સનેડો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ ભાતિગળ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો, ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે. ગુજરાતી લોકો ઉપરાંત ગુજરાત બહાર પણ સનેડો પ્રખ્યાત થયો છે.