સભ્ય:GK Book Yogesh

વિકિપીડિયામાંથી

લેટેસ્ટ ઇન જનરલ નાૅલેજ[ફેરફાર કરો]

નિમણૂક[ફેરફાર કરો]

શેન વોર્ન :-[ફેરફાર કરો]

મહાન સ્પિનર શેન વોર્ન આ વર્ષે એપ્રિલમાં બાંગ્લાદેશમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમના સ્પિન બોલર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. બાંગ્લાદેશની ઘીમી વિકેટોને ઘ્યાનમાં રાખીને શેન વોર્નને આ કામગીરી સોંપવામાં આવી છે. શેન વોર્ન આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ ઓસ્ટ્રેલિયાની ટીમના સલાહકાર તરીકે ફરજ બજાવશે. વર્ષ 2015ના વિશ્વ કપને ધ્યાનમાં રાખીને તે સ્પીનરો તૈયાર કરશે.

હરીશ રાવત :-[ફેરફાર કરો]

એપ્રિલ-મેમાં થનારી લોકસભા ચૂંટણીમાં પ્રદર્શન સુધારવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદેથી ભ્રષ્ટ્રાચારના આક્ષેપોના પગલે વિજય બહુગુણાને રાજીનામું આપી દેવા જણાવ્યા બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય જળસંસાધન મંત્રી હરીશ રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યપાલ અજીજ કુરેશીએ દહેરાદૂનમાં રાજભવન પરિસરમાં 65 વર્ષીય હરીશ રાવતને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે કેબિનેટના 11 સભ્યોએ પણ શપથ લીધી હતા. આ તમામ સભ્યો વિજય બહુગુણાના મંત્રીમંડળમાં સામેલ હતાં.

રાકેશ ખુરાના :-[ફેરફાર કરો]

પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી અંતર્ગતની હાર્વર્ડ કોલેજના નવા ડીન તરીકે ભારતીય મૂળના અમેરિકન પ્રોફેસર રાકેશ ખુરાનાની પસંદગી કરાઇ છે. 46 વર્ષીય રાકેશ ખુરાના હાલ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સોશિયોલોજીના અધ્યાપક છે. સાથે સાથે કાર્બોટ હાઉસના કો-માસ્ટર તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. એવેલિયન હામોન્ડસ ખાતે તેઓ હિસ્ટ્રી ઓફ સાયન્સ તેમજ આફ્રિકા અને અમેરિકન સ્ટડીના પ્રાધ્યાપક તરીકે રહી ચૂક્યા છે. ડીન પદે રાકેશ ખૂરાના વિજ્ઞાન અને ઇતિહાસના અધ્યાપક એવેલિટન હામોન્ડસના તેઓ અનુગામી બનશે. પહેલી જુલાઇ 2014થી તેઓ આ નવી જવાબદારી સંભાળશે. તેમણે પોતાનું પી.એચ.ડી. 1998મા પુરું કર્યું હતું.