સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી જીતેન્દ્રસિંહ, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC) ફાલ્તુ તોપિક્ મુક્વા કરતા કૈક જાનવા લાયક માહિતિ મુકો

શ્રી નાથજી દાદાની જગ્યા[ફેરફાર કરો]

શ્રી જીતેન્દ્રસિંહભાઇ, હરે કૃષ્ણ! આપે મારા વગર જોઇતા વખાણ કર્યા છે, મારે ઘણા બધા કામો કરવા જોઇએ જે હું નથી કરી શકતો, માટે હું તે વખાણોનો અધિકારી નથી. આપનો ઘણો ઘણો આભાર કે આપે વિકિમાં યોગદાન કરવાનું શરૂ કર્યું છે, મારી વિનંતિ છે કે, આપ ફક્ત આ એક લેખ લખીને અટકી ના જશો, પરંતુ આપનું યોગદાન સતત આગળ ધપાવે રાખજો.

બીજું એ કે જ્યારે કોઇને સંદેશો લખો ત્યારે સંદેશાને અંતે તમારી સહી કરવાનું ના ચુકશો, જેથી કરીને સામે વાળી વ્યક્તિને તમારો સંપર્ક કરવાનું સહેલું થાય, અને તે તથા અન્ય વાચકો જાણી શકે કે સંદેશો કોણૅ લખ્યો છે. પરંતુ આ સહી કરવાની પ્રથા ફક્ત ચર્ચાનાં પાનાઓ ઉપર જ છે, મુળ લેખમાં ક્યારેય સહી ના કરી શકાય.ખી કરવા માટે ઉપર સહીની નિશાની વાળું બટન દબાવવાથિઇ કે પછી --~~~~ ટાઇપ કરવાથી સહી આપોઆપ ઉમેરાઇ જશે.

હવે વાત શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર લેખ વિષે, આપની ભવનાઓની કદર કરું છું, હું પોતે પણ ધાર્મિક વ્યક્તિ છું માટે ધર્મ અને તેની સાથે જોડાયેલી લાગણીઓ સમજી શકું છું, પરંતુ વિકિપીડિયા એક એવી જગ્યા છે જ્યાં હર કોઇને લખવાની અને (હકારાત્મક અને વાસ્તવિકતાને લગતું) યોગદાન કરવાની છુટ છે, આપે કદાચ ધ્યાન આપ્યું હશે કે, જ્યારે તમે કોઇ લેખ લખવાની કે તેમા ફેરફાર કરવાની શરૂઆત કરો છો ત્યારે નીચે આ પ્રમાણેનો સંદેશો લખેલો જોવા મળૅ છે,

"મહેરબાની કરીને એ વાતની નોંધ લેશો કે વિકિપીડિયામાં કરેલું બધુંજ યોગદાન GNU Free Documentation License હેઠળ પ્રકાશિત કરએલું માનવામાં આવે છે (વધુ માહિતિ માટે વિકિપીડિયા:પ્રકાશનાધિકાર જુઓ). જો આપ ના ચાહતા હોવ કે તમારા યોગદાનમાં અન્ય કોઇ વ્યક્તિ બેધડક પણે ફેરફાર કરે અને તેને પુનઃપ્રકાશિત કરે, તો અહીં યોગદાન કરશો નહી. સાથે સાથે તમે અમને એમ પણ ખાતરી આપી રહ્યા છો કે આ લખાણ તમે મૌલિક રીતે લખ્યું છે, અથવાતો પબ્લિક ડોમેઇન કે તેવા અન્ય મુક્ત સ્ત્રોતમાંથી લીધું છે. પરવાનગી વગર પ્રકાશનાધિકાર થી સુરક્ષિત (COPYRIGHTED) કાર્ય અહીં પ્રકાશિત ના કરશો!"

માટે તમે તમારા લેખમાં એવું ના લખી શકો કે કોઇએ ફેરફાર કરવો નહી, જો કોઇ વ્યક્તિ અયોગ્ય ફેરફાર કરે તો તમે તે ચર્ચાનાં પાના ઉપર જૈને ચર્ચી શકો છો અથવા મારા જેવા પ્રબંધકોનો સંપર્ક કરી શકો છો. આપ મારી વાત સાથે સહમત થતા હોવ તો જણાવજો, જેથી આપણે આગળ ચર્ચા કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૭, ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

જીતેન્દ્રભાઇ, માફ કરશો, કામમાં થોડો વ્યસ્ત હતો તેથી આપના સંદેશનો જવાબ ત્વરિત નથી આપી શક્યો. આપની ફાઇલ ચઢાવવાની સમસ્યાનું તો આપને માર્ગદર્શન મળી ગયું છે, અને તે જાણીને વધુ આનંદ થયો કે આ વિષય પર કોઇ પુસ્તક નથી લખાયું કે અન્ય કોઇ જગ્યાએ માહિતિ પણ નથી, આપનું શત પ્રતિશત મૌલિક યોગદાન ખરેખર કાબીલે તારિફ છે. મને ઇ-મેલ કરવામાટે, મારા ચર્ચાનાં પાનાં પર જશો ત્યાં ડાબી બાજુએ 'સભ્યને ઇ-મેલ કરો' એવી કડી જોવા મળશે, ત્યાં જઇને મને ઇ-મેલ કરશો, સ્પામરોના ડરથી હું અહીં મારૂં ઇ-મેલ એડ્રેસ તમને નથી લખી રહ્યો, અને મારી તો તમને પણ સલાહ છે કે તમે પણ તમારા 'મારા વિષે' પાનામાંથી તમારું ઇ-મેલ સરનામું કાઢી નાંખો, લોકો ઑટોમેટિકલી ઇ-મેલ ડિટેક્ટ કરીને સ્પામિંગ મેલ્સ મોકલતા હોય છે, જેનાથી બચતા રહેવા જેવું છે, જો કોઇ સભ્ય એ તમને ઇ-મેલ મોકલવો હોય તો, ડાબી બાજુની કડી પરથી મોકલી શકે છે.
બીજી વાત એ કે, લેખનાં બેકગ્રાઉન્ડમાં કલર મુકવાની પ્રથા નથી, અન્ય કોઇ કામ હોય તો જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

ઉપવાસી બાપુનું ચિત્ર[ફેરફાર કરો]

પ્રિય જીતેન્દ્રસિંહ,

આપશ્રી એ પાઠવેલ ઉપવાસી બાપુનું ચિત્ર યોગ્ય જગ્યાએ ચઢાવેલ છે. હું આશા રાખું છુ કે આપે મોકલેલ આ ચિત્ર પર કોઇ પ્રકાશનાધિકાર (કોપીરાઇટ્સ) નથી.

આભાર,
--ચિરાગ ભાવસાર ૧૦:૨૫, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

શ્રી જીતેન્દ્રસિંહજી,જય માતાજી

   આપનું સ્વાગત છે.પરસ્પર સહકારનું નામજ વિકિપીડિયા છે.
આભાર,   અશોક મોઢવાડીયા

ફાઇલ ચડાવવા બાબત[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહ,

આપ વિકિપીડિયાની ડાબી બાજુની પટ્ટીમાં "હથિયારની પેટી" શિર્ષક હેઠળ "ફાઇલ ચડાવો" લીંકનો ઉપયોગ કરી ફાઇલ ચઢાવી શકો છો.

આભાર, --ચિરાગ ભાવસાર ૧૪:૨૦, ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

લેખમાં ચિત્ર કેવી રીતે ઉમેરવું[ફેરફાર કરો]

જીતેન્દ્રભાઇ, લેખમાં ચિત્ર ઉમેરવું ઘણૂ સહેલું છે. લેખમાં ફેરફાર કરતી વખતે ઉપર જે આઇકોન્સ દેખાય છે, તેમાંથી છઠ્ઠા ક્રમે આવેલાં આઇકોન (તસવીર જેવું નિશાન) ઉપર ક્લિક કરવાથી [[Image:Example.jpg]] આપોઆપ લેખમાં ઉમેરાઇ જશે, જેમાં Example.jpg ની જગ્યાએ તમે ચઢાવેલી ફાઇલનું નામ ઉમેરવાથી તસવીર જોઇ શકાશે. પરંતુ આ તસવીર મોટા કદની દેખાશે, તેને સામાન્ય રીતે નાના કદમાં (thumbnail) ઉમેરવામાં આવે છે, આમ કરવા માટે [[Image:Example.jpg|thumb|200px|right|ચિત્રનું નામ]] લખીને Example.jpg ની જગ્યાએ ફાઇલનું નામ અને અંતે ચિત્રનું નામ લખેલ છે ત્યાં ખરેખરૂં નામ ઉમેરવાથી યોગ્ય રીતે ફાઇલ જોઇ શકાશે. તમે ચઢાવેલી ફાઇલ મે લેખમાં ઉમેરી દીધી છે, પરંતુ, ભવિષ્યમાં તમારે કામ આવે માટે આ માહિતિ આપી છે.

મે હમણાં જ નોંધ્યું કે તમે લેખમાં સીતા-રામ-લક્ષ્મણની તસવીર પહેલેથી ઉમેરેલી તો હતી જે, તો પછી કેવી રીતે ભુલી ગયા કે તે તમે કેવી રિતે કર્યું હતું? જો કે તે તસવીર અને અન્ય થોડું લખાણ લેખ સાથે બંધ બેસતું ન હોવાથી મેં દૂર કર્યું છે જેની નોંધ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૩, ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

શ્રી જીતેન્દ્રસિંહજી,
શુભ દીપાવલી.આપનો સહયોગ વિકિપીડિયાને નવા વર્ષમાં પણ સરસ રીતે મળતો રહે તેવી પ્રાથનાસહ,દીપાવલી તથા નુતન વર્ષની શુભ કામના.--અશોક મોઢવાડીયા ૧૮:૫૭, ૨૬ ઓકટોબર ૨૦૦૮ (UTC)

એ રામ રામ ![ફેરફાર કરો]

આપના સ્નેહપૂર્ણ સંદેશ બદ્લ આભાર,આપ પરિક્રમા કરવા જુનાગઢ આવો ત્યારે મારા મહેમાન બનવા હાર્દિક આમંત્રણ.આપ મારા મારા વિષે પાના પર જઇ ત્યાંથી મને ઇ-મેઇલ કરશો તેવી વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૮:૨૩, ૨૭ ઓકટોબર ૨૦૦૮ (UTC)

  • કોઇ પણ સભ્યને (જો તેણે ઓપ્શન રાખેલ હોય તો) ઇ-મેઇલ કરવા માટે :- સભ્યનાં નામ પર ક્લિક કરવાથી તેમનાં "મારા વિષે"(User Page) પર જવાશે,ત્યાં ડાબી બાજુના પેનમાં "હથિયારની પેટી"(Toolbox) વિભાગમાં "સભ્યને ઇ-મેઇલ કરો" (E-mail this user) પર ક્લિક કરવાથી ઇ-મેઇલ બોક્ષ ખુલશે અને ત્યાંથી આપ મેલ કરી શકશો.સભ્યોને પોતાના ઇ-મેલ એડ્રેસ કે ફોન નંબર વિગેરે પોતાની અંગત માહિતીઓની આપ-લે સમજદારી અને જવાબદારી પૂર્વક કરવાની હોય ત્યારે આ સગવડનો ઉપયોગ કરવો હીતાવહ છે.અહીં "User talk" કે અન્ય જાહેર પાનાઓ પર મેઇલ એડ્રેસ કે ફોન નં. વિગેરે જેવી માહિતીઓની આપ-લે કરવી સલાહભરેલ નથી,સ્પામમેઇલ વિ.પ્રકારના દુરઉપયોગ થઇ શકે છે.
    * શ્રી જીતેન્દ્રસિંહજી,રામ રામ.ઉપરની વિગતથી આપને મદદ મળશે,પરીક્રમા પૂરજોશમાં ચાલુ થઇ ગઇ છે. આભાર --અશોક મોઢવાડીયા ૧૬:૨૦, ૯ નવેમ્બર ૨૦૦૮ (UTC)

સાલ મુબારક[ફેરફાર કરો]

જીતેન્દ્રભાઇ, હું વિકિપીડિયનોને મદદ કરૂં છું કે તેમને ઇરિટેટ કરૂં છું તે તો તમે બાકીના સભ્યોને પુછશો તો જ ખબર પડશે, પરંતુ આપનાં મીઠા શબ્દો વાંચવા બહુ ગમે છે, તમે ઘણી વખત મને ચણાનાં ઝાડ પર ચઢાવી દો છો (મઝાક કરું છું)! દિવાળીનાં આ શુભ પર્વમાં આપને અને આપના પરિવારને પણ મારા તરફથી દિવાળીની ખુબ ખુબ શુભકામના અને નૂતન વર્ષાભિનંદન. આવનારૂં નવું વર્ષ આપના જીવનમાં નવી નવી ખુશીઓ લઇને આવે એ જ શુભકામના. અમે અમદાવાદીઓ સાલમુબારક કહીને એક-બીજાને નવા વર્ષની વધાઇઓ આપીએ, માટે આપને પણ સાલ મુબારક.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૯, ૨૭ ઓકટોબર ૨૦૦૮ (UTC)

જીતેન્દ્રસિંહ[ફેરફાર કરો]

દિવાળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન મહર્ષિ --Maharshi675 ૦૯:૩૩, ૨૯ ઓકટોબર ૨૦૦૮ (UTC)

જુનાગઢનો લેખ[ફેરફાર કરો]

ભાઇ શ્રિ જીતેન્દ્રસિંહ; તમારો સંદેશ મળ્યો અને તમારો ખુબ આભાર માનું છુ! તમારો જુનાગઢનો લેખ ખુબ જ સરસ છે. ઘણા વખત થી ઇતીહાસ વિશે લખવાની ઇચ્છા હતી અને લેખ જેઇ ને ઘણો આનંદ થાય છે. સૌરાષ્ટ્રની રસધાર મા રા નવઘણ વિશે વાંચીયા પછી ઇચ્છા તિવ્રતર બની પરંતુ સમયના અભાવે લખી નો શકાયું. દામોદર કુંડ નો નાનકડો લેખ મે મુકેલ છે તો આપ યોગ્ય ફેરફાર કરશો.. જય માતાજી, સીતારામ! મહર્ષિ --Maharshi675 ૦૯:૧૩, ૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

  • શ્રી જીતેન્દ્રસિંહજી,રામ રામ
    ગીરનાર લેખમાં આપનું યોગદાન રંગ પકડે છે ! સુંદર લેખ,સરસ માહિતીઓ. ગીરનાર શિવલિંગાક્રુતિ છે તે ખરેજ સત્ય છે.ગુગલ અર્થ કે વિકિમેપીયા માં તેનું સરસ દર્શન થઇ શકે છે.મારી પાસે ગુગલ અર્થ દ્વ્રારા ઉતારેલા ગીરનારનાં સરસ વિહંગ દ્રશ્યો છે પરંતુ અહીં મુકી શકાય કે નહીં તે ખબર નથી,શ્રી ધવલભાઇ નો અભિપ્રાય લઇશું.આભાર --અશોક મોઢવાડીયા ૦૯:૪૩, ૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

ગુજરાતનાં ધાર્મિક સ્થળો/યાત્રાધામ[ફેરફાર કરો]

પ્રિય જીતેન્દ્રસિંહજી, ગુજરાતનાં લેખમાં મેં ફક્ત એવા જ યાત્રા ધામોની યાદી રાખી છે જે ખુબ પ્રખ્યાત છે અને બહોળા પ્રમાણમાં પ્રચલિત છે. આમ જોવા જઇએ તો આપણાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગામડે ગામડે અને શહેરોમાં ગલીએ ગલીએ મંદિરો છે, અને તે દરેક મંદિર કોઇક ને કોઇક સમુદાય કે વર્ગ માટે ધાર્મિક સ્થળ/યાત્રાધામ બની ચુક્યાં છે. જેમકે ગણપત પુરા, જેનું નામ થોડાંક વર્ષો પહેલાં કોઇએ નહોતું સંભળ્યું પરંતુ છેલ્લાં ૫-૭ વર્ષથી ગુજરાતનાં અમુક ભાગોમાં લોકો તે સ્થળે યાત્રા કરવા અને નિયમિત બાધા રાખીને ચોથ ભરવા જાય છે. આમ છત્તાં, ગુજરાતની બહાર જેટલું ડાકોર કે અંબાજી અથવા મહુડી પ્રખ્યાત છે તેટલું તે હજું સુધી પ્રખ્યાત નથી.

અરે બીજી વાત જવા દઇએ, અમદાવાદનો જ દાખલો લઇએ, જ્યાં મારો જન્મ થયો અને હું મોટો થયો તે ખાડિયા વિસ્તારમાં સુપ્રસિદ્ધ સાંઇબાબાનું મંદિર છે, જ્યાં દર ગુરુવારે હજારો લોકો દર્શને આવે છે, અને સેંકડો લોકો અમદાવાદની બહારથી પણ આવે છે, આજ રીતે તેની બાજુમાં બાલા હનુમાન, સારંગપુરમાં રણછોડજીનું મંદિર, કાળુપુર સ્વામિનારાયણ મંદિર અને તેની પાસે ધના સુથારની પોળમાં અમ્બાજીનું મંદિર, મણીનગરમાં વૈભવ લક્ષ્મીનું મંદિર, સ્મૃતિમંદિર, બાવળા જતાં જેતલપુરનું સ્વામિનારાયણ મંદિર, રખીયાલમાં ચકુડિયા મહાદેવનું મંદિર, સરખેજ ગાંધીનગર હાઇ-વે પર ઇસ્કોન (રાધા-ગોવિંદ), ભાગવત વિદ્યાપીઠ, વૈષ્ણો દેવી, ત્રિદેવ, તિરૂપતિ બાલાજી, વિગેરે અનેક પ્રખ્યાત મંદિરો છે, પરંતુ આ બધા મંદિરોને કારણે અમદાવાદને યાત્રાધામ કે ધાર્મિક સ્થળ ના ગણાવી શકીએ. તે જ રીતે અન્ય સ્થાનિક મંદિરો, જે તે શહેર કે તાલુકાનાં પાના પર ધાર્મિક સ્થળોની યાદીમાં મુકવા વધુ યોગ્ય છે, નહી કે ગુજરાતનાં પાના ઉપર.

જે રીતે, આપણે, કોઇક જીલ્લા ઉપર લેખ લખી રહ્યાં હોઇએ ત્યારે, તે લેખમાં તે જીલ્લાનાં ગામોની યાદી મુકવાને બદલે ફક્ત તાલુકાઓની યાદી મુકવી વધુ યોગ્ય લાગે અને પછી જો અનુકુળ હોય તો, જે તે તાલુકામાં બધા ગામોની યાદી મુકી શકાય, તે જ રીતે ગુજરાતનાં મુખ્ય લેખમાં મોટા મોટા યાત્રા ધામોની જ યાદી રાખી છે. મારા આ વ્યુહ સામે આપનો મત પણ જણાવશો, ચર્ચાથી દરેક વાતનું નિરાકરણ આવી શકે છે. શક્ય છે કે મેં કોઇક સ્થળનું મહત્વ આંકવામાં ભુલ પણ કરી હોય, માટે આપનાં મંતવ્યોની રાહ જોઇશ, અને મારી ભુલ થઇ છે તેમ લાગે તો આપ જાતે યથા યોગ્ય સ્થળો તે લેખમાં ઉમેરી શકો છો.

આપનાં નાનકડા પ્રષ્નનો મેં લાંબો લચક જવાબ આપી દીધો, આને કોઇ અવળી રીતે ના લેશો, ફક્ત સ્થળોનું મહત્વ સમજાવવા પુરતાં જ મેં અન્ય સ્થળોનાં નામ ઉપર વર્ણવ્યાં છે. હું પોતે પણ ધાર્મિક માણસ છું અને દરેક ધર્મ/સંપ્રદાય/પંથ પ્રત્યે સહિષ્ણુ છું, માટે એમ ના સમજશો કે મેં કોઇ ધાર્મિક વેરભાવ કે વૈમનસ્યને કારણે તે સ્થળો કાઢી નાંખ્યાં છે, અને અહિં આ બધો સ્થળો લખવાનો ઉદ્દેશ અન્ય સ્થળોની તેમની સાથે સરખામણી કરવાનો પણ નથી, ધર્મ એક સંવેદનશીલ વિષય છે, માટે બહુ સાવચેત રહીને ચાલવું પડે છે. ફરી પાછું લંબાતું હોય તેમ લાગે છે, એક ફકરો લખેલો delet કરી નાંખ્યો છે અને હવે પુરૂં કરું છું. આભાર અને માફી બંને....ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૧, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)

જીતેન્દ્રભાઇ, હું આપની ધર્મ ભાવના સાથે સહમત થાઉં છું, અને આપે લેખેલી ભાષા પણ તદ્દન સરળ અને સીધી છે. પરંતુ, હજુ હું તે તર્ક સાથે સહમત નથી કે ગુજરાતનાં નાના-મોટા દરેક યાત્રાધામોની યાદી તે લેખમાં આપવી જોઇએ. આપણે એવું કરી શકીએ કે ગુજરાતનાં લેખમાં જ્યાં યાત્રા ધામોની યાદી આપી છે ત્યાં એક વાક્ય ઉમેરી શકીએ (જે મેં ઉમેરી દીધું છે) કે જે ગુજરાતનાં બધાંજ યાત્રા ધામોનાં પાના તરફ વાંચકને વાળશે.
આપે લખેલાં ઉદાહરણ ને જ પકડી ને ચાલીએ તો, જ્યારે લેખ ભગવદ્ ગીતા ઉપર લખ્યો હોય ત્યારે તેનાં વિષેની શક્ય તેટલી માહિતિ આપીએ પરંતુ, તે લેખમાં આપણે ભગવદ્ ગીતા આખે આખી ના લખીએ, અથવા રામાયણ કે મહાભારત લેખ લખ્યો છે, ત્યાં લેખમાં તમે જોશો રામાયણ અને મહાભારતનાં પાત્રોની યાદી છે, પરંતુ, તમે આખું રામાયણ અને મહાભારત વાંચ્યું હોય તો તમને જણાશે કે બંને ગ્રંથોમાં અનેક પાત્રો છે જે તે યાદીમાં નથી આપ્યાં, હવે આપણે અહીં પણ એ જ દલીલ કરીએ કે આ બંને આપણાં હિંદુ ધર્મનાં અગત્યનાં ગ્રંથો છે, જ્યારે કોઇ વ્યક્તિ લેખ વાંચતી હોય ત્યારે આપણે તેને પાત્રો વિષે જણાવવામાં ભેદભાવ ના રાખી શકીએ અને તેને બધાંજ પાત્રોનાં નામ જણાવવા જોઇએ, જો તેમ કરવા જઇએ તો લેખ પાત્રોનાં નામોની યાદી છે કે મૂળ ગ્રંથ ઉપર છે તે ખબર જ ના પડે. આથી શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે ક્યાંક અપણે એક રેખા ખેંચવી પડે જે મૂખ્ય/મહત્વનાં પાત્રો અને ગૌણ પાત્રો નક્કી કરે. અને આપણે તે લેખોમાં સફળતાથિઇ આવું કરી પણ શક્યાં છીએ.
આ જ રીતે, ગુજરાતનાં લેખમાં યાત્રા ધામોની સૂચિ કરવા બેસી જૈએ તો લેખની મૂળ માહિતિ કરતાં લાંબી આ યાદી થઇ જશે, અને જરૂરી નથી કે ગુજરાત વિષે જાણવા માટે લેખ વાંચનાર દરેક વ્યક્તિ તેમાંનાં ગામડે ગામડાની અને દરેકા ગામોમાં આવેલાં ધાર્મિક સ્થળોની કે તેવા અન્ય સ્થળોની યાદિ જોવામાં રસ ધરાવતી હોય. ધાર્મિક સ્થળોની જેમ જ પર્યટન સ્થળોની વાત કરીએ તો, અમદાવાદમાં કાંકરીયા તળાવ, રાજકોટનું રેસકોર્સનું મેદાન, ભાવનગરનું લખોટિયા તળાવ, વગેરે પણ પર્યટન સ્થળો છે, પણ તેની યાદી આપણે ગુજરાતનાં લેખમાં નથી આપી અને આપી પણ ના શકીએ.
મેં કરેલો ફેરફાર જોઇ જશો, અને હું આ ચર્ચા પણ ગુજરાતનાં ચર્ચાનાં પાન પર મુકું છું જ્યાં અન્ય સભ્યોનાં મંતવ્યો પણ જાણી શકાશે. આપે સુચવ્યું છે તેમ અશોકભાઇનું પણ વ્યક્તિગત મંતવ્ય માંગું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૯, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

દાસી જીવણ[ફેરફાર કરો]

શ્રી જીતેન્દ્રસિંહજી,રામ રામ.

દાસી જીવણ પર આપનું કાર્ય સરસ છે.અભિનંદન. વિકિસોર્સ પર દાસી જીવણનાં ભજનો મેં ચડાવેલ છે,જેની લિંક આ લેખમાં (દાસી જીવણ) આપેલ છે,સમય મળ્યે ચકાસી લેશો.અને હજુ વધુ ભજન મળે તો ત્યાં લખવા નમ્ર વિનંતિ.--અશોક મોઢવાડીયા ૧૯:૩૫, ૧૯ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

લેખ વિશે[ફેરફાર કરો]

શ્રી જીતેન્દ્રસિંહજી, રામ રામ.

સારાં કામને સારૂં કહેવુંજ પડે,છતાં આપને એમ લાગતું હોય કે અમે બધાં ખોટાં વખાણ કરીએ છીએ તો આપ પણ અમારા સૌનાં વખાણ કરી વેર વાળી શકો છો :).મજા આવી બાપુ :). હમણાં હું વિકિસોર્સની પાછળ પડ્યો છું! બિજું આપે જણાવ્યું તેમ અમુક એકજ વિષયને લગતા નાના નાના લેખ હોય તો એક કરી શકાય, જો કે ક્યારેક લેખ બહુ લાંબો ના બને તે માટે તેનાં બે-ત્રણ ભાગ કરેલ હોય છે. કારણકે અમુક લોકો લો સ્પિડ કનેક્શન વાપરતા હોય તો તેમને પણ પાનું ખુલવામાં બહુ વાર ન લાગે તેનું ધ્યાન રાખવાનું હોય છે.

વધુ જાણકારી માટે આપણે ધવલભાઇની સલાહ પણ લઇ શકીએ. મેઇલ માટે ચકાસણી કરીને હું આપને જણાવીશ. શિવ પરનાં લેખ માટે અહિંજ ધન્યવાદ આપી દઉં !!! ત્યાં પણ મેં 'વિકિસોર્સ'ની લિંક મુકી છે, આપના સમયે ચકાશી લેશો. આભાર. જય માતાજી. --અશોક મોઢવાડીયા ૧૨:૦૫, ૨૧ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

દેવાયત પંડિત[ફેરફાર કરો]

શ્રી જીતેન્દ્રસિંહજી,રામ રામ.
દેવાયત પંડિતનાં ભજન ચડાવવા બદલ આભાર,આશા રાખુંકે આપ વધુને વધુ ભજનનો લાભ આપશો.મારી ટેવ પ્રમાણે મેં "વિકિસોર્સ" પર આ ભજન મુકવાનું રાખ્યું છે. ત્યાં આપને ફાવેતો સીધાંજ પાનાં ચડાવશો,નહીંતો હું તો છું જ :)

અહીં હું વિકિસોર્સની સીધી લિંક આપૂં છું સમય મળ્યે જોઇ જશો,અને જરૂરી સુચનો કરશો તેવી પ્રાથના.

--અશોક મોઢવાડીયા ૧૦:૧૧, ૨૪ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

લીરબાઇ આઇ[ફેરફાર કરો]

ભાઇશ્રી જીતેન્દ્રસિંહજી, રામ રામ
સૌ પ્રથમતો ૨૦૦૯ નું આપનું વર્ષ સફળ અને મંગલમય નીવડે તેવી પ્રાથનાં.આપે લીરબાઇ આઇ પર લખેલ લેખ એ આપનું અમારા પર ઋણ રહેશે. બહુજ સુંદર લેખ.ખાસ કહુંતો આટલાં ભજનોની મને પણ ખબર ન હતી.ટુંક સમયમાં હું મોઢવાડા અને કેશવ ગામની યાત્રા કરીશ ત્યારે જરૂરી ચિત્રો વગેરે લઇ અને આ લેખમાં ગોઠવી આપીશ. આપને (અને આપણાં અન્ય એક મિત્ર "મહર્ષી ભાઇ"ને)ધાર્મિક બાબતોનોં ઉંડો અભ્યાસ છે.અને તેમનો લાભ આપણા સૌ વિકિમિત્રોને મળતો રહે તેવી પ્રાર્થના. આ આપણી સંસ્કૃતિ અને સાહિત્ય છે,જેનું કોઇપણ પ્રકારે જતન કરવું તે આપણી ફરજ છે.આપને ધન્યવાદ. બિજુંકે ઠંડી સારી એવી પડે છે,(જો કે આપણા "ધવલભાઇ" યુ.કે.નીં ઠંડી ખાતાખાતા આપણી પર હસતા હશે!!! પણ ભાઇ અમારે તો આ દીવડો જ સુરજ સમાન !)આમાં બાજરાનાં રોટલા અને રીંગણાનાં ઓળા ખાવાની મજા છે. આવો ક્યારેક અમોને લાભ આપવા,સૌને આમંત્રણ છે.--અશોક મોઢવાડીયા ૧૦:૫૬, ૩૦ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

આપનો સંદેશ[ફેરફાર કરો]

આપને પણ નવું વર્ષ સુખ સમૃદ્ધિ અને સફળતાની બહુતાયત અર્પે તે જ આશા. મેં મારો ટુંકો પરિચય મારા પેજ પર્ મૂક્યો છે. પોતાના વિષે લખવામાં અળખામણું લાગે છે, પણ તમારે ક્યારેક તો શરુઆત કરવી પડે. એની વેસ્, બેસ્ટ ઓફ લક --Sushant savla ૦૪:૪૯, ૨ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

Happy New Year 2009[ફેરફાર કરો]

જીતુ બાપુ, હરે કૃષ્ણ! આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2009! આપના અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ૨૦૦૮ કરતા પણ વધુ મળે તે જ કામના.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૯, ૨ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)


ભાઈ શ્રી જીતેન્દ્રસિંહ!

સીતારામ, જય માતાજી.

તમને અને તમારા પરિવારને પણ ૨૦૦૯નું વર્ષ સોનેરી બને તેવી શુભકામના અને વેકેશનમા હોવાથી શુભેચ્છા બહું મોડી પાઠવી શક્યો તે બદલ ક્ષમા પ્રાથુ છું.... --મહર્ષિ --Maharshi675 ૧૫:૨૧, ૨૦ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

welcome ! To Junagadh.[ફેરફાર કરો]

શ્રી જીતેન્દ્રસિમ્હજી, રામ રામ

આપ આવવાનાં હોય તો મને પર સાંજે ૫-૦૦ થી ૮-૦૦ વચ્ચે ફોન કરશોજી,અનુકુળ હોય તો ચોક્કસ આવો,ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેતા યુવાનોનો ઉત્સાહ ખરેખર માણવા લાયક હોય છે. જય માતાજી. --અશોક મોઢવાડીયા ૧૦:૧૪, ૩ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

સંસ્કૃતિનું જતન[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, હરે કૃષ્ણ, જય માતાજી! આપ જે યોગદાન કરી રહ્યાં છો એનાથિ જો કોઈ ખુશ ના થાય તો તે મૂર્ખ ગણાય અને જો વળી કોઈ તમારાથી નારાજ થાય કે તમારા કોઈ પણ લખાણ થી તેને ખોટું લાગે તો તો તે મહા મૂર્ખનો પણ મહા મૂર્ખ જ હોઈ શકે. જરાપણ એમ ના માનશો કે મને તમારી કોઈ વાતથી ખોટું લાગ્યું છે. તમે કીધું તેમ વિકિ પરિવાર છે અને પરિવારનાં વડિલે દરેક પ્રકારની નજર દરેક સભ્ય ઉપર રાખવી પડે, તો સાથે સાથે એ પણ સત્ય છે કે પરિવારનાં સભ્યો વચ્ચે દરેક જાતનાં સંબંધો હોય, પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય, મમતા, વેર, વૈમન્સ્ય, વ્હાલું-દવલું, વિગેરે, અને માટે હંમેશા કોઈને સલાહ/સુચન આપતાં એ જ બીક લાગે છે કે પ્રેમ/મૈત્રી સિવાયનાં કોઇ સંબંધ ના બંધાઇ જાય તો તો સારૂં. પણ આનંદ છે એ વાતનો કે હજું સુધી તો એવું નથી થયું.

રહી વાત મને વડિલ બનાવવાની તો, આપનો આભાર. મારી ઉંમર વિષે જણાવી દઉં કે, હા, ચોક્કસ તમારા કરતાં ઉંમરમાં મોટો છું, મને ૩૫ વર્ષ થયાં (અને તમને ૩૦, બરાબરને?) એટલે તમારા કરતા ઉંમરમાં મોટો ખરો પણ હજું વડિલ કહેવાવાને લાયક ઉંમર નથી થઈ, ઉંમરમાં તો આપણા એક સભ્ય વલ્લભજીભાઈ (વી.કે.વોરા) આપણા સૌનાં વડિલ હશે તેમ માનવું છે, કેમકે તેમની ઉંમર ૬૧ની આસપાસ છે. અને મેં અશોક્ભાઇને કહ્યું હતું તે સાચી વાત છે, ૩૫ વર્ષની ઉંમર એટલે આજકાલની જીવન શૈલીમાં અડધું આયુષ્ય થઈ ગયું કહેવાય, એટલે હું એમ માનું છું કે મારી ઉંમર થઈ ગઈ છે.

બાકી સંસ્કૃતિની વાત કરીએ તો તમે સાચું કહો છો, એક સમય આવશે જ્યારે લોકો શાસ્ત્રોને શરણે જશે, પણ વિદેશની ધરતી પર રહ્યાં પછી એમ લાગે છે કે આપણો ભારત દેશ ઘણો ધાર્મિક છે, એક કે બીજી રીતે દરેક નાગરિક પોતપોતાનાં ધર્મમાં માનતો જ હોય છે, બહુ ઓછા લોકો ખરા અર્થમાં નાસ્તિક હોય છે. અમે ઈસ્કોનનાં અનુયાયીઓ એમ કહીએ છીએ કે કોઈ વ્યક્તિ ભૂલમાં કે અનાયાસે પણ જો ભગવાનનું નામ લે, તો ભગવાન તેને તે વાતનું પૂણ્ય આપે છે, અજામિલનો જ દાખલો લઈ લો ને.. તો આપણા દેશમાં લોકો આવતાં આવતાં જતાં જયશ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, વિગેરે બોલતાં હોય છે, વારે તહેવારે નહિતો પણ એટ લીસ્ટ બેસતાં વર્ષને દિવસે તો મંદિરે કે દેવસ્થાને જતાં જ હોય છે, એટલે આપણી સંસ્કૃતિ ઘણી સારી રહી છે અને સચવાઈ છે, બાકી અહીં આ ઇંગ્લેંડમાં તો સંસ્કૃતિ જેવું કશું છે જ નહી, રસ્તા ઉપર ઉભા રહીને લોકો ચુમ્મા-ચાટી કરતાં હોય છે, આપણે ત્યાં ફિલ્મોમાં પણ જેને અશ્લિલ ગણવામાં આવે છે તેવી કીસો અને હરકતો તમને બસ સ્ટેન્ડ પર બેઠા બેઠા, બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતાં કરતાં મફતમાં જોવા મળે. માટે ખુશ થાઓ કે તમે ભારતભૂમિ પર છો અને હજું આપણા દેશની સંસ્કૃતિ ખાડે નથી ગઈ, લોકોને રામાયણા-મહાભારત, વેદો કે પુરાણોની જરૂર એટલે નથી પડતી કે તેમનાં બાળપણનાં સંસ્કારમાં આ શાસ્ત્રો/પુરાણોની વાતો તેમને માતા-પિતા અને દાદા-દાદીઓ પાસેથી વારસામાં મળી જાય છે, માટે જો કોઈ વ્યક્તિ આ બધા ધર્મ ગ્રંથો ના વાંચતી હોય તો તે મારા કે તમારા અથવા આપણા કરતાં અનેકગણા વધુ ધાર્મિક વ્યક્તિ કરતાં સહેજે ઉતરતાં નથી. રસ્તે જતાં કોઈ પણ હિંદુ, કે પછી કહેવાતા નાસ્તિકોની રેશનાલિસ્ટ પરિષદમાં પણ કોઈ ને પૂછો કે રામના પિતાનું નામ શું હતું? તેને કેટલાં ભાઈઓ હતાં?રાધા કોણ હતી? કંસને કોણે માર્યો? અંબાજી ગામમાં કોનું મંદિર છે ? કાશિમરનાં અમરનાથમાં શું છે, તો આ બધી વાતોનો જવાબ કોઇપણ સહજ રીતે આપી દેશે. ચાલો હવે પુરું કરૂં, આતો મેં ભાષણા આપી દીધું, જોયું ને હું બહુ હાથમાં નથી આવતો એ જ સારું છે, નહીતર આવા લાંબા લચક ભાષણો આપીને તમને કંટાળો અપાવિ દઉં. જય શ્રી કૃષ્ણ!--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૫, ૯ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

સંસ્કૃતિનું જતન[ફેરફાર કરો]

મીત્ર જે.આર. ચૌહાણ. અંગ્રેજી કે અન્ય વીકીપીડીયા ઉપર આવવું એ ગૌરવનો વીષય છે. ઉપર સંસ્કૃતી જતનની ચર્ચામાં મારું નામ જોઇ આ લખું છું. ૨૦ વર્ષ પહેલાં હું મારા ગામમાં વડીલોનો આંબો એટલે કે વંશાવળીની નોંધ બનાવતો હતો ત્યારે એક વડીલે કહ્યું બધું ફોકટ છે. આ બ્રહ્માંડમાં કોણ કોને ઓળખે છે? વડીલે મારો બધો નશો ઉતારી નાખેલ. વાત રહી ધર્મ અને સંસ્કૃતીની. અમે રેશનલીસ્ટો જ્યારે ભેગા થઈએ ત્યારે બધા મીત્રો મને ચુપ રહેવાનું કહે છે. એ મીત્રોનું માનવું છે કે હું જનુની છું અને રેશનલીઝમનો વ્યાપાર નહીં થાય એટલે મારે ફાળે ચુપ રહેવાનું આવે છે. અમેરીકાના બરાક ઓબામા પણ બાઈબલ ઉપર હાથ મુકી શપથ ગ્રહણ કરેલ છે. એટલે જય ઓબામા. Vkvora2001 ૦૮:૪૦, ૨૨ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રસિંહજી,રામ રામ.
પ્રથમતો very sorry! કારણકે આપનો આગલો સંદેશ મારા ધ્યાન બહાર રહ્યો. અને મને કશુંક નવું લખવાનું મળી જાય એટલે હું 'આદુ ખાઇને' તેની પાછળ પડી જઉં છું !! વચ્ચે ધવલભાઇએ આપની યાદી કરેલ,જોકે તેમણે તો મને ખખડાવ્યો તેમ કહો તો પણ ચાલે (: કે જીતેન્દ્રસિંહ તમને મળ્યા પછી અહીં દેખાતાજ નથી તો શું વાત છે!!! (: આપને સમય મળ્યે મળતા રહો તો અમને મિત્રોને સારૂં લાગે. મારા ફોટોગ્રાફ્સ બાબતે ઉત્સાહીત કરવા બદલ આભાર. આતો થોડી આપણને ગમતી ક્ષણોને મિત્રો વચ્ચે વહેંચવાનો આનંદ લેવા માટે કરેલ છે. હમણાં ભારતની લાઇસન્સ પ્લેટ એ લેખ પર થોડું અંગ્રેજીવિકિ પરથી અને થોડું અન્ય માહિતિઓ મેળવી ઉમેરણ કરવાની કોશિશ કરી,આપ પણ જોઇ લેશો અને જરૂરી સુધારા કરશો. બાકી બધું સારૂં ચાલે છે, અને મોજમાં રહેવાનું કારણ વધુતો હમણાં શેરબજારે પુરૂં પાડ્યું છે!!! આમે મારા નામનાં ભાવાર્થ મુજબ હું દુઃખી થવાનું ઓછું પસંદ કરૂં છું. B+ જોકે એ મારૂં બ્લડગ્રુપ પણ છે!!! ક્યારે જુનાગઢ આવો છો? મળજો જરૂર.

એ રામ...રામ[ફેરફાર કરો]

એ રામ...રામ,જીતેન્દ્રસિંહજી.
ઘણાં સમયે દેખાયા ! કંઇ અગત્યનાં કામમાં હતા શું?.ખેર ઘણો આનંદ થયો. શિવરાત્રિનાં મેળામાં આવેલ કે નહીં ? હું હમણાં લગનગાળામાં હતો તેથી મેળામાં પણ જવાયું નથી. અમોને પડકારા કરતા રહો તો અમારૂં દિલ હર્યુંભર્યું રહેશે. આપની લાગણી અને પ્રેમ જાળવી રાખશો તેવી પ્રાર્થના.--અશોક મોઢવાડીયા ૧૦:૫૨, ૪ માર્ચ ૨૦૦૯ (UTC)

સીતારામ[ફેરફાર કરો]

જીતેન્દ્રભાઈ, ફરી એક વખત સ્વાગત, જુઓ તમે પાછા ફર્યા અને ચર્ચામાં જોડાયા તો પણ કેવા વિષયની? અને હા, મેં લખેલા મુદ્દા કોઈ વ્યક્તિગત નહોતા અને નથી, આપ તેને આપના ઉપર ના લેશો, અને મેં તે લેખને ઓલરેડી દૂર કરી દીધો છે, બરાબર છે, આપણા બાળકો ભલે બહારથી શિખતા, તમારી સાથે સહમત છું ભાઈ, ના હોત તો લેખને દૂર ના કર્યો હોત. આ વાત સાબિત કરે છે કે તમે હજુ મને માફ નથી કર્યો અને મારા પ્રત્યે પૂર્વાગ્રહ રાખી રહ્યા છો.

અને આ વિદેશની ધરતી પર કેવી હોળી અને કેવી ધૂળેટી? અહિં અમે હોળી અને ધૂળેટી દેવ દર્શન કરીને મનાવીએ છીએ, આમે હોળી અમારા ઇસ્કોનમાં મોટો તહેવાર હોય છે, આખો દિવસ ઉપવાસ અને સાંજે ચૈતન્ય મહાપ્રભુનો અભિષેક, અન્નકુટ અને પછી ઉપવાસનાં પારણા ફરાળી વસ્તુઓ ખાઇને કરવાના, કેમકે હોળી તે ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ (પ્રાગટ્ય) દિવસ છે. ઇસ્કોનમાં હોળી પ્રગટાવતા નથી પરંતુ અન્ય વૈષ્ણવ મંદિરોમાં હોળી પ્રગટે, એટલે અમે લોકો ત્યાં હોળીનાં દર્શન પણ કરી આવીએ અને પછી ફરાળ કરીએ. ધૂળેટી પણ મંદિરમાં ગુલાલથી રમી લઈએ, લંડનમાં છીએ એટલે ફાયદો એટલો કે અહિં ક્યાંકને ક્યાંક દરેક તહેવાર ઉજવવા મળી જાય, ધૂળેટી પછીના રવીવારે લંડનની બોર્ડર પર અન્ય એક ઇસ્કોન મંદિર આવેલું છે ત્યાં બધા ભેગા મળીને ધૂળૅટી રમશે, જો વાતાવરણ સારુ હશે તો (આ દેશમાં બારે મહિના વરસાદ પડે ભાઈ) અમે લોકો પણ ધૂળેટી રમવા મેનોર જઇશું. તમારા રંગબેરંગી ચહેરાના ફોટા પાડી અમને બતાવીને ઇર્ષા જગાડશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૫, ૪ માર્ચ ૨૦૦૯ (UTC)

સ્વાગત છે[ફેરફાર કરો]

શ્રી જીતેન્દ્રસિંહજી,નમસ્કાર
જુનાગઢ આવો ત્યારે જાણ કરશો, મારે લાયક કોઇ સેવા હોયતો પણ જણાવજો. હોળી,ધુળેટી બે દિવસ અમે રજા રાખીએ છીએ એટલે સાવ નવરા ધુબાક. મા..ચો.. ચર્ચામાં ભાગ લેવા માટે ધન્યવાદ,જો કે આમાંતો એવું બન્યું કે હું અને ધવલભાઇ ક્રાંતિકારી બનવા નિકળ્યા અને બળવાખોર સાબીત થયા (મંગલ પાંડે જેટલો ટેકો પણ ના મળ્યો ):) ખેર એ તો ફરી ક્યારેક કોઇ અન્ય બાબતે ક્રાંતિ કરીશું ! બાકી મુકીશુંતો નહીંજ !!:). આ બહાને પણ રસપ્રદ,માહિતીપ્રદ ચર્ચાઓ તો થઇને, તેમ હકારાત્મક વિચારવાનું. આપ પણ કોઇ નવો સારો લેખ ચાલુ કરો તેવો અનુરોધ છે. સ્નેહદ્રષ્ટિ કાયમ રાખશો તેવી પ્રાથનાસહ. --અશોક મોઢવાડીયા ૧૮:૫૨, ૪ માર્ચ ૨૦૦૯ (UTC)

આપનો સંદેશ[ફેરફાર કરો]

ભાઇ શ્રીજીતેન્દ્રસિંહ, આપનો ભાવસભર સંદેશ મળ્યો. સાથો-સાથ રામાયણની લિંક પણ માણી. જો આપને પણ શોખ હોય તો મોરારિબાપુની રાજકોટની કથા માણવા જેવી છે. ઉપરાંત સુંદરકાંડ ની એક અત્યંત સુંદર કડિ થોડા વખત પહેલા હાથ આવી જે કદાચ આપને પણ ગમશે.

બીજું કે આપનો ક્ષત્રિય પરના લેખ બાબતે સંદેશો વાંચ્યો. અશોકભાઇ એ તો ઘણો ખરો અનુવાદ પણ કરી આપ્યો. પણ મને લાગ્યું કે આપને જો ભવિષ્યમાં અન્ય લેખો નો અનુવાદ કરવો હોય અથવા અન્ય કોઇ માહિતી મેળવવામાં તકલિફ પડતી હોય તો, આ બાબતે એક સુજાવ છે.

આપ ગુગલનું અનુવાદ(ટ્રાન્સલેટ) ટુલ વાપરી શકો. હું અહિં ક્રમવાર રીત રજુ કરવાનો પ્રયત્ન કરું છું. છતા પણ જો કશેક અટકો તો વિના સંકોચે પુછશો.
૧. ગુગલનું તરજુમા (ટ્રાન્સલેટ) ટુલ ખોલો.
૨. "Translate text" ના ખાનામાં જેનો અનુવાદ કરવો હોય તે માહિતી મુકો.
૩. બરાબર તેની (Translate text) નીચે ડાબી બાજું અંગ્રેજી પસંદ કરો અને જમણી બાજુ હિંન્દી પસંદ કરો.
૪. "Translate" બટન દબાવવા થી તમે આપેલી અંગ્રેજી માહિતીનો અનુવાદ હિંન્દીમાં થઇ શકશે. અને ત્યાર બાદ તો ગુજરાતી અનુવાદ પ્રમાણમાં સરળ બનશે.

નોંધ: આવી જ રીતે આપને જો આખે આખો લેખ અંગ્રેજીની બદલે હિંન્દીમાં વાંચવો હોય તો આપ "Translate a web page"માં આખે-આખિ લિંન્ક મુકીને અનુવાદ થયેલો લેખ કે અન્ય કોઇ પણ વેબ-પેઇજ હિંન્દીમાં જોઇ શકશો. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૫:૧૨, ૫ માર્ચ ૨૦૦૯ (UTC)


અહીં મોટા ભાગે ઇસાઇ લોકો ના સુંદર દેવસ્થાનો આવેલા છે. ઇસ્લામ ધર્મની મસ્જીદો તથા શીખ ધર્મના ગુરુદ્વારા પણ લગભગ મોટા ભાગના મહાનગરોમાં જોવા મળે છે. હિન્દુ ધર્મના મંદિરો મોટા ભાગે ઇસ્કોન તથા શ્રીલંકાના લોકો દ્વારા ચલાવવામાં આવે છે. આપ જો ઓર્કુટનો ઊપીયોગ કરતા હો તો આપ થોડા ફોટોસ જોઇ શકશો.. બાકી તો ભાઇ આપ ભારતમાં રહીને વિદેશની ધરતી વિશે પુછો તો લાગે કે "પાની મેં મિન પિયાસી મોહે દેખત આવત હાંસી". જય હિંન્દ! સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૫:૪૮, ૭ માર્ચ ૨૦૦૯ (UTC)

જય માતાજી[ફેરફાર કરો]

બાપુ, જય માતાજી, આપનો ઘણો આભાર.બાળકો તેમ જ બાળગીતો મને પણ ખૂબ જ ગમે છે. વધુ બાળગીતો માટે ધવલભાઇ વિકિસ્ત્રોતમાં ગુજરાતીમાં લખવાની જોગવાઇ કરી રહ્યા છે. પછી આપણે કામ આગળ ધપાવીશું. --સતિષચંદ્ર ૦૫:૫૬, ૬ માર્ચ ૨૦૦૯ (UTC)

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારિ[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, આપ નાહકના મને વડીલ બનાવો છો, અરે યાર, હું પણ હજી તમારી જેમ જ જુવાન છું, ભલે ૮-૧૦ વરસ આમ કે તેમ, પણ ૮-૧૦ વરસનો ફરક તો કાંઇ ફરક કહેવાય ભલા માણસ? આ તો તમે તમારા આના પહેલાના તમારા સંદેશામાં મારા માટે લખ્યું હતું તેના જવાબમાં લખું છું. અને એક નાની બાબત તરફ ધ્યાન દોરવાનું હતું, કે સંબોધનમાં 'હરે કૃષ્ણા' નહી, 'હરે કૃષ્ણ' છે. કૃષ્ણા એ દ્રૌપદીનું નામ છે, માટે 'હરે કૃષ્ણા' કહેતા દ્રૌપદીને યાદ કરીએ તેમ થઈ જાય છે, જ્યારે મંત્ર પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ માટે છે. અને છેલ્લે, અન્ય સહુ મિત્રોની સાથે સાથે તમારો પણ વિકિસ્ત્રોતની તરફેણમાં મત આપવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૧, ૯ માર્ચ ૨૦૦૯ (UTC)

સંપર્ક કરવા બદ્દલ આભાર[ફેરફાર કરો]

અચ્છા, તો આપે પણ અમારા કાર્યની નોંધ લીધી. આપના પ્રોત્સાહન માટે આભાર. આપના મુખ પૃષ્ઠ પર આપનો અને અપના પુત્રનો ફોટો જોયો. આમ પન આપને જોવાની ઈચ્છા હતી જ. --122.174.74.162 ૧૩:૩૨, ૧૩ માર્ચ ૨૦૦૯ (UTC)

હવે જામે છે[ફેરફાર કરો]

શ્રી જીતેન્દ્રસિંહજી, રામ રામ.
ક્યા બાત હૈ !! મસ્ત ફોટા છે. આપનો મેસેજ મળ્યો. ફોટોગ્રાફસ મેઇલ કરૂં છું, આપ મિત્રો શાથે ખુબ મજા આવી,ખાસતો ૧૯૦૦ વર્ષ જુની ગુફાઓ જોવાનો અને સુંદર ધાર્મિક સ્થાનનાં દર્શન કરવાનો લાભ મળ્યો. આ ગુફાઓ પર વધુ વિગતો એકઠી કરો તો અહીં એક સુંદર,માહિતીપ્રદ લેખ બનશે. સમય મળ્યે ફરી પધારવા નિમંત્રણ, ગિરનારનીં કંદરાઓમાં 'ભટકવા'નો લાભ લેશું. આભાર.--અશોક મોઢવાડીયા ૧૮:૫૮, ૧૩ માર્ચ ૨૦૦૯ (UTC)

ક્ષત્રિય[ફેરફાર કરો]

શ્રી જીતેન્દ્રસિંહજી, રામ રામ.
આપે સોંપેલ કાર્ય "ક્ષત્રિય" લેખ સંપુર્ણ કરી નાખ્યો છે.આપ ચકાસી જશો,તથા સુચન આપશો. આ કાર્ય કરવામાં થોડો સમયતો લાગ્યો પરંતુ ખુબજ મજા આવી,અને ખાસ તો આપણા પૂર્વજો વિશે ઘણી આધારભુત માહિતીઓ જાણવા મળી. જે માટે હું આપનો ખુબજ આભારી છું. મારી કોશિશ એ હતી કે ફક્ત બેઠું ભાષાંતરજ ન કરવું પરંતુ જરૂરી વધારાની વિગતો શોધી અને 'ભાવાનુવાદ' કરવો,તેમજ બને તેટલું આધારભુત લખાણજ કરવું. આમાં મને સફળતા મળી કે નહીં તે તો આપ સૌ મિત્રો જ ચુકાદો આપશો. હવે પછીનો શું હુકમ છે તે ફરમાવશો :) હવે અન્ય વર્ણો પર પણ વ્યવસ્થિત માહિતી એકત્ર થાય તો લખીયે.(અંગ્રેજી વિકિ પર આ વિષયક બહુ માહિતી નથી) આભાર,જય માતાજી. --અશોક મોઢવાડીયા ૨૦:૨૦, ૨૯ માર્ચ ૨૦૦૯ (UTC)

  • આભાર, હવે થોડું મજાક બાબતે: તો મોટાભાગે (નેટ ચેટીંગમાં ખાસ) લેખીત સંદેશામાં અવાજનાં અભાવે ઘણી વખત સામા માણસનો કહેવાનો ભાવાર્થ સમજાતો નથી. અને ક્યારેક 'ઓડનું ચોડ' વેતરાઇ જાય, આથી જે બાબતનો હળવા ટોનમાં કે મજાકમાં ઉલ્લેખ કરાયો હોય ત્યાં વાક્યને અંતે :) નિશાની મુકાય છે,જે આમતો 'સ્માઇલિ' નું આડું રૂપ છે :) જેમાં બે બિંદુઓ આંખની અને કૌંસની નિશાની હસતા મોં ની પ્રતીતિ કરાવે છે. આથી ખબર પડે કે આ વાક્યને બહુ(જરાય!) ગંભીરતાથી લેવું નહીં. અને માઠું લગાડવું નહીં.
    (૧) :) અથવા :-) = હસતો ચહેરો
    (૨) :( અથવા :-( = રડમસ ચહેરો
    વધુ માટે અહીં જુઓ. લ્યો ત્યારે જય માતાજી. --અશોક મોઢવાડીયા ૧૮:૪૬, ૩૦ માર્ચ ૨૦૦૯ (UTC)

જય માતાજી, બાપુ[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહ, જય માતાજી, બાપુ તમને રાજકોટ તાલુકાના ગામોની યાદી પાઠવું છું, જેથી તમે એ માટે આગળ કાર્ય કરી શકો. મારાથી બે-ત્રણ વાક્યો જ લખી શકાશે. નામોની ચોકસાઇ કરી લેશો. આપનો વિસ્તાર હોવાથી આપ સરસ લેખ તૈયાર કરી શકશો. તમારા વિચારો, પ્રોત્સાહન મળતું રહે છે. બસ ત્યારે રામ રામ.-સતિષચંદ્ર

આનંદપર ડુંગરપર જીયાણા લોધીડા

	અણીયારા 	 	ફડાડાંગ 	 	કાળીપત 	 	લોઠડા 
	બડપર 	 	ગઢકા	 	કણકોટ	 	 
	બરવાણ 	 	ગવરીદાડ 	 	કસ્તુરબાધામ 	 	 
	બેડી 	 	ધંટેશ્વર 	 	કઠરોટા 	 	 
	બેડલા 	 	ગોલીડા 	 	ખારચીયા 	 	 

ભાંગડા ગુંદા ખેરડી

	ભયાસર 	 	હડમતીયા (બેડી) 	 	ખીજડીયા 	 	 
	ભુપગઢ 	 	હડમતીયા (ગોલીડા) 	 	ખોખડાબાદ 	 	 
	ચાંચડીયા 	 	હલીન્દા 	 	ખોરાળા 	 	 
	ચીત્રાવાવ	 	હરીપર 	 	કોઠારીયા 	 	 
	ડેરોઇ 	 	હીરાસર 	 	કુચીયાદડ 	 	 
	ધમાલપર 	 	હોડથાલી 	 	કુવાડવા 	 	 
	ધાંધીયા 	 	જીલીયા 	 	લાખાપર 	 	 
	ધાંધણી 	 	જામગઢ 	 	લંપાસરી 	 	 
	પરા પીપળીયા 	 	સમઢીયાળા 	 	વાવડી	 	 
	પરેવાળા 	 	સણોસરા 	 	વેજાગામ 	 	 
	પીપળીયા 	 	સાર 	 	માધાપર 	 	 
	રફાળા 	 	સરધાર 	 	મેધરવાડા 	 	 
	રાજગઢ 	 	સતડા 	 	મહીકા	 	 
	રાજકોટ	 	સયાપર 	 	મકનપર	 	 
	રામનગર 	 	સોખડા 	 	માળીયાસણ	 	 
	રામપરા 	 	તરધડીયા 	 	મનહરપુર 	 	 
	રામપરા (સુલીયા) 	 	થેબાચડા 	 	મેસાવડા 	 	 
	રામપરા બેટી 	 	થોરાળા 	 	મોટાંમવા 	 	 
	રાનપર 	 	ઉમરેલી 	 	મુંજકા	 	 
	રતનપર 	 	વડાળી 	 	નાગલપર 	 	 
	રોન્‍કી	 	વાજડી (વીરડા) 	 	નાકરાવાડી	 	 
	સજાદઅલી લીલી 	 	વાજડી ગઢ 	 	નવાગામ 	 	 
	સજાદીઅલી સુકી 	 	વાંકવાડ	 	પડાસણ

જય માતાજી,જીતેન્દ્રસિંહજી. આપે સંવત શોધી આપી,આભાર. જો કે આપે કરેલ ફેરફારમાં થોડો સુધારો કર્યો છે.(જે સંપુર્ણ લેખશ્રેણીને એકરૂપતા આપવા માટે કરેલ છે.) બીજું કે મુળ લેખમાં (દાણિધાર વાળા) આપે વિક્રમસંવત નો ઉલ્લેખ કર્યો પરંતુ લખી નથી !!(સરતચૂક :-) ) સુધારો !!. આભાર.

જીતેન્દ્રસિંહજી, આવી રસપ્રદ અને જ્ઞાન વર્ધક ચર્ચા શરૂ કરવા બદલ આભાર. મેં આપની શરૂ કરેલી ચર્ચાને આગળ વધારી છે, મારા ચર્ચાના પાના પર જોઇ જોજો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૩, ૧૩ એપ્રિલ ૨૦૦૯ (UTC)

જય માતાજી[ફેરફાર કરો]

જય માતાજી, બાપુ, તમારો માધવપુરનો લેખ જામે છે હોં! ખરેખર લેખ સરસ તૈયાર કર્યો છે. ધન્યવાદ તેમ જ મેળાની શ્રેણી ચાલુ કરવા બદલ આભાર. તમારા સંદેશા વાંચવાની પણ મઝા આવે છે. બસ ત્યારે રામ રામ.--સતિષચંદ્ર ૧૭:૨૬, ૧૯ એપ્રિલ ૨૦૦૯ (UTC)

સતિષ ભાઈ પ્રોત્સાહન્ બદ્દલ આપનો આભાર. હજી તો આવા ઘણા લેખ આવવાના બાકી છે.આગળ ઉપર જોતા રહેશો. જો આપને આવા ઐતિહાસીક વિરાસતોના લેખમાં રૂચિ હોય તો 'પિરામિડ' આ લેખ પણ જોઈ જશો.જેમાં વિશ્વના તમામ દેશોના પિરામિડની માહીતી છે.--sushant ૦૪:૫૫, ૨૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)


જય માતાજી[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહ...જય માતાજી...સીતારામ...માધવપુર ઘેડ વિષેનો લેખ ખુબજ સરસ લખેલ છે. આવુ યોગદાન કરતો રહેજે. મેં પણ ઉપવાસી બાપુ વિષેનો લેખ લખવાની શરૂઆત કરેલ છે. જેમાં જરૂરી સુધારા કરજે.--D.B.Bhatti ૧૨:૫૨, ૨૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)

બાપુ, જય માતાજી. અશોકભાઇનું અટકેલું કાર્ય(તારીખ અને તિથી) આગળ ધપાવવાનું આપનું કાર્ય આપે સાચવી લીધું છે એ અત્યંત સરાહનીય છે. ધન્યવાદ.--સતિષચંદ્ર ૧૨:૨૯, ૨૧ એપ્રિલ ૨૦૦૯ (UTC)

ખુટતા લેખો ઉમેરવા બદલ આભાર[ફેરફાર કરો]

જીતુભા, તિથીઓ અને તારિખોનાં ખુટતા લેખો ઉમેરવા બદલ તમારો ઘણો ઘણો આભાર. તમે તો યાર શાંત પાણી ઉંડા હોય, વાળી કહેવતને સાર્થક કરનારા છો. આમ ખાલી ખાલી અમારા જેવા વાહિયાત માણસોને પોરો ચઢાવતા હોવ છો, અને આજે જ્યારે શૂર ઉપડ્યુ ત્યારે આટલા બધા નવા લેખો બનાવી દીધા. આ યોગદાનનો ફરી ભભૂકી ઉઠેલો અગ્નિ શાંત ના પડવા દેશો અને મારી ચર્ચામાં અણગમતું લાગ્યું લાગ્યું હોય તો માફ કરજો. તે દિવસ પછી તમારો કોઇ સંપર્ક નથી માટે તમને ઠેસ પહોંચાડી હોવાનું દુ:ખ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૬, ૨૧ એપ્રિલ ૨૦૦૯ (UTC)

આપણા પેલા સતસંગને મેં મારા બ્લોગ પર ખસેડ્યો છે, મને તો ખરેખર મઝા આવી આ સતસંગમાં અને આશા છે કે તમને પણ રસ પડ્યો હશે (દીલ નહી દુભાયુ હોય).. જો ખરેખર રસ પડ્યો હોય તો મારા બ્લોગ પર આપણે આ સતસંગ આગળ વધારીશું?--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૯, ૨૧ એપ્રિલ ૨૦૦૯ (UTC)

નામ બદલો[ફેરફાર કરો]

બાપુ, જય માતાજી. કોઇપણ લેખનું નામ બદલવા માટે એ લેખના પાનાં પર જવું. એ પાના પર ઉપરની લાઇનમાં (ફેરફાર કરો)(ઇતિહાસ) (નામ બદલો)ની લિન્ક આપેલી છે. જેને કલીક કરવાથી નામ બદલવાનું પાનું ખુલશે. પછીનું કામ સરળ સમજ પડે એવું જ છે. એમાં 'કારણ'ના ખાનામાં નામ બદલવાનું કારણ લખવાથી ભવિષ્યમાં આગળ કાર્ય કરનારને નામ અંગેની શંકાનું સમાધાન મળી રહે છે. બસ ત્યારે રામ રામ. જરુર પડ્યે ફરી યાદ કરજો.--સતિષચંદ્ર ૧૮:૪૧, ૨૨ એપ્રિલ ૨૦૦૯ (UTC)

સંસ્કૃતિનું જતન[ફેરફાર કરો]

ભાઇ શ્રી જીતેન્દ્રસિંહ, પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર. લખવાનું તો બહુ જ બાકી છે પણ આજ કાલ સમયનો અભાવ રહે છે માટે પહોચી શકાતું નથી. છતા ભારતીય સંસ્કૃતિ માટે જેટલું કામ થઇ શકે તેટલો ઋણ ભારતમાતા નો ઉતારી શકાય. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૦૮:૧૭, ૨૩ એપ્રિલ ૨૦૦૯ (UTC)

નામ ફેરવવા બાબત[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, ૨ દિવસ ફરવામાં રહ્યો એટલે ઈ-મેલ ચેક નથી થઈ શક્યા આજે અવશ્ય ચેક કરીને તમને પ્રત્યુત્તર આપીશ, તમારી સાથેનો સતસંગ અટકી જતા જાને મજા નહોતી આવતી, આજે જરૂરથી એ સતસંગમાં બેસવું પડશે. શ્રેણી:કોટડા-સાંગાણીના નામ ફેરવવા બાબતે જણાવવાનું કે જે રીતે લેખોનું નામ બદલી શકીએ છીએ તે રીતે શ્રેણીઓનું નામ બદલી શકાતું નથી. તેના માટે એકજ ઉપાય છે, ઈચ્છિત નામવાળી નવી શ્રેણી બનાવી જુની શ્રેણીને દૂર કરવી. જ્યારે શ્રેણી પહેલેથી અસ્તિત્ત્વમાં હોય અને તેમાં સભ્ય પાનાઓ હોય ત્યારે આ કામ થોડું અઘરૂ થઈ પડે છે કેમકે દરેક પાનામાં જઈને જુની શ્રેણીની જગ્યાએ નવી શ્રેણીનું નામ ઉમેરવું પડે, પરંતુ આ કિસ્સામાં શ્રેણી:કોટડા-સાંગાણીમાં કોઈ પાના નહોતા માટે એવી ચિંતા નથી. મેં શ્રેણી:કોટડા-સાંગાણી તાલુકો બનાવી તેને શ્રેણી:રાજકોટ જિલ્લોમાં ઉમેરી છે (ટુંકમાં તેને રાજકોટ જીલ્લાની ઉપશ્રેણી બનાવી છે) અને કોટડા-સાંગાણીને આ શ્રેણીમાં ઉમેર્યું પણ છે. મારે લાયક બીજી કોઇ સેવા હોય તો જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૯, ૨૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)

શ્રી ધવલભાઈ, હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી... મારી, તમારી અને શ્રી અશોકભાઈ વચ્ચેની જે કાંઈ ધાર્મિક, સામાજીક અથવા તો કોઈ પણ પ્રકારની ચર્ચાઓ ચાલે છે તેમાં કયારેક એવુ પણ બને કે કોઈ ધંધામાં,ઘરકાર્ય કે વિકિ સિવાયની ફરજમાં રૂકાવટ કરીને જવાબ આપવો પડ્યો હશે. જેથી તમારી અને અશોકભાઈની માફી માંગુ છુ અને તમોને વિનંતી કરૂ છુ કે પ્રથમ તમારી જે કાંઈ જવાબદારીઓ નિ:શંકોચ પણે નિભાવજો. અને જયારે સમય મળે તો જ મારી સાથે ચર્ચા કે મારા જવાબ આપશો તો પણ જરાય ખોટુ નહી લાગે. તમોએ શ્રેણી:કોટડા-સાંગાણી નું નામ ફેરવવા બાબતે યોગ્ય રસ્તો કાઢીને મારુ કાર્ય કરી આપ્યુ છે તે બદલ પણ તમારો આભાર. આમ પણ શિષ્યને કોઈપણ પ્રશ્ન થાય ત્યારે જાય કોની પાસે ? મારો કેવાનો મતલબ જે છે તે પદ મને મળે તો તમારો આભારી રહીશ. આ ઉપરાંત રાજકોટ તાલુકાનાં ગામો એવો એક ઢાંચો બનાવવાની ઈચ્છા છે જે તમને બધાને ગમશે તેવી આશા છે અને મને નવુ કાંઈક શીખવા મળશે તેથી આત્મવિશ્વાસ વધશે. જે હું સમય મળે એટલે બનાવીશ. આમા થાય એવુ કે તમારી પાસે સમયનો અભાવ હોય અને અમારા જેવા નવરાધુપને સમય કયાં કાઢવો તેવુ બને ત્યારે આવી કથા વધુ લાંબી થઈ જાય છે. બીજુ કે આપણી જે ચર્ચા ચાલે છે તેમાં સતિષચંદ્રજી અને મહર્ષિજી ને પણ સામેલ કરો ને તો વધુ જમાવટ થશે અને વધુ જાણવા મળશે. આભાર.....--જીતેન્દ્રસિંહ ૦૩:૪૬, ૨૮ એપ્રિલ ૨૦૦૯ (UTC)

કરો, મેં તો ભલા માણસ એટલા માટે જ બ્લોગ પર ખસેડી છે ચર્ચા કે જેને ભાગ લેવો હોય તે સહુ છુટથી લઈ શકે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૮, ૨૮ એપ્રિલ ૨૦૦૯ (UTC)

ઢાંચાની ચર્ચા:રાજકોટ તાલુકાનાં ગામો‎[ફેરફાર કરો]

જીતુભા, ઢાંચાની ચર્ચા:રાજકોટ તાલુકાનાં ગામો જોઈ જુઓ અને તમારા મંતવ્યો જણાવો.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૩૨, ૩૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)

બાપુ,જયમાતાજી.
સોલ્લિડ ઢાંચો બનાવ્યો !! અભિનંદન. જરૂરી સુધારાઓ કરશો એટલે વધુ જામશે. અમુક ગામોની અમુક પ્રસિધ્ધ ખાસિયતો હોય છે,જેમકે રાજ સમઢીયાળા, જેના પર ગઇકાલે ટી.વી.ની રાષ્ટ્રીય ચેનલ પર કાર્યક્રમ આવેલ,ખુબજ અલગ પ્રકારનું ગામ છે. આવી કશી વધુ પ્રમાણીત માહિતીઓ હોય તો ચોક્કસ લખજો. શક્ય બને તો એકાદ-બે ચિત્રોનો પણ બંદોબસ્ત કરવો. આભાર.--અશોક મોઢવાડીયા ૦૯:૪૫, ૩૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)
ચાલો, મારુ મંતવ્ય તમને ગમ્યુ અને તમે તેને અમલમાં મુક્યા પછી તમને ઢાંચો પણ ગમ્યો તે સારૂ થયું, નહિતર મને એમ લાગ્યા કરે કે હું હંમેશા દોઢ ડહાપણ કરતો રહું છું. બીજું કે તમે રીડ ગુજરાતના લેખની જે કડી મોકલી તે બદલ ઘણો આભાર, તે લેખમાં લખેલા ઘણા વિચિત્ર નામો વાળા ગામોમાં હું ગયેલો છું, મેં બનાસકાઠાં જીલ્લાનાં ઘણા ગામો ખુંદયા છે એટલી ત્યાંના ગામોના નામોની વિચિત્રતાની ખબર હતી, ત્યાં જ એવા એકાદ બે ગામોના નામ એવા છે કે જે એકજ તાલુકામાં આવેલા હોય, અને હું પોતે એક ગામના બદલે બીજામાં પહોંચી ગયો હતો.
ચાલો હવે મુદ્દા પર આવું, મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે લેખોનાં નામ જેટલા ટુંકા હોય તેટલું સારૂ અને માટે જ ગામના નામની પાછળ તાલુકાનું નામ ના લખવાની હિમાયત કરતો હોઉં છું, પણ દરેકના પોતપોતાના વિચારો હોય છે, જો આપને ગામના નામની પાછળ તાલુકો લખવો હોય તો તેમાં કશું ખોટુ નથી. રહી વાત કયુ નામ એક કરતા વધારે ગામનું છે તે કેવી રીતે જાણવું, તો તે બિલકુલ અઘરૂ નથી, જેમ તમે રાજકોટ તાલુકાનાં ગામોનાં નામ જાણો છો, તે રીતે અન્ય વ્યક્તિ (બીજુ કોઇ નહી તો આપણા સતિષભાઈ તો ખરા જ) અન્ય તાલુકા/જિલાનાં ગામોના નામ જાણતા હસે, માટે પહેલો લેખ બનાવનાર વ્યક્તિ, ફક્ત ગામનું નામ જ વાપ્રે, અને પછી જ્યારે અન્ય સભ્ય બીજા કોઈક ગામ વિષે લેખ બનાવવા જાય ત્યારે તેને ખબર પડે કે તે લેખ પહેલેથી જ અસ્તિત્વમાં છે ત્યારે તે તાલુકાના નામ વાળો લેખ બનાવે. અને છેલ્લે કોઇકને શોધવું સહેલુ પડે તે માટે થઈને, શોધનાર વ્યક્તિ, લેખ ખોલતાની સાથે પહેલી લીટીમાં જ જાણી જાય કે તે કયા રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકાનાં ગામ વિષે લેખ વાંચી રહ્યો છે. પણ, રહેવા દો એ બધી ઝંઝટ, તમ તમારે જે રીતે સહેલુ લાગે અને મનને ગમે તે રીતે લેખ બનાવતા રહો.
કક્કાવારી પ્રમાણે ગોઠવવાની ચિંતા ના કરશો, તે હું ગોઠવી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૮, ૨ મે ૨૦૦૯ (UTC)

માર્ગદર્શન Dipsinhbhatti[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, શ્રેષ્ઠ માર્ગ છે તેમના "મારા વિષે" પાનાંના પેટા પાના બનાવવા, આ માટે "શોધો"માં સભ્ય:Dipsinhbhatti/પુસ્તક૧, સભ્ય:Dipsinhbhatti/પુસ્તક૨, સભ્ય:Dipsinhbhatti/પુસ્તક૩, એવી રીતે કોઈ પણ નામ આપી શોધવું, આ નામે પાનું નહી મળતા વિકિ તમને નવું પાનું બનાવવા પુછછે, નવુ પાનુ બનાવી તેની કડી તેમના સભ્યનાં પાનાં પર મુકિ દેવી, કામ થઈ જશે. પણ તેનાથી, શોધનારા સભ્યોને આખી યાદી એક જગ્યાએ જોવા નહી મળે, તેના બદલે સારો માર્ગ છે, ટેબલન્મે સાદુ રાખવુ, રંગો કાઢીનાંખો, કેમકે આમે ટેબલમાં ચાવી રૂપ રંગો વપરાયા નથી, જેમકે મથાળે તેમણે લખ્યું છે કે ઈતિહાસનાં પુસ્તકોનો અમુક રંગ, જર્નલનો બીજો રેઅંગ, પણ તેનું સાતત્ય ટેબલમાં જળવાયુ નથી, માટે જો ફોર્મેટિંગ વગરનું ટેબલ બનાવશો તો પાનાની સાઇઝ ઘણી નાની થઈ જશે, અને જુદા જુદા વિષયના પુસ્તકોને જુદા જુદા મથાળા આપી વહેંચી દેશો તો સભ્ય સરળતાથી જોઈ શકશે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૯, ૩ મે ૨૦૦૯ (UTC)

પુસ્તકોની યાદી[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, મેં દિપસિંહજીનાં પુસ્તકોની યાદીને ધાર્મિક, ઈતિહાસ, અન્ય અને આયુર્વેદ એમ ચાર પેટા વિભાગોમાં વિભાજિત કરી દીધી છે, અને પ્રથમ બે વિભાગમાંથી અન્ય શ્રેણીનાં પુસ્તકો દૂર પણ કર્યા છે, જોઈ લેશો અને જો યોગ્ય લાગે તો આ રીતે આગળ ઉપર કરશો. હા, ક્રમાંક બદલવાના બાકી છે, તો તે આપ સમય મળ્યે કરી લેશો. આમ કરવાથી, ભલે આખુ પાનુ મોટુ થતું હોય, પરંતુ ફેરફાર કરતી વખતે જે તે વિભાગમાં જ જવાનું હોવાથી, તે વિભાગ તો નાનો જ રહેશે. જો યોગ્ય ના લાગે તો જણાવજે, ફેરફારો ને પાછા વાળીને અન્ય કોઇક માર્ગ વિચારીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૬, ૪ મે ૨૦૦૯ (UTC)

કેસર કેરી[ફેરફાર કરો]

એ રામ રામ,જીતેન્દ્રસિંહજી. આપની ક્ષમા ચાહું છું,થોડો મોડો (પણ મોળો નહીં!!) જવાબ આપવા બદલ. થોડી તકનિકિ સમસ્યા ને કારણે ફસાઇ ગયો. સોફ્ટવેરની સમસ્યાઓ તો હું જાતે દુર કરી શકું છું પરંતુ હાર્ડવેરને લગતી તકલીફોમાં આપણી ચાંચ બહુ ડુબતી નથી. ખેર શું ચાલે છે બીજું,વેકેશનથી મારો ભાવાર્થ બાળકોના વેકેશનનો હતો. આમે આપણે હવે બાળકોની અનુકુળતા મુજબ આપણું સમયપત્રક ગોઠવવાનું હોય !! આપને સહકુટુંબ કેરી ખાવા આવવાનું આમંત્રણ છે,જો કે ખાવાલાયક કેરી લગભગ ૨૦ -૨૫ મે પછીજ આવશે. જ્યારે લગભગ 'આદ્રા નક્ષત્ર' (આ નક્ષત્રનું નામ મને પાકું ખબર નથી,ભુલચૂક લેવીદેવી:-))બેસે પછી કેરીમાં 'શાખો' પડવાની ચાલુ થાય અને તે કેરીની મિઠાસ અવર્ણનીય હોય છે. હુંઊઊઊઊઊઊ મુંહમેં પાની આ ગયા!!!!! આપનો સ્નેહ સદા મળતો રહે તેવી અભ્યર્થના સહ.જય માતાજી.--અશોક મોઢવાડીયા ૧૭:૫૫, ૧૧ મે ૨૦૦૯ (UTC)

નક્ષ્રત્રનું નામ છે 'આર્દ્રા', જેનો પ્રારંભ થતાં જૈનો કેરી ખાવાનું બંધ કરી દે છે, તેઓ 'આદરા બેસી ગયા' તેમ કહે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૧૨, ૧૨ મે ૨૦૦૯ (UTC)
શ્રી અશોકભાઈ, જય માતાજી...સીતારામ...કેમ તમારૂ કોમ્પ્યુટર માંદુ છે ? તો ગદબ (પેલું ઘરની વાડીનું) ખવડાવોને, ટ્રાઈ કરોને દવા સારી છે:):-). બીજુ કે તમારી વાત સાચી છે કેસર કેરીની વાત ચાલેને મુંહમાં પાણી ન આવે એવુ તો કેરી ખાધી ના હોય તેને જ બને. હવે વાત એ કરવાની કે આપે જે ખાવાલાયક કેરીની વાત કરી કે, જે કેરીમાં શાખો પડવાની ચાલુ થાય તે કેરીની મીઠાસ અવર્ણનીય હોય છે. તે કેરીની શરૂઆત મેં સાંભળ્યુ છે તે મુજબ સુર્યનારાયણ ભગવાન રોહિણી નક્ષત્ર માં પ્રવેશે ત્યારે તેનાં તડકાથી આંબા પર રહેલી કેરીઓ પાકે છે જેથી કુદરતી રીતે પાકેલી આ કેરીનો સ્વાદ અને સુગંધ કેરીનાં રસીયાઓમાં આ સ્વાદ ભુલાતો નથી એટલેકે તે અવર્ણનીય હોય છે. આવો સમય લગભગ ૨૫ કે ૩૦ દિવસ ચાલે છે અને જયારે આર્દ્રા નક્ષત્ર શરૂ થાય ત્યારે ચોમાસુ પણ વિધિવત બેસી જાય છે તેથી કેરીમાં જીણી જીવાત પડે છે તેથી ધવલભાઈએ કહ્યુ તેમ જૈનો કેરી ખાવાનું બંધ કરે છે. માટે તમારા જેવા રોજ કેસર કેરીનો માણવાવાળાનાં મત મુજબ આપણે પણ રોહિણી નક્ષત્ર બેસે એટલે કેરી ખાવી અને આર્દ્રા નક્ષત્ર બેસે એટલે તે ખાવાની બંધ કરવી:-):-). જે સમય આ વર્ષે તા.૨૫/૫/૦૯ થી તા.૨૧/૬/૦૯ સુધી ગણી શકાશે(ભુલચુક લેવીદેવી):):). અને આ બધુ સલાહ ન સમજતા પણ મિત્રતા સમજજો. ચાલો, કેસર કેરી વિષે થોડી ગોષ્ઠી તમારા અને ધવલભાઈ સાથે થઈ મજા આવી અને મુંહમેં પાણી પણ:):-)...આભારા..--જીતેન્દ્રસિંહ ૦૫:૫૫, ૧૩ મે ૨૦૦૯ (UTC)
  • જીતેન્દ્રસિંહજી,આપનો અને ધવલભાઇનો આભાર. જોયું નાની એવી ચર્ચામાં પણ કેવું જાણવાજેવું મળી આવે છે? નક્ષત્ર બાબતે પાકી માહિતી ન હોવાનું મેં કબુલ્યુંજ છે,(હવે પાકી માહિતી મળી ગઇ) આમે મારી બધી 'પાકી' માહિતીઓ જે હાર્ડડિસ્કમાં રહી ગયેલ છે તેના પર નિષ્ણાતો સતત કાર્ય કરે છે બે એક દિવસમાં ફરી બધું પાટે ચઢી જશે !! (બેક અપ લેવાની આળસ કદી ન કરવી તે જ્ઞાન આમાંથી લાધ્યું !!!) હા ગદબ ખવરાવીને કોમ્પ્યુટરને બળદ જેવું બળવાન બનાવવાનો વિચાર પેટન્ટ કરાવવા જેવો લાગ્યો :-),ધવલ ભાઇ, હક્કો જોઇતા હોઇ તો સંપર્ક કરશો !!

અને બાપુ આપને તો મેં કેસર કેરી જમવા પધારવાનું આમંત્રણ આપી દીધું પરંતુ આપણા અન્ય તમામ મિત્રો,ધવલ ભાઇ,સતિષચંદ્ર,મહર્ષિભાઇ,સુશાંત ભાઇ એ તમામને પણ આપનાં માધ્યમથી હાર્દિક નિમંત્રણ પાઠવું છું.(જોયું આને કહેવાય અમારી મુળ મારવાડી પરંપરા !!:-) ) ખુબ મજા આવી.ફરીથી આભાર.--અશોક મોઢવાડીયા ૦૯:૩૦, ૧૩ મે ૨૦૦૯ (UTC)


જય માતાજી[ફેરફાર કરો]

જયમાતાજી જીતેન્દ્રસિંહ આપના કહ્યા મુજબ મારા વિસે માં મરો પરિચય આપિ દિધેલ છે ધ્યાન દોરવા બદલ આભાર--Dilipsinh Bhatti ૧૫:૪૩, ૧૫ મે ૨૦૦૯ (UTC)

ભજનો અને લોકસાહિત્ય[ફેરફાર કરો]

જીતુભાઈ, એમાં બન્યુ એવું કે, મેં બહાર જ્યારે 'હાલમાં થયેલા ફેરફારો'માં તમારા નામે એ ભજનો જોડાયેલા જોયા ત્યારે જરા ઉતાવળે તમને સંદેશો લખી નાંખ્યો. પરંતુ, પછી ખ્યાલ આવ્યો કે એ ભજનો તો પહેલેથી લખેલા હતા, તમે ખાલી તેમાં શ્રેણીઓ જ ઉમેરી હતી, માટે સંદેશો ભૂંસી નાંખ્યો. અને, વિકિસ્ત્રોતમાં ખાતું ખોલો તો ઘણુ સારૂં, પરંતુ આ ભજનો અશોભાઈએ ત્યાં પહેલેથી ચઢાવી દીધેલા છે, એટલે તેની ચિંતા ના કરશો. અને કેસર કેરીની વાત સાંભળીને મોંમાં પાણી ના આવે એવું બને ખરૂ? અમારે અહીં છેલ્લા ૨-૩ અઠવાડીયાથિઇ કેસરની સારી એવી જમાવટ થઈ છે, હાફુસ કેરી ખાઈ ખાઈને થાક્યા અને હવે તો તે જતી પણ રહી, હવે કેસર ઉપર મારો રાખ્યો છે, પરંતુ જો ક્યારેક આ ઋતુમાં ભારત આવવાનું થયું તો અશોક્ભાઈને ત્યાં બધા ભેગા થઈને કેરી અને તરોફાની જમાવટ કરીશું એ ચોક્કસ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૨, ૧૭ મે ૨૦૦૯ (UTC)

વિકિ અને અશોકભાઈ[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, આ મદદ બદલ ઘણો આભાર. હું ચોક્કસ સાંજે ઘરે જઈને અશોકભાઈને ઇ-મેલ કરીશ, હું પા વિચારૂં છું કે બીજું શું હોઇ શકે, જોઇએ હવે કેટલી ઝડપથી તેમની આ સમસ્યાનું નિરાકરણ આવે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૭, ૨૧ મે ૨૦૦૯ (UTC)

  • જય માતાજી,જીતેન્દ્રસિંહજી. અને આપનો ખુબખુબ આભાર પણ. લાગે છે કે હવે કામ પાટે ચઢી ગયું. ધવલભાઇ અને સતિષભાઇએ ખુબ બધા સુચનો આપ્યા અને ક્રમશ: સુચનો મુજબ સુધારા કર્યા તેમાં કશોક મેળ બેસી ગયો ! જો કે વાંધો શું થયો હશે તે તો સમજાણું નહીં,પરંતુ કામ થઇ ગયું તે મહત્વનું છે. આપે,ધવલભાઇએ,અને સતિષભાઇએ ખુબ સહકાર આપ્યો અને લાગણી બતાવી એ બદલ હાર્દિક આભાર. --અશોક મોઢવાડીયા ૧૧:૨૩, ૨૨ મે ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રબાપુ, જય માતાજી, અશોકભાઇની સમસ્યા હલ થવાનો આનંદ થયો. વધુમાં તમારી વાતને પણ મારો ટેકો આપું છું. પણ એક વાત અશોકભાઇની આમાં ધ્યાન પર લેવા જેવી લાગી કે તેઓ ગરવા ગઢના શિખર પર પણ પંહોચી શકે છે અને આપણને મળવા તળેટીમાં પણ પ્રેમથી આવી શકે છે. બાપુ તમારું શું માનવું છે? આ તો એમની ઊચ્ચ ભાવનાનાં દર્શનનો આપણને લ્હાવો મળ્યો કહેવાય. તો તમે એમનાથી નારાજ ના થશો એવી મારી ભલામણ છે.--સતિષચંદ્ર ૦૭:૨૭, ૨૩ મે ૨૦૦૯ (UTC)

જય માતાજી બાપુ, કેમ ભાઇ, દેખાતા નથી. અલપઝલપ મુલાકાત આપવાનું રાખો યાર. અશોકભાઇ કહે છે તેમ હવે મને પણ સૌ મિત્રોનાં હાલ માં થયેલા ફેરફારના પાનાં પર નામ જોવાનું વ્યસન થઇ ગયું લાગે છે. કોકવાર નામ જોવા ન મળે તો મઝા આવતી નથી.
વધુમાં આપના માટે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાનાં ગામોની યાદી મોકલું છું, જે અંગ્રેજીમાં હોવાથી તકલીફ પડશે, છતાં થોડા ટપ્પા વધુ પડે એવું શિખવાની ભાવના રાખી આગળ કાર્ય કરશો એવી આશા. અશોકભાઇ, તમે પણ બાપુને થોડું કાર્ય સોંપી આભારી થશો.

Ambaliala Anandpar Anida Ardoi Bagdadiya Bhadoi Bhadva Champabeda Detadiya Devaliya Hadamatala Juna Rajpipla Juni Mengani Kalambhdi Khareda Khokhri Kotda Sangani Manekvada Mota Mandava Nana Mandava Naranka Nava Rajpipla Navi Mengani Noghanchora Padavala Panchtalavda Pipaliya Karmal Piplana Rajgadh Rajpara Ramod Rampara Sandhavaya Satapar shapur Shishak Soliya Thordi Vadipara Vadiya Veraval

બસ ત્યારે રજા આપશો.--સતિષચંદ્ર ૧૦:૫૫, ૨૯ મે ૨૦૦૯ (UTC)

જય માતાજી, બાપુ આ વખતે સરસ ઝડપે કાર્ય સરસ રીતે પુરું કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગળ વધવા માટે ગોંડલ તાલુકો આ સાથે પાઠવું છું, જેને યોગ્ય ન્યાય આપી આભારી થશો. Ambardi Anida Bandhiya Bandra Betavad Bhandariya Bharudi Bhojpara Bhunava Bildi Biliyala Charakhdi Chordi Dadva Hamirpara Daiya Daliya Derdi Devachadi Devla Dharala Dhudashiya Garnala Ghoghavadar Gomta Gondal (M) Gundala Gundasara Hadamatala Hadmadiya Jamvali Kamadhiya Kamarkotda Kantoliya Karmal Kotda Keshvala Khambhalida Khandadhar Kolithad Lilakha Lunivav Mahika Mota Mahika Nana Mandankundla Masitala Mespar Meta Khambhaliya Mota Sakhpar Moti Khilori Moviya Mungavavdi Nagadka Nana Sakhpar Navagam Padavala Panchiyavadar Patidad Patiyali Patkhilori Pipaliya Ransiki Ravna Rib Ribda Rupavati Sajadiyali Shemla Shivrajgadh Shrinathgadh Sindhavadar Sultanpur Trakuda Umvada Mota Umvada Nana Vachhra Valadhari Vanthali Vasavad Vejagam Vekri Vinzivad Vorakotda

--સતિષચંદ્ર ૦૯:૩૪, ૧ જૂન ૨૦૦૯ (UTC)

કૌંસનો ઉપયોગ[ફેરફાર કરો]

જીતેન્દ્રભાઈ, એક બાબતે આપનું ધ્યાન દોરવાનું હતું કે, જ્યારે કૌંસનો ઉપયોગ કરીએ ત્યારે કૌંસના પહેલાના શબ્દ અને કૌંસની શરૂઆત વચ્ચે જગ્યા (સ્પેસ/space) છોડવામાં આવે છે, એ જ રીતે '.' અને ',' પછી પણ જગ્યા છોડવાનો રીવાજ છે, ઉદા. તરિકે તમે તાજેતરમાં બનાવેલા લેખોનાં શિર્ષક જુઓ:

પહેલા કેવું હતું કેવું હોવું જોઇએ
શાપર(વેરાવળ) શાપર (વેરાવળ)
વેરાવળ(શાપર) વેરાવળ (શાપર)
અનીડા(વાછરા) અનીડા (વાછરા)

અત્યારે મેં બંનેનાં નામ બદલ્યા છે, પરંતુ જો હવે ભવિષ્યમાં ધ્યાન રાખીશું તો આ ટાળી શકીશું.

બીજી વાત એ કે, ઉપર પ્રમાણે બંને જુદા જુદા ગામો છે? કે પછી એક જ ગામનું નામ આ બે રીતે લખાય છે?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૭, ૧ જૂન ૨૦૦૯ (UTC)

બાપુ, મઝા આવી ગઈ. આજે તમે જે રીતે પેલા ભાઈ/બહેન કે અન્ય જે હોય તેને મારૂં ઉપરાણુ લઈને ખખડાવ્યા છે, તે જોઇને હૃદય ગદગદ થઈ ગયું, ખરેખર લાગે છે કે અહિં વિકિમાં થયેલો મેળપ એક ઔપચારિક સંબંધ ન રહેતા જાણે કે કૌટુંબિક સંબંધ થઈ ગયો છે, નહીતર ભલામાણસ આ યુગમાં કોણ પારકાની લડાઇમાં ભાગ લેવા જાય છે. ઘણો ઘણો આભાર તમારૂ આ પોતાનાપણુ બતાવવા બદલ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૭, ૮ જૂન ૨૦૦૯ (UTC)

  • જય માતાજી, જીતેન્દ્રસિંહજી. આપે ખરૂં ક્ષત્રિયપણું બતાવ્યું !! ભાઇ આપે જરૂરી 'ભોર તાણી' (અર્થ:ઉપરાણું લેવું)જ લીધી છે, અને આ સંબંધે હું પણ આપની અને ધવલ ભાઇની શાથે સહમતજ છું. કેમ હમણાં સંભાળતા નથી? અમારો કશો વાંકગુનો હોયતો જણાવશો. ખોડિયારમાતા#માટેલ મંદિર લેખમાં 'માટેલ'નાં થોડાં ચિત્રો મુક્યા છે, જે જરા ચકાસી લેશો. અન્ય સેવા જણાવશો. આભાર. --અશોક મોઢવાડીયા ૧૧:૨૨, ૮ જૂન ૨૦૦૯ (UTC)

વિકિસોર્સ[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી,જય માતાજી
પ્રથમતો આપે ફોટા સરસરીતે ગોઠવ્યા છે,એટલે તેમાં કંઇ કેવા પણું નથી. બીજું કે આપ ખોડિયાર માતાજીનાં ગરબા "વિકિસોર્સ"માં ચઢાવો તેવી મારી લાગણી છે,કારણ કે આ પ્રકારનાં સાહિત્ય માટે તે ઉપયુક્ત જગ્યા છે. ત્યાર બાદ તેની કડીઓ (Links) અહીં લેખમાં મુકવી. જેમ આપણે અન્ય ઘણાં લેખોમાં કરેલ છે. (ઉદા:અખો) આપ ત્યાં આજ સભ્યનામ વડે લોગઇન થઇ અને અહીંની માફકજ આ કાર્ય કરી શકશો. છતાં કશી સેવા જરૂરી હોય તો બંદા હાજરજ છે :-) મારો અન્ય એક નમ્ર વિચાર છે જો આપ, ધવલ ભાઇ અને આપણાં સૌ મિત્રોની પણ સહમતી હોય તો, "ખોડિયાર માતાજી" અને તેવા અન્ય મોટા લેખોને એક કરતા વધુ લેખોમાં વિભાજીત કર્યા હોય તો કેવું? જેમકે મુળ લેખમાં "માટેલ મંદિર" પેટા શીર્ષક હેઠળ ફક્ત પ્રાથમીક માહિતી આપી અને અલગ "માટેલ મંદિર" લેખ બનાવી તેની કડી ત્યાં 'વધુ માટે જુઓ' લખીને મુકવી, આમ મુળ લેખનાં મહત્વનાં ભાગો પર પણ વધુ માહિતી અને ચિત્રો મુકી શકાય અને લેખની લંબાઇ પણ બહુ વધે નહીં. આ એક નમ્ર સુચન છે. બાકી આપ અને આપણાં સૌ મિત્રો જે કંઇ સારૂં (ફક્ત સારૂં :-) કહેવત છે ને:સારાનાં સૌ ભાગીદાર) કાર્ય કરો છો તેમાં ખિસકોલી (રામસેતુ !!) જેટલી ભાગીદારી કરવાનું પણ મળે તો મારૂં સદભાગ્ય ગણાશે.--અશોક મોઢવાડીયા ૧૭:૫૫, ૮ જૂન ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રસિંહજી, હું અશોકભાઈ સાથે પૂર્ણપણે સહમત છું, કદાચ તમને યાદ હશે કે મેં તમારા રાજકોટના લેખમાંથી આ જ રીતે આજી ડેમ કે એવા અન્ય કોઈક લેખો છુટા પાડ્યા હતા. અહીં પણ તેવું કરવાનો અવકાશ છે, કેમકે નવા લેખમાં સ્ટબ કરતા પણ વધુ માહિતી મુકી શકાય તેઅલું સાહિત્ય છે, તો 'કરો કંકુના'. અને અશોક્ભાઈ, તમે ભલા ખિસકોલી જેટલું યોગદાન કરવાની દાનત ક્યાંથી કેળવવા માંડી? એનો અર્થ એમ કે તમે અત્યારે જે બીજા નંબરે છો (પ્રથમ નંબરે આપણા સતિષભાઈ, જેમનું કાર્ય હનુમાન જેવું કહીશ, તમે કહેલા રામસેતુનાં પરિપ્રક્ષ્યમાં) અને ખિસકોલી નહી વાનર જેટલું કાર્ય કરો છો તેમાંથી ખસીને તમારે છેક મારી કક્ષાએ બેસી જવું છે? ખિસકોલી જેટલું કાર્ય તો ભલામાણસ મારૂં છે, અને તેનાથી ઓછું કામ કદાચ હોઇ હશે જ નહી.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૧૮, ૯ જૂન ૨૦૦૯ (UTC)

જય માતાજી[ફેરફાર કરો]

સીતારામ... ભાઇ શ્રી જીતેન્દ્રસિંહજી જય માતાજી.. આપકુશળ હશો. ઘણા લાંબા અંતરાળ બાદ અહીં આવવાનો મોકો મળ્યો તેથી બહું ખુશ છું. બસ બે દિવસ પહેલા જ વેકેશન માંથી પાછો ફર્યો અને જેટલા સ્થળો ફર્યા ત્યાં-ત્યાં વિકિપીડિયાના લેખ સાથે લઇ ગયેલો. તેથી આમ જેઇયે તો હું પરોક્ષ રીતે હાજર જ હતો. ખાસતો ઍફિલ ટાવરનો લેખ અને રોમના કોલોસિયમનો લેખ તો ખુબ કામ આવ્યા. આવા વખતે જ લાગે કે આપણે જે કામ કરીયે છીયે તે કેટલું ઉપિયોગી નિવડિ શકે! ? ખોડિયાર માતાજી વિષેનો લેખ હું જેઇ લઇશ અને યથા-શક્તિ યોગદાન આપવા પ્રયત્ન કરીશ... સીતારામ --Maharshi675 ૧૫:૨૭, ૧૫ જૂન ૨૦૦૯ (UTC)મહર્ષિ

અષાઢી બીજ[ફેરફાર કરો]

જય માતાજી,જીતેન્દ્રસિંહજી.
અષાઢી બીજ અને કચ્છી નવવર્ષની આપને પણ વધાઇ. અમારે અહીં પરબ તથા મજેવડી વગેરે સ્થળોએ સુંદર કાર્યક્રમો હતા. થોડો લાભ લીધો, આપનો સંદેશો મળ્યો પરંતુ 'ભજન-ભોજન' માંથી નવરો પડું ત્યારેને!! આથી જરા વિલંબથી ઉત્તર અને વધાઇ આપું છું, દરગુજર કરશો. રામધણી આપને અને આપનાં પરિવારને તથા આપણાં સૌ વિકિમિત્રોને સુખ-શાંતિ અને સમૃધ્ધિ અર્પે તેવી પ્રાથના સહ. --અશોક મોઢવાડીયા ૦૯:૩૧, ૨૬ જૂન ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રસિંહજી, જય માતાજી. આપના માટે મા કાલકાનાં વિડિયો દર્શન પાઠવું છું.--સતિષચંદ્ર ૦૬:૨૨, ૪ જુલાઇ ૨૦૦૯ (UTC)

ક્ષમા બાપુ[ફેરફાર કરો]

જય માતાજી, બાપુ. પ્રથમતો ક્ષમા પ્રાથું છું, હમણાં પેલું તિથી અને તારીખો વાળું કામ ઘણું ચઢી ગયું તેથી તેમાં પડી ગયો. હા હવે 'ગાંઠીયા'નું સતિષભાઇએ ચડાવેલ ચિત્ર જોયું. આપની વાત તો ખોટી નથી! આમ ખાલી ચિત્ર બતાવી અને આપણા જીવ બાળવા તે યોગ્ય ન ગણાય!!! (મને તો તે ચિત્રમાંથી પણ સુગંધ આવવા લાગી બોલો :-) ) ( હવે પાછું હમણાં ચર્ચા:ગાંડા પર લખાણ લખ્યું તે આની શાથે જોડીને તમે પણ મને અન્ય શ્રેણીમાં ન મુકી દેશો !!) ચાલો ત્યારે સતિષભાઇ આપણને ગાંઠીયા ખાવાનું આમંત્રણ આપે તેની રાહ જોઇએ. (શાથે શાથે મહર્ષિભાઇ અને નરેશભાઇ તથા અન્ય તમામ ભાવનગરીઓનું આમંત્રણ પણ સ્વિકારવામાં આવશે :-) !!) ચાલો ત્યારે હવે ધંધે ચડ્યે. --અશોક મોઢવાડીયા ૧૧:૩૮, ૧૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

આ વખતે ભારત આવું ત્યારે ચોક્કસ ભાવનગર માં દરેક વિકિ મિત્રો ને હાર્દિક આમંત્રણ છે. આપ સૌને મળવાની ખુબ જ ઇસ્છા છે અને સાથે સાથે યજમાન બનવાનો મોકો મળે તો-તો શુ વાત થાય. ગુજરાતી ભાષા નો પ્રચાર અને આપણા જ્ઞાનની વૃધ્ધિ થાય અને મુલાકાત યાદગાર બની રહે તેવી અંતર થી ઇચ્છા ખરી! સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૪:૦૮, ૧૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

જય માતાજી બાપુ, મને એકલા એકલા ગાંઠીયા ખાવામાં ઝડપી લીધો એમ ને? એમાં એવું બન્યું કે અમારા ભરૂચના તુલસીધામ વિસ્તારમાં નવો ગાંઠીયારથ(લારી શબ્દ સારો ના લાગે) આવ્યો છે, જે વળી કાઠીયાવાડી ગાંઠીયા બનાવે છે, એવી વાત મારી સાથે કામ કરતા મિત્રો જોડે જાણવા મળી. આ વાત પછી બે જ દિવસમાં વળી નરેશભાઇ વિકિમાં ગાંઠીયા લાવ્યા. હવે તમે જ કહો કે હું ગાંઠીયા ખાવા કાઠીયાવાડ આવું એના કરતાં કાઠીયાવાડી ગાંઠીયા જ ઉપરવાળાએ ભરૂચ મોકલાવી દીધા એમાં મારો કાંઇ વાંક ખરો? મારા માટે તો આ પ્રસાદ થઇ ગયો. હવે પછી ઉપરવાળાની મહેરબાની થશે ત્યારે ગાંઠીયા રાજકોટમાં જ ખાઇશું, એ પણ તમારી સાથે જ, બસ.--સતિષચંદ્ર ૧૭:૨૪, ૧૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

  • દરેક મિત્રોને જય માતાજી, સીતારામ... શ્રી મહર્ષિજી અને શ્રી સતિષચંદ્રજી તરફથી ગાંઠિયા ખાવા માટેનું હાર્દિક આમંત્રણ મળીજ ગયુ છે. પણ મને એવુ લાગે છે કે આ સમારંભની યજમાની મને મળી જાય તો કેવુ સારૂ ?. તો દરેક વિકિ મિત્રો રાજકોટમાં સાથે મળીએ ત્યારે મારી વાડીએ કાઠિયાવાડી ભોજન સાથે પ્રખ્યાત ગાંઠિયાનાં જમણવાર માટે હાર્દિક આમંત્રણ આપુ છુ. તેમજ આપણા કોઈપણ વિકિ મિત્રો રાજકોટ આવો ત્યારે અવશ્ય મારો સંપર્ક કરશો તો મને આનંદ થશે. બીજુ, એ કહેવાનુ તો રહી જ ગયુ કે અમારે અહીં ગોંડલનાં ગાંડા, ગુંડા, અને ગાંઠિયા વખણાય છે. તો ચાલો જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૪૫, ૧૧ જુલાઇ ૨૦૦૯ (UTC)
જીતુભા, બીજુ કોઈ આવે કે ના અવે, હું ફરી જ્યારે ભારત આવીશ ત્યારે તમારે ત્યાં ગાંઠીયાની મિજબાની માટે જરૂર, આમે અમે બ્રાહ્મણો ખાવામાં પાછા ના પડીએ અને તેમાં પણ મફતમાં મળતું હોય તો ભલા ભલેને અમે ભાડુ પણ ખરચીને ત્યાં આવી ચડિએ. તો હવેતો હું પણ વહેલા વહેલા ભારતયાત્રા કરવાની રાહ જોઉ છું.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૬, ૧૩ જુલાઇ ૨૦૦૯ (UTC)

સ્વાગત[ફેરફાર કરો]

અરે જીતુભા, નેકી ઔર પુછપુછ? તમે ભલા મારી કરેલી ભુલ સુધારો છો તેમા ખોટું શું કરો છો? સાચી વાત છે, મેં ઉતાવળે ૨-૩-૪ સ્વાગત સંદેશા ઠપકાડી દીધા હતાં તેમાં ખ્યાલ ના રહ્યો કે હું ચર્ચાનાં પાનાને બદલે સભ્યનાં પાના પર બધું લખી રહ્યો હતો. આવા સારા સુધારાને તમે દોઢ ડહાપણ કહો તો પછી, મારાજેવો જે ખરેખરા દોઢડહાપણ કરે છે તેને શું કહેવં? અવળચંડાઈ કે? અને માફ કરજો, તમારો સંદેશો મેં શુક્રવારે જ વાંચી લીધો હતો પરંતુ આળસમાં તમને જવાબ ના લખી શક્યો, અને હા, જતાં જતાં પેલા કેલેન્ડર માટે પણ આભાર. હું દર વર્ષે મારી જાતે કેલેન્ડર બનાવું છું, કેમકે મારે અહીં તિથીઓ વાળું સાચું કેલેન્ડર મળતું નથી, જે મળે તે બધા ભારત પ્રમાણે તિથીઓ આપે છે, જ્યારે ક્યારેક ક્યારેક અમારે અહીં અને તમારે ત્યાં તિથીઓ જુદા દિવસે આવતી હોય છે, મારી પાસે અંગ્રેજી પંચાંગનું સોફ્ટવેર છે તેમાંથી ચોક્ક્સાઇવાળી તિથીઓ લંડન માટે શોધી તેને હું તારિખવાળા કેલેન્ડરમાં મુકું છું, આવતા વર્ષનું તારિખનું કેલેન્ડર બનાવવામાં તમે મોકલેલી ફાઇલ ઘણી ઉપયોગી નિવડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૪, ૨૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

શ્રી જીતેન્દ્રસિંહજી, નમસ્કાર,જય માતાજી.
આજે બાપુ મજા પડી ગઇ. પહેલાંતો બહુ હસવાને કારણે પેટમાં દુખાવો ઉપડ્યો છે તેનો ઇલાજ બતાવો!!! પટ્ટી ઉતારવાની વાત મજાકમાં કહી, આપ જેવા સાફદિલ માણસ થોડા કોઇને માઠું લગાડે?. આ ભાષાંતર વગેરે કામો તો અમારા અને સુશાંતભાઇ જેવા માટે રહેવા દો, અને આપ આમજ અમોને ટેકા જાહેર કરતા રહો એટલે આપણેતો જંગ જીત્યાજ સમજો. બીજું આપે ઉલ્લેખેલ મેઇલ મળ્યો નથી. કશુંક ગરબડ લાગે છે. જો કે હું સાંજે ફરી બધા મેઇલ ચેક કરી આપને જાણ કરૂં છું. ચાલો ત્યારે વાતો તો ઘણી કરવી છે પરંતુ ધંધે ચઢવાનો સમય થયો તેથી 'બ્રેક કે બાદ' આભાર.--અશોક મોઢવાડીયા ૧૧:૨૪, ૨૧ જુલાઇ ૨૦૦૯ (UTC)

એડોલ્ફ હિટલર અને ગુજરાતી-English[ફેરફાર કરો]

અરે જીતેન્દ્રસિંહજી, તમને તો ખબર્ છ્હે ને કે આપણા આ હિટલરભાઈ કેવા હતા? તેમને ધાર્યુંતો હતું ઘણુ બધું કરવાનું અને કદાચ તેમની એ મહત્વકાંક્ષાને કારણે જ તે ભારતનાં પણ રાષ્ટ્રપતિ બની ગયાં, ભલે અહીં વિકિમાં તો વિકિમાં, પણ બન્યાં તો ખરાને? એવું થવા પાછળનું કારણ તેમાં વપરાયેલો ઢાંચો હતો, જેને મેં હાલ પુરતો લેખમાંથી બાકાત કરી દીધો છે, એટલે, તેઓ ભારતના રાષ્ટ્રપતિપદે થી હટી ગયા છે.

હએવ્ વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી શબ્દોથી સર્ચ કરવાની, તો મને સમજાતું નથી કે તમે ક્યાં સર્ચ કરવાની વાત અક્રો છો? ગુગલ કે એવ સર્ચ એન્જીનમા? જો તેમ હોય તો, તમને જણાવી દઉં કે, ગુગલનાં ભારતીય પોર્ટલ (google.co.in)માં આપ ગુજરાતીમાં લખી પણ શકો છો અને સર્ચ પણ કરી શકો છો. જો આપ ફક્ત લિખને સર્ચ એન્જીનનાં રિઝલ્ટ્સમાં લિસ્ટ કરવા પુરતો જ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતામ્ હોવ તો તેમ કરવાની જરૂર નથી, પરંતુ, જ્યાં સુધી લેખમાં આવા અંગ્રેજી શબ્દો ફક્ત એઆદવાર જ વપરાયા હોય, ત્યાં સુધી મને વાંધો નથી, જ્યારે વખતો વખત અંગ્રેજી શબ્દો વપરાય ત્યારે જરા ભદ્દુ લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૫૦, ૨૪ જુલાઇ ૨૦૦૯ (UTC)

ભાઈ શ્રી,

આપના પ્રોત્સાહનકારી સંદેશા બદલ આભાર.

મારી પણ ઈચ્છા તો ધણી છે કે ગુજરાતી વિકિપીડિયા ઉપર વધુ ને વધુ ફાળો આપું પણ સહુથી પહેલા સરદાર પરના લેખની સમાપ્તિ કર્યા બાદ બીજા લેખોને બરાબર ન્યાય આપી શકીશ તેમ મને લાગે છે. તે ઉપરાંત સરદાર પરના લેખને પુર્ણ કરી ગુજારતી વિકિ ઉપર તેને 'featured article' (રૂપક લેખ) તરીકે નોંધાવાની પણ ઈચ્છા છે. જોકે અંગત વ્યસ્તાતા અને ધણે ભાગે આળસના કારણે આ કામ લગભગ છેલ્લા એક વરસથી ખુબ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. પણ આશા છે કે આવતા એક મહીનામાં લેખનું ભાષાંતર પુરુ કરું. અને એમા તમાર જેવા હિતેચ્છુનું પ્રોત્સાહન મળતુ રહશે તો કામ જલ્દી પતાવા માટે નવું જોમ મળશે. - મેહુલ સંઘવી.

ભાઇ શ્રી જીતેન્દ્રસિંહ, બહું દિવસો થી લખવાનો મેળ પડતો નથી. મારા મમ્મી-પપ્પા અહીં આવ્યા હતા અને બસ એમની સેવામાં હતો. બીજુકે આ વખતે સપ્ટેમ્બરમાં ભારત આવવાનો વિચાર છે એટલે થોડું કામ પણ આમ વધું રહે છે. રાજકોટ આવવા નું થશે ત્યારે અથવા આપ ભાવનગરમાં આવો (મારા મહેમાન બની ને) ત્યારે ચોક્કસ મળવાનો લાહવો મળશે. અને હા વરસાદનું તો બધું એવું જ જ્યારે વરસે ત્યારે નેવાધાર વરસે અને જ્યારે ન વરસે ત્યારે પાણીના સાસા પડે. ચાલ્યા કરે! જલદી મળવાનો મોકો મળે એવી પ્રભુને પ્રાર્થના! સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૯:૦૦, ૨૫ જુલાઇ ૨૦૦૯ (UTC)

જય માતાજી[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, જય માતાજી, જય સીતારામ. તમે હાલોલનાં ગામો વિશે ધ્ષાન દોર્યું અને અશોકભાઇએ ટેબલમાં ગોઠવી પણ આપ્યું. આ તો મઝા પડી ગઇ. જોડે જોડે રાજકોટ જન્માષ્ટમીના મેળાનું આમંત્રણ પણ પાઠવી દીધું. આ તો મોમાંબગાસું ખાતાં પતાસું આવી પડયું. બાકી બીજું શું હાલે છે? શ્રાવણ મહિનો છે એટલે તમારે તો ઉપવાસ, મૌન, ભોજન, દર્શન, પારણાં વગેરેનો માહોલ હશે, ખરુંને? (સત્સંગ તો તમારે બારેમાસ એટલે લખ્યું નથી). બસ ત્યારે રજા લંઉ છું. જય માતાજી. --117.98.43.194 ૦૭:૧૪, ૩૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

કાનો ગઢવી[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી,નમસ્કાર. પ્રથમતો ક્ષમાં માંગું છું, આપનો સંદેશો મારા ધ્યાનમાંજ ન આવ્યો!!! (બોલો, હવે એમ કહીને ડાઢતા નહીં કે "હોય!! અમે ધ્યાનમાં ક્યાંથી આવીએ?" :-). કદાચ બે ત્રણ સંદેશા શાથે થઇ ગયા તેને લીધે આવું બન્યું.) હમણાં થોડી ભિડમાં (વ્યવસાઇક) હતો, આપે મોકલેલ કડી જોઇ અને જરૂર અભિપ્રાય લખીશ. (જો કે આપે મોકલેલ વાતમાં કહેવાપણું ના જ હોય !!!). કેમ હમણાં કશો સંપર્ક નથી? કે અમે જુનાગઢ વાળાઓએ નાકું વાળી લીધું માટે રિસાયા છો?(વરસાદનું). હોય બાપુ શેઢાપાડોશીઓમાં આવી તકરાર તો ચાલ્યા કરે :-). આપણાં ધવલભાઇ અને મહર્ષિભાઇ ભારત પધારવાનાં છે તો સ્વાગતની ગોઠવણ માટેનો કાર્યક્રમ મેઇલ દ્વારા જણાવશો. સતિષભાઇ બહુ સરસ,જ્ઞાનપ્રદ પુર્તિનાં પાનાઓ મોકલે છે, મને તો બધાને રૂબરૂ મળવાની (અને બધાને પકાવવાની પણ :-) )જબરી તાલવેલી ઉપડી છે, આપણાં મિત્રોની સ્વદેશયાત્રા નિમિત્તે તે કદાચ પૂર્ણ થશે. ચાલો હવે વધુ પછી ચર્ચા કરીશું. જય માતાજી. --અશોક મોઢવાડીયા ૧૮:૦૯, ૩૧ જુલાઇ ૨૦૦૯ (UTC)

જય માતાજી, બાપુ, કાનાને સાંભળી મઝા પડી ગઈ. ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે. આટલી નાની વયે આ રીતે કેળવાયેલ લોકગાયક કાનો આપણી અણમોલ જણસ છે. વધુમાં ધવલભાઇ, અશોકભાઇ તેમ જ તમારા તરફથી આપણા મહર્ષિભાઇ તેમ જ ધવલભાઇના આવવાના વાવડ મળ્યા. તમે અને અશોકભાઇ મળવાનો કાર્યક્રમ તારીખ તેમ જ સ્થળ સહિત ગોઠવી રાખશો. એ મુજબ જ હું પણ આવી જઇશ. બાકી હાલ મઝામાં છું, વરસાદ ત્રણેક દિવસથી અહીં પણ દેખાયો નથી. બસ ત્યારે જય માતાજી, જય સીતારામ.--સતિષચંદ્ર ૧૮:૪૮, ૩૧ જુલાઇ ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રસિંહજી, આ કોપીરાઇટ કાંઈ ડરવાની વસ્તુ નથી. તેનાથી ડરવાને બદલે તેનો આદર કરવો જોઈએ, તેનું ગુજરાતી કરણ આપણે પ્રકાશનાધિકાર એવું કરીએ છીએ, જે પ્રકાશન+અધિકાર (હક્ક) એમ બે શબ્દોથી બનેલો છે. જો આપ પુસ્તકો વાંચતા હોવ તો તમને ખ્યાલ હશે, કે પુસ્તકનાં પુઠાની અંદરની બાજુએ હંમેશા એવું વાક્ય લખેલું હોય છે કે, 'સર્વ હક્ક પ્રકાશકને સ્વાધિન' એનો અર્થ શું? એ પણ કોપીરાઈટનું ગુજરાતી જ છે. તેનો આદર કરવાનું કહું છું, કેમ? કેમકે, માનીલો કે તમે પોતે એક ચિત્રકાર છો, તમે એક સુંદર ચિત્ર બનાવ્યું, અને તે તમે તમારા અન્ય એક ચિત્રકાર મિત્રને જોવા માટે આપ્યું. હવે આ મિત્ર, તે ચિત્રને પોતાનું કહીને બજારમાં ઉંચી કિંમતે વેચી મારે તો તમને કેવું લાગે? તે દગો કર્યો કહેવાયને? એજ રીતે, તમે લેખક હોવ અને તમે તમારી લખેલી સુંદર કૃતિ છપાવો અને તેનું વિનામુલ્યે વિતરણ કરો, હવે કોઈક મારા જેવો લેભાગુ માણસ, તે કૃતિને બેઠેબેઠી ફરીથી પોતાના નામ હેઠળ છપાવીને બજારમાં વેચે, તો તેમાં અન્યાય કોને થયો કહેવાય? આ બંને કોપીરાઈટ વાયોલોશન (પ્રકાશનાધિકાર ભંગ) ના ઉદાહરણ છે, અને તેમ ના થાય તેમાં મૂળ રચયિતાનું હિત સમાયેલું છે. જ્યારે તમને ખબર પડે કે તમારું લખાણ અન્ય કોઈક વ્યક્તિ વેચીને પૈસા કમાય છે, ત્યારે તમે તેના પર કોર્ટ કેસ ના કરો? તો જો આપણે અહીં અન્યની મિલકત જાહેર જનતા માટે ખુલ્લી મુકીએ, તો કોઈ તેનો અસલી હકદાર આપણા ઉપર અહીં પણ કેસ કરી શકે છે. માટે, અન્યના અધિકારોની રક્ષા કજે આપને આપણી પોતાની કૃતિ સિવાયનું કોઈ કામ અહીં અપલોડ ના કરવું જોઈએ. ચાલો, બહુ લાંબો ઉપદેશ અપાઈ ગયો લાગે છે, હવે પુરૂ કરું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૭, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

બાપુ, આમ ગુસ્સે ન થાઓ :-) આ તો બધી વહિવટી બાબતો ગણાય. અને આ આપણે માટે તો કાનૂની કરતા નૈતિકતાનો પ્રશ્ન વધુ છે (કારણકે આપણે અહીં કોઇ ધંધાદારી લાભ માટે કામ કરતા નથી). ઉપર ધવલભાઇએ કોપીરાઇટ બાબતે સારી એવી સમજુતી આપી છે (જેમાંથી મને પણ જાણવા મળ્યું) બીજું કે આપણાં લખાણોતો કરતાજ રહેવાનું, આ કોપીરાઇટની સમસ્યા વધુતો ચિત્રો માટે ઉભી થાય છે, (મારે ઘણાં ચિત્રોમાં થયેલ છે) ખાસ કરીને આપણે હિન્દી વિકિ પરથી લેવાતા ચિત્રોમાં આ તકલિફ વધુ છે.(ત્યાં કોઇ આ બાબતે ધ્યાન આપતું લાગતું નથી !!!) ધવલ ભાઇએ જણાવ્યું તેમ આપનાં દ્વારા ખુબજ મહેનતથી લખાયેલા સુંદર લેખોને હું મારા નામે (અહીં કે અન્ય કોઇ સાઇટ પર કે અન્ય પુસ્તક વગેરેમાં પણ) ચડાવી દઉં અને તેમાં આપની અનુમતી કે આભાર પણ ન પ્રદર્શિત કરૂં તો એ નૈતિક દૃષ્ટિએ સારૂં કહેવાય નહીં. બસ આ બાબતને કોપીરાઇટ કહે છે. આપણે પણ જો આપણાં કેમેરા વગેરે દ્વારા પાડેલા ચિત્રો અહીં કે 'ફ્લિકર' પર ચડાવીએ તો તેને યોગ્ય કોપીરાઇટ મળે છે, તે ચિત્ર અન્ય કોઇને ધંધાદારી કામમાં વાપરવું હોય તો તેણે પણ આપણી મંજુરી લેવી જોઇએ. મને પણ આ બધી બાબતોમાં હજુ બહુ સમજણ પડતી નથી પરંતુ કહેવત છેને કે "પુછતા પંડિત થવાય" તો બહુ ચિંતા નહીં કરવાની અને કામ ચાલુ રાખવાનું, બાકી ધવલભાઇ તો છે જ !!!! તેમનું માથું ખાધે રાખવામાં તો કોપીરાઇટ નડશે નહીંજ તેની હું ગેરંટી આપું છું. મારી સમજણ મુજબ, આપે ચડાવેલ ચિત્રમાં કોપીરાઇટ ભંગ નથી તેવું ધવલ ભાઇએ શોધી અને ત્યાં 'કોમન્સ' પર જવાબ લખ્યોજ છે. જો કે આપે પણ મજાકનાં મૂડમાં વાત કરી છે તે સમજવા છતાં ફરી આપને વિનંતી કે સંતો,શુરાઓ અને ધર્મની જગ્યાઓ પરના આપનાં જ્ઞાનનો વરસાદ અમારા પર વરસાવતા રહો. હા ત્રિકમસાહેબનાં ભજનોની હું રાહ જોઇ રહ્યો છું. મને આટલું પ્રવચન ઠપકારવાની તક આપી તે બદલ આભાર :-) --અશોક મોઢવાડીયા ૧૯:૦૦, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
જીતેન્દ્રસિંહજી, જય માતાજી, ચિત્રો બાબતે મહેનત કરી એક સગવડ કરી છે. આપે પોતે (કે આપના મિત્રોએ) પાડેલ ચિત્ર અહીં ચડાવતી વખતે ===={{Cc-by-sa-3.0}} અથવા {{GFDL}} ટેગ "Summary" લખેલ ચોકઠામાં મુકવી, પહેલાથી અહીં હાજર ચિત્રોમાં ફેરફાર કરો કરી અને ત્યાં આ બેમાંથી કોઇ એક અથવા બંન્ને ટેગ મુકવી. (નમુના માટે આપે ચડાવેલ ચિત્ર:Danidhar.JPG પર મેં ટેગ મુકેલી છે. તે જોઇ જવું) અત્યારે ફક્ત આપનાં પોતાનાં અધિકારમાં હોય (ઉપર જણાવ્યું તેવા) તેવા ચિત્રો પરજ આ ટેગ મુકવી. અન્ય વેબસાઇટ (કે જે કોપીરાઈટ ન હોય તો સારૂં) કે અન્ય ભાષાનાં વિકિ પરથી લીધેલા ચિત્રોમાં {{Fairuse}} નામની ટેગ મુકવી, પરંતુ આ ચિત્ર કઇ સાઇટ પરથી કે કયા સ્ત્રોત પરથી લીધેલું છે તેની કડી ત્યાં જરૂર મુકવી. વધુ આગળ પણ જરૂરી માહિતીઓ આપતો રહીશ. અન્ય મિત્રો પણ આ બાબતે મને જરૂરી માર્ગદર્શન કરે તેવી પ્રાર્થના. આભાર.--અશોક મોઢવાડીયા ૨૦:૪૮, ૫ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, ઘણો આભાર તમે આ સરળતા કરી આપી તે બદલ. આપે ઉપર લખેલી નોંધમાં એક જગ્યાએ નાનો સુધારો સુચવીશ, કે અન્ય વેબસાઇટ (કે જે કોપીરાઈટ ન હોય તો સારૂં) કે અન્ય ભાષાનાં વિકિ પરથી લીધેલા ચિત્રોમાં {{Fairuse}} નામની ટેગ મુકવી, પરંતુ આ ચિત્ર કઇ સાઇટ પરથી કે કયા સ્ત્રોત પરથી લીધેલું છે તેની કડી ત્યાં જરૂર મુકવી માં કે જે કોપીરાઈટ ન હોય તો સારૂં ને બદલે કે જે કોપીરાઈટ ન હોય તો જ કરવું જોઈએ, કેમકે કોપીરાઈટેડ હોય તો આપણે કોપીરાઈટ ઑનરની પરવાનગી લઈને તે અહીં મુકવી પડે, જે લાંબી વિધી છે, જેમાં ના પડતા હાલ પુરતું તો આપણે કોપીરાઇટ વાળાં ચિત્રો અને સાહિત્યને અહીં ટાળીએ તો સારૂં. ટુંક સમયમાં હું અહીં પણ કોમન્સનાં જેવું અપલોડ ટુલ વિકસાવવાનો પ્રયત્ન કરીશ, જેથી ચિત્ર અપલોડ કરતી વખતે જ આપણે તેનું કોઈક એક લાયસન્સ ફરજિયાત પણે પસંદ કરવું પડે, હવે જ્યારે વિકિનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેની તાતી જરૂર લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૪૯, ૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

મદદ અને ભજનો[ફેરફાર કરો]

અરે જિતેન્દ્રભાઈ, તમને જો ઠોઠ નિશાળીયો ગણુ, તો હોંશિયાર કોને ગણવો એ સવાલ ઉભો થાય. ક્યારેય મનમાં એવો અંદેશો પણ ના લાવશો કે હું તમારા સવાલોથી પરેશાન થાઉં છું, ઉલટાનું તમારા અને અન્ય મિત્રોનાં પ્રશ્નોથી તો મારૂં જ્ઞાન વધે છે, ઘણી વખત પ્રશ્નોનાં જવાબ આપવા માટે મારે પોતે થોડી ઘણી ખાણ-ખોત કરવી પડે છે, એટલે હું તો તમારો આભારી છું કે તમે મને મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની તક આપો છો. હવે મૂળ વાત પર ચઢીએ, પહેલું તો તમે ચઢાવેલી ત્રિકમ સાહેબની ફાઈલ મેં દૂર કરી દીધી છે. અને રહ્યો સવાલ તમારા ભજનો વિષેનાં પ્રશ્નનો, તો ભાઈ, આપણે શર્ટનું કે પેન્ટનું કાપડ ખરીદવા નિકળીએ ત્યારે ક્યાં જઇએ? ક્યારેય સાડીની દુકાનમાં જઈને દુકાનદારને પુછ્યું છે કે "મને લાંબી બાંયનાં શર્ટનું શર્ટપીસ બતાવો તો?" અથવા ગુજરાતી ડાઇનીંગ હોલ (ભોજનાલય)માં જઈને મેનુ કાર્ડમાં હક્કા નુડલ્સ કે મલાઈ કોફ્તા શોધ્યા છે? નહી ને? તો પછી એ જ રીતે, દરેક વસ્તુ પિરસવા માટે અલગ-અલગ સ્થળ છે, આપણે સાડી વાળાને એવી ફરીયાદ ના કરી શકીએ કે તું કેમ શર્ટ-પેન્ટનાં કાપડ નથી વેચતો. તે જ રીતે, આ જ્ઞાનકોષ છે, સાહિત્ય-સંગ્રહ નથી. જેને જે શોધવું તે માટેનાં ઉચિત સ્થળે જાય.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૦૪, ૭ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

વાહ વાહ[ફેરફાર કરો]

જય માતાજી, જીતેન્દ્રસિંહજી. શું વાત છે ભાઇ!! આપે "બગદાણા" અને "ચોટીલા" લેખમાં સુંદર ચિત્રો મુક્યા. વધુ આનંદતો એ વાતનો પણ થયો કે આપે આ ચિત્રો સીધા "કોમન્સ" પર ચડાવ્યા. આવડી ગયું બાપુ :-) શું સમાચાર છે બીજા? કેમ હમણા અમ જેવા નાના માણસોને યાદ કરતા નથી? ટેલિફોન ખાતાની હડતાલ પુરી થઇ ગઇ છે હોં !!!!:-) જો કે આતો હું સસ્નેહ મજાક કરૂં છું, હમણા મારે પણ સમયનો થોડો અભાવ નડ્યો. મને મારે લાયક કશુંક કામ ચિંધાડો તો જરા સુસ્તી ઉડે !! આપનો અને સર્વે મિત્રોનો સ્નેહ સદા મળતો રહે તેવી અભ્યર્થનાસહ. --અશોક મોઢવાડીયા ૦૮:૫૪, ૨૨ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રસિંહજી, પ્રથમતો આપનો 'બગદાણા' વાળો સંદેશ મળ્યો. સારૂં એવું પરિભ્રમણ કરી આવ્યા. મોટા ભાગનાં ફોટાઓની ક્વોલિટી ઘણી સરસ છે. લાગે નહીં કે મોબાઇલથી પાડેલા હશે. (હવે આ ટેકનોલોજી પણ શું આગળ વધતી જાય છે!!!મને તો મોબાઇલમાં ફક્ત લાલ અને લીલા બટનનીજ આવડત છે :-) !!) ખેર, અમે તો પહેલા જણાવ્યું હતું તેમ જન્માષ્ટમી પર જુનાગઢજ હતા. કૌટુંબીક મેળાવડા જેવું ગોઠવેલ. બીજું કે મેર લેખ બાબતે આગોતરૂં લેખ જોઇએ કેવું ભાષાંતરણ થાય છે. (આમતો હું 'મહેર એકતા' બ્લોગ બનાવતો હતો તેમાં આ લેખ પણ સુજ્યો, જ્ઞાતી સેવા!!!). આપને સતિષભાઇએ સુચવ્યા મુજબ જો અલગ અલગ જ્ઞાતીઓ પર લેખની શરૂઆત કરવી હોય તો, મને ધવલ ભાઇએ આપેલ માર્ગદર્શન હું આપને નમ્રતાપૂર્વક આપીશ કે પ્રથમતો જરૂરી (હોય તેટલા) લેખો અંગ્રેજી વિકિ પરથી શોધી અને અહીં તેજ લેખનું શિર્ષક બનાવી, પ્રાથમિકપણે તેને સબસ્ટબ તરીકે લઇ અને તેમાં અંગ્રેજીવિકિની કડી મુકી દેવી. ત્યાર બાદ ત્યાંથી સમયે સમયે માહિતીઓ ભાષાંતરીત કરી અને આપણે સૌ મિત્રો અહીં લખતા જશું.આ જ્ઞાતીઓ કે ધર્મો વિષયક લેખો બનાવતી વખતે બને તેટલું તટસ્થતાપૂર્વક અને વિવાદમુક્ત લખાણ કરવું તેવી મારી નમ્ર સલાહ છે. આપ સમય મળ્યે આટલું કાર્ય શરૂ કરો તો અમોને પણ આગળ વધવાનો ઉત્સાહ જાગે. જરૂરી સલાહ સુચનો આપતા રહેશો. આભાર.--અશોક મોઢવાડીયા ૧૮:૧૫, ૨૨ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)


ભુલ નો અહેસાસ[ફેરફાર કરો]

ધ્ન્ય્વાદ્ જીતેન્ભાઇ .નમસ્કાર.મધયસ્થી બની મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્ય વાદ ,ભુલ નો અહેસાસ કરાવતો આ અનુભવ અવિસ્મરણીય રહેશે,હ્વે નમ્રતાપૂર્વક સતિષભાઇએ સુચવ્યા મુજબ આગળ લેખન ...આમ તો તમે જોડણી ચકાસી જોઈ છે પણ તેના લીધે કોઈ તકલીફ નથી જણાતી હોઇ,આપ્નો સ્નેહ સદા મળતો રહે તેવી અભ્યર્થનાસહ!!!મને જરૂરી માર્ગદર્શન આપો તેવી પ્રાર્થના.. --Altafpatel123 ૧૪:૪૮, ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ભારતની મુલાકાત[ફેરફાર કરો]

અરે ભાઈ હજુ તો ઘણી વાર છે ભારતયાત્રાની, અત્યારે તો મહર્ષિભાઈ તૈયારીઓમાં પડ્યા હશે, હું તો તેમના પાછા આવ્યા પછી તૈયારીઓ કરીશને તો પણ વહેલી પડશે. આ તો અમારે અહીં સોમવારે રજા હતી, અને શની રવી તો આમે રજા હોય છે, વળી આ ઉનાળાની છેલ્લી રજા હતી અને બાળકોને ઉનાળુ વેકેશન પુરૂ થવા આવ્યું, એટલે બાળકોને લઈને ૩ દિવસ પેરીસ જઈ આવ્યાં તે કારણે અહીં કશું ના કરી શક્યો. આજે જેમ જેમ સમય મળતો જશે તેમ તેમ જરૂરી ફેરફારો ચકાસી જોઈશ, પણ તમારા જેવા જુના જોગીઓનાં કરેલા ફેરફારોમાં ચકાસવા જેવું કશું હોતું નથી એટલે તમ તમારે લગે રહો. મારે લાયક કાંઈ કામ-કાજ હોય તો જણાવજો.

અને હા, અલ્તાફભઈ પહેલા પણ માફી માંગી ચુક્યા છે, અને સહુ જે કાંઈ થયું તેને ભુલાવી પણ ચુક્યા છીએ. પણ તમે જે વિશેષ રસ દાખવીને તેમની સાથે સમજાવા કરી તે બદલ તમારો ઘણો ઘણો આભાર. તમે તો મિત્રો થઈ ગયા હોવ તેવું લાગે છે. ભાઈ, આમ મિત્રો બનીને અમને ક્યાંક એકલા ના પાડી દેતાં. ચાલો ત્યારે, રામ રામ...!--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૩, ૧ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

ધવલભાઈ, અશોકભાઈનો ફોન ચાલુ છે. તે કહે છે કે, અમદાવાદનાં પ્રોગ્રામ વિષે કાંઈક નક્કી કરીને ઈમેઈલ કરો. નહીતર અમે અમદાવાદ તમારા ઘરે બે દિવસ ધામા નાખી દેશુ અને અમને બ્રાહ્મણનાં લાડવા પણ પચી જશે એમ કહે છે.. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૪:૧૪, ૧ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
સીતારામ ભાઇ, જન્મભોમકા જોવા તત્ત્પરતા વધતી જાય છે. હવે જલ્દી ૨૦ દિવસ નીકળે તો સારું એવુ થાય છે. રાજકોટની મુલાકાત તો ચોક્કસ થાશે જ એટલે જુનાગઢ પણ ફરવા મળે તો તો શું વાત! આવી ને તરત ફોન કરીશ પણ દરેક મિત્રોને ભાવનગર પધારવા ફરી -ફરી નિમંત્રણ આપું છું. આજ કાલ જોબ પર બહું કામ રહે છે અને ઉપરાંત સાઇડમાં ધંધો પણ ચાલુ કર્યો છે એટલે ૨ ઘોડે ચડ્યા પછી થોડું અઘરું પડે છે. પણ મન તો વારંવાર અહીં ખેચાયા કરે છે. (વિકિ પ્રચારનું માદ્યમ ન હોવાથી આપણી નીતિને માન આપતા ધંધા વિશે વધુ નથી લખતો.) જલ્દી થી મળવાનું થાય તેવી આશા સહઃ સીતારામ...મહર્ષિં --Maharshi675 ૧૫:૦૪, ૩ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

સીતા રામ, જય માતાજી, નવરાત્રી[ફેરફાર કરો]

મીત્ર જીતેન્દ્રસીંહ, નવરાત્રી બદલ આપનો શુભ સંદેશ મળેલ છે. નવરાત્રીમાં અહીં મુંબઈ ગાંડુ બને છે. મારા મહારાષ્ટ્રીઅન મીત્રો પણ મને નવરાત્રી બદલ ગરબા અને પહેરવેશ વીશે ખાસ કરીને યુવતીઓના ડ્રેસ વીશે વાતો કરે છે. બે દીવસથી નવી મુંબઈ થી મુંબઈ બાજુ ટ્રેનમાં આવતા આસામી, બંગાળી બાબુ અને મહીલાઓ પણ મુંબાદેવીના મંદીરની વાતો કરે છે. ગામડાંમા નવરાત્રી વખતે સાદા ડ્રેસ અને સ્ટેજ વગર નાટક જોવાની અને આખી રાત નાટક કરવાની જે મજા હતી તે હવે નથી. કચ્છમાં માતના મઢ ઉપર અજબની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બધા મીત્રોને નવરાત્રીના જય માતાજી. લી. વીકેવોરા. Vkvora2001 ૦૭:૧૪, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)


નવરાત્રિપર્વની શુભેચ્છા જય માતાજી,, જીતેન્દ્રસિંહજી.મારા હ્રદયપૂર્વકની શુભકામના સ્વિકારશોજી.નમસ્કાર.અને નવરાત્રિપર્વની શુભેચ્છા  !!! આપનો સૌનો હાર્દિક આભાર.--Altafpatel123 ૧૪:૪૨, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)


નવરાત્રિની શુભેચ્છા[ફેરફાર કરો]

આપનો સંદેશો મળ્યો. યાદ કરવા બદ્દલ ધન્યવાદ! આપને તથા આપના પરિવારજનો ને પણ નવરાત્રિની શુભકામના. દેશ વિશેના લેખો માં આપના પ્રોત્સાહન બદ્દ્લ આભાર. હજી તો શરુઆત છે હજી ઘણું લાંબુ અંતર કાપવાનું છે. --sushant ૧૭:૪૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

જય માતાજી જીતેન્દ્રભાઈ, આપને અને આપના પરિવારજનો ને મારા તરફથી નવરાત્રિની શુભકામના. આપ માતાજીના ભક્ત છો, અને કદાચ આ નવરાત્રિ પર્વ દરમ્યાન અનુષ્ઠાન પણ કરતા હોવ, આપની ભક્તિ પર મા અંબા પ્રસન્ન થાય અને આપને મનોવાંચ્છિત આપે તેજ પ્રાર્થના.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૮, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

મીત્ર, આહીં લાઈનની ઉપર ફેરફાર કરો એમ લખેલ છે એને કલીક કરો. એમ કરતાં જે વંચાય છે એને બરોબર જોવું અને પોતાના પ્રમાણે યોગ્ય ફેરફાર કરવો.Vkvora2001 ૨૩:૫૧, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

જય માતાજી[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, જય માતાજી. મા આદ્ય શક્તિની આરાધનાના પર્વ નિમિત્તે આપને તેમ જ સૌ મિત્રોને અનેક ઉત્તમ શુભેચ્છાઓ પાઠવું છું.--સતિષચંદ્ર ૧૯:૪૫, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રસિંહજી, આપને પણ નવરાત્રીની હાર્દિક શુભકામના. હમણાંનો હું થોડો ડાંડ (કે દાંડ ??) થઇ ગયો છું. પરંતુ શું થાય! થોડી અંગત કામગીરીઓમાં રોકાયો. જો કે સૌનાં લેખતો મારી આદત મુજબ વાંચતોજ રહું છું. અને જરા નવરો (સાંભળ્યું છે કે મરાઠી ભાષામાં "વર"ને "નવરો" કહે છે !!!) થવા દો, પછી જુઓ ભાયડાનાં ભડાકા :-) આતો ઘણા સમયે મળ્યા એટલે મજાક કરી લીધી!!!

આપનાં માધ્યમથી સૌ મિત્રોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. આભાર.--અશોક મોઢવાડીયા ૦૬:૧૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)


મન પરસન્ન થાય છે.[ફેરફાર કરો]

જય માતાજી, જીતેન્દ્રસિંહજી. કામમાં થોડો વ્યસ્ત હતો ,જ કાલ જોબ પર બહું કામ રહે છે ,આ ઠોઠ નિશાળીયા વધારે માથુ ખાય છે.બાકી બીજું શું હાલે છે? મારે લાયક કોઇ સેવા હોયતો પણ જણાવજો. મને મારે લાયક કશુંક કામ ચિંધાડો તો જરા સુસ્તી ઉડે !!તમે પોતે ધાર્મિક વ્યક્તી જ્ નહી સાચા અર્થ મા સામાજિક વ્યક્તી છો.તમારી સાથે વાત કર્વાથી મન પરસન્ન થાય છે.--Altafpatel123 ૧૪:૩૫, ૫ ઓકટોબર ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રભાઈ, તમારો સંદેશો જોઈને ઘણુ સારૂ લાગ્યું, એમ લાગ્યું કે અહીં કોઈકતો છે જે મને ભુલ્યું નથી. તમારી વાત સાચી છે કે જાન તો એક દિવસ ચાલે, પણ ભાઈ, ઘર બદલ્યાનો થાક ઉતરે એ પહેલા ઓફિસમાં લોકો રજા ઉપર જવા માંડ્યા એટલે જરા તે બાજુ કામનો બોજો વધી ગયો છે. હજુ આ અઠવાડિએ પણ મારી ટીમનો એક ભાઈ રજા પર છે, આવતા અઠવાડીએ તે આવી જશે પછી થોડી મોકળાશની પળો મળી રહેશે, એટલે પૂર્વવત થવાશે. પણ હમણાથી મેં સાંજે સંજે થોડો સમય આપવાનું નક્કિ કર્યું છે, જેથી અહીં થોડું-ઘણું કામ કરી શકું છું. બીજા શું સમાચાર છે તે જણાવો, મહર્ષિભાઈ પહોંચી ગયા? તેમની સાથે ભેટો થયો? કે વાત થઈ?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૪, ૫ ઓકટોબર ૨૦૦૯ (UTC)

ભાઈ મારો ઇમેલ મળ્યો? કાંઈ સમાચાર નથી એટલે થયું કે પુછી જોઉં.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૫, ૮ ઓકટોબર ૨૦૦૯ (UTC)

આપનો સંદેશ મળ્યો. યાદ કરવ બદ્દલ આભાર. અહીં તો બધું ક્ષેમ કુશળ છ્હે. બસ રાહ જોઉ છું ક્યારે ૨૮ નવેંબર આવે અને ક્યારે સૌ ભેળા મલીએ. --sushant ૦૭:૪૩, ૧૨ ઓકટોબર ૨૦૦૯ (UTC)

ગુજરાતી વિકીના ૧૦,૦૦૦ લેખો પૂર્ણ[ફેરફાર કરો]

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈયું ને ઢોલ, શરણાઈયું ને ઢોલ નગારા,શરણાઈયું ને ઢોલ..... આનંદો મિત્રો, આપના અથાગ પરિશ્રમ સ્વરૂપે ગુજરાતી વિકી એ ૧૦,૦૦૦ લેખ પૂર્ણ કર્યાં છે આજે 'ગુજરાતી' શબ્દને ૧૦,૦૦૦ લેખની શ્રીણીમાં જોતાં છાતી ગજ ગજ ફૂલી જાય છે.આપ સૌને હાર્દિક અભિનંદન. સંખ્યાનું એક સોપાન પૂર્ણ થયું આપનો આવો સહકાર સદા મળતો રહે તેજે અભ્યર્થના. ઘણા લોકોનું આમાં યોગદાન રહ્યું છે પણ તેમાં સતિષચંદ્ર ભાઈ, અશોકભાઈ, જીતેન્દ્ર ભાઇ નું નામ તો ખાસમ્ ખાસ ઉલ્લેખ માંગે છે. --sushant ૦૮:૪૪, ૧૨ ઓકટોબર ૨૦૦૯ (UTC)


અભીનંદન લાભ પાંચમના અભીનંદન[ફેરફાર કરો]

મીત્ર, દીવાળી અને નવા વર્ષનો અભીનંદન સંદેશો મળ્યો. મહારાષ્ટ્રમાં આજ મંગળવાર ૧૩.૧૦ના વીધાનસભાની ચુંટણી માટે મતદાનનો દીવસ છે. આ મતદાનની પદ્ધતીમાં હવે બટન દબાવવાની પદ્ધતી આવી ગઈ. ગણત્રી ધન તેરસ, દીવાળી, ભાઈ બીજ પછી અને લાભ પાંચમ પહેલા ગુરુવાર ૨૨.૧૦ના છે. લાભ પાંચમ ૨૩.૧૦ના છે. લાભ પાંચમના બધાને લાભ થશે.--Vkvora2001 ૧૧:૩૨, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)

સાલ મુબારક[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહ, આપને અને આપના સહુ સ્નેહીજનોને નૂતન વર્ષાભિનંદન અને નવું સાલ મુબારક. --ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૧, ૨૦ ઓકટોબર ૨૦૦૯ (UTC)


સીતારામ[ફેરફાર કરો]

બસ! પાછા કામ પર ચડિ ગયો છું હવે ભારત પાછા આવવાની તૈયારી શરુ કરી દિધી છે... આપ ૧૪ ડિસૅમ્બરના રોજ ભાવનગર આવવા માટેની ટિકિટ જરુર લઇ રાખશો. અને હા, અશોકભાઇને તેમના વ્યસ્ત કાર્યક્રમમાં થી ખેંચી લાવવાની જવાબદારી તમારી હો! સતિશચંન્દ્ર ભાઇ ને હું મનાવવાની કોશીશ કરીશ અને સુશાંતભાઇ ને પણ વળી-વળીને આગ્રહ કરવો પડશે.

જય માતાજી.... સીતારામ.. મહર્ષિં --Maharshi675 ૦૯:૪૨, ૩ નવેમ્બર ૨૦૦૯ (UTC)

Translation request[ફેરફાર કરો]

Hi જીતેન્દ્રસિંહ! Would you be so kind to help me translate part of this article into the wonderful Gujarati language? Please. 2-3 lines would be enough. Thanks a lot and best regards:)--Amaqqut ૦૭:૦૧, ૫ નવેમ્બર ૨૦૦૯ (UTC)


સ્નેહી જીતુભા, વીકીપીડીયા ઉપર લગભગ રોજ મુલાકાત હોય છે. આપ સૌ ધર્મ અને માહીતીનું સુંદર કામ કરો છો એ બદલ આપ મંડળીને ધન્યવાદ. કામમાં વ્યસ્ત હોવાથી એકાદ બે લાઈન લખી લંઉ છું. કુશળ હશો. લી. વીકે વોરા.--Vkvora2001 ૧૩:૧૮, ૬ નવેમ્બર ૨૦૦૯ (UTC)

Hello. Could you translate some words into Gujarati to help with localization of your Wikipedia?

  • Robot -
  • Adding -
  • Modifying -
  • Removing -

Thank you! Hugo.arg ૧૨:૨૮, ૭ નવેમ્બર ૨૦૦૯ (UTC)

પ્રોત્સાહન[ફેરફાર કરો]

બાપુ, ઘણા વખતે તમારો સંદેશો વાંચવા મળ્યો, જાણે ફરી જાનમાં જાન અવી ગઇ હોય તેવું લાગ્યું. તમારા પ્રોત્સાહન બદલ ઘણો આભાર, તમારા જેવા હિતેચ્છુઓની શુભકામના જો સાથે હોય તો કયું કામ પાર ના પડે?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૩, ૧૨ નવેમ્બર ૨૦૦૯ (UTC)

ભારતયાત્રા અને આપણી મુલાકાત[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, મારી ભારતયાત્રા દરમ્યાન આપણી મુલાકાત ના થઈ શકી તે વાત કરતા વધુ અફસોસ છે અશોકભાઈનાં પરિવારમાં ઘટી ગયેલી દુ:ખદ ઘટનાનો. અને આમે, આપને ફક્ત રૂબરૂ ના મળી શક્યા, પરંતુ ફોન પરતો તમારી અને સતિષભાઈની બંનેની સાથે ઘણી વાતો થઈ હતી, અને આપે મારી વાત અશોકભાઈ સાથે પણ કરાવી હતી તે બદલ તમારો આભાર માનવો ઘટે. મને લાગે છે કે અમ પરદેશવાસીઓને પહેલી ભારતયાત્રા દરમ્યાન આપ સહુ દેશવાસી મિત્રોને રૂબરૂ મળવાનું લહેણું જ નથી, ફક્ત ફોનથી જ પતાવવું પડે તેમ છે, જુઓને, મહર્ષિભાઈ પણ બે મહિના પહેલા આવ્યા ત્યારે તેઓ આપને રૂબરૂ ના મળી શક્યા, અને હવે બીજી વખતની મુલાકાતમાં આપનો મળવાનો મેળ પડશે. તે જ રીતે મારે પણ આપ સહુ મિત્રોને મળવા ફરી વખત ભારત આવવું જ પડશે.

આપ અને સતિષભાઈ લગ્નમાં જવાના છો તે જાણીને ઘણો આનંદ થયો. મારી યાત્રા દરમ્યાન એવું કશું વિશેષ નહોતું કે જે આપને જણાવી શકું, ફક્ત પરિવારજનો અને મિત્રોને મળવામાં જ સમય પસાર થઈ ગયો. હા સુશાંતભાઈનો ૨ દિવસનો સાથ મળ્યો તે એક અજબ અનુભવ હતો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૭, ૮ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)

અભીનંદન[ફેરફાર કરો]

મીત્ર જીતેન્દ્રસીંહ, સાલ મુબારક અને નુતનવર્ષ અભીનંદનનો સંદેશ મળેલ છે. હું પણ આ સંદેશ સાથે જીતેન્દ્રસીંહ અને અશોકભાઈ મોઢવાડીયાને સાલમુબારક અને નુતનવર્ષ અભીનંદન મોકલું છે. ગુરુવાર રાતે મહેર એકતા http://maherakta.wordpress.com/ પર ઘણાં પાનાનું વાંચન કરેલ. જે જાણ ખાતર.--Vkvora2001 ૧૫:૫૫, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

જીતેન્દ્રભાઈ, આપને અને આપના સહુ પરિવારજનોને પણ મારા અને મારા સમગ્ર પરિવાર તરફથી આ અંગ્રેજી વ્યવહારૂ નવુ વર્ષ મુબારક, અને Wish you a very Happy New Year! અને ભાઈ, તમને લોકોને ભૂલીને મારે ક્યાં જવું? તમે લોકો હંમેશા યાદ જ રહો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૪, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ભાઈશ્રી જીતેન્દ્રભાઈ આપને તથા આપના પરિવર જનોને અમારા સઓ તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. -sushant ૦૮:૦૪, ૨ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

જીતેન્દ્રસિંહજી અમારી વચ્ચે મેળાપનો પ્રયાસ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારે કોઈ ભાઈ કે બહેન નથી અને હમેંશા મને ભાઈ બહેન કે ભાઈ ભાઈ વચ્ચે નો પ્રેમ, ઝઘડા આદિનું ખૂબ આકર્ષણ રહ્યું છે. ધવલભાઈ મારે માટે ભઈબંધ થાય અને તે નાતે તેમની સાથે આવી વાટાઘાટો તો થાય અને થતી રહેવાની. તેનાથી આપ કોઈ ટેંશનમાં ના આવશો. --sushant ૧૫:૩૬, ૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ભાઈમાંથી ભઈબંધ (ભાઈ હવે બંધ) ક્યારથી થઈ ગયો સુશાંતભાઈ?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૦, ૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

આપની આવી પીઠ થાબણથી અમારી પીઠ બળુકી બનશે. સરાહના બદ્દલ આભાર. ક્યારેક રાજસ્થાન જવાનું થાય તો તમને આ માહિતી ઉપયોગિ થઈ રહેશે. --sushant ૦૬:૧૦, ૩૦ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

જય માતાજી, અમારા કાર્યની સરાહના બદલ આભાર.--સતિષચંદ્ર ૦૬:૨૯, ૩૦ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

શુભેચ્છા માટે આભાર[ફેરફાર કરો]

જીતેન્દ્રસિંહજી, આપના આવા સુંદર શુભેચ્છા સંદેશ માટે, અને ખાસ કરીને તો મારો જન્મદિવસ યાદ રાખવા બદલ ખુબ ખુબ આભાર. આપ સહુ મિત્રોનો આવો સ્નેહ હંમેશા મળતો રહે તો ૧૦૦ વર્ષ જીવવાની આશા જન્મે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૪, ૨ માર્ચ ૨૦૧૦ (UTC)

તિથિ અને તારીખ શ્રેણીના લેખો[ફેરફાર કરો]

જીતુભાઈ, આભાર કે આપે મને આ કામને લાયક ગણ્યો, હું ચોક્કસ પણે આ શ્રેણીનાં બાકીના લેખો પુરા કરીશ. પરંતુ, મને મને કામ સોંપવાનો અર્થ શું એમ તો નથી ને કે અશોકભાઈને પગલે-પગલે આપ પણ વિકિમાંથી કામચલાઉ નિવૃત્તિ લઈ રહ્યા છો? જો એમ હોય તો હું આ કામ સ્વિકારવા તૈયાર નથી. શું ભાઈ, તમે ક્યાં વ્યસ્ત થઈ ગયા છો આજ કાલ? અને આપણા અશોકભાઈનાં શું સમાચાર છે?--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૩, ૨૨ માર્ચ ૨૦૧૦ (UTC)

નવા લોગો માટે આપનો મત[ફેરફાર કરો]

જીતુભા, આ બધી લખાણના પ્રકાશનાધિકારની ભાંજગડ જાણે ઓછી હોય તેમ, હવે આપણા ગુજરાતી (અને અન્ય ભારતીય ભાષાઓનાં) વિકિપીડિયાના લોગોમાં વપરાયેલા ફોન્ટ્સના પ્રકાશનાધિકારનો પ્રશ્ન ઉભો થયો છે. તેના નિવારણ અર્થે ઓપનસોર્સ ફોન્ટ્સનો ઉપયોગ કરીને નવો લોગો બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મને શોધ કરતાં ફક્ત ત્રણ જ ઓપનસોર્સ ગુજરાતી ફોન્ટ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ કરીને વિકિમિડિયા ફાઉન્ડેશને ત્રણ લોગો બનાવ્યા છે, જે આપ ચોતરા પરની આ ચર્ચામાં જોઈ શકશો. આપને અને અન્ય સભ્યોને વિનંતિ કરૂં છું કે, આપ પણ તે ચર્ચામાં આપનો માત જણાવો. કૃપા કરી સંદેશો શરૂ કરતા પહેલા તેની ઉપરના સભ્યએ લખેલા સંદેશામાં જેટલા કોલોન્સ (:) હોય તેના કરતા એક વધુ કોલોન ઉમેરીને સંદેશો લખશો, જેથી વ્યવસ્થિત ઇન્ડેન્ટેશન થઈ શકે, અને દરેક સંદેશા સરળતાથી અલગ તારવી શકાય, અને હા,ાપના મતને અંતે --~~~~ ઉમેરીને સહી કરૈઇ કરવાનું ના ભુલશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૭, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)

તમને કેમ ભુલાય?[ફેરફાર કરો]

અરે બાપુ, તમને કેમ ભુલાય? તમે હંમેશા યાદ આવતા હોવ છો, ખાલી આળસને કારણે તમને લખવાનું કે ફોન કરવાનું નથી થતું એટલું જ. તમારી સાથે સાથે આપણા અશોકભાઈ પણ યાદ આવે છે, જો તમારે વાત કે મુલાકાત થાય તો એમને પણ મારી યાદ આપજો. નવો ધંધો કેવો ચાલે છે? સેટ થઈ ગયું બધુ? અને હા, શ્રી નાથજીદાદાની જગ્યાની વેબસાઈટ જોઈ, ખુબ સુંદર બનાવી છે. અને ભલા માણસ, અમારા જેવા આળસુ માણસો મેલ ના કરે એનો અર્થ એવો થોડો કે તમારે પણ ક્યારેય ના કરવો? તો હવે તમે પણ મેલ કરતા રહેજો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૨, ૨૪ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

વાહ વાહ જીતેન્દ્રસિંહભાઇ, તમારો સંદેશ જોઇ આનંદ અનુભવું છું. આપ આજકાલ ધંધામા વ્યસ્ત છો પણ વ્યસ્તતા અને તે પણ આગળ વધવા માટે તો સારી વસ્તુ કહેવાય. એટલે તમે દેખાતા નથી તેનો ધોખો અમારે ન કરવો ઘટે. નવો ધંધો કેવો ચાલે છે? અલંગ તો તેજીમાં છે તેવું સાંભળ્યું હતુ. બાકી અહીં હું મજામાં છું અને રાહ જોઉં છું કે ક્યારે ભારત આવવા મળે. શ્રી નાથજીદાદાની જગ્યાની વેબસાઈટ જોઈ અને ખુબ આનંદ થયો. વાંચવામાં રસ પડ્યો. તેમા ફોન્ટસ્ જો ઓછા રંગીન હોય તો ઓર મજા આવે એવું મને લાગે છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૪:૫૧, ૨૪ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

રામ રામ[ફેરફાર કરો]

રામ રામ કહું છું. આપણે અહીં નવેસરથી મળતા રહીશું. Vkvora2001

 જય્ માતાજી જીતેન્દ્રસિંહ.


વીકીપીઙિયા ની દુનિયા માં પથમ્ અનુભવ આપના થકી થયૉ, તમારા વિચાર અતિ સુંદર છે. જે આજની પેઢી ને પૉતાની આગવી ઓળખાણ કરાવી શકે છે.


   આભાર   
  જય્ માતાજી ....


મનહરસિંહ.રહે..અમદાવાદ

જીતેન્દ્ર બાપુ,જય માતાજી, જય સિયારામ. આપના વિકિમાં પુનરાગમન અને ધંધામાં પ્રગતિના બેવડા આનંદના સમાચાર જાણી ખુબ ખુબ આનંદ થયો. આપની પધરામણી ગુજરાતી વિકિને પ્રગતિના પંથે લઇ જશે એવી આશા સહ--સતિષચંદ્ર ૧૩:૦૬, ૧૫ મે ૨૦૧૧ (UTC)

વધાઈ અને પુનઃ પધારો[ફેરફાર કરો]

જીતેન્દ્રભાઈ, સીતારામ હરેકૃષ્ણ! નવો ધંધો સેટ થઈ રહ્યો છે અને તેમાં સારી એવી બરકત છે એ જાણીને ઘણો આનંદ થયો. આપને આ નવા ધંધાની ઘણી વધાઈ અને આ વર્ષે જ્યારે ભારત આવું ત્યારે તમારી પાર્ટી પાક્કી ને? તમે ખુબ સરસ સમાચાર આપ્યાં. જલ્દી-જલ્દી પાછા આવો તેની રાહ જોવામાં હવે તો દિવસો પસાર થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૮, ૧૫ મે ૨૦૧૧ (UTC)

ખોટાં ગામનામો અંગે[ફેરફાર કરો]

ભાઈ શ્રી જીતેન્દ્રસિંહજી! જય માતાજી,કુશળ હ્શો, વિગતમાં લખવાનું કે આપણાં ઘણાં ગામોનાં નામ ખોટાં લખાયેલ છે. જેને સુધારવા જતાં તેની લિંક તૂટી જાય છે. દા.ત.પાલનપુર તાલુકાના ગોળા ગામનું નામ ગોલા લખાયેલ છે. તેને સુધાર્યા પછી પાલનપુર તાલુકાના ગામોમાં જ્યાં તેની લિંક આપેલી છે તે તૂટી ગઇ. આ અંગે શું કરવું ? માર્ગદર્શન આપશો. હું વિકિપીડિયાનો નવો જ સભ્ય થયેલો હોઇ મદદની જરૂર જણાય છે.--પ્રણય

માર્ગદર્શન બદલ આભાર[ફેરફાર કરો]

ભાઈ શ્રી જીતેન્દ્રસિંહજી! જય માતાજી, જય અલખધણી, કુશળ હશો, વિગતમાં લખવાનું કે આપે ત્વરિત (ઝડપી) માર્ગદર્શન આપ્યું એ બદલ આભાર, 'લ'નો 'ળ" કરતાં તો મને ફાવે છે. મારી સમસ્યા એ ન હતી, મારી સમસ્યા એ હતી કે જે ગામોનાં નામ ખોટાં લખાયેલ છે. તેને સુધારવા જતાં તેની લિંક તૂટી જાય છે. પાલનપુર તાલુકાનાં જે (લગભગ 30) ગામોનાં નામ ખોટાં લખાયેલ છે તેને મેં સુધાર્યાં છે. પણ લિંક તૂટી જવાથી તે ગામોનાં પાનાં અસ્તિત્વમાં નથી તેમ બતાવે છે. આ લિંક પાલનપુર દ્વારા આપ ત્યાં જઇ તપાસ કરી લેશો.ને આવા સુધારા કેવી રીતે કરવા એ અંગે માર્ગદર્શન આપશો તો આપનો આભારી થઇશ. મારી ચર્ચાના પાના પર મારા વિશે ટૂંકમાં પરિચય આપ્યો છે. તે વાંચી જવા વિનંતી. સર્પો, પક્ષીઓ અને સંતો તથા સંતવાણી વિશે હું થોડાઘણું જાણું છું આથી એ અંગે કંઇ પ્રશ્ન હોય,વધું જાણવા માગતા હોવ કે કંઇ પણ તકલીફ જેવું લાગે તો મારી ચર્ચાના પાના પર મારો સંપર્ક કરશોજી, બસ એજ ...આવજો ..લિ.પ્રણય વડગામાના જય માતાજી

જય સિયારામ. આપના પ્રોત્સાહન બદલ આભાર. આપનું પુનરાગમન ઘણું ગમ્યું. --PSPatel ૧૫:૫૯, ૨૨ મે ૨૦૧૧ (UTC)

ક્ષમાયાચના[ફેરફાર કરો]

ભાઈ શ્રી જીતેન્દ્રસિંહજી!

જય માતાજી, જય અલખધણી, કુશળ હશો.

વિગતમાં લખવાનું કે આપને ફોન કરવા બે દિવસ મથ્યો, પણ હાલ વેકેશન હોઇ ગામડે છું. અહિં નેટવર્કનો મોટો પ્રશ્ન રહે છે.તેથી ફોન કરી ના શક્યો. એટલામાં ધવલભાઇ મારી મદદે આવી પહોંચ્યા એથી મારી સમસ્યા હલ થઇ જતાં ફોન કરવાની પળોજણમાં પડ્યો નથી. તો ક્ષમ્ય ગણશો. મારા લાયક કામકાજ હોય તો જણાવશો. બીજું કે આપની, ધવલભાઇની, સતિષચંદ્રજીની અને અશોકભાઇની ચર્ચાઓનાં પાનાં ખૂબ મોટાં થઇ ગયાં હોઇ મારા જેવા લો સ્પીડ કનેક્શન ધરાવતા મિત્રો માટે આ પાનાં ખોલવા ઘણી મહેનત કરવી પડે છે. તો આ અંગે કંઇક કરવા વિનંતી. છેલ્લે મારી પસંદમાં મે સહીના ઓપ્સન પર ક્લિક કરી ન હતી તેથી સહી થવાનો ચાન્સ ઓછો છે, તેમ છતાં અત્રે પ્રયત્ન કરૂં છું. બસ એજ,બસ એજ ...આવજો ..લિ.પ્રણય વડગામાના જય માતાજી --Pranay ૧૬:૩૨, ૨૩ મે ૨૦૧૧ (UTC)

જય સિયારામ, જય માતાજી,

આપનો ખુબ ખુબ આભાર જીતેન્દ્રસિંહજી. ખરેખર તો આ ગૌરવવંતો અવસર તમારા પાછા ફરવાને કારણે જ આવ્યો હોય એમ લાગે છે.--સતિષચંદ્ર ૦૩:૫૪, ૬ જૂન ૨૦૧૧ (UTC)

શુભકામના[ફેરફાર કરો]

જન્માષ્ટમી ની ખૂબ ખૂબ શુભકામના --ચિરાગ ભાવસાર ૦૦:૨૫, ૨૨ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)

શુભકામના[ફેરફાર કરો]

બધા મીત્રોને, દીવાળી અને નવા વર્ષ માટે સાલ મુબારક અને નુતન વર્ષ અભીનંદન...Vkvora2001 ૦૫:૨૪, ૨૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)

જીતેન્દ્રભાઈ, તમને અને તમારા સૌ પરિવારજનોને પણ દિવાળી પર્વની આગોતરી શુભકામના.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૦, ૨૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)


An Invite to join the Wikimedia India Chapter[ફેરફાર કરો]

Wikimedia India logo
- - - - - - - - - - - - Wikimedia India Chapter - - - - - - - - - - - -
Hi જીતેન્દ્રસિંહ,

Greetings from the Wikimedia India Chapter !

Wikimedia India is an autonomous non-profit organization. The objective of the Chapter is to educate Indian public about availability and use of free and open educational content and build capacity to access and contribute to such resources in various Indian languages and in English. It works in coordination with Wikimedia Foundation and the Wikipedian community to promote building and sharing of knowledge through Wikimedia projects.

As you have shown an interest in articles related to India we thought you might be interested in knowing about the Wikimedia India chapter, its activities, volunteering and process to gain membership to the society. We need your help.

More details can be found at Our Blog Our Wiki
We welcome you to join and particpate in the India Chapter's activites. To join the chapter please click here. We thank you for your your contributions thus far and look forward to your continued participation.


Sincerely,
On behalf of the Wikimedia India chapter.

--Naveenpf ૦૮:૦૬, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Hi, We are planning to conduct WikiAcademies across India. Can you please help to translate the Wiki Academy Brochure ? [૧] . Please feel free to mail @ naveenpf at wikimedia dot in --Naveenpf ૦૮:૦૬, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા[ફેરફાર કરો]

પ્રિય જીતેન્દ્રસિંહજી, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

જીતેન્દ્રભાઈ, આપનો આભાર અને અભિનંદન. આપણી ટપાલ યાદી (મેઈલિંગ લિસ્ટ) હવે તૈયાર થઈ ગઈ છે, આપ અહીં મુલાકાત લઈને તેમાં જોડાઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૮, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ઢાંચો:ભારતીય સ્વતંત્રતા આંદોલન‎[ફેરફાર કરો]

સુશાંતના ચર્ચાના પાના પર આપનો પ્રતિભાવ આપશો?--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૭, ૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

જય માતાજી, જય સીતારામ, લગભગ એકાદ મહિના પછી વિકિ પર પરત ફરતાં જ તમારી હાજરીની જાણ થઈ. જો કે તમે અહીં નિયમિત પણે હાજર ના હોવ તે છતાં તમારી પરોક્ષ હાજરીનો અહેસાસ રહે છે. હવે મુલાકાત કરતા રહીશું બરાબરને? સ્વાગત બદલ ખુબ ખુબ આભાર.--સતિષચંદ્ર ૦૯:૪૭, ૧૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

જીતેન્દ્રભાઈ, મારી વર્ષગાંઠ યાદ રાખવા બદલ અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા બદલ ઘણો આભાર. પણ એક ફરિયાદ છે તમારી સાથે. આવું ના ચાલે યાર, ફક્ત શુભેચ્છાઓ પાઠવવા માટે જ તમે આવો અને અહિં યોગદાન કરવા માટે ના અવો. તમારી ખોટ વરતાય છે. આજકાલ તો સતિષભાઈ પણ ખુબ ઓછું આવે છે, અશોકભાઈ વળી સમય કાઢીને દર્શન દઈ દે છે એટલું સારું છે. આપણી જૂની બેઠકો આજકાલ ભરાતી નથી તેનો વસવસો રહ્યા કરે છે. ક્યારે નિયમિત થાવ છો?--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૬, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

ધવલભાઈની વાતમાં ટેકો પુરાવું છું. આવું ના ચાલે !!!!! એટલે કે આપે અમને જાણ તો કરવી જોઈએને ભલા માણસ કે આપણાં ધવલભાઈનો જન્મદિવસ છે :-) જો કે આપના સાચા મિત્રપ્રેમને સલામ ! (અમને તો લગ્ન પછી કંઈક કેમિકલ લોચા થયા છે તે એકે વર્ષગાંઠ યાદ જ નથી રહેતી !!! તો બાપુ, કારક કારક આમણાં પણ દેખાતા ર્‌યો તો વિકિ પર આનંદનો માહોલ બન્યો રહે. --અશોક મોઢવાડીયા ૧૪:૪૩, ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
ખરેખર, આપની ખોટ વિકિ પર સાલે છે. અને હવે તો આપ આપના ગમતા વિષય સંત મહાત્મા અબે તેમની રચનાઓ વિષે વિકિ સોર્સ પર પણ યોગદાન કરી શકો છો. --sushant ૧૫:૦૪, ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

જીતેન્દ્રભાઈ, આજથી મેં કહેલું તેમ હું સંતો ની શ્રેણી પર કામ ચાલુ કરું છું. પ્રથમ લેખ જલારામ બાપા નો લીધેલો છે. તેમાં મહિતીમાં કંઈ ભૂલ ચૂક હોય તો સુધારશો અને મઠારશો.--sushant (talk) ૧૦:૩૯, ૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

નૂતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

સીતારામ[ફેરફાર કરો]

જય માતાજી, સીતારામ જીતેન્દ્રસિંહજી, બહુ આનંદ થયો તમારો સંદેશ જોઇને... મેં નીચેના મતલબની કોમેન્ટ તે લિંન્ક પર મુકવા કોશીશ કરી પણ સુશાંતભાઇની જેમ સફળ થયો નહિં. "સૌરભભાઇ, તમારો ઉદ્દેશ અને ભાવના ગમી. સાથો સાથ આપે અન્ય સ્ત્રોત એટલે કે વિકિપીડિઆ પર આપના બાલીશ વિ્ચારો રજુ કર્યા તે ઠીક ન લાગ્યું. "બહુ જ સટલી" કોઇ પણ ના વિચારો પ્રભાવિત કરવાની તાલીમ વિકિપીડિઆ પર કોઇને આપવામાં આવતી નથી. વળી, માતભાષાની સેવા અને જ્ઞાનનું વિતરણ (વિના મૂલ્યે અને સેવાની ભાવનાથી) આ બે જ ઉદ્દેશે સાથે ગુણવત્તાના માપદંડને યથાશક્તિ અનુસરીને કરવામાં આવે છે. શું ગુગલ અને અન્યસ્ત્રોત પરથી માહિતી નો ભરોસો નહી કરી આજના કોઇ પણ ભોગે સર્ક્યુલેશન વધારવા ના ઉદ્દેશ થી ચાલતા અને હલકી સામગ્રી પીરસતા છાપાઓ પર રાખવો? શું અહિં ના લેખકો ની કક્ષા પર આંખ મીચીને ભરોસો કરી શકાય (બહુ જ સટલી)? ગાંધીજીની જ ભાષામાં વાત કરીયે તો, સત્યને વળગી રહી માત્ર સાચુજ છાપી આજ ના કેટલા છાપા નભે? " કઈ રીતે ત્યાં કોમેન્ટ મુકવી એ નથી સમજાતું.. બાકી આપ સહ:પરિવાર કુશળ હશો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૧૨, ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

એ...ભલે !![ફેરફાર કરો]

જય માતાજી બાપુ. ધુળેટીને દહાડે મળીએ. અમારે લાયક સેવા પણ જણાવશો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૯, ૧૩ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી જાન્યુઆરી ૨૫ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૦, ૨૦ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

એ....જય માતાજી, બાપુ ! આ ઉપરનો સંદેશ માત્ર ટ્રાયલ ખાતર હતો ! (જેને મારે ભુંસી નાખવાનો હતો પણ ભુલાઈ ગયું !). ઈ તો એમ હતું કે ‘Nominating for deletion’ નામનાં આપોઆપ મુકાતા સંદેશાનું મેં ગુજરાતી કર્યું એટલે પછી કેવી રીતે દેખાય છે ઈ જોવા હારૂ તમારી માથે અખતરો કર્યો !!! (અખતરા તો વળી મિત્રોને માથે જ થાય ને ! :-) ). મજામાં હશો. હમણાં બહુ કામમાં લાગો છો ? કો‘ક દિ વિકિમિત્રોની પણ સાર લેતા રહો. કંઈક હાકલા પડકારા કરતા રહો તો અમને પણ ઉત્સાહ રહે. લ્યો તંયે. જય માતાજી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૨૨, ૮ મે ૨૦૧૪ (IST)[ઉત્તર]

ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. જીતેન્દ્રસિંહ,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

જય માતાજી મિત્રો,

સમય, સ્થળ તેમજ અન્ય માહિતીઓ મને આપશો. --જીતેન્દ્રસિંહ (talk) ૧૬:૦૪, ૧૯ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

આમંત્રણ


પ્રિય મિત્ર જીતેન્દ્રસિંહ,

વિકિપીડિયા છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે, તેની સફળતાની ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપને વિનંતિ છે.
આપ જો અમદાવાદ કે તેના આસપાસના વિસ્તારોમાં વસતા હો તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના સહયોગની પણ આવશ્યકતા છે.
ભાગ લેવા અને / કે સહયોગ આપવા માટે વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણીના પાના પર આપેલ સુચનાને અનુસરીને આપની આ કાર્યમાં સહભાગી થવાની ઇચ્છા દર્શાવશો.
આભાર.
લી. પરીયોજના ટીમ વતી
એ.આર.ભટ્ટ
પ્રિય જીતેન્દ્રસિંહ,
હાલ તુરત તો આ પાના પર છે એટલીજ માહિતિ ઉપલબ્ધ છે.
--એ. આર. ભટ્ટ (talk) ૨૩:૦૪, ૨૧ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]


ચિત્ર:ચિત્ર:નેમીનાથજી - ગિરનાર.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.

Nizil Shah (ચર્ચા) ૦૩:૩૦, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી ચિત્ર:Shri Nathji Gausala-Danidhar.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૭:૩૨, ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચિત્ર:Shri Nathji Gausala-Danidhae.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૭:૩૨, ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

{{subst:copyvionote|1=ચિત્ર:Tulsishyam1.jpg}} Nizil Shah (ચર્ચા) ૦૦:૨૨, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST) {{subst:copyvionote|1=ચિત્ર:Trikam Saheb1.jpg}} Nizil Shah (ચર્ચા) ૨૩:૦૯, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચિત્ર:Tulsishyam4.JPG ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૧, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચિત્ર:Tulsishyam2.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૨, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

{{subst:image permission|1=ચિત્ર:Tulsishyam2.jpg}} ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૨, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST) {{subst:image permission|1=ચિત્ર:Tulsishyam4.JPG}} ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૨, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST) {{subst:image permission|1=ચિત્ર:Tulsishyam3.JPG}} ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૨, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST) {{subst:image license|1=ચિત્ર:Tulsishyam.jpg}} ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૪, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST) {{subst:image license|1=ચિત્ર:Tulsishyam5.jpg}} ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૪, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST) {{subst:image license|1=ચિત્ર:Tulsishyam6.jpg}} ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST) {{subst:image license|1=ચિત્ર:Tulsishyam1.jpg}} ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચિત્ર:Tulsishyam1.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચિત્ર:Tulsishyam6.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચિત્ર:Tulsishyam5.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ચિત્ર:Tulsishyam.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૬, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.