સભ્ય:Arvindadalja27

વિકિપીડિયામાંથી

ભલે આવ્યો શ્રાવણ ! હર હર મહાદેવ ! મહાદેવને દૂધનો અને બીલી પત્રોનો જ અભિષેક શા માટે ?

આપ સૌ જાણો છો કે, આગામી થોડા દિવસોમાં જ શ્રાવણ માસ આવી રહ્યો છે આ શ્રાવણ માસ આપણાં દેશમાં અદકેરું અને વિશેષ મહત્વ ધરાવે છે. મહાદેવ અર્થાત શિવને લગતા ઘણાં બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણમાં મહાદેવને દૂધ અને બીલી પત્ર ચડાવવામાં આવે છે જે થકી.પૂણ્ય મેળવી લેવાની અભીપ્સા રહેતી હશે. છેક ઓગષ્ટ ૨૦૦૯થી મેં એક કરતા વધુ વાર, મારાં વિધ્ધવાન બ્લોગર મિત્રો સમક્ષ મારાં મનમાં ઉદભવેલો પ્રશ્ન રજૂ કરતો રહ્યો છું કે, મહાદેવને દૂધ તથા બીલી પત્રો શા માટે ચડાવવામાં આવે છે ક્યા સમયે, કોણે આ પ્રયોજયું હશે અને તેની પાછળનો તર્ક, કાર્ય-કારણ અર્થાત રેશનલ શું હોઈ શકે ? જ્યારે અસંખ્ય બાળકો દૂધ વગર ટળવળતા હોય, એક ટીપું પણ તેમના ભાગ્યમાં નસીબ ના થતું હોય ત્યારે. આજે 21મી સદીમાં. આ દૂધનો અભિષેક અંધશ્રધ્ધા નથી ? આજ દૂધ. દૂધ વંચિત બાળકોને પાવાથી પૂણ્ય ના મળે ? અલબત્ત કેટલાક વિસ્તારોમાં આવું દૂધ બાળકોને પીવડાવવાની શરૂઆત થઈ હોવાના સમાચાર ક્યારે ક મળે છે જે સીલ્વર લાઈન જણાય છે. આ વિષે આદરણીય સ્વામી સચ્ચિદાનંદે કહ્યાનું મને યાદ આવે છે કે, "આપણે ત્યાં મહાદેવને દૂધ ચડાવી પૂજા કરવામાં આવે છે તે જો શક્ય હોય તો પૂરેપૂરી રીતે બંધ કરી અને આ દૂધ ગરીબ બાળકો વચ્ચે વહેંચી દેવું જોઈએ પણ જો શ્રધ્ધાળુને દૂધ ચડાવવું જ હોય તો ભલે દૂધ ચડાવે પણ આ દૂધને નીકમાં વહી જવા દેવાને બદલે એક કુંડી/વાસણમાં એકઠું કરી રીસાયકલથી શુધ્ધ કરી, ગરીબ બાળકોને પીવા આપવું જોઈએ."

આ સૂચન કેટલા લોકોએ  સ્વીકાર્યુ  તે જાણવામાં આવ્યું નથી. મહાદેવના મંદિરમાં આ દૂધ  જે નીકમાં વહેતું હોય છે તે સ્થળે તીવ્ર દુર્ગન્ધ આવતી હોય છે કે કોઈ વ્યક્તિ ત્યાં 1-2 મિનીટ પણ ઉભી ના રહી શકે. પંરતુ આપણી અંધ શ્રધ્ધા એટલી પ્રબળ હોય છે કે ગંદ્કી આપણને  કોઠે પડી ગઈ છે . આપણાં ઈશ્વરે પણ આનો સ્વીકાર કર્યે જ છૂટ્કો, કારણ ભક્તો રાખે તેમ ભગવાને પણ રહેવું પડે છે.

આજે હજુ પણ મોટાભાગના લોકો અંધ્શ્રધ્ધાથી દોરવાઈ અરે ! પોતાના બાળકને પણ દૂધથી વંચિત રાખી દૂધનો અભિષેક કરતા જોવા મળે છે. આવા લોકોના મનમાં ક્યારે ય " દૂધ જ શા માટે ?" તેવો પ્રશ્ન ઉપસ્થિત નહિ થતો હોય ? કોઈ ગુરૂ-સ્વામી કે સંતો સમક્ષ રજૂ કરી કેમ નહિ પૂછતા હોય ?. આથી જ્યારે શ્રાવણ માસ દરવાજે ટકોરા મારી રહ્યો છે ત્યારે મને ફરીને એક વાર મારાં બ્લોગર મિત્રો અને વડિલો કે જે અત્યંત વિધ્ધ્વાન, અભ્યાસુ અને ચિંતક છે તેમની સામે ઉપસ્થિત થઈ મારાં મનમાં ઉભરેલા અને પ્રત્યુત્તરની ચાર વર્ષ થયા રાહ જોઈ રહેલા પ્રશ્નો દોહરાવી રહ્યો છું. ( 1 ) મહાદેવને દૂધ શા માટે ચડાવવામાં આવે છે ? તેની પાછળ રહેલ તર્ક-રેશનલ કે કાર્ય-કારણ જણાવો. સાથે બીલી પત્રોના અભિષેક વિષે પણ જણાવવા વિનંતિ. ( 2 ) કયા સમયે અને કયા કાળમાં, કોણે આ દૂધ ચડાવવાની પ્રથા શરૂ કરી અને તેની પાછળ શું પ્રયોજન હોઈ શકે ? અને આજની આ 21મી સદીમાં આ પ્રથા કેટલી પ્રસ્તુત ગણી શકાય ? માત્ર બીલી પત્રો જ શા માટે ? ( 3) મહાદેવના મંદિરમાં મહાદેવની સામે" નંદી" અને નંદીના અગ્રભાગમાં "કાચબો" મૂકવામાં આવ્યા છે તેની પાછળનું રહસ્ય શું હોઈ શકે ? આ " નંદી " અને " કાચબો " શાના પ્રતિક છે અને શાનો સંકેત કરે છે ? મને વિશ્વાસ છે કે, આ વર્ષે મને અચુક જવાબ મળશે, ભલે છેલ્લાં ચાર વર્ષ થયા ના મળ્યો હોય તો પણ ! મારાં વિધ્ધવાન બ્લોગર મિત્રો મને નિરાશ નહિ કરે તેવી આશા સાથે‌‌‌‌‌‌‌‌‌‌‌‌...........