વીર્ય

વિકિપીડિયામાંથી
માનવ શુક્રાણુ કે વીર્યાણુની આકૃતિ.

વીર્યએ નર પ્રજાતિ દ્વારા ઉત્પન્ન કરવામં આવતાં પ્રજનન કારી કોષનો સમૂહ છે. અંગ્રજીમાં આને સ્પર્મ કહે છે જે ગ્રીક શબ્દ સ્પર્મા- અર્થાત્ બીયાં પરથી ઉતરી આવ્યો છે.

એનીસોગૅમી અને ઉગૅમી નામના બે પ્રકરના લૈંગિક પ્રજનન હોય છે. આ પ્રકારના પ્રજનનમાં બે કોષ ભાગ લે છે જેને ગૅમીટ (gamete) કહે છે. આ ગૅમીટ કોષમાં એક કોષ મોટો અને એક કોષ નાનો હોય છે. જે નાનો કોષ હોય છે તે નર શરીરમાં ઉત્પન્ન થાય છે. તેને નર કોષ, વીર્ય કોષ કે શુક્રાણુ કહે છે. આવા શુક્રાણુઓમાં જે એક-પૂંછડીયા કોષ (યુનીફ્લેજીલમ) ગતિમાન હોય છે. આવા શુક્રાણુઓને સ્પર્મેટોઝૂન કે ગતિમાન શુક્રાણુઓ કહે છે. આથી વિપરીત એવા ગતિહીન શુક્રાણુઓ પણ હોય છે જેમને સ્પર્મેટિયમ અથવા ગતિહીન શુક્રાણુઓ કહે છે. વીર્યાણુ કે શુક્રાણુઓનું વિભાજન થઈ શકતું નથી અને તેમનું આયુષ્ય મર્યાદિત હોય છે પણ સ્ત્રીના અંડકોષ સાથે સંયોગ થી ફલીકરણ થતાં એક નવો જીવ વિકસિત થવાનો શરૂ થાય છે. જેની શરૂઆત એક જૈવિક વિકાસ સક્ષમ એવા ગર્ભ દ્વારા થાય છે.[સંદર્ભ આપો]

વ્યૂત્પતિ[ફેરફાર કરો]

વીર્ય આ શબ્દ વીર ધાતુ પરથી ઉત્પન્ન થયો છે. વીરતા કે વીરત્વનો સંબંધ પુરુષો સાથે હોવાથી પુરુષો દ્વારા થતાં સ્ત્રાવને વીર્ય કહેવાતું હોવું જોઈએ. ધાતુ; બીજ; રેત; શુક્ર; પુરૂષની ઈંદ્રિયમાંથી પડતું સત્ત્વ; શરીરમાં રહેલી છેલ્લી ધાતુ આદિ તેના સમાનાર્થી છે[૧]

ઉત્પાદન[ફેરફાર કરો]

પ્રાણીઓના શુક્રાણુંઓનું નિર્માણ તેમના વૃષણમાં આવેલી સૂક્ષ્મ વીર્યનલિકાઓમાં માયોટીક વિભાજન પ્રક્રિયા દ્વારા થાય છે. આને સીમેન દ્વારા પ્રવાહી મારફતે નર શરીરની બહાર લઈ જવામાં આવે છે. સસ્તન પ્રાણીઓના શુક્રાણુ માદાના પ્રજનન માર્ગમાં મૈથુન પછી પાંચ દિવસ સુધી જીવિત રહી શકે છે.[૨]

અમુક શેવાળ અને ઘણી વનસ્પતિઓના પ્રજનન તબક્કામાં નર ગેમેટેન્જીયા એન્થેરેડિયા નામના અવયવમાં મીટોસીસ વિભાજન પ્રક્રિયા દ્વારા વીર્ય ઉત્પન્ન થાય છે. સપુષ્પ વનસ્પતિમાં શુક્રાણુઓ પરાગ રજની અંદર હોય છે.[સંદર્ભ આપો]

સંરચના[ફેરફાર કરો]

અંડ કોષને ફલીત કરતો એક શુક્રાણુ

વીર્યાણુ કે શુક્રાણુ ત્રણ ભાગ ધરાવે છે, માથું , મધ્ય ભગ અને પૂંછડી. માથામાં કોષ કેંદ્ર હોય છે. આ કોષ કેંદ્ર ગૂણસૂત્રી તાંતણાઓમાં વીટળાયેલું હોય છે. આ તાંતણાઓની બહારની બાજુએ વિશિષ્ટ ઢાલ ધરાવે છે જેને એક્રોસમ કહે છે. આની અંદર એવા ઉત્સેચકો હોય છે જે અંડકોષમાં પ્રવેશ માટે સહાયભૂત થાય છે. વીર્યના મધ્ય ભાગમાં તંતુઓ ધરાવતો ગર્ભ હોય છે જેની આસપાસ કણાભસૂત્રો વીટળાયેલા હોય છે. આ ભાગ શુક્રાણુઓના માદા શરીરના સર્વીક્સ, યુટેરસ અને યુટેરાઈન નળીના પ્રવાસ દરમ્યાન જરૂરી એવા એડિનોસીન ટ્રાયફોસ્ફેટ બનાવે છે. પૂંછડી કે ફ્લેજેલમ નો ભાગ હલેસા જેમ હલન ચલન કરી શુક્રાણુની ગતિમાં મદ કરે છે.[સંદર્ભ આપો]

ફલીકરણ દરમ્યાન કાચા અંડ કોષને શુક્રાણુઓ ત્રણ જરૂરી ભાગો પૂરાપાડે છે: (૧) સંકેત આપીને જૈવિક રીતે સુસુપ્ત એવા અંડકોષને સક્રીય કરવાનું કાર્ય કરે છે; (2) એકગુણીત પિતૃ વંશસૂત્ર; (3) સેન્ટ્રોસમ જે સૂક્ષ્મ નલિકા પ્રણાલીને જાળવવામાં મદદ કરે છે.[૩]

ગતિમાન શુક્રાણુ[ફેરફાર કરો]

શેવાળ અને બીજરહીત વનસ્પતિના ગતિમાન શુક્રાણુ.[૪]

ગતિમાન શુક્રાણુઓ પ્રાયઃ ફ્લેજીલા તરીકે ઓળખાતી પૂંછડીની મદદ વડે ગતિ કરે છે. ફલીકરણ માટે અંડ કોષ સુધી તરીને પહોંચવા માટે શુક્રાણુઓને પ્રવાહી માધ્યમ ની જરૂર રહે છે. પ્રાણીજ શુક્રાણુઓ પ્રાયઃ ગતિશીલતા માટે જરુરી શક્તિ, વીર્યના પ્રવાહીમાં રહેલા ફ્રુક્ટોસના ચયાપચયથી મેળવે છે. ચયાપચયની આ ક્રિયા વીર્યના મધ્યભાગમાં આવેલા કણાભસૂત્રો દ્વારા થાય છે. તેમની પૂછડીની વિશિષ્ટ પ્રકારની હલન ચલન દ્વારા મેળવાતી ગતિને કારણે તેઓ માત્ર સીધી દિશામાં જ આ ગળ વધી શકે છે તેઓ ઉલ્ટાં પ્રવાસ કરી શકતાં નથી. એક પૂંછડી ધરાવતા પ્રાણીઓના શુક્રાણુઓને સ્પર્મેટોઝોઆ કહે છે અને તેમનું કદ અસમાન હોય છે.[સંદર્ભ આપો]

ઘણા એકકોષી જીવો, પ્રજન કાલીય શેવાળ વગેરે ફર્ન જેવી અપુષ્પ વનસ્પતિઓ અને સીકેડ આદિ વનસ્પતિઓ પણ ગતિમન વીર્ય ધરાવે છે. વનસ્પતિના જીવનમાં પૂંછ ધરાવતાં આ એક માત્ર કોષ હોય છે. અમુક પ્રકારની ફર્ન અને લાયકોફાઈટ એ અનેક પૂંછ્ડીવાળા શુક્રાણુઓ ધરાવે છે. [૪]

સૂક્ષ્મ કૃમિઓમાં શોક્રાણુઓ અમીબા સમાન હોય છે અને તરવાને બદલે અંડકોષ તરફ ઘસડાતા સરકે છે. [૫]

ગતિરહિત શુક્રાણુ[ફેરફાર કરો]

ગતિરહીત શુક્રાણુને સ્પર્મેશિયા કહે છે. આવા શુક્રાણુઓમાં પૂંછડી ન હોવાથી તેઓ ગતિ કરી શકતાં નથી. આનું ઉત્પાદન સ્પર્મેટેન્જીયમમાં થાય છે.[૪]

તેઓ જાતે તરી શકવા સમર્થ ન હોવાથી તેઓ અંડ કોષ સુધી પહોંચવા પર્યાવરણ પર આધાર રાખે છે. પોલીસેફોનીયા જેવી અમુક લાલ શેવાળ ગતિરહીત શુક્રાણુઓ પેદા કરે છે. તેમને છોડ્યા પછી તેઓ પોતાના ગંતવ્ય સ્થાન માટે પાણીના પ્રવાહ પર આધાર રાખે છે.[૪] કાટ ફૂગ ના શુક્રાણુઓ પર ચેકણા પદાર્થનું આવરણ લાગેલું હોય છે. તેમનો આકાર પ્લાલા જેવો હોય છે જેમાં મધુર રસ ભરેલો હોય છે જે માખીઓને આકર્ષે છે. આ માખીઓ પર આવા શુક્રાણુઓ ને નજીકના હાયફે સુધી પહોંચાડે છે. આ પ્રક્રીયા સપુષ્પ વનસ્પતિ કીટક પરાગ નયન સમાન હોય છે.[૬]

ફૂગના ગતિરહિત શુક્રાણુઓને ઘણી વખત બીજાણુ સમજી થાપ ખાઈ જવાતી હોય છે. બીજાણુએ અલૈંગિક નવસર્જન કોષ હોય છે જ્યારે ગતિરહીત શુક્રાણુઓ લૈંગિક ફલીકરણ કરવા જરૂરી ભાગ હોય છે. ન્યૂરોસોપ્રા ક્રાસા જેવી અમુક ફૂગમાં શુક્રાણુઓ સૂક્ષમ બીજાણુ સમાન જ હોય છે. તેઓ ફલીકરણ કરી શકે છે અને ફલીકરણ સિવાય પણ નવસર્થન કરી નવો જીવ ઉત્પન્ન કરી શજે છે. [૭]

શુક્રાણુ કેંદ્ર[ફેરફાર કરો]

જમીન પરની ઘણી વનસ્પતિઓમાં, મોટા ભાગના ગામ્નોસ્પર્મ અને બધા એન્જીઓસ્પર્મમાં નર ગૅમેટોફાઈટમાં પરાગ કણ વીર્યના પ્રમુખ વાહકો હોય છે. દા.ત. પવન કે કીટક પરાગ નયન. આને કારણે તેમને નર અને માદા વચ્ચેનું અંતર કાપવા પોતાના વહન માટે પ્રવાહીના માધ્યમની જરૂર રહેતી નથી. દરેક પરાગ કણ પ્રજનન કોષ ધરાવે છે. એક વખત ફૂલની પુષ્પયોનિમાં પહોંચતા તેનો વિકાસ થાય છે અને સ્ત્રી કેસર થકી પરાગ નલિકાનું નિર્માણ થાય છે. આ નલિકા બીજાંડ સુધી પહોંચે તે પહેલાં પુંકેસર કોષ બે ભાગમાં વહેંચાઈ જાય છે. ત્યાર બાદ નલિકામાંથી મુક્ત થઈ તે બીજાંડમાં પહોંચી જાય છે.[૪]

અમુક એકકોષી જીવાણુઓ ફૂગ આદીમાં કોષ નહોતાં માત્ર કોષ કેંદ્ર હોય છે જે પ્રજનન નલિક દ્વારા અંડ કોષ સુધી પહોંચે છે.[૪]

માનવ વીર્ય[ફેરફાર કરો]

માનવ વીર્ય કોષ એક કોષીય હોય છે, જેથી તેના ૨૩ રંગસૂત્રો માદા કોષના ૨૩ રંગસૂત્રો સાથે જોડાઈને દ્વીગુણીત કોષ બનાવી શકે.

મૂળ[ફેરફાર કરો]

વીર્યનું નિર્માણ માત્ર વૃષણમાં થાય છે અને ત્યાં જ તેમનો વિકાસ થાય છે. શુક્રાણુના શરૂઆતના નિર્માણને લગભગ ૭૦ દિવસો લાગે છે. સ્પર્મેટીડ નામના બીજા તબક્કામાં તેમની પૂંછ નિર્માણ થાય છે. છેલ્લો અને અંતિમ તબ્બકા દરમ્યાન શુક્રાણુઓનો સંપૂર્ણ વિકાસ થાય છે. આ તબક્કો ૬૦ દિવસનો હોય છે.[૮]

સીમેન નલિકાઓ, પ્રોસ્ટ્રેટ ગ્રંથિ અને યુરેથ્રલ ગ્રંથિમાં પ્રવાહી દ્રવ્ય એટલેકે "સીમેન" તૈયાર થાય છે જેમાં શુક્રાણુઓ તરે છે.

વીર્યની ગુણવત્તા[ફેરફાર કરો]

વીર્ય ગુણવત્તાને ચકાસણી માટૅ રંગયેલા શુક્રાણુઓ.

શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા આ બે બાબતો પર વીર્યની ગુણવત્તાનો આધાર રહેલો હોય છે, આને આધારે વીર્યની ફલીકરણ કરવાની શક્તિ જાણવામાં આવે છે. આમ માણસ જાતિમાટે આ નરની ફળદ્રુપતાનું પન માપન હોય છે. ઉંમરની સાથે સાથે વીર્યની અનુવાંશિક ગુણવત્તા, કદ અને ગતિશક્તિ આદિ ઘટે છે. [૯]

માનવ વીર્યની બજાર[ફેરફાર કરો]

વિશ્વની બજારમાં ડેનમાર્કમાં માનવ વીર્ય નિકાસ કરવાની નિયોજિત બજાર છે. ડેનીશ વીર્ય દાતાઓની ચડિયતી ગુણવત્તાને કારણે ત્યાં વીર્ય બજારને આવી સફળતા મળી છે.[૧૦]વળી આ રાષ્ટ્ર અન્ય યુરોપીય નોર્ડિક વંશ ધરાવતા દેશોના કાયદાથી વિપરીત આ દેશ દાતાઓને પોતાનું નામ ગ્રાહક યુગલાને જાહેર કરવાની કે ગુપ્ત રાખવાની એવી બંને છૂટ આપે છે. [૧૦] આ સથે નોર્ડિક દાતાઓ ઊંચા અને ભણેલા હોય છે. [૧૧] તેઓ પોતાના દાન પ્રત્યે નિઃસ્વાર્થ હોય છે,[૧૧] કેમકે આવા દાનનું વળતર નોર્ડિક રાષ્ટ્રોમાં ઘણું ઓછું હોય છે. વિશ્વના ૫૦થી વધુ દેશો ડેનીશ વીર્યની આયાત કરે છે જેમાં પૅરાગ્વે, કેનેડા, કેન્યા,અને હોંગકોંગ પણ શામિલ છે..[૧૦] જો કે મેડ કાઉ રોગના જોખમને કારણે યુ.એસ.એ ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને વીર્યની આયાત પર પ્રતિબંધ મુકેલો છે. જોકે આવું જોખમ નગણ્ય છે. કેમકે કૃત્રિમ વીર્ય સેચનએ મેડ કાઊ રોગના સંક્રર્મણ માર્ગથી તદ્દનો જુદો છે. [૧૨] મેડ કાઊ રોપ્ગનું સંક્રમ્ણ દસ લાખે એક જેવડું હોય છે, અને દાતાઓમાં તો એ પ્રમાણ હજી ઓછું હોય છે. સંક્રમિત પ્રોટીનએ બ્લડ ટેસ્ટીસ અવરોધ પાર કરવું પડે તે હિસાબે મેડ કાઉ સંક્રર્મણ રોકાઈ શકે.[૧૨] કૃત્રીમ વીર્ય સેચન દ્વારા મેડ કાઉ નો ચેપ લાગવાની શક્યતા એટલી જ હોય છે કે જેટલી વીજળી પડવાથી માણસના મૃત્યુ થવાની.[૧૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૬૭૭માં પ્રથમ વખત એન્ટોની વૅનલ્યુવેન હોકએ [૧૪] સૂક્ષ્મદર્શક નીચે સૌપ્રથમ વખત વીર્યનો અભ્યાસ કર્યો. તેમણે વીર્યોઅને નાના પ્રાણીઓ તરીકે વર્ણવ્યાં. કદાચ આ વિચાર તેમની પ્રફોર્મેશનીસ્મમાં વિશ્વાસને કારણે હોઈ શકે છે. આના મતે દરેક શુક્રાણુ એક સૂંપૂર્ણ સૂક્ષ્મ માનવ જેવો હોય છે..[સંદર્ભ આપો]

ગુના અન્વેષણ[ફેરફાર કરો]

કોઈ પણ પ્રકાર કે રંગની સપાટી પર સ્ખલન થયેલ દ્રવ્યો પર જાંબલી પ્રકાશમાં દેખાઈ જાય છે. [૧૫] યોનિમાંથી લેવાયેલા નમૂના ની સૂક્ષ્મદર્શક દ્વારા ક્રિસમસ ટ્રી સ્ટેઈન પદ્ધતિ જોઈ શકાય છે [૧૬] .[૧૭]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF*/
  2. Gould JE, Overstreet JW and Hanson FW (1984) Assessment of human sperm function after recovery from the female reproductive tract. Biol Reprod 31,888–894.
  3. Hewitson, Laura & Schatten, Gerald P. (2003). "The biology of fertilization in humans". A color atlas for human assisted reproduction: laboratory and clinical insights. Lippincott Williams & Wilkins. પૃષ્ઠ 3. ISBN 9780781737692. Unknown parameter |editors= ignored (|editor= suggested) (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ Raven, Peter H. (2005). Biology of Plants, 7th Edition. New York: W.H. Freeman and Company Publishers. ISBN 0-7167-1007-2. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  5. Bottino D, Mogilner A, Roberts T, Stewart M, Oster G (2002). "How nematode sperm crawl". J. Cell. Sci. 115 (Pt 2): 367–84. PMID 11839788.CS1 maint: multiple names: authors list (link)
  6. Sumbali, Geeta (2005). The Fungi. Alpha Science Int'l Ltd. ISBN 1842651536. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  7. Maheshwari R (1999). "Microconidia of Neurospora crassa". Fungal Genet. Biol. 26 (1): 1–18. doi:10.1006/fgbi.1998.1103. PMID 10072316.
  8. http://www.netdoctor.co.uk/menshealth/facts/semenandsperm.htm
  9. Gurevich, Rachel (06-10-2008). "Does Age Affect Male Fertility?". About.com:Fertility. About.com. મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2010. Check date values in: |date= (મદદ)
  10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ Assisted Reproduction in the Nordic Countries સંગ્રહિત ૨૦૦૮-૧૨-૧૭ ના રોજ વેબેક મશિન ncbio.org
  11. ૧૧.૦ ૧૧.૧ FDA Rules Block Import of Prized Danish Sperm Posted Aug 13, 08 7:37 AM CDT in World, Science & Health
  12. ૧૨.૦ ૧૨.૧ The God of Sperm સંગ્રહિત ૨૦૦૮-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન By Steven Kotler
  13. A 'BABY BJORN' SPERM CRISIS NEW YORK POST. September 16, 2007
  14. "Timeline: Assisted reproduction and birth control". CBC News. મૂળ સંગ્રહિત માંથી 2003-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-06.
  15. Anja Fiedler, Mark Benecke; et al. "Detection of Semen (Human and Boar) and Saliva on Fabrics by a Very High Powered UV-/VIS-Light Source". મૂળ માંથી 2011-11-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-10. Explicit use of et al. in: |author= (મદદ)
  16. Allery JP, Rougé D; et al. "Cytological detection of spermatozoa: comparison of three staining methods". મેળવેલ 2009-12-10. Explicit use of et al. in: |author= (મદદ)[મૃત કડી]
  17. Illinois State Police/President's DNA Initiative. "The Presidents's DNA Initiative: Semen Stain Identification: Kernechtrot" (PDF). મૂળ (PDF) માંથી 2016-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-10.