના સાથે 1995ની શરૂઆતથી અમલી બન્યો છે.


એસપીએસ કરાર હેઠળ વિશ્વ વેપાર સંગઠન સભ્યની ખાદ્ય સુરક્ષા (બેક્ટોરિયાનો ચેપ, જંતુનાશક દવાઓ, ઇન્સ્પેક્શન અને લેબલિંગ) તેમજ પશુ અને છોડ ની તંદુરસ્તી (આયાતી ઉધઇ અને બિમારીઓ)ને લગતી નીતિઓ માટે અંકુશ નક્કી કરે છે.


વેપારમાં તકનિકી અંતરાય અંગેનો કરાર (ટીબીટી) (TBT)[ફેરફાર કરો]

વેપારમાં તકનિકી અંતરાય અંગેનો કરાર વિશ્વ વેપાર સંગઠનની આંતરરાષ્ટ્રીય સંધિ છે. તેના પર જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડના ઉરુગ્વે મંત્રણા દરમિયાન ચર્ચા થઇ હતી અને તે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના સાથે 1995ની શરૂઆતથી અમલી બન્યો છે.


તેનો ઉદ્દેશ ટેકનિકલ વાટાઘાટ અને માપદંડ તેમજ ટેસ્ટિંગ અને પ્રમાણીકરણ પ્રક્રિયા વેપારમાં બિનજરૂરી અવરોધ પેદા ના કરે તે સુનિશ્ચિત કરવાનો છે.[૫૩]


ટીકા[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠનની વર્ષ 2005ની મંત્રી પરિષદ દરમિયાન દેખાવકારોએ વાન ચાઇ ખાતે હોંગ કોંગ પોલીસ સાથે અથડામણ કરી.

વિશ્વ વેપાર સંગઠનનો નિર્ધારિત ઉદ્દેશ મુક્ત વેપારને પ્રોત્સાહન આપવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રેરકબળ પુરું પાડવાનો છે. ટીકાકારો દલીલ કરે છે કે મુક્ત વેપારથી સમૃદ્ધ અને ગરીબ રાષ્ટ્રો વચ્ચેની આવકના સ્તરનો તફાવત ઘટવાના સ્થાને વધે છે. (સમૃદ્ધ વધુ સમૃદ્ધ થાય છે અને ગરીબ વધુ ગરીબ બને છે)[૫૪] થર્ડ વર્લ્ડ નેટવર્કના ડિરેક્ટર માર્ટિન ખોર દલીલ કરે છે કે વિશ્વ વેપાર સંગઠન વૈશ્વિક અર્થતંત્રનું સમાન રીતે સંચાલન કરી શકતું નથી, પરંતુ તેની કામગીરીમાં તે સમૃદ્ધ રાષ્ટ્રો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ તરફ વધુ ઢળેલું હોય છે જેને પરીણામે ઓછી વાટાઘાટ ક્ષમતા ધરાવતા નાના રાષ્ટ્રોને નુકસાન થાય છે. તેઓ દલીલ કરે છે કે વિકાસશીલ રાષ્ટ્રોને ઉરુગ્વે મંત્રણાના વિશ્વ વેપાર સંગઠન કરારથી લાભ નથી થયો, કારણકે કેટલાક કારણોસર ઉદ્યોગમાં બજાર પ્રવેશમાં સુધારો થયો નથી, આ દેશોને ટેક્સ્ટાઇલ ક્વોટા તબક્કાવાર દૂર કરવાથી પણ હજુ સુધી લાભ થયો નથી. એન્ટિડમ્પીંગ પગલા જેવા નોનટેરિફ અડચણો વધી છે અને સમૃદ્ધ દેશોમાં કૃષિ પેદાશો પર ઘરેલુ ટેકો અને નિકાસ સબસિડી ઊંચી રહી છે.[૫૫] જગદીશ ભગવતી જણાવે છે કે, ગરીબ રાષ્ટ્રોમાં મેન્યુફેક્ચરિંગ પર વધુ ટેરિફ સુરક્ષા છે. તેઓ એન્ટિડમ્પીંગ ફાઇલિંગની સંખ્યામાં સમૃદ્ધ રાષ્ટ્રો કરતા આગળ નિકળી ગયા છે.[૫૬]


અન્ય ટીકાકારો દાવો કરે છે કે તેમાં કામદાર સંબંધ અને પર્યાવરણ અંગેના મુદ્દાઓની સતત ઉપેક્ષા કરાઇ રહી છે. ગ્લોબલ ઇનવાયર્નમેન્ટ એન્ડ ટ્રેડ સ્ટડીના ભૂતપૂર્વ ડિરેક્ટર સ્ટીવ કાર્નોવિટ્ઝ માને છે કે, વિશ્વ વેપાર સંગઠને વેપાર અને શ્રમ તેમજ પર્યાવરણના પ્રશ્નો ઉકેલવાનું શરૂ કરવું જોઇએ.[૫૭] વધુમાં કામદાર સંઘો વિકાસશીલ રાષ્ટ્રોના કામદાર અધિકાર નિયમોને વખોડતા દલીલ કરે છે કે વિશ્વ વેપાર સંગઠન વૈશ્વિકરણને પ્રોત્સાહન આપવામાં અમુક હદ સુધી સફળ થયું છે સાથે સાથે કામદાર હકને પણ તેટલું જ નુકસાન થયું છે.[૫૮] બીજી બાજુ, ખોર પ્રતિભાવ આપે છે કે, "જો પર્યાવરણ અને શ્રમ મુદ્દાઓને વિશ્વ વેપાર સંગઠન વ્યવસ્થામાં દાખલ કરવામાં આવે તો [...] અન્ય સામાજિક અને સાંસ્કૃતિ મુદ્દાઓનો કેમ સમાવેશ ના કરી શકાય તેની સૈદ્ધાંતિક રીતે દલીલ કરવી મુશ્કેલ બનશે."[૫૯] ભગવતી સમૃદ્ધ રાષ્ટ્રોના જૂથ દ્વારા વેપાર કરાર પર તેમના બિનજરૂરી એજન્ડાઓ લાદવાની પણ ટીકા કરે છે.[૬૦] માટે ભગવતી અને કોલમ્બિયા યુનિવર્સિટીના અરવિંદ પનાગરીયા બંનેએ વિશ્વ વેપાર સંગઠન માળખામાં ટીઆરઆઇપી દાખલ કરવાની હિલચાલની ટીકા કરી છે અને ભય વ્યકત કર્યો છે કે આવા બિન વેપાર એજન્ડા સંગઠનની કામગીરી પર હાવી થશે શકે છે.[૬૧]


અન્ય ટીકાકારોએ વિશ્વ વેપાર સંગઠનમાં નિર્ણય લેવાની પ્રક્રિયાને જટીલ, બિનઅસરકારક, પ્રતિનિધિત્વહિન અને બિન-સર્વાંગી ગણાવી છે અને તેમણે નાની, અનૌપચારિક સ્ટિયરિંગ કમિટી (કન્સલ્ટેટિવ બોર્ડ)ની રચના કરવાની દરખાસ્ત કરી છે. આ કમિટીને સભ્ય રાષ્ટ્રોમાં સંમતિ સાંધવાની જવાબદારી સોંપી શકાય.[૬૨] થર્ડ વર્લ્ડ નેટવર્ક વિશ્વ વેપાર સંગઠનને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંની સૌથી વધુ અપારદર્શી સંસ્થા ગણાવે છે કારણકે વિકાસશીલ રાષ્ટ્રોની મોટી બહુમતિનું વિશ્વ વેપાર સંગઠન વ્યવસ્થામાં બહુ ઉપજતું નથી. નેટવર્ક તે વાત પર ભાર મૂકે છે કે સભ્ય સમાજ જૂથો અને સંસ્થાઓને તેમનું મંતવ્ય રજૂ કરાવની અને નીતિ અને નિર્ણયોના પરિણામ પર તેનો પ્રભાવ પાડવા દેવાની પ્રમાણિક તક આપવી જોઇએ.[૬૩] વર્લ્ડ ફેડરલિસ્ટ મૂવમેન્ટ જેવા કેટલાક ચોક્કસ બિન સરકારી સંગઠનો દલીલ કરે છે કે સંસદીય સભાની રચના મારફતે વિશ્વ વેપાર સંગઠનમાં લોકશાહી ઢબે ભાગીદારી વધારી શકાઇ હોત જો કે અન્ય વિશ્લેષકોએ આ દરખાસ્તને બિનઅસરકારક ગણાવી છે.[૬૪]


કેટલાક ઉદારવાદીઓ અને નાના સરકારી રૂઢિચૂસ્ત તેમજ લડવિગ વોન મિસેસ ઇન્સ્ટિટ્યુટ જેવા વિચારકો વિશ્વ વેપાર સંગઠનનો વિરોધ કરે છે અને તેને અમલદારશાહી અને મૂડીવાદ વિરોધી સંગઠન ગણાવે છે, જે મુક્ત વેપારને નહીં પરંતુ રાજકીય દરમિયાનગીરીવાદને પ્રોત્સાહન આપે છે. લડવિગ વોન મિસેસ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન લેવેલિન એચ રોકવેલ જુનિયર એ દલીલ કરી હતી કે

. . . વિશ્વ વેપાર સંગઠન જણાવે છે કે અમેરિકાએ તેના નિકાસકારોને વિદેશી પેટાકંપનીઓ રચના કરવાની પરવાનગી આપતા અટકાવવા જોઇએ કારણ કે આમ કરીને તેઓ ચૂકવવાપાત્ર થતા 30 ટકા કરની બચત કરે છે. હવે અમેરિકાએ ખામીઓ દૂર કરીને કર વધારવા પડશે અથવા નવા જંગી પ્રતિબંધોનો સામનો કરવો પડશે જે અમારા નિકાસ ક્ષેત્રને ગંભીરતાથી અસર કરે છે. [...] આપણી સમૃદ્ધિ અને સભ્યતાને નફરત કરતા હોય અને પ્રતિભાવમાં હિંસાચાર કરવા ઇચ્છતા હોય તેવા વિદેશીઓ અંગે તાજેતરમાં ઘણી ચર્ચા થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે આમના સિવાયના ઇસ્લામિક ત્રાસવાદીઓ નથી પરંતુ તેઓ રાજદ્વારીઓ અને નેતાઓ છે જેના પર કોઇ શંકા કરતું નથી. [૬૫]


આ પણ જુઓ[ફેરફાર કરો]


સંદર્ભ અને નોંધો[ફેરફાર કરો]

  1. General Information on Recruitment in the World Trade Organization, World Trade Organization
  2. "WTO Secretariat budget for 2008". World Trade Organization. મેળવેલ 2008-08-25.
  3. Overview of the WTO Secretariat All WTO staff are based in Geneva.
  4. વિશ્વ વેપાર સંગઠનની સમજ - વિશ્વ વેપાર સંગઠન શું છે?, વિશ્વ વેપાર સંગઠન
  5. "World Trade Organization". Encyclopaedia Britannica.
  6. યુરોપિયન કમિશનદોહા મંત્રણા
  7. Fergusson, Ian F. (9 May 2007). "The World Trade Organization: Background and Issues" (PDF). Congressional Research Service. પૃષ્ઠ 2. મૂળ (PDF) માંથી 2008-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-15.
  8. સભ્યો અને નિરીક્ષકો વિશ્વ વેપાર સંગઠન સત્તાવાર સાઇટ
  9. A.E. Eckes Jr., US Trade History, 73* A. Smithies, Reflections on the Work of Keynes, 578-601* N. Warren, Internet and Globalization, 193
  10. પી. વાન ડેન બોશ, વિશ્વ વેપાર સંગઠનના કાયદા અને નીતિ , 80
  11. પાલમિટર-મેવરોઇડિસ, વિવાદની પતાવટ , 2
  12. Fergusson, Ian F. (9 May 2007). "The World Trade Organization: Background and Issues" (PDF). Congressional Research Service. પૃષ્ઠ 4. મૂળ (PDF) માંથી 2008-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-15.
  13. એવી ચર્ચા થઇ હતી કે ITO અસ્તિત્વમાં ના આવે ત્યાં સુધી કેટલાક વર્ષો સુધી જીએટીટી (GATT) અમલમાં રહેશે જો કે ITO ક્યારેય સક્રિય ન થતા જીએટીટી (GATT) ધીમેધીમે વ્યાપાર બાબતો અંગે આંતરરાષ્ટ્રીય સરકારી સહકાર માટે કેન્દ્ર બિન્દુ બન્યો હતો(પી. વાન ડેન બોશ, વિશ્વ વેપાર સંગઠનના કાયદા અને નીતિ , 81; જે. એચ. જેકસન, વેપાર વ્યવસ્થાનું વ્યવસ્થાપન , 134).
  14. ૧૪.૦ ૧૪.૧ ધ GATT યર્સ: હવાનાથી મર્રકેશ સુધી, વિશ્વ વેપાર સંગઠન
  15. એમ. ઇ. ફૂટર, વિશ્વ વેપાર સંગઠનનું વિશ્લેષણ , 17
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ પી. ગલાઘર, વિશ્વ વેપાર સંગઠનના પ્રથમ દસ વર્ષ , 4
  17. ૧૭.૦ ૧૭.૧ ઉરુગ્વે મંત્રણા, વિશ્વ વેપાર સંગઠન
  18. http://www.વિશ્વ[હંમેશ માટે મૃત કડી] વેપાર સંગઠન.org/english/docs_e/legal_e/04-વિશ્વ વેપાર સંગઠન_e.htm
  19. ઓવરવ્યૂ: નેવિગેશનલ ગાઇડ, વિશ્વ વેપાર સંગઠન. ઉરુગ્વે મંત્રણા કરારોની પૂર્ણ યાદી માટે જુઓ વિશ્વ વેપાર સંગઠન legal texts, વિશ્વ વેપાર સંગઠન અને ઉરુગ્વે મંત્રણા કરારો, સમજ, નિર્ણયો અને ઘોષણા સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૭ ના રોજ વેબેક મશિન, WorldTradeLaw.net
  20. ચીનના વિશ્વ વેપાર સંગઠન સભ્યપદના પાંચ વર્ષ.ચીનના પારદર્શિતા કટિબદ્ધતા અને ટ્રાન્ઝિશનલ રીવ્યુ મિકેનિઝમ પાલન અંગે યુરોપિયન યુનિયન અને અમેરિકાના દ્રષ્ટિકોણ
  21. વિશ્વ વેપાર સંગઠન સાતમી મંત્રી પરિષદ 30 નવેમ્બર-2 ડિસેમ્બર 2009ના રોજ યોજશે વિશ્વ વેપાર સંગઠન સત્તાવાર વેબસાઇટ
  22. ધ ઇકોનોમિસ્ટ, ઇન ધ ટ્વિલાઇટ ઓફ દોહા , 65
  23. દોહા વિકાસ એજન્ડા, યુરોપિયન પંચ
  24. Fergusson, Ian F. (2008-01-18). "World Trade Organization Negotiations: The Doha Development Agenda" (PDF). Congressional Research Service. મૂળ (PDF) માંથી 2008-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-26.
  25. વિશ્વ વેપાર સંગઠનના કાર્યો, (આઇઆઇએસડી) IISD
  26. ૨૬.૦ ૨૬.૧ મુખ્ય કાર્યો, વિશ્વ વેપાર સંગઠન
  27. ૨૭.૦ ૨૭.૧ એ બ્રેડિમાસ, આંતરરાષ્ટ્રીય આર્થિક કાયદો , II, 17
  28. ૨૮.૦ ૨૮.૧ સી. ડીરે, વિશ્વ વેપાર સંગઠનમાં નિર્ણય પ્રક્રિયા: મધ્યયુગીન કે આધુનિક? સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૯ ના રોજ archive.today
  29. વિકાસશીલ રાષ્ટ્રોને વિશ્વ વેપાર સંગઠન સહાય સંગ્રહિત ૨૦૧૫-૦૬-૧૨ ના રોજ વેબેક મશિન, વિશ્વ વેપાર સંગઠન
  30. આર્થિક સંશોધન અને વિશ્લેષણ, વિશ્વ વેપાર સંગઠન
  31. ૩૧.૦ ૩૧.૧ ૩૧.૨ બી. હોકમેન, વિશ્વ વેપાર સંગઠન: કાર્યો અને મૂળભૂત સિદ્ધાંતો , 42
  32. ૩૨.૦ ૩૨.૧ ૩૨.૨ વેપાર વ્યવસ્થાના સિદ્ધાંતો, વિશ્વ વેપાર સંગઠન
  33. ૩૩.૦ ૩૩.૧ બી. હોકમેન, વિશ્વ વેપાર સંગઠન: કાર્યો અને મૂળભૂત સિદ્ધાંતો , 43
  34. ૩૪.૦ ૩૪.૧ બી. હોકમેન, વિશ્વ વેપાર સંગઠન: કાર્યો અને મૂળભૂત સિદ્ધાંતો,, 44
  35. ૩૫.૦ ૩૫.૧ "Fourth level: down to the nitty-gritty". World Trade Organization. મેળવેલ 2008-08-18.
  36. બૌદ્ધિક સંપદા-TRIPS કરારની ઝાંખી
  37. "The Services Council, its Committees and other subsidiary bodies". World Trade Organization. મેળવેલ 2008-08-14.
  38. "WTO organization chart". World Trade Organization. મેળવેલ 2008-08-14.
  39. "The Trade Negotiations Committee". World Trade Organization. મેળવેલ 2008-08-14.
  40. સ્ટીનબર્ગ, રિચાર્ડ એચ. "કાયદો કે સત્તાની આડમાં? GATT/વિશ્વ વેપાર સંગઠનમાં સર્વસંમતિ આધારિત બાંધછોડ અને પરિણામ." આંતરરાષ્ટ્રીય સંગઠન સ્પ્રિંગ 2002. pp. 339-374.
  41. સ્ટીવર્ટ-ડોયર, વિશ્વ વેપાર સંગઠન વિવાદની પતાવટ વ્યવસ્થા , 7
  42. વિવાદની પતાવટ:એક બેજોડ યોગદાન, વિશ્વ વેપાર સંગઠન
  43. વિવાદની પતાવટ પ્રક્રિયા સાથે સંકળાયેલા વિશ્વ વેપાર સંગઠનના વિભાગો, વિશ્વ વેપાર સંગઠન
  44. ૪૪.૦ ૪૪.૧ પ્રવેશ સમરી, સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ
  45. સૌથી ટૂંકી પ્રવેશ વાટાઘાટ કિર્ગીઝ રિપબ્લિકની હતી જ્યારે સૌથી લાંબી વાટાઘાટ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની ચાલી હતી.(પી. ફરાહ,ચીનના વિશ્વ વેપાર સંગઠન સભ્યપદના પાંચ વર્ષ , 263-304). રશિયાએ, જીએટીટી (GATT)માં જોડાવા સૌથી પહેલા 1993માં અરજી કરી હોવા છતાં તે સભ્યપદ માટે વાટાઘાટ કરી રહ્યું છે. તાજેતરમાં તે યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે દ્વીપક્ષીય વેપાર કરાર કરી શક્યું છે.(પ્રવેશ: રશિયન ફેડરેશન, વિશ્વ વેપાર સંગઠન; અમેરિકાની હકીકતો – રશિયા વિશ્વ વેપાર સંગઠન દ્વીપક્ષીય બજાર પ્રવેશ કરાર સંગ્રહિત ૨૦૦૭-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન, યુનાઇટેડ સ્ટેટ વેપાર પ્રતિનિધિની કચેરી; રશિયા - વિશ્વ વેપાર સંગઠન: યુરોપિયન યુનિયન-રશિયાના સોદાએ રશિયાને વિશ્વ વેપાર સંગઠન સભ્યપદની એક કદમ વધુ નજીક લાવ્યું છે સંગ્રહિત ૨૦૦૭-૦૧-૨૮ ના રોજ વેબેક મશિન, યુરોપીયન કમિશન). વિશ્વ વેપાર સંગઠનમાં પ્રવેશમાં રશિયાએ બાકીના બે રાષ્ટ્રો મોલ્ડોવા અને જ્યોર્જિયા સાથે કરાર કરવાના પડશે(એ. એસ્લંડ, રશિયાનું વિશ્વ વેપાર સંગઠન પ્રવેશ સંગ્રહિત ૨૦૦૯-૧૨-૨૪ ના રોજ વેબેક મશિન; વી. નોવોસ્ટી, અમેરિકાએ રશિયાના વિશ્વ વેપાર સંગઠન પ્રવેશને લીલી ઝંડી આપી, પ્રાવડા રૂ).
  46. ૪૬.૦ ૪૬.૧ સી. મિકલોપોલસ, વિશ્વ વેપાર સંગઠન પ્રવેશ , 64 સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "M64" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  47. ૪૭.૦ ૪૭.૧ સભ્યપદ, જોડાણ અને અમલદારશાહી, વિશ્વ વેપાર સંગઠન
  48. વિશ્વ વેપાર સંગઠનના સભ્ય કેવી રીતે બની શકાય, વિશ્વ વેપાર સંગઠન
  49. વિશ્વ વેપાર સંગઠનના સભ્યોની છેલ્લી યાદી જોવા, જુઓ સભ્યો અને નિરીક્ષકો સંગ્રહિત ૨૦૧૨-૦૧-૦૫ ના રોજ વેબેક મશિન, વિશ્વ વેપાર સંગઠન
  50. જે. એચ. જેક્શન, સાર્વભૌમત્વ , 109
  51. આંતરરાષ્ટ્રીય આંતરસરકારી સંગઠનોએ વિશ્વ વેપાર સંગઠનની સમિતિઓને નિરીક્ષકનો દરજ્જો આપ્યો, વિશ્વ વેપાર સંગઠન
  52. http://www.વિશ્વ[હંમેશ માટે મૃત કડી] વેપાર સંગઠન.org/english/docs_e/legal_e/legal_e.htm
  53. ઉરુગ્વે મંત્રણાના ફાઇનલ એક્ટનો ટૂંકો અહેવાલ
  54. Cline, William R. (2004). "Conclusion". Trade Policy and Global Poverty. Peterson Institute. પૃષ્ઠ 264. ISBN 0-881-32365-9.
  55. એમ. ખોર, ઉદારીકરણ અંગે ફેરવિચાર અને વિશ્વ વેપાર સંગઠનમાં સુધારો લાવવો સંગ્રહિત ૨૦૦૬-૧૦-૦૬ ના રોજ વેબેક મશિન
  56. જે. ભગવતી, વિશ્વ વેપાર સંગઠનની પુનઃરચના , 26
  57. એસ. કાર્નોવિટ્ઝ, વિશ્વ વેપાર સંગઠનના પર્યાવરણ અને કામદાર મુદ્દાઓનો ઉકેલ સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૬ ના રોજ વેબેક મશિન
  58. કે. સી. કેનેડી, વિશ્વ વેપાર સંગઠન , 46
  59. ખોર એમ, વિશ્વ વેપાર સંગઠનમાં દક્ષિણના રાષ્ટ્રો સાથે કેવો ખરાબ વ્યવહાર થઇ રહ્યો છે એન્ડરસન એ(ed)માં દક્ષિણના મંતવ્યો: વૈશ્વિકરણની અસરો અને ત્રીજા વિશ્વના દેશો અંગે વિશ્વ વેપાર સંગઠનનું વલણ ઇન્ટરનેશનલ ફોરમ ઓન ગ્લોબલાઇઝેશન (IFG) સંગ્રહિત ૨૦૦૯-૧૧-૨૮ ના રોજ વેબેક મશિન 1998
  60. જે. ભગવતી, વિશ્વ વેપાર સંગઠનની પુનઃરચના , 28
  61. જે ભગવતી, સિએટલથી હોંગ કોંગ સુધી સંગ્રહિત ૨૦૦૭-૦૪-૦૬ ના રોજ વેબેક મશિન
    * એ. પાનગરિયા, TRIPs અને વિશ્વ વેપાર સંગઠન સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન
  62. આર. બ્લેકર્સ્ટ, વિશ્વ વેપાર સંગઠનની નિર્ણય લેવાની પ્રક્રિયામાં સુધારો , 12
    * સ્કોટ-વેટલ, વિશ્વ વેપાર સંગઠનમાં નિર્ણય પ્રક્રિયા સંગ્રહિત ૨૦૦૯-૧૨-૨૪ ના રોજ વેબેક મશિન
  63. વિશ્વ વેપાર સંગઠનની પારદર્શિતા, ભાગીદારી અને કાયદેસરતા સંગ્રહિત ૨૦૧૦-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન, થર્ડ વર્લ્ડ નેટવર્ક
  64. આર. એમ. જેન્નાર, વિશ્વ વેપાર સંગઠનને "સલાહકાર સંસદીય સભા" સંગ્રહિત ૨૦૦૭-૦૨-૨૦ ના રોજ વેબેક મશિન
    * વિશ્વ વેપાર સંગઠન અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠનોના સુધારા સંગ્રહિત ૨૦૦૭-૦૨-૧૧ ના રોજ વેબેક મશિન, વર્લ્ડ ફેડરાલિસ્ટ મૂવમેન્ટ
    * જ્યોર્જ શેફર, વિશ્વ વેપાર સંગઠનના નિયમ ઘડતરનું સંસદીય અવલોકન: ધ પોલિટિકલ, નોર્મેટિવ, અને પ્રેક્ટિકલ કન્ટેક્સિસ, 7 J. Int'l L. 629 (2004).
  65. રોકવેલ જે એચ જુનિયર ડબલ્યુટીઓ ફોમેન્ટ્સ એ ટ્રેડ વોર સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૬ ના રોજ વેબેક મશિન 21 જાન્યુઆરી 2002


બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

વિશ્વ વેપાર સંગઠનના સત્તાવાર પાના[ફેરફાર કરો]


વિશ્વ વેપાર સંગઠન પર સરકારના પાના[ફેરફાર કરો]


વિશ્વ વેપાર સંગઠન પર મિડીયા પેજ[ફેરફાર કરો]


વિશ્વ વેપાર સંગઠન પર બિનસરકારી સંગઠનના પાના[ફેરફાર કરો]


ઢાંચો:WTO ઢાંચો:WTO nav ઢાંચો:Trade ઢાંચો:Supranationalism/World government topics