સપનોં સે ભરે નૈના
સપનોં સે ભરે નૈના | |
---|---|
સર્જક | શાકુંતલમ ટેલિફિલ્મ |
લેખક | Rashi Gautam Hegde Janaki V Archana Joshi |
દિગ્દર્શક | Ismail Umar Khan Inder Das |
સર્જનાત્મક દિગ્દર્શક | Nimisha Pandey Sheetal |
કલાકારો | જૂઓ |
મુળ દેશ | ભારત |
ભાષા | હિન્દી |
No. of seasons | 1 |
એપિસોડની સંખ્યા | 299 |
નિર્માણ | |
નિર્માતા(ઓ) | Shyamasish Bhattacharya Neelima Bajpai |
નિર્માતાકંપની/કંપનીઓ | શાકુંતલમ ટેલિફિલ્મ |
પ્રસારણ | |
મૂળ ચેનલ | સ્ટાર પ્લસ |
20 ડિસેમ્બર 2010 – 3 ફેબ્રુઆરી 2012 | |
બાહ્ય કડીઓ | |
Website |
સપનોં સે ભરે નૈના સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થયેલી એક ભારતીય ધારાવાહિક છે. ૨૦ ડિસેમ્બર ૨૦૧૦થી તેના પ્રસારણની શરુઆત થઈ હતી અને ૩ ફેબ્રુઆરી ૨૦૧૨ના તેનું અંતિમ પ્રસારણ કરવામાં આવ્યું હતું.[૧]
કથાનક
[ફેરફાર કરો]આ ધારાવાહિકનું કથાનક નૈના ભારદ્વાજ (પાર્વતી વજે)ના જીવન પર આધારિત છે, જે પોતાના પિતાના મૃત્યુ પછી મુંબઈ ચાલી જાય છે અને ત્યાં વિવાહ માટેની તૈયારીઓ શરુ કરે છે. એક દિવસ રેલ્વેમાં યાત્રા કરતી વખતે તેની મુલાકાત દક્ષ પટવર્ધન (ગૌરવ એસ. બજાજ) સાથે થઈ જાય છે. નૈના પાસે રેલ્વેની ટિકિટ હોતી નથી અને દક્ષની જગ્યા પર બેસી રહે છે અને ટિકિટ માગનારને તે દક્ષ પોતાનો પતિ હોવાનું જણાવે છે. જે સાંભળીને દક્ષ ક્રોધિત થઈ જાય છે. નૈના મુંબઈ આવીને દક્ષની માને પણ મળે છે. દક્ષની માને તેનો વ્યવહાર સારો લાગે છે અને ભાડૂઆત તરીકે પોતાના ઘરમાં રહેવાની મંજૂરી પણ આપે છે. ત્યાર પછી બન્ને વચ્ચેના પ્રેમ અને વચ્ચે આવતા વિઘ્નોને કથામાં બતાવવામાં આવ્યા છે.
પાત્ર
[ફેરફાર કરો]- પાર્વતી વજે – નૈના દક્ષ પટવર્ધન
- ગૌરવ એસ. બજાજ – દક્ષ પટવર્ધન
- રચના પારુલકર – આકૃતિ
- પાયલ રાજપૂત – સોનાક્ષી
- કરણ શર્મા – અભિ
- દિશાંક અરોડા – આયુષ
- આશા નેગી – મધુરા
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ आम लड़की की कहानी सपनों से भरे नैना दैनिक भास्कर