સટ્ટાખોરી

વિકિપીડિયામાંથી

નાણાં વ્યવસ્થામાં સટ્ટાખોરી એ નાણાકીય પ્રવૃત્તિ છે કે જે આરંભિક રોકાણ ની સુરક્ષા સાથે મુદ્દલ પર વળતરનો વાયદો કરતી નથી.[૧] સટ્ટાખોરીમાં ખાસ કરીને નાણાં ધિરવાનો, કોઈ પણ જાતના વિશ્લેષણ કર્યા વગર તેમજ ન્યૂનતમ સુરક્ષા ગાળા સાથેના કે મુદ્દલ પણ ગુમાવી બેસવાના વિશેષ જોખમ સાથેની મિલકતો, ઈક્વિટીની ખરીદી કે ઉધારીનો સમાવેશ થાય છે. "સટ્ટાખોરી" તરીકે ઓળખાતી સંજ્ઞા ગ્રેહામ અને ડોડના 1934 ના લેખ સિક્યોરિટી એનાલિસિસ માં ઉપર મુજબ વ્યાખ્યાંકિત કરવામાં આવી તે “રોકાણ,” કે જે સંપૂર્ણ વિશ્લેષણ તેમજ મુદ્દલની સુરક્ષા અને સંતોષજનક વળતરના વાયદા સાથે કરવામાં આવતુ નાણાકીય કાર્ય છે તેનાથી વિરૂદ્ધ છે.[૧]

નાણાકીય પરિપેક્ષ્યમાં જોતાં "સટ્ટાખોરી" અને "રોકાણ" તદ્દન જુદા જ શબ્દો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, સામાન્ય રીતે રોકાણ શબ્દ વાપરતા તેમજ સામાન્ય અર્થમાં અમુક ચોક્કસ સમયાંતરે વળતર ઉપજાવવાના ઉદ્દેશ સાથે નાણાકીય વાહકોમાં કરવામાં આવતા નાણાંના રોકાણ એ વાસ્તવમાં રોકાણ નહી પણ સટ્ટાખોરી છે -જેમાં વિશ્વના શેર બજારોમાં લગાડવામાં આવતા પૈસાનો પણ સમાવેશ થાય છે. સટ્ટાખોરો રોકાણના સૂઝબૂઝ ભર્યા નિર્ણય લેવા માટે સમજી ના શકાય તેવા પરિબળોને આધારે ભાવ-વૃદ્ધિ પામતી મિલકત પર આધાર રાખે છે. ઉપભોક્તાની પસંદગીમાં થતા ફેરફાર, બદલાતી આર્થિક પરિસ્થિતિઓ, શેર સિક્યોરિટીના મુલ્ય વિષે બદલાતા રહેતા ખરીદનારાઓના મંતવ્યો, બજારની સમય સૂચકતા સાથે સંકળાયેલા આર્થિક પરિબળો, ફક્ત ચાર્ટ આધારિત વિશ્લેષણો સાથે સંકળાયેલા પરિબળો અને અન્ય ઘણા પરિબળો સિક્યોરિટીઝની ટુંકા ગાળાની હિલચાલ પર અસર કરે છે.

કેટલાક નાણાકીય વાહકો એવા પણ છે કે જે સટ્ટાખોરી તરીકે વ્યાખ્યાંકિત થાય છે. ઉદાહરણ તરીકે, સોનુ અને તેલ જેવી કોમોડિટિના ફ્યૂચર કોન્ટ્રાક્ટ (વાયદા કરારો)નો વેપાર વ્યાખ્યાંકિત રીતે સટ્ટાખોરી કહેવાય છે. શોર્ટ સેલિંગ પણ, વ્યાખ્યાંકિત રીતે સટ્ટાખોરી છે. નાણાકીય સટ્ટાખોરીમાં શેર, બોન્ડ, કોમોડિટિ, ચલણ, લેણાં, રિયલ એસ્ટેટ, ડેરીવેટીવ્સ કે કોઈ પણ મૂલ્યવાન નાણાકીય દસ્તાવેજોના ગર્ભિત મૂલ્યને ધ્યાનમાં લીધા વગર, તેના ભાવોની વધઘટમાંથી નફો કમાવવા માટે કરવામાં આવતા ખરીદ, હોલ્ડિંગ, વેચાણ તથા શોર્ટ સેલિંગનો સમાવેશ થાય છે.રચનાની દ્રષ્ટીએ જોઈએ તો સટ્ટાખોરી એ અભિગમ તેમજ વ્યૂહાત્મક કેન્દ્રીકરણ દર્શાવતાં કાર્યો નિર્ધારિત કરવા માટે વપરાય છે.[૨]

રોકાણ વિરુદ્ધ સટ્ટાખોરી[ફેરફાર કરો]

સટ્ટાખોરીની શ્રેષ્ઠ પરખ તેને રોકાણથી જુદી પાડીને જ કરી શકાય. ઈન્ટેલિજેન્ટ ઇન્વેસ્ટર માં બેન ગ્રેહમના મતે, રૂઢીચુસ્ત રક્ષાત્મક રોકાણકાર "...એ છે કે જે મુખ્યત્વે સુરક્ષા તેમજ નિશ્ચિંતતામાં રસ ધરાવતો હોય." જોકે તેઓ એવુ પણ સ્વીકારે છે કે "... થોડી સટ્ટાખોરી જરૂરી તેમજ અનિવાર્ય છે, ઘણી કોમન-સ્ટોક પરિસ્થિતિઓમાં નફા તેમજ નુકસાન એમ બંનેની સંભાવના હોય છે, અને તેની અંદર રહેલુ જોખમ કોઈકે તો ખેડવુ જ પડે છે." [૩] ઘણા લાંબા-ગાળાના રોકાણકારો, એવા કે જેઓ ખરીદે અને દાયકાઓ સુધી રાખી મૂકે, તે પણ સટોડિયા કહી શકાય, જેનો અપવાદ એવા દુર્લભ રોકાણકારો છે કે જેઓ આવક કે મુદ્દલની સુરક્ષાથી પ્રભાવિત થઈને સમય જતા નફો લઈને વેચી ન દે.

સટ્ટાખોરી લાભ મેળવવાની આશામાં ખેડવામાં આવતા જોખમની ધારણા છે, પણ તેમા સરેરાશ કરતા વધુ નુકસાન થવાની સંભાવના પણ ધ્યાનમાં લેવાય છે. સટ્ટાખોરી શબ્દનો અર્થ એવો થાય કે ધંધા કે રોકાણમાં રહેલ જોખમનું વિશ્લેષણ કરી શકાય છે તેમજ તેને માપી શકાય છે, તથા "રોકાણ"થી તેની ભિન્નતા એ જોખમનો એક તબક્કો જ છે. તે અચોક્કસ પરિણામો પર આધારિત જુગારથી ભિન્ન છે.[૪] સટ્ટાખોરીની પ્રવૃત્તિમાં એવુ કંઈ જ નથી કે જે સ્પષ્ટ કરે કે સટ્ટાખોરીને રોકાણથી જુદા પાડતા જોખમના પ્રમાણની ભિન્નતા સાથે હોલ્ડિંગ સમયને કોઈ સંબંધ હોય.[સંદર્ભ આપો]

સટ્ટાખોરીના આર્થિક ફાયદાઓ[ફેરફાર કરો]

સ્વીકાર્ય વપરાશ સ્તર[ફેરફાર કરો]

ખ્યાતનામઢાંચો:Says who સટ્ટાખોર વિક્ટર નાઈડેરોફ્ફ, “ધ સ્પેક્યુલેટર એઝ હીરો”[૫] માં સટ્ટાખોરીના ફાયદા વર્ણવે છેઃ

ચાલો એવા કેટલાક સિદ્ધાંતો જોઈએ જે અછત અને સિલકના કારણો દર્શાવે છે તેમજ સટોડિયાઓની ભૂમિકા રજૂ કરે છે. જ્યારે વપરાશના પ્રમાણમાં પાકની લણણી તેના સામાન્ય દર કરતા ઓછી હોય ત્યારે, સટોડિયાઓ ખરીદી કરીને અછતના સમયમાં લાભ કમાઈ લેવા માટે આવી જાય છે. તેમની ખરીદીના કારણે ભાવોની વૃદ્ધિ થાય છે, આ રીતે વપરાશને અટકાવામાં આવે છે જેથી નાનો પુરવઠો લાંબો સમય ચાલશે. વધેલા ભાવોથી પ્રોત્સાહિત ઉત્પાદકો વધુ વાવણીથી અછત ઘટાડે છે અથવા અછત ઘટાડવા માટે આયાત કરવામાં આવે છે. બીજી બાજુ, જ્યારે સટોડિયાઓની ધારણા કરતા ભાવો વધી જાય એટલે તેઓ માલ વેચી દે છે. તેના કારણે ભાવો ઘટી જાય છે, વપરાશ અને નિકાસને પ્રોત્સાહન મળે છે અને સિલકમાં ઘટાડો કરવામાં મદદ મળે છે.

સટોડિયાઓ દ્વારા બજારને અપાતી અન્ય સેવા એ છે કે બજારમાંથી લાભ લેવાની આશા સાથે તેઓ પોતાની મૂડીના જોખમે, બજારમાં પ્રવાહીતા (લિક્વિડિટિ) વધારે છે અને આ રીતે તેઓ બીજાનું જોખમ ઓછુ કરે છે, જેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ સંભવતઃ હેજર્સ અને આર્બિટ્રેજર્સ તરીકે ઓળખાતા હોય.

બજાર સક્ષમતા અને પ્રવાહીતા[ફેરફાર કરો]

જો કોઈ ચોક્કસ બજાર - ઉદાહરણ તરીકે જોઈએ તો, ડુક્કરના માંસનું બજાર – તેમાં કોઈ જ સટોડિયાઓ નથી હોતા, આથી માત્ર ઉત્પાદકો (ડુક્કર ઉછેરનારા) અને ગ્રાહકો (કસાઈઓ વગેરે) એ જ બજારમાં ભાગ લેશે. બજારમાં ખૂબ જ ઓછા ખેલંદાઓ હોવાથી ડુક્કરના માંસના ભાવોમાં ઓફર પ્રાઈઝ અને બીડ પ્રાઈઝ વચ્ચે ઘણું વધારે અંતર જોવા મળે છે. બજારમાં પ્રવેશનાર નવી વ્યક્તિ જે ડુક્કરના માંસને વેચવા કે ખરીદવા માંગતી હોય તેમણે ફરજિયાતપણે બિનપ્રવાહીત (ઈલલિક્વિડ) બજાર અને બજારના ભાવો કે જેમાં વ્યાપક રીતે બીડ-આસ્ક ભાવોમાં અંતર હોય છે અને ખરીદી કે વેચાણ માટે સાથી પાર્ટીને શોધવી પણ મુશ્કેલ હોય છે તે સ્થિતિને સ્વીકારવી પડે છે. એક સટ્ટાખોર (જેમ કે, ડુક્કરના માંસનાં સોદાગર) ભાવોના અંતરનો ગેરલાભ લઈ શકે છે અને, અન્ય સટોડિયાઓ સાથેની સ્પર્ધામાં, ભાવોનાં અંતરને ઘટાડી શકે છે, આમ વધુ સક્ષમ બજાર બનાવે છે.

જોખમો ઉઠાવવા[ફેરફાર કરો]

સટોડિયાઓ કેટલીક વખત જોખમ ઉઠાવનારની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકામાં આવી જાય છે જે સમાજ માટે લાભદાયી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ખેડૂત કદાચ બિનઉપયોગી ખેતર પર મકાઈની વાવણી માટે વિચાર કરશે. અફસોસ કે, તે કદાચ આમ કરવાનું નહીં ઈચ્છે કારણ કે તેને ચિંતા હોય છે કે લણણીના સમયે કદાચ મકાઈના ભાવો ઘટી પણ શકે છે. આ ખેડુત સટ્ટાખોરને અમુક ચોક્કસ કિંમતે અગાઉથી જ તેના પાકને વેચીને ભાવોનું જોખમ પોતાના માટે ઘટાડી શકે છે આથી હવે તે મકાઈની વાવણી કરવાની ઈચ્છા ધરાવશે. આમ, સટોડિયાઓ ખરેખર તો તેમની જોખમ ઉઠાવવાની વૃત્તિના કારણે ઉત્પાદકતામાં વધારો કરે છે.

પરિસ્થિતિકીય અને અન્ય જોખમો શોધવા[ફેરફાર કરો]

હેજ ફંડો “એક પેઢીની ઓફ-બેલેન્સ-શીટ જાણવાના પ્રયાસ રૂપે અન્ય રોકાણકારો કરતા વધુ સારી રીતે” ફંડામેન્ટલ (પાયાનું) વિશ્લેષણ કરે છે, જેમાં એવી “પરિસ્થિકીય અને સામાજિક જવાબદારીઓ કે જે બજાર અથવા કંપનીમાં રહેલી હોય પરંતુ પરંપરાગત આંકડાકીય મુલ્યાંકન અથવા મુખ્યપ્રવાહના રોકાણકારોના વિશ્લેષણ માટે ચોક્કસપણે જવાબદાર ન હોય” તેને પણ સમાવી લેવાય છે, અને આથી ભાવો તે પેઢીની કામગીરીની સાચી ગુણવત્તાને વધારે સારી રીતે પ્રતિબિંબિત કરે છે.[૬]

શોર્ટિંગ[ફેરફાર કરો]

શોર્ટિંગ "કોલસાની ખાણમાં ચેતવણીના સંકેત” તરીકે કામ કરે છે જેથી અસહ્ય સ્થિતિને અગાઉથી જ અટકાવી શકાય અને આમ નુકસાનને ઘટાડી બજારમાં ભ્રામક તેજીના પરપોટાનું નિર્માણ રોકી શકાય છે.[૬]

કેટલીક આડઅસરો[ફેરફાર કરો]

હરાજીની પદ્ધતિથી બજારમાં સોદાઓમાંથી સટોડિયાઓને દુર કરી શકાય છે, પરંતુ તેની પોતાની પણ કેટલીક વિપરિત અસરો છે; જુઓ વિનર્સ કર્સ (હરાજીમાં કોઈપણ વસ્તુની મૂળ કિંમતને ઓળંગવા માટે બોલી જીતવાની વૃત્તિ કે વલણ). વિનર્સ કર્સ જોકે ઘણી વધુ પ્રવાહીતા (લિક્વિડિટિ) ધરાવતા બજારોમાં ખરીદનાર કે વેચનાર માટે વધુ મહત્વપૂર્ણ નથી, કારણ કે વસ્તુના વેચાણ માટેની હરાજી અને વસ્તુની ખરીદી માટેની હરાજી એકસાથે જ જોવા મળે છે, અને બંનેના ભાવોને માત્ર નજીવા અંતરથી જ અલગ કરી શકાય છે. આ કાર્યપદ્ધતિ કોઈપણ વસ્તુના ભાવના અંતર કરતા વધુ કોઈપણ માત્રામાં ભાવવધારાના કારણથી વિનર્સ કર્સની ઘટનાને અટકાવે છે.[સંદર્ભ આપો]

જો સટોડિયાઓને ખોટી માહિતી મળે અથવા તેમની ધારણાઓ ખોટી પડે તો સટ્ટાખોરીના કારણે ચીજવસ્તુના ભાવો તેની મૂળકિંમત કરતા અલગ દિશામાં જઈ શકે છે. તેના કારણે સકારાત્મક પ્રતિક્રિયાની હારમાળા રચાય છે જેમાં ચીજવસ્તુના ભાવો નાટ્યાત્મક રીતે તેના આધારભૂત મુલ્યથી ઉપર જતા રહે છે. તેને આર્થિક પરપોટા તરીકે પણ ઓળખવામાં આવે છે. વધતી સટ્ટાકીય ખરીદીનો આવો તબક્કો વિશેષરૂપે સટ્ટાકીય વેચાણના એક તબક્કાની પાછળ પાછળ આવે છે જેમાં ભાવો ઘણા ગગડી ગયા હોય છે, અને કેટલાક હદ સુધી પહોંચેલા કિસ્સાઓમાં તો ક્રેશિસ (બજાર ભાવો ધરાશાયી થવા)ની સ્થિતિ પણ આવે છે.

1936માં જ્હોન મેનાર્ડ કેનેસે લખ્યું હતું કેઃ “ઉદ્યોગના સ્થિર પ્રવાહમાં સટોડિયાઓ સંભવતઃ તેજીના પરપોટા જેટલું નુકસાન પહોંચાડતા નથી. પરંતુ ઉદ્યોગ જ્યારે સટ્ટાખોરીના વમળો પરના પરપોટા જેવી સ્થિતિમાં આવી જાય ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. (1936:159)"[૭] કેનેસે પોતે હેજ ફંડના હવાલા (અર્લી પ્રેકર્સર) ચલાવીને સટ્ટાખોરીનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટિ કિંગ્સ કોલેજના વિદ્યાર્થી તરીકે, તેમણે બે ઈન્વેસ્ટમેન્ટ ફંડોનું સંચાલન કર્યું હતું, જેમાંથી એક, ચેસ્ટ ફંડ, તત્કાલિન યુએસ (US) શેરોના ‘ઉભરતા’ બજારોમાં રોકાણ કરવા ઉપરાંત, તબક્કાવાર કોમોડિટિ ફ્યૂચર્સ અને નાના સ્તર સુધીના વિદેશી ચલણોમાં પણ રોકાણ કરતું હતું (જુઓ ચુઆ અને વૂડવર્ડ, 1983) . તેમના ફંડે મહામંદી હોવા છતા વાર્ષિક સરેરાશ 13% સાથે, દર વર્ષે સકારાત્મક વળતર આપ્યું હતું, જે ખરેખર અતિઆધુનિક રોકાણ વ્યૂહરચનાના કારણે શક્ય બન્યું હતું, જેમાં આંતર-બજાર વિવિધતાની વ્યૂહરચના પણ અપનાવાઈ હતી (જેમકે, માત્ર શેરો જ નહીં પરંતુ કોમોડિટિ અને ચલણમાં પણ રોકાણ કર્યું હતું) તેમજ શોર્ટિંગ, એટલે કે, નાણાં કમાવા માટે ઘટતા ભાવે ઉછીના લીધેલા શેરો અથવા ફ્યૂચર્સ વેચીને, જેને કેનેસે 1993માં તેમના અહેવાલમાં રોકાણના સફળ સિદ્ધાંતોમાં આ વ્યૂહરચનાની પણ હિમાયત કરી હતી (“એક સમતુલિત રોકાણ સ્થિતિ [...] અને જો શક્ય હોય તો, જોખમ વિરોધી.”) [૮]

ઝીએમ્બા એન્ડ ઝીએમ્બા (2007)એ જણાવ્યા અનુસાર, કેનેસની જોખમ લેવાની વૃત્તિ ‘કાઉબોય’ સપ્રમાણતા સુધી પહોંચી ગઈ હતી, એટલે કે, મહત્તમ તર્ક ભર્યા ન્યાયોચિત સ્તરના 80% (કહેવાતી કેલી વ્યૂહરચના), જેમાં સ્ટોક માર્કેટના ઈન્ડેક્સ બેન્ચમાર્ક ( શેર બજાર સુચકાંક આધારચિહ્ન) કરતા અંદાજે ત્રણ ગણી વધારે વળતરની વોલેટલિટિ (ચંચળતા) જોવા મળી હતી. વોલેટલિટિ (ચંચળતા)ના આવા સ્તરો, તેમની સટ્ટાકીય રોકાણ કામગીરી માટે જવાબદાર છે, જે આજના દિવસોમાં માત્ર ખૂબ જ એગ્રેસીવ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (ઉશ્કેરણીજનક દસ્તાવેજો)થી જ મેળવી શકાય છે (જેવા કે 3:1 ઉચ્ચાલિત એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (વિનિમય કારોબાર ફંડો)). તેમણે આજના દિવસોમાં હેજ ફંડો દ્વારા અપનાવાતી આધુનિક સટ્ટાકીય પદ્ધતિઓ પસંદ કરી હતી, જે ખરીદી કર્યા બાદ લાંબા સમય સુધી મૂકી રાખવાની સરળ રોકાણ પદ્ધતિથી જરા અલગ છે.[૯]સટોડિયાઓની હાજરીના કારણે બજારમાં ટુંકાગાળાની વોલેટલિટિ (ચંચળતા) (સતત વધઘટ) વધે છે કે ઘટે છે તે એક વિવાદાસ્પદ મુદ્દો છે. તેમની મૂડીની જોગવાઈઓ અને માહિતી સંભવતઃ ભાવોને તેના સાચા મુલ્યની નજીક સ્થિર થવામાં મદદરૂપ થઈ શકે છે. બીજી બાજુ, બજારમાં ટોળાના વર્તન અને સકારાત્મક પ્રતિક્રિયાઓની હારમાળા સંભવતઃ જે-તે સમયે બજારમાં વોલેટલિટિ (ચંચળતા) વધારે છે.

સટ્ટાખોરી પર નિયમન[ફેરફાર કરો]

ચલણમાં થતી સટ્ટાખોરી ઘટાડવા માટે ટોબિન ટેક્સ નામથી કર લાદવામાં આવ્યો છે, કથિતપણ તે વિદેશી વિનિમયને સ્થિર કરવા માટે છે.મે 2008માં, જર્મન નેતાઓએ સટોડિયાઓ દ્વારા સમગ્ર વિશ્વમાં ઓઈલના વેપાર પર પ્રતિબંધ લાવવા માટેનો પ્રસ્તાવ મુકવાની યોજના ઘડી હતી, અને એવો દાવો કર્યો હતો કે હેજ ફંડોએ બજારને પોતાના હાથોમાં લઈ લેતા 2008માં ઓઈલના ભાવોમાં વધારો થયો હતો.[૧૦]

3 ડિસેમ્બર, 2009ના રોજ, યુએસ (US) સાંસદ પીટર ડેફાઝીઓએ કહ્યું હતું કે, “આર્થિક બજારોમાં અવિચારી સટ્ટાખોરીના કારણે ઉભી થયેલી કટોકટી વખતે અમેરિકન કરદાતાઓએ વોલ સ્ટ્રીટને બચાવી લીધું હતું.” તેમણે દાવો કર્યો હતો કે “ફાઈનાન્સિયલ ટ્રાન્ઝિક્શન ટેક્સ કાયદો વોલ સ્ટ્રીટને પોતાનો ભાગ ભજવવા માટે દબાણ કરશે અને તે કટોકટીને ફરી સક્રિય કરીને લોકોને વિસ્થાપિત કરી દેશે.”[૧૧]

21 જાન્યુઆરી, 2010ના રોજ, પ્રમુખ બરાક ઓબામાએ વોલ્કર નિયમ પર મંજૂરીની મહોર મારી હતી, જે ગ્રાહકોને લાભ ન કરી આપતા હોય તેવા બેંકોના સટ્ટાકીય રોકાણો સામે પગલાં ભરે છે. વોલ્કર નિયમ જણાવે છે કે આવા રોકાણોએ 2007-2010 દરમિયાન આવેલી આર્થિક કટોકટીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.[૧૨]

પુસ્તકો[ફેરફાર કરો]

  • Sobel, Robert (2000) [1973]. The Money Manias: The Eras of Great Speculation in America, 1770-1970. Beard Books. ISBN 1-58798-028-2. CS1 maint: discouraged parameter (link)
  • Gunther, Max (1992). The Zurich Axioms. Souvenir Press. ISBN 0-285-63095-4.
  • Niederhoffer, Victor (2005). Practical Speculation. Wiley. ISBN 0-471-67774-4.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • સાહસિક
  • બિહેવિઅરલ ફાઈનાન્સ (વર્તણુંક નાણાં)
  • બ્લેક વેડનેસડે (કાળો બુધવાર)
  • કાર્બન ક્રેડિટ્સ
  • ચલણની કટોકટી
  • ચલણના સોદાનો કર
  • ડેફાઝીઓ નાણાકીય સોદાનો કર
  • ઇક્વિટી રોકાણો (શેરમાં રોકાણો)
  • યુરોપીયન ગુનાખોરી
  • કાલ્પનિક મૂડી
  • નાણાકીય બજારો
  • નાણાકીય નિયમન સુધારાઓ
  • ડે ટ્રેડિંગ
  • જ્યોર્જ સોરોસ
  • જેસ્સ લૌરીસ્ટન લિવરમોર
  • સિઝનલ ટ્રેડર્સ (ઋતુ આધારિત વેપારીઓ)
  • શોર્ટ સેલિંગ
  • સ્લિપેજ
  • સ્પાન ટેક્સ
  • સટ્ટાખોરીનો હુમલો
  • શેર બજારનો પરપોટો
  • શેર વેપારી
  • ટોબિન ટેક્સ
  • તુલિપ મેનિયા
  • વોલ્કર રુલ (વોલ્કર નિયમ)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ગ્રેહામ, બેન્જામિન, અનેડેવિડ ડોડ (1951). સિક્યોરિટી વિશ્લેષણ. મેકગ્રો-હિલ પુસ્તક કંપની. આઈએસબીઅને (ISBN) 0071448209.
  2. મોના મહાલ અને અસ્લી સેર્બેસ્ટ (2009). કેવી રીતે સ્થપતિ સટ્ટો કરવાનું શીખ્યા આઈએસબીએન (ISBN) 9783000298769.
  3. ગ્રેહામ, બેન્જામિન (1973). બુદ્ધિશાળી રોકાણકારો. હાર્પરકોલ્લિન્સ પુસ્તકો. આઈએસબીએન (ISBN) 0060555661.
  4. બેર્રોનનું આઈએસબીએન (ISBN) 0-8120-4631-3
  5. વિક્ટર નાઈડેરોફ્ફર, ધ વોલસ્ટ્રીટ જર્નલ, ફેબ્રુઆરી 10, 1989 રોજીંદી સટ્ટાખોરી
  6. ૬.૦ ૬.૧ અનલાઈકલી હીરોઝ - કેન હેજ ફંડ્સ સેવ ધ વર્લ્ડ? વન પંડિત થિન્કસ સો, ધ ઈકોનોમિસ્ટ, 2010-2-16
  7. Dr. Stephen Spratt of Intelligence Capital (September 2006). "A Sterling Solution". Stamp Out Poverty report. Stamp Out Poverty Campaign. પૃષ્ઠ 15. મેળવેલ 2010-01-02.
  8. Chua, J. H. and R. S. Woodward (1983). "The Investment Wizardry of J.M. Keynes". Financial Analysts Journal 39 (3). પૃષ્ઠ 35–37. મેળવેલ 2010-01-26.
  9. Ziemba, Rachel and William Ziemba (2007). "Good and Bad properties of the Kelly criterion" (PDF). John Wiley & Sons. પૃષ્ઠ 29–31. મૂળ (PDF) માંથી 2011-07-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-26.
  10. Evans-Pritchard, Ambrose (May 26, 2008). "Germany in call for ban on oil speculation". The Daily Telegraph. The Daily Telegraph. મૂળ માંથી 2008-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-28. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  11. Charles Pope (December 3, 2009). "DeFazio calls for tax on financial transactions but critics abound". The Oregonian, OregonLive.com. મેળવેલ 2010-01-04.
  12. David Cho, and Binyamin Appelbaum (January 22). "Obama's 'Volcker Rule' shifts power away from Geithner". The Washington Post. મેળવેલ 13 February 2010. Check date values in: |date= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]