શાહ જમશેદજી

વિકિપીડિયામાંથી

૩૦૦૦ વર્ષ પહેલા પેશાદીઅન રાજવંશના રાજા શાહ જમશેદ નવરોઝના દિવસે રાજગાદી પર બેઠાં હતા. તેમણે સોલર કેલેન્ડર શોધ્યુ હતું અને તેવુ માનવામાં આવે છે કે તેમણે પ્રથમ દારૂ બનાવ્યો હતો. કહેવાય છે કે જમશેદ એક મહાન રાજા હતો જે પોતાના રાજ્યની સુખ સમૃધ્ધીનુ ધ્યાન રાખતો હતો.જ્યારે સમયની ગણતરી કરવા માટે કોઈ ઘડિયાળ નહોતી ત્યારે રાજાએ તેના સમયના શ્રેષ્ઠ ખગોળશાસ્ત્રીઓ અને અને ગણિતશાસ્ત્રીઓને બોલાવ્યા હતા જેઓએ ટેક્યુમ એ નવરોજ એ શેહેરીયારી નામના કેલેન્ડરની શોધ કરી હતી. રાજાએ જ્યારે દિવસ અને રાત બંન્નેનો સમયગાળો સરખો થાય છે તે દિવસથી નવા વર્ષ નવરોજની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી.