લખાણ પર જાઓ

શરીર વૃદ્ધી અંતઃસ્ત્રાવ

વિકિપીડિયામાંથી
શરીર વૃદ્ધી અંતઃસ્ત્રાવ (HGH)

શરીર વૃદ્ધી અંતઃસ્ત્રાવ (અંગ્રેજી:Human Growth Hormone) એક અંતઃસ્ત્રાવ છે જે શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. અંગ્રેજીમાં તે HGH એવા ટુંકા અક્ષરોથી પણ ઓળખાય છે. શરીરમાં આવેલી પિચ્યુટરી ગ્રંથિમાંથી તેનો સ્ત્રાવ થાય છે. આ અંતઃસ્ત્રાવના ઘણા ફાયદાઓ પણ જાણવા મળ્યા છે, જેમ કે, બાવડા ફૂલાવવા. કસરત કરનારાઓ અને ઓલિમ્પિક રમતોમાં રમનારા ખેલાડીઓ આનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે.

અમેરિકા સહીત ઘણા દેશોમાં હાલ માં સીધા શરીર વૃદ્ધી અંતઃસ્ત્રાવો લેવા પર પ્રતિબંધ મુકાઇ ગયો છે જેના ઘણા કારણો છે. પરંતુ, શરીર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એક મુક્તક એટલે કે રીલીઝર તરીકે તો ઉપલબ્ધ છે જ.

સંશોધન

[ફેરફાર કરો]

સંશોધન પ્રમાણે, શરીર માટે HGH નો ઘટાડો મહાદ અંશે જવાબદાર છે. ૨૧ વર્ષની ઉંમરે, સામાન્ય રીતે આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ, ૧૦ મિગ્રા/૧૦૦ ચોરસ સેમી જેટલું હોય છે જે ૬૧ વર્ષની ઉમરે ૬૦% ઘટીને ૨ મિગ્રા/૧૦૦ ચોરસ સેમી જેટલું જ રહે છે. આ એક માત્ર ઉદીપક છે જે હાડકા, સ્નાયુ અને બાકીના અંગોની વૃદ્ધિ માટે જવાબદાર છે. ૩૦ વર્ષની ઉમર પછી, સામાન્ય રીતે, આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ૧૪%/૧૦ વર્ષનાં હિસાબે ઘટે છે. જોકે આ એક સંશોધન છે. સામાન્ય રીતે આમાં વધતા ઓછા પ્રમાણમાં ફેરફાર જોવા મળી શકે છે.

સામાન્યત: નાના બાળકોની ઓછી ઉંચાઈ અને વિકાસ માટે શરીર વૃદ્ધી અંતઃસ્ત્રાવ કારણભૂત પરિબળ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]