વોરન બફેટ

વિકિપીડિયામાંથી
વોરન બફેટ
Buffett speaking to students from the Kansas University School of Business, May 6, 2005
જન્મની વિગતWarren Edward Buffett
(1930-08-30) August 30, 1930 (ઉંમર 93)
Omaha, Nebraska, U.S.
રાષ્ટ્રીયતાAmerican
વ્યવસાયChairman & CEO, Berkshire Hathaway
સંતાનોSusan Alice Buffett,
Howard Graham Buffett,
Peter Andrew Buffett

વોરન એડવર્ડ બફેટ (જન્મ 30 ઓગસ્ટ, 1930) એક અમેરિકન રોકાણકાર, ઉદ્યોગપતિ, અને દાનેશ્વરી છે. તેઓ ઇતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક, પ્રાથમિક શેરહોલ્ડર અને બર્કશાયર હેથવેના સીઇઓ (CEO) છે,[૩] અને વર્ષ 2008માં ફોર્બ્સ દ્વારા અંદાજે 62 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતા.[૪] 2009માં, સખાવતી કાર્યો માટે હજારો ડોલર દાનમાં આપ્યા બાદ, બફેટ 40 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે યુનાઇટેડ સ્ટેટ્સના બીજા ક્રમના સૌથી વધુ ધનિક વ્યક્તિ હતા.[૫][૬]

બફેટને ઘણી વાર "ઓરેકલ ઓફ ઓમાહા"[૭] અથવા "સેગ ઓફ ઓમાહા"[૮] કહેવામાં આવે છે અને તેઓ મૂલ્યઆધારિત રોકાણને વળગી રહેવાની વૃત્તિ અને અઢળક સંપત્તિ હોવા છતાં તેમની વ્યક્તિગત કરકસરવૃત્તિને કારણે જાણીતા છે.[૯] બફેટ જાણીતા દાનેશ્વવરી પણ છે અને તેમણે ગેટ્સ ફાઉન્ડેશનને તેમની સંપત્તિના 85 ટકા દાનમાં આપવાનું વચન આપ્યું છે. તેઓ ગ્રિનેલ્લ કોલેજના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના એક સભ્ય તરીકે પણ સેવા આપે છે.[૧૦]

1999માં, કાર્સન ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં બફેટને પિટર લિન્ચ અને જોહ્ન ટેમ્પલ્ટનથી પણ આગળ વીસમી સદીના ટોચના મની મેનેજર જાહેર કરવામાં આવ્યા હતા.[૧૧] 2007માં, તેમને ટાઇમ્સ ના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.[૧૨]

પૂર્વજીવન[ફેરફાર કરો]

બફેટનો જન્મ નેબ્રાસ્કાના ઓમાહા ખાતે જન્મ્યા હતા, અને તેઓ લૈલા (née Stahl) અને ઉદ્યોગપતિ/રાજકારણી હાવર્ડ બફેટના એક માત્ર સંતાન હતા અને ત્રણ બાળકોમાં બીજા હતા.[૧૩] તેઓ તેમના દાદાજીના ગ્રોસરી સ્ટોર ખાતે કામ કરતા હતા. 1943માં, બફેટે પ્રથમ આવકવેરાનું રિટર્ન ભર્યુ, જેમાં સમાચારપત્ર વહેંચવાના તેમના કામમાં 35 ડોલરના ખર્ચ તરીકે તેમની સાયકલ અને ઘડીયાળને બાદ કરી.[૧૪] તેમના પિતા કોંગ્રેસ માટે પસંદગી પામ્યા ત્યાર બાદ, બફેટે વોશિંગ્ટન ડી.સી.ની વૂડરો વિલ્સન હાઇ સ્કૂલ ખાતે શિક્ષણ મેળવ્યું હતું.[૧૫] 1945માં, હાઇ સ્કૂલના પ્રથમ વર્ષમાં, બફેટ અને તેના મિત્રોએ વપરાયેલા પિનબોલ મશીનની ખરીદી કરવા માટે 25 ડોલરનો ખર્ચ કર્યો, જેને તેમણે બાર્બર શોપમાં મુક્યું. થોડા મહિનાઓમાં જ,તેમણે વિવિધ સ્થળોએ ત્રણ મશીન્સની માલિકી મેળવી લીધી. બફેટે પ્રથમ ધી વ્હોર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, (1947-49) ખાતે પોતાનું નામ નોંધાવ્યું જ્યાં તેઓ આલ્ફા સિગ્મા ફી મંડળ સાથે જોડાયા. તેમના પિતા અને કાકાઓ નેબ્રાસ્કાના ચેપ્ટરમાંથી આલ્ફા સિગ્મા ફી ભાઈઓ હતા. 1950માં, તેઓ યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કામાં તબદીલ થયા, જ્યાં તેમણે અર્થશાસ્ત્રમાં બી.એસ.ની પદવી મેળવી.[૧૬]

ચિત્ર:Phil Fisher.jpg
ફિલ ફિશર (1907–2004)

કોલમ્બિયા બિઝનેસ સ્કૂલમાં બેન્જામિન ગ્રેહામ (ધી ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર પુસ્તકના લેખક), અને ડેવિડ ડોડ, બે ખ્યાતનામ સિક્યોરિટી એનાલિસ્ટ ભણાવે છે તેવું જાણ્યા બાદ તેમણે ત્યાં પ્રવેશ મેળવ્યો. ત્યાર બાદ તેમણે 1951માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એસ. પદવી મેળવી. બફેટના પોતાના શબ્દોમાં:

હું 15 ટકા ફિશર અને 85 ટકા બેન્જામિન ગ્રેહામ છું.[૧૭]

રોકાણના પાયાના સૂત્રોમાં શેર તરફ વેપારની નજરે જૂઓ, બજારના ફેરફારને તમારા લાભમાં ફેરવો અને સલામત માર્જિનનો સમાવેશ થાય છે. જે અમને બેન ગ્રેહામે શીખવ્યું હતું. આજથી સો વર્ષો બાદ પણ તે રોકાણના પાયાના સિદ્ધાંતો બની રહેશે.[૧૮]

કારકીર્દિ[ફેરફાર કરો]

બફેટ 1951-54 દરમિયાન ઓમાહામાં બફેટ-ફોક એન્ડ કંપની માં ઇન્વેસ્ટમેન્ટ સેલ્સમેન તરીકે, 1954-1956 દરમિયાન ન્યૂ યોર્કના ગ્રેહામ-ન્યૂમેન કોર્પોરેશન માં સિક્યોરિટી એનાલિસ્ટ તરીકે, 1956-1969ના ગાળામાં ઓમાહાની બફેટ પાર્ટનરશીપ લિમિટેડ માં જનરલ પાર્ટનર તરીકે કામ કરતા હતા અને 1970થી આજ સુધી તેઓ ઓમાહાની બર્કશાયર હેથવે ઇન્કના ચેરમેન, સીઇઓ તરીકે કાર્યરત છે.

1952માં, બફેટે શોધી કાઢ્યું કે ગ્રેહામ જીઇઆઇસીઓ ઇન્શ્યોરન્સના બોર્ડના સભ્ય હતા. તેઓ શનિવારના રોજ ટ્રેનમાં બેસી વોશિંગ્ટન ડી.સી. ગયા અને દરવાજે તેમને અંદર જવાની મંજૂરી ન આપી ત્યાં સુધી જીઇઆઇસીઓ (GEICO)ના દ્વાર ખખડાવતા રહ્યા. ત્યાં તેઓ જીઇઆઇસીઓ (GEICO)ના વાઇસ પ્રેસિડેન્ટ, લોરિમોર ડેવિડસનને મળ્યા અને બંનેએ કલાકો સુધી ઇન્સ્યોરન્સ ઉદ્યોગ વિષે ચર્ચા કરી. ડેવિડસન અંતે બફેટના જીવનપર્યંતના મિત્ર બની ગયા અને તેમના પ્રભાવને[૧૯] કારણે પાછળથી ફક્ત 15 મિનીટ બાદ તેમણે જણાવ્યું હતું કે બફેટ "અદભૂત વ્યક્તિ" છે. બફેટ કોલમ્બિયાથી સ્નાતક થયા હતા અને વોલ સ્ટ્રિટમાં કામ કરવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ તેમના પિતા અને બેન ગ્રેહામ બંનેએ તેમ ન કરવા વિનંતી કરી હતી. તેમણે ગ્રેહામ માટે વિના મૂલ્યે કામ કરવાની ઓફર કરી હતી, પરંતુ ગ્રેહામે તેનો અસ્વીકાર કર્યો હતો.[૨૦]

બફેટ ઓમાહા પરત આવ્યા અને ડેલ કાર્નેગી પબ્લિક સ્પીકીંગ કોર્સ કરવા સાથે સ્ટોકબ્રોકર તરીકે કામ કરવા લાગ્યા.[સંદર્ભ આપો]તેઓ જે શીખ્યા હતા તેનો ઉપયોગ કરીને, તેઓ યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા ખાતે રાત્રી ક્લાસમાં "રોકાણ માટેના સિદ્ધાંતો" વિષય શીખવવા માટે પૂરતા આત્મવિશ્વાસુ હતા. તેમના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર પોતાના કરતા બમણાથી પણ વધારે હતી. આ સમય દરમિયાન, અન્ય રોકાણ તરીકે સિંકલેર ટેક્સાકો ગેસ સ્ટેશનની પણ ખરીદી કરી હતી. આમ છતાં, તે સફળ ઔદ્યોગિક સાહસ સાબિત થયું ન હતું.

1953માં, બફેટે સુસાન થોમ્પ્સન સાથે લગ્ન કર્યા હતા અને બીજે વર્ષે તેણીએ પ્રથમ બાળક, સુસાન એલિસ બફેટને જન્મ આપ્યો હતો. 1954માં, બફેટે બેન્જામિન ગ્રેહામ્સ પાર્ટનરશીપ ખાતે નોકરી સ્વીકારી લીધી. તેમનો શરૂઆતનો પગાર પ્રતિ વર્ષ 12,000 ડોલર હતો (વર્ષ 2008ના ડોલર પ્રમાણે આશરે 97,000 ડોલર). ત્યાં તેમણે વોલ્ટર સ્ક્લોસ સાથે ઘણું કામ કર્યું. ગ્રેહામ સાથે કામ કરવું ખૂબ અઘરી બાબત હતી. તેઓ મક્કમ રીતે માનતા હતા કે શેરની કિંમત અને તેના મૂળભૂત મૂલ્ય વચ્ચેના વિનીમયના અભ્યાસ બાદ તે સલામતીની બહોળી તક પૂરી પાડે છે. બફેટ આ દલીલથી પ્રભાવિત થયા હતા, પરંતુ તેમણે પ્રશ્ન કર્યો હતો કે માપદંડ ખૂબ કડક છે અને કંપનીને વધુ ગુણાત્મક મૂલ્ય ધરાવતા મોટા વિજેતાઓને ગુમાવવાનું નુક્શાન થઇ રહ્યું છે.[૨૦] તે સમાન વર્ષે જ બફેટને ત્યાં બીજા બાળક, હાવર્ડ ગ્રેહામ બફેટનો જન્મ થયો. 1956માં, બેન્જામિન ગ્રેહામ નિવૃત્ત થયા અને તેમની ભાગીદારી બંધ કરી દીધી. તે સમયે બફેટની વ્યક્તિગત બચત 1,74,000 ડોલર હતી અને તેમણે ઓમાહામાં ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશીપ, બફેટ પાર્ટનરશીપ લિમિટેડની શરૂઆત કરી.

1957માં બફેટ ત્રણ ભાગીદારીઓ ધરાવતા હતા, જે સમગ્ર વર્ષ દરમિયાન ચાલી હતી. તેમણે ઓમાહામાં પાંચ બેડરૂમનું સાગોળનું ઘર 31,500 ડોલરની કિંમતે ખરીદ્યુ હતું, જ્યાં તેઓ હજુ પણ રહે છે. 1958માં, બફેટના ત્રીજા સંતાન, પિટર એન્ડ્રૂ બફેટનો જન્મ થયો. બફેટે સમગ્ર વર્ષ દરમિયાન પાંચ ભાગીદારીઓનું સંચાલન કર્યું. 1959માં, સમગ્ર વર્ષ દરમિયાન ભાગીદારીઓની સંખ્યા વધીને છ થઇ અને બફેટની મુલાકાત ચાર્લિ મુંગર સાથે થઇ. 1960 સુધીમાં, બફેટ સાત ભાગીદારીઓનું સંચાલન કરતા હતા: બફેટ એસોશિએટ, બફેટ ફન્ડ, ડેકી, એમડી, ગ્લેનઓફ, મો-બફ અને અંડરવુડ. તેમણે પોતાના એક ડોક્ટર ભાગીદારને અન્ય દસ ડોક્ટરો શોધવા જણાવ્યું કે જેઓ પ્રત્યેક તેમની ભાગીદારીમાં 10,000 ડોલરનું રોકાણ કરવા તૈયાર હોય. અંતે અગિયાર સંમત થયા. 1961માં, બફેટે જાહેર કર્યું હતું કે તેમની ભાગીદારીની કુલ મિલકતોમાં સેનબોર્ન મેપ કંપની 35 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે 1958માં, સેનબોર્ન સ્ટોકનું વેચાણ ફક્ત શેરદીઠ 45 ડોલરની કિંમતે થયું હતું, જ્યારે સેનબોર્ન ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો શેરદીઠ 65 ડોલરનો હતો. તે પ્રમાણે ખરીદકર્તાઓએ સેનબોર્નના શેરની કિંમત "20 ડોલર ઓછી" આંકી હતી અને તેઓ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો માટે ડોલર પર 70 સેન્ટ્સથી વધારે ચૂકવવા માટે તૈયાર ન હતા, કેમકે મેપ બિઝનેસ કઇં ખાસ ઉકાળી શક્યો ન હતો. તેને પગલે સેનબોર્નના બોર્ડમાં તેમને સ્થાન મળ્યું હતું.

સંપત્તિના માર્ગે[ફેરફાર કરો]

1962માં, બફેટ તેમની ભાગીદારીઓને કારણે મિલિયોનેર બન્યા, જેમાં જાન્યુઆરી 1962માં 71,78,500 ડોલરની વધારાની રકમ હતી, જેમાંથી 10,25,000 ડોલર બફેટની હતી. બફેટે બધી જ ભાગીદારીઓ એક ભાગીદારીમાં ભેળવી દીધી. બફેટે ટેક્સ્ટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની, બર્કશાયર હેથવેની શોધ કરી. બફેટની ભાગીદારી શેરદીઠ 7.60 ડોલરની કિંમતે ખરીદી સાથે શરૂ થઇ હતી. 1965માં, જ્યારે બફેટની ભાગીદારીએ આક્રમક રીતે બર્કશાયરને ખરીદવાની શરૂઆત કરી, ત્યારે તેમણે શેરદીઠ 14.86 ડોલરની ચૂકવણી કરી હતી જ્યારે કંપની પાસે શેરદીઠ 19 ડોલરની કાર્યશીલ મૂડી હતી. તેમાં સ્થિર મિલકતો સમાવિષ્ટ ન હતી (ફેક્ટરી અને સાધનો). બફેટે બોર્ડની બેઠકમાં બર્કશાયર હેથવે પર અંકુશ મેળવી લીધો અને કંપનીના સંચાલન માટે કેન ચેસને નવા પ્રેસિડેન્ટ તરીકે નિમ્યા. 1966માં, બફેટે નવા નાણાં માટે ભાગીદારીને બંધ કરી. બફેટે તેમના પત્રમાં લખ્યું હતું કે:

જ્યાં સુધી એવુ નહીં લાગે કે પરિસ્થિતીમાં ફેરફાર થયો છે (કેટલીક સ્થિતી હેઠળ વધારેલી મૂડી સારૂ પરિણામ લાવશે) અથવા નવા ભાગીદાર સામાન્ય મૂડી કરતા ભાગીદારીમાં કેટલીક સંપત્તિ લાવે નહીં, ત્યાં સુધી હું બીપીએલમાં કોઇ વધારાના ભાગીદારનો સમાવેશ નહીં કરુ.

એક બીજા પત્રમાં, બફેટે ખાનગી ઉદ્યોગ - હોચશિલ્ડ, કોહ્ન એન્ડ કંપનીમાં પ્રથમ રોકાણની જાહેરાત કરી, જે બોલ્ટિમોર ડિપાર્ટમેન્ટ સ્ટોરની ખાનગી માલિકીનો હતો. 1967માં, બર્કશાયરે તેનું પહેલુ અને એકમાત્ર 10 સેન્ટ્સનું ડિવિડન્ડ ચૂકવ્યું. 1969માં, તેના સૌથી સફળ વર્ષ બાદ, બફેટે ભાગીદારીનો અંત આણ્યો અને તેમની સંપત્તિ ભાગીદારોને તબદીલ કરી દીધી. ચૂકવવામાં આવેલી મિલકતોમાં બર્કશાયર હેથવેના શેરોનો સમાવેશ થતો હતો. 1970માં, બર્કશાયર હેથવેના ચેરમેન તરીકે, બફેટે શેરહોલ્ડરોને જાણીતા વાર્ષિક પત્રો લખવાની શરૂઆત કરી. આમ છતાં, તેઓ ફક્ત 50,000 ડોલરના વાર્ષિક પગાર અને તેમની રોકાણની આવક પર જ જીવતા હતા. 1979માં, બર્કશાયરે શેરદીઠ 775 ડોલરની કિંમતે ટ્રેડિંગ શરૂ કરી 1,310 ડોલરે પૂર્ણ કર્યું. બફેટની કુલ સંપત્તિ 620 મિલિયન થઇ અને તેને પગલે તેઓ પ્રથમ વાર ફોર્બ્સ 400માં સ્થાન પામ્યા.

2006માં, બફેટે જૂનમાં એવી જાહેરાત કરી કે તેઓ બર્કશાયરમાં રહેલા પોતાના 85 ટકા હિસ્સાને ધીમેધીમે જૂલાઇ 2006થી શરૂ કરી પાંચ સંસ્થાઓને આપી દેશે. તેઓ સૌથી વધુ ફાળો બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને આપશે.[૨૧]

2007માં, શેરહોલ્ડરોને એક પત્રમાં, બફેટે જાહેરાત કરી કે તેઓ પોતાની કંપની ચલાવવા માટે યુવાન અનુગામી કે કદાચ અનુગામીઓની શોધ કરી રહ્યા હતા.[૨૨] બફેટે અગાઉ તે ભૂમિકા માટે જીઇઆઇસીઓ (Geico) ખાતે ઇન્વેસ્ટમેન્ટ્સ સંભાળી રહેલા લૌ સિમ્પ્સનની પસંદગી કરી હતી. આમ છતાં, સિમ્પ્સન બફેટ કરતા ફક્ત છ વર્ષ નાના હતા.


2008માં, બફેટ ફોર્બ્સ,[૨૩] પ્રમાણે 62 બિલિયન ડોલર અને યાહૂ પ્રમાણે 58 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સને પાછળ રાખી દઇ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા.[૨૪] બિલ ગેટ્સ સતત 13 વર્ષો સુધી ફોર્બ્સની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યા હતા.[૨૫] 11 માર્ચ, 2009ના રોજ, બિલ ગેટ્સે ફોર્બ્સ મેગેઝિનના મતે પ્રથમ ક્રમ પાછો મેળવ્યો અને બફેટ બીજા ક્રમે આવી ગયા. તેમના મૂલ્યોમાં અનુક્રમે 40 બિલિયન ડોલર અને 37 અબજ ડોલરનો ઘટાડો થયો હતો,[૨૬] બફેટે (ફોર્બ્સના મતે) 2008/2009 દરમિયાનના 12 મહિનામાં 25 બિલિયન ડોલર ગુમાવ્યા હતા.[૨૭]

હસ્તાંતરણ[ફેરફાર કરો]

  • 1973માં, બર્કશાયરે વોશિંગ્ટન પોસ્ટ કંપનીમાં શેર હસ્તગત કરવાની શરૂઆત કરી હતી. બફેટ કેથરિન ગ્રેહામના ગાઢ મિત્ર બની ગયા, જેઓ કંપની અને તેના મુખ્ય સમાચારપત્ર પર નિયંત્રણ ધરાવતા હતા અને તેઓ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય બની ગયા.
  • 1974માં, એસઇસીએ વોરન બફેટ અને બર્કશાયરે વેસ્કોના કરેલા હસ્તાંતરણમાં હિતના શક્ય સંઘર્ષને ધ્યાનમાં લઇ ઔપચારિક તપાસનો આરંભ કર્યો. તે સાબિત થઇ શક્યું નહીં.
  • 1977માં, બર્કશાયરે અપ્રત્યક્ષ રીતે 32.5 મિલિયન ડોલરમાં બફેલો ઇવનીંગ ન્યૂઝ ને ખરીદી લીધી. તેમના પ્રતિસ્પર્ધી, બફેલો કુરિયર એક્સપ્રેસ દ્વારા અવિશ્વાસના આરોપો લગાવવામાં આવ્યા. કુરિયર એક્સપ્રેસ 1982માં બંધ ન થઇ ત્યાં સુધી બંને સમાચારપત્રોએ નાણાં ગુમાવ્યા.
  • 1979માં, બર્કશાયરે એબીસી (ABC)માં સ્ટોક હસ્તગત કરવાની શરૂઆત કરી. કેપિટલ સિટીઝે 18મી માર્ચ, 1985ના રોજ 3.5 બિલિયન ડોલરમાં એબીસી (ABC)ને ખરીદવાની જાહેરાત કરીને માધ્યમ ઉદ્યોગને ચોંકાવી દીધો, કેમકે એબીસી (ABC) તે સમયે કેપિટલ સિટીઝ કરતા ચાર ગણી મોટી હતી. બર્કશાયર હેથવેના ચેરમેન વોરન બફેટે આ સોદા માટે નાણાકીય મદદ કરી અને બદલામાં સંયુક્ત કંપનીમાં 25 ટકા હિસ્સો લીધો.[૨૮] કેપિટલ સિટીઝ/એબીસી (અથવા કેપસિટીઝ/એબીસી)ના નામે ઓળખાતી આ નવી કંપનીને એફસીસી ઓનરશીપ રૂલ્સને કારણે કેટલાક સ્ટેશન્સ વેચી દેવાની ફરજ પાડવામાં આવી. આ બે કંપનીઓ સમાન બજારોમાં કેટલાક રેડિયો સ્ટેશન્સની માલિકી ધરાવતા હતા. [૨૯]
  • 1987માં, બર્કશાયર હેથવેએ સેલોમોન ઇન્કમાં 12 ટકા હિસ્સો ખરીદીને તેને સૌથી મોટી શેરહોલ્ડર અને બફેટને કંપનીના ડિરેક્ટર બનાવી દીધા. 1990માં, જોહ્ન ગટફ્રીન્ડને (સેલોમોન બ્રધર્સના પૂર્વ સીઇઓ) સાંકળતુ એક કૌભાંડ બહાર આવ્યું. એક ઠગ ટ્રેડર, પૌલ મોઝરે ટ્રેઝરી રૂલ્સ કરતા વધારે બિડ સુપરત કરી હતી. જ્યારે તે પ્રકાશમાં આવ્યુ અને ગટફ્રિન્ડના ધ્યાનમાં આવ્યું ત્યારે તેણે તાત્કાલિક ધોરણે ઠગ ટ્રેડરને બરતરફ ન કર્યો. ગટફ્રિન્ડે ઓગસ્ટ 1991માં કંપની છોડી દીધી.[૩૦] બફેટ કટોકટીભરી સ્થિતી પૂરી થઇ ત્યાં સુધી સેલોમોનના સીઇઓ બની રહ્યા; 4 સપ્ટેમ્બર, 1991ના રોજ, કોંગ્રેસ સમક્ષ તેમણે ખાતરી આપી.[૩૧]
  • 1988માં, બફેટે કોકા-કોલા કંપનીમાં શેર ખરીદવાની શરૂઆત કરી, અંતે તેમણે 1.02 બિલિયન ડોલરમાં કંપનીના 7 ટકા શેર ખરીદી લીધા. બર્કશાયરના સૌથી વધુ વળતર અપાવનારા રોકાણોમાંનું આ એક હતું, અને તે હજુ પણ તેમાં રોકાણ ધરાવે છે.
  • 2002માં, બફેટે અન્ય ચલણોની સામે યુ.એસ. ડોલર પૂરા પાડવા માટે 11 બિલિયન ડોલરના ફોરવર્ડ કોન્ટ્રેક્ટસ કર્યા. એપ્રિલ 2006 સુધીમાં, આ કોન્ટ્રેક્ટ્સ પરની તેમની કુલ આવક 2 બિલિયન ડોલરથી વધારે હતી.
  • 1998માં, તેમણે જનરલ રીને હસ્તગત કરી, (સ્ટોક માટે ખૂબ ઓછા બનતા પ્રસંગમાં). 2002માં, બફેટ AIG ખાતે મોરિસ આર. ગ્રીનબર્ગ સાથે જોડાઇ ગયા, જ્યાં જનરલ રી રિઇન્સ્યોરન્સ પૂરા પાડતી હતી. 15 માર્ચ, 2005ના રોજ, AIGના બોર્ડે ન્યૂ યોર્કના એટર્ની જનરલ ઓફ સ્ટેટ, ઇલિયટ સ્પીત્ઝરની ટીકાને પગલે ગ્રીનબર્ગને ચેરમેન અને સીઇઓના પદેથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી. 9 ફેબ્રુઆરી, 2006ના રોજ, AIG અને ન્યૂયોર્ક સ્ટેટ એટર્ની જનરલનું કાર્યાલય પતાવટ કરવા સંમત થયું હતું, જેમાં AIG 1.6 બિલિયન ડોલરનો દંડ ભરશે.[૩૨]
  • 2009માં, વોરન બફેટ સ્વિસ રીની ઇક્વિટી મૂડીમાં વધારો કરવાના ભાગરૂપે 2.6 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.[૩૩][૩૪] બર્કશાયર હેથવે 20 ટકાથી વધુની માલિકી મેળવવાના હક સાથે અગાઉથી 3 ટકા હિસ્સો ધરાવે છે.[૩૫]

2000ના દાયકાના અંત ભાગમાં મંદી[ફેરફાર કરો]

  • 2000ના દાયકાના અંત સમયની મંદીના એક ભાગ વર્ષ 2007-08ની સબપ્રાઇમ કટોકટી દરમિયાન બફેટની ટીકા[૩૬] થઇ હતી કે તેમણે ખૂબ જલ્દી મૂડીની વહેંચણી કરી હતી અને તેને પગલે ઓછા શ્રેષ્ઠ સોદા થયા હતા. “અમેરિકન ખરીદો. હું છું.” તાજેતરમાં જ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં વોરન બફેટનો અભિપ્રાય દર્શાવતો આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. [૩૭]
  • બફેટની બર્કશાયર હેથવેએ 2008ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કમાણીમાં 77 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો અને તેના તાજેતરના કેટલાક સોદાઓ પણ જંગી માર્ક-ટુ-માર્કેટ ખોટ સાથે થઇ રહ્યા હોવાનું મનાય છે.[૩૯]
  • બર્કશાયર હેથવેએ ગોલ્ડમેન સેક્સના 10 ટકા પરપેચ્યુઅલ પ્રિફર્ડ સ્ટોક હસ્તગત કર્યો.[૪૦] બફેટના કેટલાક ઇન્ડેક્સ પુટ ઓપ્શન્સ કે તેમણે જે વેચી દીધા હતા તે હાલમાં 6.73 બિલિયન ડોલરના માર્ક-ટુ-માર્કેટ ખોટથી ચાલી રહ્યા છે.[૪૧] ભવિષ્યના નુક્શાનના અંદાજને કારણે એસઇસીએ એવી માગ કરી કે બર્કશાયરે કોન્ટ્રેક્ટ્સના મૂલ્યના ઉપયોગ માટેના પરિબળોમાં વધુ જંગી ડિસ્ક્લોઝર કર્યું છે.[૪૧]
  • બફેટે ડાઉ કેમિકલને 18.8 બિલિયન ડોલરના રોહ્મ એન્ડ હાસના હસ્તાંતરણ માટે મદદ કરી હતી. આથી તેઓ તેમની બર્કશાયર હેથવે સાથે વિસ્તૃત કરાયેલા જૂથમાં સૌથી મોટા શેરહોલ્ડર બની ગયા, જેણે 3 બિલિયન ડોલર પૂરા પાડ્યા હતા અને દેવા અને ઇક્વિટી બજારની હાલની કટોકટી દરમિયાન તેમની મહત્ત્વની ભૂમિકાને ઉજાગર કરી.[૪૨]
  • ઓક્ટોબર 2008માં, માધ્યમોમાં આવ્યું કે વોરન બફેટ જનરલ ઇલેક્ટ્રીક (GE) પ્રિફર્ડ સ્ટોક ખરીદવા માટે સંમત થયા હતા.[૪૩] તેમાં વધારાના વિશેષ લાભો હતા: તેમને આવતા પાંચ વર્ષોમાં 22.25 ડોલરમાં 3 બિલિયન GE ખરીદવાનો વિકલ્પ મળ્યો, અને 10 ટકા ડિવિડન્ડ પણ મળ્યું (ત્રણ વર્ષમાં મેળવવાપાત્ર). ફેબ્રુઆરી 2009માં, વોરન બફેટે પોતાના પોર્ટફોલિયોમાંથી પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કંપની, અને જ્હોન્સન એન્ડ જ્હોન્સનમાંથી પોતાનો હિસ્સો વેચી દીધો.[૪૪]
  • ખોટા સમયના સૂચનો ઉપરાંત, 1998માં 86 ડોલરની ટોચે પહોંચેલા કોલાકોલા કંપનીના (NYSE:KO) શેર સહિતના બર્કશાયરના મોટા હોલ્ડીંગ્ઝ રાખવાના ડહાપણ સામે કેટલાક પ્રશ્નો ઉઠ્યા હતા. બફેટે 2004ના કંપનીના વાર્ષિક અહેવાલમાં શેરનું વેચાણ ક્યારે કરવું એ અંગે સમસ્યા હોવા અંગે ચર્ચા કરી: "કોઇ વ્યક્તિ દૂરથી સ્થિતીને જૂએ ત્યારે તેને હંમેશા બધુ સરળ લાગતું હોય છે. કમનસીબે, આમ છતાં, આ એક વિન્ડશિલ્ડ છે જેના દ્વારા રોકાણકારોએ રક્ષણ મેળવવું જોઇએ, અને તે ગ્લાસ આગળ ધુમ્મસ આવી ગયું છે."[૪૫] માર્ચ 2009માં, બફેટે કેબલ ટેલિવિઝનની મુલાકાતમાં જણાવ્યું હતું કે અર્થતંત્ર તેની "ટોચેથી નીચે આવી ગયું છે... ફક્ત અર્થતંત્ર જ ગર્તામાં ધકેલાઇ ગયું છે તેવુ નથી, લોકોએ પણ મેં ક્યારેય ન જોઇ હોય તેવી ટેવો અપનાવી લીધી છે." આ ઉપરાંત, બફેટે એવો ભય વ્યક્ત કર્યો હતો કે ફુગાવો વર્ષ 1970ની સપાટીએ ફરી પહોંચશે, જેના કારણે નિષ્ક્રીયતા આવી ગઇ હતી અને વર્ષો સુધી એવી સ્થિતી રહી હતી.[૪૬][૪૭]
  • 2009માં, બફેટે તેના કોનોકોફિલીપમાં રહેલા નિષ્ફળ રોકાણને વેચી દીધુ અને શેરહોલ્ડરોને જણાવ્યું "જ્યારે ઓઇલ અને ગેસની કિંમતો તેની ટોચની સપાટીની નજીક હતી ત્યારે મેં કોનોકોફિલીપનનો જંગી સ્ટોક ખરીદ્યો હતો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ઉર્જાની કિંમતોમાં નાટકીય રીતે ઘટાડો થશે, જેમ છેલ્લા અડધા વર્ષમાં બન્યું છે. હું હજુ પણ એવું માનું છું કે ભવિષ્યમાં ઓઇલની કિંમતો હાલની 40-50 ડોલરની સપાટીથી ઘણી ઉંચી જશે. પરંતુ અત્યાર સુધીમાં હું ખોટો સાબિત થયો છું. તેની કિંમતોમાં જો વધારો થશે તો પણ ખોટા સમયે કરવામાં આવેલી ખરીદીને કારણે બર્કશાયરને ઘણા બિલિયન ડોલરનું નુક્સાન થયું છે."[૪૮]
  • 2009 - બર્લિંગ્ટન નોર્ધર્ન સાન્ટા એફઇ રેલવે (BNSF સાથેનું સૂચિત મર્જર, BNSF શેરહોલ્ડરોની 2010ના પ્રથમ ત્રિમાસિક ગાળાની મંજૂરી બાદ શક્ય બન્યું. આ સોદાનું મૂલ્ય આશરે 34 બિલિયન ડોલર હતું અને અગાઉના આશરે 22 ટકા હિસ્સામાં વધારાનો નિર્દેશ કરતો હતો.
  • 2009માં વેરિસ્ક સ્ટોક હસ્તાંતરણ- વેરિસ્કે(આઇએસઓ [ઇન્સ્યોરન્સ સર્વિસીઝ ઓફિસ]) મૂડીબજારમાં પ્રવેશ કર્યો તે અગાઉ બફેટ પાંચ ટકા માલિકી ધરાવતા હતા. મેં 2009માં જ્યારે વેરિસ્કે બજારમાં પ્રવેશ કર્યો ત્યારે બફેટે વધુ છ ટકા શેરની ખરીદી કરી.

અંગત જીવન[ફેરફાર કરો]

બફેટ 1952માં સુસાન થોમ્પ્સનને પરણ્યા હતા. તેમને સુસી, હાવર્ડ અને પિટર એમ ત્રણ સંતાનો હતા. 1977થી બંનેએ અલગ રહેવાની શરૂઆત કરી હોવા છતાં 2004માં તેણીનું મૃત્યુ ન થયું ત્યાં સુધી તેઓ પરિણીત રહ્યા. તેમની દિકરી, સુસી ઓમાહામાં રહે છે અને સુસાન એ. બફેટ ફાઉન્ડેશન દ્વારા સખાવતી કાર્યો કરે છે અને તેણી ગર્લ્સ, ઇન્કની નેશનલ બોર્ડ મેમ્બર છે. 2006માં, તેમના છોત્તેરમા જન્મદિને, તેમના લાંબા સમયની અપરિણીત સાથી ઓસ્ટ્રીડ મેન્ક્સને પરણ્યા, જેમની ઉંમર 60 વર્ષ હતી. 1977માં તેમના પત્ની છોડીને સાન ફ્રાન્સિસ્કો ગયા ત્યારથી તેણી તેમની સાથે રહેતી હતી.[૪૯] સુસાન બફેટ ગાયક તરીકે કારકીર્દિ માટે ઓમાહા છોડતા હતા ત્યારે તેણીએ જ આ બંનેને મેળવવાનું કાર્ય કર્યું. ત્રણેય એકબીજાની ખૂબ નજીક હતા અને મિત્રોને હોલિડે કાર્ડ્સમાં નીચે "વોરન, સુસી અને ઓસ્ટ્રીડ" લખતા.[૫૦] સુસાન બફેટના મૃત્યુના થોડા સમય પહેલા જ તેણીએ ચાર્લિ રોઝ શોમાં મુલાકાત દરમિયાન આ સંબંધ વિષે થોડી ચર્ચા કરી હતી, જે બફેટની અંગત જિંદગી વિષે ભાગ્યે જ જાણવા મળેલી વાતો હતી.[૫૧]

2006ની તેમનો વાર્ષિક પગાર આશરે 1,00,000 ડોલર હતો, જે સમકક્ષ કંપનીઓના વરિષ્ઠ એક્ઝિક્યુટીવના મહેનતાણાની સરખામણીએ ઘણો ઓછો હતો.[૫૨] 2007 અને 2008માં, તેમણે કુલ 1,75,000 ડોલરની કમાણી કરી હતી, જેમાં 1,00,000 ડોલરના મૂળ પગારનો સમાવેશ થાય છે.[૫૩][૫૪] તેઓ હાલમાં ઓમાહાની નજીક આવેલા ડન્ડી ખાતે એ જ ઘરમાં રહે છે, જે તેમણે 1958માં 31,500 ડોલરમાં ખરીદ્યુ હતું, આજે તેમની કિંમત આશરે 70,000 ડોલર છે (જોકે તેઓ કેલિફોર્નિયાના લગુના બિચ ખાતે 4 મિલિયન ડોલરનું ઘર ધરાવે છે).[૫૫] 1989માં ખાનગી જેટ પર બર્કશાયરના ભંડોળમાંથી આશરે 10 મિલિયન ડોલરનો[૫૬] ખર્ચ કર્યા બાદ, બફેટે સંકોચપૂર્વક તેને "ધી ઇનડિફેન્સિબલ " નામ આપ્યું. અન્ય સીઇઓ દ્વારા અગાઉ આ પ્રકારની કરવામાં આવેલી ખરીદીની તેમણે કરેલી ટીકા અને જાહેર વાહનવ્યવહારનો વધુ ઉપયોગ કરવાના તેમના ઇતિહાસનો ભંગ આ કાર્યને કારણે થયો.[૫૭]

તેઓ કાર્ડની રમત બ્રિજના ઉત્સુક ખેલાડી બની રહ્યા, જે તેમણે શેરોન ઓબ્સર્ગ પાસેથી શીખી હતી અને તેઓ તેણી તેમજ બિલ ગેટ્સ સાથે રમતા હતા.[૫૮] તેઓ સપ્તાહમાં 12 કલાક આ રમત રમવા પાછળ ગાળતા.[૫૯] 2006માં, તેમણે બફેટ કપ માટે બ્રિજની મેચનું આયોજન કર્યું હતું. ગોલ્ફની રમતમાં યોજાતા રાઇડર કપની જેમ, સમાન શહેરમાં યુનાઇટેડ સ્ટેટ્સ તરફના બ્રિજના બાર ખેલાડીઓની ટીમ કાર્યક્રમમાં યુરોપના લોકોના બાર ખેલાડીઓ સાથે ટકરાઇ.

વોરન બફેટે ડીઆઇસી એન્ટરટેઇન્મેન્ટ અને ત્યાર બાદ એ સ્ક્વોર્ડ એન્ટરટેઇન્મેન્ટના એન્ડી હાવર્ડ સાથે તથા ક્રિસ્ટોફર વેબર સાથે એનિમેટેડ શ્રેણી પર કામ કર્યું. આ શ્રેણીમાં બફેટ અને મુંગરને દર્શાવવામાં આવતા હતા અને તેઓ બાળકોને જીવનની યોગ્ય નાણાકીય ટેવો વિષે શીખવી રહ્યા હતા.[૬૦][૬૧]

બફેટ પ્રેસ્બિટેરિઅન ગણાતા હતા, પરંતુ જ્યારે ધાર્મિક માન્યતાઓની વાત આવે છે ત્યારે તેઓ પોતાને અજ્ઞેયવાદી[૬૨] ગણાવતા હતા. ડિસેમ્બર 2006માં, એવું નોંધાયુ હતું કે બફેટ સેલ ફોન રાખતા નથી, તેમના ડેસ્ક પર કોમ્પ્યુટર નથી અને તેઓ પોતાની ઓટોમોબાઇલ[૬૩] કેડિલ્લેક ડીટીએસ જાતે ચલાવે છે.[૬૪]

બફેટ ચાઇનીઝ લેબલ ટ્રેન્ડ્ઝના ટેલર દ્વારા બનાવેલા સૂટ પહેરે છે; અગાઉ તેઓ એર્મનોગિલ્ડો ઝેગના પહેરતા હતા.[૬૫]

વંશાવલિ[ફેરફાર કરો]

બફેટના ડીએનએ અહેવાલોમાં એવું બહાર આવ્યું કે પિતૃપક્ષના પૂર્વજો મૂળ ઉત્તર સ્કેન્ડીનેવિયાના હતા, જ્યારે તેમના માતૃપક્ષના પૂર્વજો મોટે ભાગે આઇબેરિયા અથવા એસ્ટોનિયામાં મૂળ ધરાવતા હતા.[૬૬] માતા તરફથી, તેઓ ગાયક હેરી ચેપિનના[૬૭] દૂરના પિતરાઇ ભાઈ છે. આ બાબતે ઘણા બધા સૂચનોની વિપરીત, અને તેમના કુટુંબ વચ્ચે ઉભી થયેલી અનિયમિત મિત્રતા હોવા છતાં, વોરન બફેટને જાણીતા ગાયક જીમ્મી બફેટ સાથે કોઇ સ્પષ્ટ સંબંધો ન હતા.


રાજકારણ[ફેરફાર કરો]

ઘણા વર્ષો સુધી રાજકારણમાં ફાળો આપ્યા ઉપરાંત, બફેટે બરાક ઓબામાના પ્રેસિડેન્સિયલ કેમ્પેઇનને પુષ્ટિ આપી અને કેમ્પેઇન માટે ફાળો આપ્યો. 2 જૂલાઇ, 2008ના રોજ, બફેટે ઓબામાની ઝૂંબેશ માટે ઓબામાના નેશનલ ફાઇનાન્સ ચેર, પેની પ્રિટ્ઝકર અને તેમના પતિ તેમજ ઓબામાના સલાહકાર વેલેરિ જેરેટ્ટ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે પ્લેટદીઠ 28,500 ડોલરના કાર્યક્રમમાં હાજરી આપી હતી.[૬૮] બફેટે પ્રેસિડેન્ટના પદ માટે ઓબામાને ટેકો આપ્યો, અને સૂચવ્યું કે સામાજિક ન્યાય અંગેના જ્હોન મેકકેઇનના વિચારો પોતાના વિચારોથી ઘણા અલગ હતા અને બફેટ પોતાની પસંદગી બદલે તે માટે "લબૉટમિ"ની જરૂર પડશે.[૬૯] બીજી 2008ની યુએસ પ્રેસિડેન્સીયલ ડિબેટ દરમિયાન, પ્રેસિડેન્સીયલ ડિબેટના મિડીયેટર ટોમ બ્રોકો દ્વારા પ્રશ્ન પૂછાયા બાદ, ઉમેદવારો જ્હોન મેકકેઇન અને બરાક ઓબામા બંનેએ ભવિષ્યના શક્ય સેક્રેટરી ઓફ ધી ટ્રેઝરી તરીકે બફેટનું નામ આપ્યું હતું.[૭૦] પાછળથી, ત્રીજી અને અંતિમ પ્રેસિડેન્સીયલ ડિબેટમાં, ઓબામાએ બફેટને સંભવિત આર્થિક સલાહકાર ગણાવ્યા.[૭૧] બફેટ કેલિફોર્નિયાના રિપબ્લીકન ગવર્નર આર્નોલ્ડ સ્વાર્ઝનેગરના 2003ની ચૂંટણી ઝુંબેશ દરમિયાન નાણાકીય સલાહકાર પણ હતા.[૭૨]


લખાણો[ફેરફાર કરો]

વોરન બફેટના લખાણોમાં તેમના વાર્ષિક અહેવાલો અને વિવિધ લેખોનો સમાવેશ થાય છે.


તેમણે ફુગાવાની વિનાશક અસરો અંગે ચેતવણી આપી હતી:

The arithmetic makes it plain that inflation is a far more devastating tax than anything that has been enacted by our legislatures. The inflation tax has a fantastic ability to simply consume capital. It makes no difference to a widow with her savings in a 5 percent passbook account whether she pays 100 percent income tax on her interest income during a period of zero inflation, or pays no income taxes during years of 5 percent inflation.[૭૩]


ધી સુપરઇન્વેસ્ટર્સ ઓફ ગ્રેહામ-એન્ડ-ડોડ્સવિલ્લે શીર્ષક હેઠળના લેખમાં, બફેટે ગ્રેહામ એન્ડ ડોડ વેલ્યુ ઇન્વેસ્ટીંગ સ્કૂલના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પર પ્રકાશ ફેંકીને એસએન્ડપી 500ને પછાડનારા એફિસીયન્ટ-માર્કેટ હાઇપોથિસીસનું ખંડન કરીને તેને એક "માત્ર અકસ્માત" ગણાવ્યો. બફેટે પોતાના ઉપરાંત, વોલ્ટર જે. સ્ક્લોસ, ટોમ નેપ, એડ એન્ડરસન (ટ્વીડી, બ્રાઉન ઇન્ક.), બિલ રૂએન (સિક્વોઇયા ફન્ડ, ઇન્ક.), ચાર્લ્સ મંગર (બફેટના બર્કશાયરના પોતાના ભાગીદાર), રિક ગુરિન (પેસિફીક પાર્ટનર્સ, લિમિટેડ), અને સ્ટેન પર્લમિટર (પર્લમિટર ઇન્વેસ્ટમેન્ટ્સ)ના નામ આપ્યા.[૭૪]


નવેમ્બર 1999ના તેમના ફોર્ચ્યુન લેખમાં, તેમણે રોકાણકારોની અવાસ્તવિક અપેક્ષાઓ માટે ચેતવણી આપી:

Let me summarize what I've been saying about the stock market: I think it's very hard to come up with a persuasive case that equities will over the next 17 years perform anything like--anything like--they've performed in the past 17. If I had to pick the most probable return, from appreciation and dividends combined, that investors in aggregate--repeat, aggregate--would earn in a world of constant interest rates, 2% inflation, and those ever hurtful frictional costs, it would be 6%.[૭૫]


દાનવૃત્તિ[ફેરફાર કરો]

વર્ષ 1988 બાદના વોરન બફેટના તેમની સંપત્તિ અને શા માટે તેઓ તેની ફરી ફાળવણી કરવા માગે છે, તે અંગેના નીચેના નિવેદનો છે:

I don't have a problem with guilt about money. The way I see it is that my money represents an enormous number of claim checks on society. It's like I have these little pieces of paper that I can turn into consumption. If I wanted to, I could hire 10,000 people to do nothing but paint my picture every day for the rest of my life. And the GDP would go up. But the utility of the product would be zilch, and I would be keeping those 10,000 people from doing AIDS research, or teaching, or nursing. I don't do that though. I don't use very many of those claim checks. There's nothing material I want very much. And I'm going to give virtually all of those claim checks to charity when my wife and I die. (Lowe 1997:165–166)

એનવાય ટાઇમ્સ ના લેખમાંથી: "હું વારસાગત સંપત્તિમાં માનતો નથી," વોરન બફેટે ભાગ્યશાળી ધનિક જૂથના સભ્યો કે જેઓ ધનિક સ્થિતીમાં ઉછરેલા લોકોને ધ્યાનમાં લઇ તેમ જણાવ્યું હતું."[૭૬] બફેટે તેમની માન્યતા વિષે વારંવાર જણાવ્યું હતું, બજારના અર્થતંત્રમાં, ધનિકોને તેમની યોગ્યતાનું વધારે પડતું વળતર મળે છે:

A market economy creates some lopsided payoffs to participants. The right endowment of vocal chords, anatomical structure, physical strength, or mental powers can produce enormous piles of claim checks (stocks, bonds, and other forms of capital) on future national output. Proper selection of ancestors similarly can result in lifetime supplies of such tickets upon birth. If zero real investment returns diverted a bit greater portion of the national output from such stockholders to equally worthy and hardworking citizens lacking jackpot-producing talents, it would seem unlikely to pose such an insult to an equitable world as to risk Divine Intervention.[૭૭]

તેમના બાળકોને વારસામાં સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો પ્રાપ્ત નહીં થાય. એક પેઢીથી બીજી પેઢીને તબદીલ કરવામાં આવતી જંગી સંપત્તિ સામેના તેમનો વિરોધ દર્શાવતા તેમના કાર્યો પણ નિવેદનોને ટેકો આપતા હતા.[૭૮] બફેટે એક વાર ટિપ્પણી કરી હતી, "હું મારા બાળકોને પૂરતું આપીશ કે જેથી તેમને એવું લાગે કે તેઓ કઇંક કરી શકે છે, પરંતુ એટલું બધુ નહીં આપુ કે જેથી તેમને એવું લાગે છે કે કઇ નથી કરવું".[૭૯]

  • 2007માં, તેમણે પોતાની સાથે બપોરનું ભોજન લેવાની તકની હરાજી કરી અને સખાવતી કાર્ય માટે 6,50,100 ડોલરની અંતિમ બિડ મેળવી.[૮૨]
  • બફેટે અગાઉ કરેલા નિવેદનથી આ બાબત ઘણી વિરૂદ્ધ હતી, તેમણે અગાઉ જણાવ્યું હતું કે તેમની મોટા ભાગની સંપત્તિ બફેટ ફાઉન્ડેશનને આપી દેશે.[૮૮] 2.6 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી તેમની પત્નીની મિલકત તેણીના 2004માં થયેલા મૃત્યુ બાદ તે સંસ્થામાં આપવામાં આવી હતી.[૮૯] તેમણે વોશિંગ્ટનમાં ન્યુક્લિઅર થ્રેટ ઇનિશીયેટીવને પણ 50 મિલિયન ડોલરની જામિનગીરી આપી હતી, જ્યાં તેઓ 2002થી સલાહકાર તરીકે કાર્ય કરે છે.[૯૦]

જાહેર પ્રતિષ્ઠાઓ[ફેરફાર કરો]

બફેટના વક્તવ્યો ઉદ્યોગની ચર્ચા સાથે રમૂજના મિશ્રણ માટે જાણીતા હતા. પ્રત્યેક વર્ષે, બફેટ નેબ્રાસ્કાના ઓમાહા ખાતે આવેલા ક્વેસ્ટ સેન્ટરમાં બર્કશાયર હેથવેના શેરહોલ્ડરોની વાર્ષિક બેઠકનું નિયમન કરે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને વિદેશના આશરે 20,000 મુલાકાતીઓને ખેંચી લાવે છે, જેને "વુડસ્ટોક ઓફ કેપિટાલિઝમ"નું ઉપનામ પણ આપવામાં આવ્યું છે.[૯૩] બફેટ દ્વારા તૈયાર કરવામાં આવેલા અને શેરહોલ્ડરોને મોકલવામાં આવતા વાર્ષિક અહેવાલો અને પત્રોને ઘણી વાર નાણાકીય માધ્યમોમાં સ્થાન મળે છે. બફેટનું લેખન બાઇબલથી માંડી મે વેસ્ટ સુધીના લોકોના સાહિત્યીક અવતરણો,[૯૪] તેમજ મિડવેસ્ટર્ન સલાહો, અને સંખ્યાબંધ ટુચકાઓ માટે જાણીતું છે. વિવિધ વેબસાઇટ્સ બફેટના મૂલ્યોના વખાણ કરે છે, જ્યારે અન્ય બફેટના બિઝનેસ મોડેલને વખોડી કાઢે છે અને તેમની રોકાણ અંગેની સલાહો અને નિર્ણયોને નકારે છે.

બફેટ અને તમાકુ[ફેરફાર કરો]

1987માં આરજેઆર નેબિસ્કો, ઇન્ક. શત્રુતાભર્યા ટેકઓવર સમયે, બફેટે જ્હોન ગટફ્રિડને કહેતા હતા:

I’ll tell you why I like the cigarette business. It costs a penny to make. Sell it for a dollar. It’s addictive. And there’s fantastic brand loyalty.[૯૫]

બર્કશાયર હેથવે ઇન્ક.ની 1994ની વાર્ષિક બેઠકને સંબોધતા, બફેટે જણાવ્યું હતું કે તમાકુમાં રોકાણ એ:

fraught with questions that relate to societal attitudes and those of the present administration. I would not like to have a significant percentage of my net worth invested in tobacco businesses. The economy of the business may be fine, but that doesn't mean it has a bright future.[૯૬]

બફેટ અને કોલસો[ફેરફાર કરો]

2007માં, બફેટે તેની મિડઅમેરિકન એનર્જી કંપનીની પેટાકંપની, પેસિફીકોર્પે છ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને રદ કર્યા. જેમાં ઉતાહના ઇન્ટરમાઉન્ટેન પાવર પ્રોજેક્ટ યુનિટ 3, જીમ બ્રિજર યુનિટ 5, અને ચાર સૂચિત પ્લાન્ટ્સ કે જેને અગાઉ પેસિફીકોર્પના ઇન્ટીગ્રેટેડે રિસોર્સ પ્લાનમાં સમાવવામાં આવ્યા હતા તેનો સમાવેશ થાય છે. નિયામકો અને નાગરિકોના જૂથ તરફના દબાણને કારણે તેને રદ કરવામાં આવ્યું હતું, જેમાં સોલ્ટ લેક સિટી કોમર્સિયલ રિયલ એસ્ટેટ બ્રોકર એલેક્ઝાન્ડર લોફ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીનો સમાવેશ થાય છે. બફેટને લખેલા એક પત્રમાં પોતાને નાગરિકોનું જૂથ, ઉદ્યોગોના માલિકો અને સંચાલકો, સેવા આપતા વ્યાવસાયિકો, સરકારી અધિકારીઓ, સંસ્થાના પ્રતિનિધીઓ....મિત્રો અને ઉતાહના નવા ગ્રાહકો ગણાવતા 1,600 અરજદારોએ જણાવ્યું કે, તેમના મતે, ઉતાહમાં કોલસાના ઉત્પાદન માટે કોઇ પણ પ્રકારનું વિસ્તરણ "અમારા આરોગ્ય સાથે ચેડા સમાન હશે, અમારી દ્રષ્ટિને ઝાંખી બનાવી દેશે, પાણીને દૂષિત કરશે તેમજ અમારા સ્નો પેક પર જોખમકારક બનશે," આથી " આ સ્થળ પ્રત્યેનું અમારૂ આકર્ષણ ઓછુ થશે અને કામ પ્રત્યે જોખમ ઉભુ થશે, અને તેને પગલે મુખ્ય મેટ્રો તરીકે અમારી આર્થિક સ્પર્ધાત્મકતા પણ જોખમાશે તથા આમારી આવક અને સંપત્તિના મૂલ્યમાં પણ ઘટાડો નોંધાશે."[૯૭]

ક્લેમેથ નદી[ફેરફાર કરો]

અમેરિકન ભારતીય સમૂહ અને દરિયાઇ માછીમારોએ ક્લેમેથ નદી પરથી ચાર હાઇડ્રોઇલેક્ટ્રીક બંધોને દૂર કરવાની દરખાસ્ત માટે વોરન બફેટ પાસેથી ટેકાની માગ કરી. તેમણે ડેવિડ સોકોલને જવાબ આપ્યો કે FERC આ અંગે નિર્ણય લેશે.[૯૮][૯૯]

વેપાર ખાધ[ફેરફાર કરો]

બફેટે એવો મત દર્શાવ્યો કે યુનાઇટેડ સ્ટેટ્સની વધતી જતી વેપાર ખાધ યુ.એસ. ડોલર અને યુ.એસ. અસ્ક્યામતોનું અવમૂલ્યન કરશે. તેઓ માને છે કે યુ.એસ.ની અસ્ક્યામતોની મોટે પાયે માલિકી વિદેશી લોકોના હાથમાં આપવામાં આવતી હોવાને પરિણામે, યુ.એસ. ડોલર લાંબા ગાળે પોતાનું મૂલ્ય ગુમાવશે.

માર્ચ 2005માં, શેરહોલ્ડરોને લખેલા એક પત્રમાં, વોરન બફેટે એવી આગાહી કરી હતી કે આવતા 10 વર્ષના સમયગાળામાં યુ.એસ.ના બહારના લોકોની કુલ માલિકી વધીને 11 ટ્રિલીયન ડોલર થઇ જશે. "અમેરિકનો ... વિદેશમાં રહેલા તેમના લેણદારો અને માલિકોને કાયમ માટે ખંડણી આપતા હશે તે વિચારથી તેઓ ગુસ્સે થતા હશે. દેશ કે જે હવે 'ઓનરશીપ સોસાયટીની મહત્ત્વકાંક્ષા સેવી રહ્યો છે તે તેમાં ખુશી મેળવી નહીં શકે અને શેરક્રોપીંગ સોસાયટી પર ભાર મુકવાની પ્રવૃત્તિને હું અતિશયોક્તિ ગણાવીશ'." લેખક એન પેટ્ટિફોરે તેમના લેખનમાં આ બાબતને સ્થાન આપ્યુ અને જણાવ્યું: તેઓ સાચા છે. આથી હવે ફક્ત બેન્કો અને ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્ઝની નાદારી તથા આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાના તૂટી પડવાની જ નહી, પરંતુ શેરક્રોપર સોસાયટીથી પણ ભય પામવાની જરૂર છે."[૧૦૦]

ડોલર અને સોનું[ફેરફાર કરો]

બફેટે 2002માં પ્રથમ વખત વિદેશી ચલણના બજારમાં પ્રવેશ કર્યો. આમ છતાં, વ્યાજદરોમાં થતા ફેરફારથી હોલ્ડીંગ કરન્સી કોન્ટ્રેક્ટ્સના ખર્ચમાં વધારો થવાથી 2005માં તેના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. બફેટ સતત ડોલર માટે મંદીનું વલણ ધરાવે છે અને જણાવે છે કે તે યુનાઇટેડ સ્ટેટ્સની બહારથી આવકનો નોંધપાત્ર હિસ્સો મેળવતી કંપનીઓના હસ્તાંતરણ તરફ તેઓ નજર કરી રહ્યા છે.

બફેટે 1998માં હાર્વર્ડ ખાતે યુએસડી માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડના બિન-ઉત્પાદક મુદ્દાઓ પર ભાર મુક્યો:

It gets dug out of the ground in Africa, or someplace. Then we melt it down, dig another hole, bury it again and pay people to stand around guarding it. It has no utility. Anyone watching from Mars would be scratching their head.

1977માં બફેટ શેર, સોનું, ખેતીની જમીન, અને ફુગાવા વિષે બોલતા જોવા મળ્યા:

stocks are probably still the best of all the poor alternatives in an era of inflation—at least they are if you buy in at appropriate prices.[૧૦૧]

કરવેરા[ફેરફાર કરો]

બફેટે જણાવ્યું હતું કે તેમણે 2006ની (48.1 મિલિયન ડોલર) આવક માટે 19 ટકા કુલ ફેડરલ ટેક્સીસની ચૂકવણી કરી હતી (ડિવિડન્ડ્સ અને મૂડી નફો હોવા છતાં), જ્યારે તેમના કર્મચારીઓએ ઓછી કમાણી કરી હોવા છતાં 33 ટકા કર ભર્યો હતો.[૧૦૨] બીજી તરફ 2008માં, બર્કશાયર હેથવેએ 7.5 બિલિયન ડોલરની કમાણી સામે 1.9 બિલિયન ડોલર ફેડરલ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ચૂકવ્યો હતો (ફક્ત ફેડરલ ટેક્સમાં 26 ટકાની વધારે).[૧૦૩] બફેટે એવું કહેતા ઇન્હેરીટન્સ ટેક્સની તરફેણ કરી હતી કે "2020ના ઓલમ્પિકની ટીમ માટે 2000 ઓલમ્પિક્સના ગોલ્ડ-મેડલ વિજેતાના મોટા સંતાનોને પસંદ કરવા સમાન આ બાબત છે".[૧૦૪] 2007માં, બફેટે સેનેટ સમક્ષ પુરાવા રજૂ કરીને વિનંતી કરી કે ધનિકશાહીને દૂર કરવા માટે એસ્ટેટ ટેક્સને ટકાવી રાખવો જોઇએ.[૧૦૫] કેટલાક ટીકાકારોએ એવી દલીલ કરી હતી કે બફેટ (બર્કશાયર હેથવે દ્વારા) એસ્ટેટ ટેક્સને ચાલુ રાખવામાં અંગત હિત ધરાવે છે, કેમકે બર્કશાયર હેથવેને અગાઉના ઔદ્યોગિક સોદાઓમાંથી લાભ મેળવ્યો હતો અને ભવિષ્યના એસ્ટેટ ટેક્સની ચૂકવણી સામે પોલિસી હોલ્ડરોને રક્ષણ આપવા માટે ઇન્સ્યોરન્સ પોલિસીનો વિકાસ કર્યો અને તેનું વેચાણ કર્યું હતું.[૧૦૬]

બફેટ એવું માનતા હતા કે સરકારે ખોટી બાબતોના ઉદ્યોગને ટેકો આપવો જોઇએ નહીં અથવા કેસિનોને કાયદેસરતા આપવી જોઇએ નહીં અને તેને અજ્ઞાનતા પરનો કરવેરો ગણાવ્યો હતો.[૧૦૭]

એક્સ્પેન્સીંગ ઓફ સ્ટોક ઓપ્શન્સ[ફેરફાર કરો]

તેઓ આવકના સ્ટેટમેન્ટ પર સ્ટોક ઓપ્શન એક્સ્પેન્સીંગના મજબૂત હિમાયતી રહ્યા છે. 2004ની વાર્ષિક બેઠકમાં, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ સમક્ષ વિધેયકની રજૂઆત કરી જે અમુક કંપની દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા સ્ટોક ઓપ્શન કોમ્પન્સેશનને ખર્ચ તરીકે ગણવા અંગે વિચારણા હાથ ધરાશે, તે ઇન્ડિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ દ્વારા પસાર કરવામા આવ્યું હતું તેને સમાન હતું જેણે 3.14159 થી 3.2ના પીઆઇમાં ફેરફાર કર્યો હતો.[૧૦૮]

જ્યારે કંપની કર્મચારીઓને તેમની સેવાઓ સામે બદલામાં કઇ મૂલ્ય પુરુ પાડે છે, ત્યારે તે સ્પષ્ટ રીતે કોમ્પન્સેશન એક્સપેન્સ ગણાય છે. અને જો ખર્ચા આવકના સ્ટેટમેન્ટ સાથે સંબંધ ધરાવતા ન હોય તો તે વિશ્વમાં કોની સાથે સંબંધ ધરાવે છે?[૧૦૯]

ચીનમાં રોકાણ[ફેરફાર કરો]

બફેટે પેટ્રોચાઇના કંપની લિમિટેડમાં રોકાણ કર્યુ અને ક્યારેક બને તેવા કિસ્સામાં બર્કશાયર હેથવેની વેબસાઇટ પરની કોમેન્ટરી[૧૧૦]માં જણાવ્યું કે કેટલાક સક્રિય લોકોએ કંપનીના સુદાનીઝ જેનોસાઇડ સાથેના જોડાણને કારણે નકારાત્મક મત વ્યક્ત દર્શાવ્યો હોવા છતાં શા માટે તેઓ રોકાણ પાછું ખેંચવા માગતા નથી. જેને પગલે હાર્વર્ડે પણ 2005માં કંપનીમાંથી રોકાણમાં ઘટાડો કર્યો હતો. જોકે તેમણે ત્યારબાદ તરત જ આ હિસ્સો વેચી દીધો. વર્ષ 2008માં ઓઇલની કિંમતોમાં થયેલા ઘટાડા વચ્ચે કંપનીમાં જો તેમનો હિસ્સો જાળવી રાખ્યો હોત તો તેમને લાખો ડોલરનું નુક્શાન થયું હોત.

ઓક્ટોબર 2008માં, બફેટે બીવાયડી કંપનીના 10 ટકા માટે 230 મિલિયન ડોલરની ચૂકવણી કરીને ન્યૂ એનર્જી ઓટોમોબાઇલમાં રોકાણ કર્યુ (SEHK: 1211), જે ઇલેક્ટ્રીક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર બીવાયડી ઓટોની પેટાકંપનીનું સંચાલન કરે છે. એક વર્ષ કરતા પણ ઓછા ગાળામાં, રોકાણે તેમને નફા પર 500 ટકાથી વધારે વળતર મેળવી આપ્યું.[૧૧૧]

વોરન બફેટ પરના પુસ્તકો[ફેરફાર કરો]

વોરન બફેટ અને તેમના રોકાણ અંગેના વ્યૂહો વિષે સંખ્યાબંધ પુસ્તકો લખવામાં આવ્યા છે. ઓક્ટોબર 2008માં, યુએસ ટુડે ના અહેવાલ પ્રમાણે બફેટનું નામ શિર્ષકમાં હોય તેવા ઓછામાં ઓછા 47 પુસ્તકો છપાઇ રહ્યા છે. આ લેખમાં બોર્ડર્સ બુક્સના સીઇઓ, જ્યોર્જ જોન્સે જણાવ્યું હતું કે પોતાના નામના શિર્ષક ધરાવતા પુસ્તકોમાં જીવતા લોકોમાં યુ.એસ.ના રાષ્ટ્રપતિઓ, અગ્રણી વૈશ્વિક રાજકીય નેતાઓ અને દલાઇ લામાનો સમાવેશ થાય છે.[૧૧૨] બફેટે જણાવ્યું હતું કે ધી એસે ઓફ વોરન બફેટ તેમનું વ્યક્તિગત રીતે માનીતું પુસ્તક હતુ,[૧૧૩] જેને તેમણે "વાર્ષિક અહેવાલના પત્રોના વિચારોની સુસંગત ગોઠવણી" ગણાવી હતી અને તેનું સંપાદન લેરી કનિંગહામ દ્વારા કરવામાં આવ્યું હતું.[૧૧૨]


બફેટ વિષેના શ્રેષ્ઠ વેચાણ થયેલા અથવા અન્ય નોંધપાત્ર પુસ્તકોમાં નીચેની યાદીનો સમાવેશ થાય છે:



સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Warren E Buffett, CEO Compensation". Forbes. March 11 2009. મેળવેલ 2008-03-11. Unknown parameter |વેબસાઇટ= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
  2. "How Does Warren Buffett Get Married? Frugally, It Turns Out". New York Times. 2006-09-01. મેળવેલ 2008-05-20.
  3. "The Greatest Investors: Warren Buffett". Investopedia.com. મેળવેલ 2009-03-06.
  4. http://www.forbes.com/2008/03/05/richest-people-billionaires-billionaires08-cx_lk_0305billie_land.html
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-10-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-05.
  6. http://www.usatoday.com/news/nation/2006-06-25-buffett-charity_x.htm
  7. Markels, Alex (2007-07-29). "How to Make Money the Buffett Way". U.S. News & World Report.
  8. Sullivan, Aline (1997-12-20). "Buffett, the Sage of Omaha, Makes Value Strategy Seem Simple: Secrets of a High Plains Investor". International Herald Tribune. મૂળ માંથી 2010-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-05.
  9. Gogoi, Pallavi (2007-05-08). "What Warren Buffett might buy". MSNBC. મૂળ માંથી 2007-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-09.
  10. "Warren E. Buffett 1968; Life Trustee 1987". Grinnell College. મૂળ માંથી 2008-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  11. "Warren Buffett and Peter Lynch Voted Top Money Managers of the Century". Business Wire. 1999-11-22. મેળવેલ 2008-05-20.
  12. Cramer, James J. "Warren Buffett". Time. મૂળ માંથી 2008-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  13. http://www.usatoday.com/money/2004-01-29-nebraska_x.htm
  14. "Buffett 'becomes world's richest'". BBC. મેળવેલ 2008-05-20.
  15. "Warren E. Buffett". Nuclear Threat Initiative. મૂળ માંથી 2010-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  16. "UNL | Nebraska Notables | Alumni". Unl.edu. 1914-02-24. મૂળ માંથી 2007-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-23.
  17. Hagstrom 2005, p. 27
  18. Hagstrom 2005, p. 14 Warren Buffett is now the richest man in the world with $65 billion. GE Raises $15 billion; Buffett Gets Preferred Stake (Update3)
  19. Lowenstein, Roger. Buffett: The Making of an American Capitalist. પૃષ્ઠ 43.
  20. ૨૦.૦ ૨૦.૧ "W. Buffett Bio « Sean's Investment Review". Investreview.wordpress.com. મેળવેલ 2009-02-23.
  21. Loomis, Carol J. (2006-06-25). "Warren Buffett gives away his fortune". Fortune.
  22. "HELP WANTED: Warren Buffett Replacement". ABC News. મેળવેલ 2008-05-20.
  23. "#1 Warren Buffett". Forbes. 2008-03-05. મેળવેલ 2008-05-20.
  24. "Buffett overtakes Gates to top new Forbes list". Reuters. 2008-10-10. મૂળ માંથી 2008-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-10.
  25. "The World's Billionaires". Forbes. 2008-03-05. મેળવેલ 2008-05-20.
  26. {http://en.wikipedia.org/wiki/List_of_the_100_wealthiest_people} સંગ્રહિત ૨૦૦૯-૧૦-૧૪ ના રોજ વેબેક મશિન
  27. [૧]
  28. ક્લેઇનફિલ્ડ, એન.આર. "ABC 3.5 બિલિયન ડોલરમાં વેચાઇ; પ્રથમ નેટવર્ક વેચાણ." ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ , માર્ચ 19, 1985.
  29. "એફસીસીની કેપસિટીઝ માટે મંજૂરી/ABC સોદાની શક્યતા." પ્રસારણ, માર્ચ 25, 1985.
  30. "ઇનેક્શન્સ કેન બી એઝ ડેન્જરસ એડ બેડ એક્શન , એલિ ગોનીની, 2004ના ક્લાસ, ડ્યુક લિડરશીપ ડેવલોપમેન્ટ ઇનિશીયેટીવ". મૂળ માંથી 2010-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-05.
  31. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  32. "AIG to Pay $800 Million to Settle Securities Fraud Charges by SEC; Over $1.6 Billion to be Paid to Resolve Federal and New York State Actions". Securities and Exchange Commission. 2006-02-09.
  33. Lionel Laurent (02.05.09). "Buffett Sinks Billions Into Swiss Re". Forbes Magazine. મૂળ માંથી 2009-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-05. Check date values in: |date= (મદદ)
  34. DAVID JOLLY (February 5, 2009). "Swiss Re Gets $2.6 Billion From Berkshire Hathaway". The New York Times.
  35. Haig Simonian, Francesco Guerrera (February 5, 2009). "Swiss Re turns to Buffett for new funding". The Financial Times.
  36. Crippen, Alex. "WSJ to Warren Buffett: "Time to Get a New Crystal Ball"". CNBC. મેળવેલ 2008-05-20.
  37. "Warren Buffet and the Recession". Warren Buffet and the Recession. 2009-06-18. મૂળ માંથી 2009-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-18.
  38. Dabrowski, Wojtek (2008-02-07). "Buffett: Bank woes are "poetic justice"". Reuters. મેળવેલ 2008-05-20.
  39. "Even Buffett Can't Escape Markets, Storms; Berkshire Profit Falls 77%". Insurance Journal. મેળવેલ 2008-11-14.
  40. Press Release. "Berkshire Hathaway to Invest $5 Billion in Goldman Sachs". Goldman Sachs. મૂળ માંથી 2008-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-14.
  41. ૪૧.૦ ૪૧.૧ Jonathan Stempel. "Buffett to disclose more on derivatives". Reuters. મેળવેલ 2008-11-27.
  42. Fontanella, James (2008-07-11). "ftalphaville.ft.com, Buffett helps Dow pay $19bn for R&H". Ftalphaville.ft.com. મેળવેલ 2009-02-23.
  43. વોરન બફેટ 3 બિલિયન ડોલરનો જનરલ ઇલેક્ટ્રીક પ્રિફર્ડ સ્ટોક ખરીદશે, ધી ગાર્ડિયન (1 October 2008)
  44. "Berkshire Hathaway unloads J&J and P&G". Financial Express. 2009-02-17. મેળવેલ 2009-02-23.
  45. સ્ક્રોડર, એલિસ ધી સ્નોબોલ: વોહન બફેટ એન્ડ ધી બિઝનેસ ઓફ લાઇફ ISBN 0-553-80509-6 બેન્ટમ સપ્ટેમ્બર 2008
  46. જોશ ફન્ક, "બફેટે જણાવ્યું રાષ્ટ્રે જંગી બેકારીનો સામનો કરવો પડશે", AP MSNBC પર, માર્ચ 9, 2009, યાહૂ ન્યૂઝ વેબસાઇટ પર (માર્ચ 9, 2009ના રોજ સુધારો).
  47. "બફેટ: ધી ઇકોનોમિ હેઝ ફોલન ઓફ એ ક્લિફ’" સંગ્રહિત ૨૦૧૦-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન, MSN.com, માર્ચ 9, 2009 (April 3, 2009ના રોજ સુધારો).
  48. વોરન બફેટ્સ મલ્ટિમિલિયન મિસ્ટેક વીથ કોનોકોફિલ્લીપ (COP)
  49. CBS ન્યૂઝ સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન અહેવાલ વેડીંગ બેલ ફોર વોરન બફેટ 31 ઓગસ્ટ, 2006ના રોજ પ્રકાશિત
  50. Lowenstein, Roger. Buffett: The Making of an American Capitalist. Random House. ISBN 0812979273.
  51. "Susan Buffett in Her Own Words: Conversations with Charlie Rose". Bookworm Omaha. મૂળ માંથી 2007-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  52. Smith, Rich (2005-06-29). "Stupid CEO Tricks". Motley Fool. મેળવેલ 2008-05-20.
  53. 2007 સીઇઓ કોમ્પન્સેશન ફોર વોરન ઇ. બફેટ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૪ ના રોજ વેબેક મશિન, Equilar
  54. 2008 સીઇઓ કોમ્પન્સેશન ફોર વોરન ઇ. બફેટ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન, Equilar
  55. "Warren Buffett". Forbes. મેળવેલ 2008-05-20.
  56. Canzano, John (2007-06-22). "CWS". Omaha.com. મૂળ માંથી 2007-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-23.
  57. "Chairman's Letter 1989". Berkshire Hathaway. મેળવેલ 2008-05-20.
  58. http://www.usatoday.com/news/education/2005-12-19-bridge-schools_x.htm
  59. Blackstone, John (2008-02-17). "Bringing Back Bridge". CBS News. મૂળ માંથી 2008-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  60. Warren Buffett, Martha Stewart, Gisele Bündchen, and Kosmos Featuring Carl Sagan Headline New Slate of Purpose-Driven Entertainment for Children. Business Wire. Text "July 24, 2009" ignored (મદદ)
  61. "CNBC TRANSCRIPT: Warren Buffett's 'Secret Millionaire's Club' Live Interview on Squawk Box". CNBC.
  62. વાયર્ડ અહેવાલ ફેસીસ ઓફ ધી ન્યૂ એથીઇઝમ: ધી સ્ક્રાઇબ નવેમ્બર 2006ના રોજ પ્રકાશિત, 10 નવેમ્બર, 2009માં પ્રવેશ
  63. "How Warren Buffett made his billions". Rediff.com. 2006-12-26. મેળવેલ 2008-05-20.
  64. Taylor III, Alex (2006-06-04). "Buffett backs GM—and buys a Caddy". CNN. મેળવેલ 2008-05-20.
  65. http://money.cnn.com/2009/09/23/news/companies/warren_buffett_dayang_suits.fortune/index.htm?postversion=2009092513
  66. Boyle, Matthew (2007-05-28). "The Buffett mystery". CNN. મેળવેલ 2008-05-20.
  67. Larson, George (2009-11-04). "Warren Buffett ancestry". ancestry.com. મેળવેલ 2009-11-04.
  68. Michael Luo and Christopher Drew (3 July 2008). "Obama Picks Up Fund-Raising Pace". Washington Post. મેળવેલ 2008-09-24.
  69. ""Squawk Box" Transcript: Becky Quick Sits Down with Billionaire Investor Warren Buffett". CNBC. મૂળ માંથી 2011-06-10 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-12.
  70. "Transcript of second McCain, Obama debate". CNN. 10 October 2008. મેળવેલ 2008-10-10.
  71. "Obama appoints Buffett as economic adviser". Reuters. 07 November 2008. Check date values in: |date= (મદદ)
  72. યુએસએ ટુડે: સ્વાર્ઝનેગર ટેપ્સ બફેટ એઝ ફાઇનાન્સ એડવાઇઝર 14 ઓગસ્ટ, 2003
  73. How Inflation Swindles the Equity Investor, Warren Buffett, FORTUNE, May 1977
  74. "Official Buffett Biography to Hit Shelves". New York Times. 2008-08-12. મેળવેલ 2008-08-15.
  75. Warren Buffett; Carol Loomis (November 22, 1999). "Mr. Buffett on the Stock Market". Fortune Magazine.CS1 maint: multiple names: authors list (link)
  76. એનવાય ટાઇમ્સ આર્ટિકલ શુડ ગો હિયર
  77. "How Inflation Swindles the Equity Investor", Warren E. Buffett, Fortune May 1977 #
  78. "એ બાયોગ્રાફિ ઓફ વોરન બફેટ" (ધી સ્નોબોલ ની સમીક્ષા), ધી ઇકોનોમિસ્ટ , 16 ઓક્ટોબર, 2008.
  79. An Exclusive Hour with Warren Buffett and Bill and Melinda Gates. Charlie Rose. |access-date= requires |url= (મદદ)
  80. Chapnick, Nate. "Warren Buffett". Forbes. મૂળ માંથી 2008-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  81. "girls-inc". eBay. મેળવેલ 2008-05-20.
  82. Lindsay Goldwert (2007-07-01). "Lunch With Warren Buffett? $650,100, Charity Auction Winner Bids Big Money For Steak Lunch With Billionaire Buffett". CBS News. મૂળ માંથી 2009-06-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-23.
  83. Loomis, Carol J. (2006-06-25). "Warren Buffett gives away his fortune". Fortune. મેળવેલ 2008-05-20.
  84. "Gates: Buffett gift may help cure worst diseases". MSNBC. 2006-06-26. મૂળ માંથી 2010-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  85. "The birth of philanthrocapitalism". Economist.com. 2006-02-23. મેળવેલ 2009-02-23.
  86. TIMOTHY L. O'BRIEN and STEPHANIE SAUL (June 26, 2006). "Buffett to Give Bulk of His Fortune to Gates Charity". The New York Times.CS1 maint: uses authors parameter (link)
  87. Yuki Noguchi (June 26, 2006). "Gates Foundation to Get Bulk of Buffett's Fortune". The Washington Post. પૃષ્ઠ A01.
  88. Carol J. Loomis (June 25 2006). "A conversation with Warren Buffett". Fortune Magazine. Check date values in: |date= (મદદ)
  89. "Most of Susan Buffett Estate to Go to Foundation". The Foundation Center. 2004-08-11. મેળવેલ 2008-05-20.
  90. અમેરિકાના સૌથી દયાળું દાનવીર, ક્રમ: 1 વોરન ઇ. બફેટ , ક્રોનિકલ ઓફ ફિલાન્થ્રોપી
  91. "uk.reuters.com, Warren Buffett lunch sells for record $2.11 mln". Uk.reuters.com. 2008-06-28. મેળવેલ 2009-02-23.
  92. "cnbc.com, Warren Buffett Charity Lunch Auction Ends with High Bid of $2,110,100". Cnbc.com. મેળવેલ 2009-02-23.
  93. "Warren Buffett's Letters to Shareholders". Berkshire Hathaway. મૂળ સંગ્રહિત માંથી 2007-03-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  94. "Chairman's Letter — 1993". Berkshire Hathaway. મેળવેલ 2008-05-20.
  95. Burrough, Bryan; Helyar, John (1990). Barbarians at the Gate: The Fall of RJR Nabisco. New York: Harper & Row. ISBN 0-060-16172-8.CS1 maint: multiple names: authors list (link)
  96. Warren Buffett Cools on His Attraction to Tobacco Business, Jenell Wallace, Bloomberg news, Apr/25/94, Legacy Tobacco Documents Library, University of California San Diego Library
  97. "ધી એજ્યુકેશન ઓફ વોરન બફેટ: વ્હાય ડીડ ધી ગુરૂ કેન્સલ સિક્સ કોલ પ્લાન્ટ્સ?" સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૯ ના રોજ વેબેક મશિન ટેડ નેસ, ગ્રિસ્ટમિલ, એપ્રિલ 15, 2008
  98. Josh Funk (5/3/2008). "Buffett again rebuffs advocates who want Klamath dams out". USA Today. Check date values in: |date= (મદદ)
  99. Indybay.org
  100. "A Sharecropper's Society?". Washingtonpost.com. 2005-08-07. મેળવેલ 2009-02-23.
  101. Buffett, Warren (1977–05), "How Inflation Swindles the Equity Investor", Fortune 
  102. "Warren Buffet". Forbes: 24, 42–3. 2007-11-26. Check date values in: |date= (મદદ)
  103. [૨] (accessed November 30, 2009)
  104. "Rich Americans back inheritance tax". BBC. 2001-02-14. મેળવેલ 2008-05-20.
  105. Jim Snyder (2007-11-15). "Buffett tells Senate Finance panel 'dynastic' wealth on the rise in U.S." The Hill. મૂળ માંથી 2007-11-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-05.
  106. Berlau, John (2004-08-24). "Buffetted. The Sage of Omaha loves the estate tax — as well he might". National Review.[હંમેશ માટે મૃત કડી]
  107. Ackman, Dan (2004-10-11). "America, The Casino Nation". Forbes. મૂળ માંથી 2008-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
  108. વોરન બફેટ, ફઝી મેથ એન્ડ સ્ટોક ઓપ્શન્સ , ધી વોશિંગ્ટન પોસ્ટ, જૂલાઇ 6, 2004, પાનું A19
  109. વોરન ઇ. બફેટ, હૂ રિયલી કૂક્સ ધી બુક્સ? , ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ, જૂલાઇ 24, 2002
  110. "Shareholder Proposal Regarding Berkshire's Investment In PetroChina" (PDF). Berkshire Hathaway. મેળવેલ 2008-05-20.
  111. "Warren Buffet's 500% Return from BYD: The Show Just Begun?". ChinaStakes. મૂળ (html) માંથી 2009-09-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-16.
  112. ૧૧૨.૦ ૧૧૨.૧ ૧૧૨.૨ ૧૧૨.૩ ૧૧૨.૪ ડેલ જોન્સ, "બુક ટાઇટલ લાઇક ટુ પ્લે ધી વોરન બફેટ નેમ ગેમ," યુએસએ ટુડે , ઓક્ટોબર 22, 2008.
  113. Buffett, Warren; Cunningham, Lawrence. The Essays of Warren Buffett: Lessons for Corporate America, Second Edition. The Cunningham Group. ISBN 978-0-9664461-2-8. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link)
  114. Hagstrom, Robert G.; Miller, Bill R.; Fisher, Ken (2005). The Warren Buffett Way. Hoboken, N.J.: John Wiley. ISBN 0-471-74367-4. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link)
  115. Schroeder, Alice. The Snowball: Warren Buffett and the Business of Life. Bantam Dell Pub Group 2008. ISBN 978-0-553-80509-3. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  116. જેનેટ મેસ્લિન, "બુક્સ ઓફ ધી ટાઇમ્સ: ધી રિચેસ્ટ મેન એન્ડ હાઉ હી ગ્રૂ (એન્ડ ગ્રૂ હીસ કંપની, ટુ)," ન્યૂ યોર્ક ટાઇમ્સ , સપ્ટેમ્બર 28, 2008.
  117. Buffett, Mary. Buffettology: The Previously Unexplained Techniques That Have Made Warren Buffett The World's Most Famous Investor. Scribner. ISBN 978-0-684-84821-1. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  118. Lowe, Janet. Warren Buffett Speaks: Wit and Wisdom from the World's Greatest Investor. Wiley. ISBN 978-0-470-15262-1. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  119. Train, John (1987). The midas touch: the strategies that have made Warren Buffett America's pre-eminent investor. New York: Harper & Row. ISBN 978-0-06-015643-5. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  120. Kilpatrick, Andrew. Of Permanent Value: The Story of Warren Buffett/2008 Cosmic Edition/2 volumes. Andy Kilpatrick Publishing Empire (AKPE). ISBN 978-1-57864-455-1. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  121. Buffett, Warren (April 11, 2001). Lawrence Cunningham (સંપાદક). The Essays of Warren Buffett. The Cunningham Group. પૃષ્ઠ 256. ISBN 978-0966446111. CS1 maint: discouraged parameter (link)
  122. Tavakoli, Janet (January 9, 2009). Dear Mr. Buffett: What An Investor Learns 1,269 Miles From Wall Street. Wiley. પૃષ્ઠ 304. ISBN 978-0470406786. Check |authorlink= value (મદદ)CS1 maint: discouraged parameter (link)


બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]


Honorary titles
પુરોગામી World's Richest Person
?—1995
અનુગામી
Bill Gates
પુરોગામી World's Richest Person
2008–2009
અનુગામી
Bill Gates

ઢાંચો:WPO-PNS ઢાંચો:Berkshire Hathaway


વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ