સમપ્રકાશીય ઘટના કે વિષુવકાલ

વિકિપીડિયામાંથી
સમપ્રકાશીય દિવસે સૂર્ય દ્વારા પૃથ્વીનું પ્રકાશિત થવું (પરોઢ કે સંધ્યાને બાદ કરતાં).
પૃથ્વી તેની ભ્રમણકક્ષાની સાથે સૂર્ય ફરતે ચક્કર મારે છે, જેથી સૂર્યની કક્ષા (લાલ)ની પર ફરતાં અવકાશી ગ્રહ પર સૂર્ય દેખાય છે, જે વિષુવવૃત્ત (સફેદ) પર નંમેલ હોય છે.
ઉત્તરમાંથી દેખાતી પૃથ્વીની ઋતુઓનો રેખાકૃત્તિ. દૂર જમણેઃ ડીસેમ્બર અયનકાળ
દક્ષિણેથી દેખાતી પૃથ્વીની ઋતુઓની રેખાકૃત્તિ.દૂર ડાબેઃ જૂન અયનકાળ.
0° અક્ષાંક્ષ પર સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણ (વિષુવવૃત્ત)
20° અક્ષાંક્ષ પર સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણ
50° અક્ષાંક્ષ પર સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણ
70° અક્ષાંક્ષ પર સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણ
90° અક્ષાંક્ષ પર સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણ

પૃથ્વીની ધરી સૂર્ય તરફ કે તેનાથી વિપરીત બાજુએ ઢળેલી કે વળેલી ન હોય ત્યારે સૂર્યનું કેન્દ્ર અને પૃથ્વીની વિષુવવૃત્ત રેખા એક જ કક્ષામાં આવી જાય છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણો પૃથ્વીની વિષુવવૃત રેખા પર સીધા પડે છે, જેના પરિણામે પૃથ્વી પર દિવસ અને રાતનો સમયગાળો સમાન અર્થાત્ 12-12 કલાકનો થઈ જાય છે. આ ભૌગોલિક ઘટનાને ઇક્વિનોક્સ એટલે કે સમપ્રકાશીય કે વિષુવકાલ કહેવાય છે, જે વર્ષમાં બે વખત જોવા મળે છે. ઇક્વિનોક્સ કે સમપ્રકાશીયનો ઉપયોગ વ્યાપક સંદર્ભમાં પણ થઈ શકે છે. તેનો અર્થ એવો દિવસ કે તારીખ થાય છે જ્યારે આ પ્રકારનું સંક્રમણ ઉદભવે છે. "ઇક્વિનોક્સ" શબ્દ લેટિન ભાષાના એક્વસ (સમાન) અને નોક્સ (નાઇટ) શબ્દમાંથી ઉતરી આવ્યો છે, કારણ કે સમપ્રકાશીય દરમિયાન દિવસ અને રાતની લંબાઈ કે સમયગાળો સમાન હોય છે. તેને વધુ સારી રીતે સમજવું હોય તો કહી શકાય કે બે વ્યક્તિ વિષુવવૃત્તની ઉત્તર અને દક્ષિણે સમાન અક્ષાંક્ષ પર હોય તો તેમને દિવસ અને રાત્રિની લંબાઈ સમાન લાગે છે.

સમપ્રકાશીય અવકાશી ઘટના દરમિયાન અવકાશી ગ્રહ પર બે વિરૂદ્ધ બિંદુઓમાંથી એક પર સૂર્ય હોય છે જ્યાં અવકાશી વિષુવવૃત્ત (એટલે કે વિષુવવૃત્તથી કોણીય અંતર શૂન્ય) અને સૂર્યની ગ્રહણકક્ષા એકબીજાને કાપે છે. આ આંતરછેદન બિંદુઓને ઇક્વિનોટિકલ પોઇન્ટ્સ એટલે સમપ્રકાશીય બિંદુઓ કહેવાય છેઃ વધુ વિસ્તૃત અને શિષ્ટ ભાષામાં વર્નલ પોઇન્ટ્સ (વાસંતિક બિંદુઓ) અને ઓટમ્નલ પોઇન્ટ્સ (શરદ બિંદુઓ) કહેવાય છે. વધુ વિસ્તારપૂર્વક કહીએ તો ઇક્વિનોક્સ (સમપ્રકાશીય) ઇક્વિનોટિકલ પોઇન્ટ સૂચવે છે.

સમપ્રકાશીય ઘટના દર વર્ષે બે વખત જોવા મળે છે. આખા વર્ષમાં બે દિવસ વિષુવકાલની એટલે સમાન રાત-દિવસની સ્થિતિ રહે છે. આ દરમિયાન પૃથ્વીના વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે. આ ઘટના દર વર્ષે 20 કે 21 માર્ચે અને 22 કે 23 સપ્ટેમ્બરના રોજ જોવા મળે છે.

નામો[ફેરફાર કરો]

  • વર્નલ ઇક્વિનોક્સ (વાસંતિક વિષુવકાલ) અને ઓટમ્નલ ઇક્વિનોક્સ (શરદ વિષુવકાલ): આ પરંપરાગત નામો સીધા લેટિન ભાષામાંથી ઉતરી આવ્યાં છે (વર એટલે વસંત અને ઓટમન્સ એટલે શરદ )
  • માર્ચ ઇક્વિનોક્સ અને સપ્ટેમ્બર ઇક્વિનોક્સઃ ઉત્તર ગોળાર્ધ તરફી પક્ષપાત ટાળવા ટેકનિકલ લેખકો દ્વારા આ શબ્દોનો ઉપયોગ માપદંડ સમાન બની ગયો છે. તેની પાછળનું કારણ એ છે કે ઉત્તર ગોળાર્ધમાં સામાન્ય રીતે માર્ચ મહિનામાં વસંત અને સપ્ટેમ્બરમાં શરદ ઋતુ હોય છે, પણ આ જ સમયગાળામાં દક્ષિણ ગોળાર્ધમાં સ્થિતિ વિપરીત હોય છે.
  • ઉત્તરાભિમુખ ઇક્વિનોક્સ અને દક્ષિણાભિમુખ ઇક્વિનોક્સ નામો વિષુવકાલ વખતે સૂર્યની ગતિ સૂચવે છે.
  • વર્નલ પોઇન્ટ અને ઓટમ્નલ પોઇન્ટ અવકાશી ગ્રહ પર એવા બિંદુઓ છે જ્યાં સૂર્ય અનુક્રમે વર્નલ ઇક્વિનોક્સ (વાસંતિક સમપ્રકાશીય) અને ઓટમ્નલ ઇક્વિનોક્સ (શરદ સમપ્રકાશીય) પર સ્થિત હોય છે (આ બાબત ઉત્તર ગોળાર્ધ માટે છે)
  • મેષની પહેલો પોઇન્ટ (કે ટોચ ) અને તુલાનો પહેલો પોઇન્ટ પરંપરાગતનામ છે જેનો ઉપયોગ જ્યોતિષીઓ અને જહાજસંચાલકો કે ખલાસીઓ કરે છે. દરિયાઈ ખગોળપંચાંગ દરિયાઈ મુસાફરીના સંકેત તરીકે મેષના પહેલો પાઇન્ટની ભૌગૌલિક સ્થિતિ નોંધે છે. સમપ્રકાશીય ઘટનાઓ નિશ્ચિત સમય કરતાં વહેલી થવાના કારણે જેના પર આ સમપ્રકાશીય ઘટનાઓ આકાર લે છે તે 1 વાસ્તવિક નક્ષત્ર સાથે અનુરૂપતા જાળવી શકતા નથી. અત્યારે સમપ્રકાશીય ઘટનાઓ મીન અને કન્યા રાશિના નક્ષત્રમાં જોવા મળે છે.

સમપ્રકાશીય દિવસ અને રાત્રિની લંબાઈ[ફેરફાર કરો]

સમપ્રકાશીય દિવસે સૂર્ય પૃથ્વી પર દરેક સ્થળની સપાટી કે ક્ષિતિજની ઉપર અને નીચે લગભગ એકસમાન સમય કેન્દ્રીત રહે છે, જેના પગલે દિવસ અને રાત્રિની લંબાઈ સમાન હોય છે. સમપ્રકાશીયને અંગ્રેજીમાં ઇક્વિનોક્સ કહેવાય છે, જે મૂળે લેટિન શબ્દો એક્વસ (સમાન) અને નોક્સ (રાત્રિ) જેવા શબ્દોમાંથી ઉતરી આવ્યો છે. હકીકતમાં સમપ્રકાશીય દરમિયાન રાત્રિ કરતાં દિવસની લંબાઈ વધારે હોય છે. સામાન્ય રીતે દિવસ એટલે એવો સમયગાળો જ્યારે સૂર્યપ્રકાશ સ્થાનિક અવરોધ વિના પૃથ્વી કે મેદાન પર પહોંચે છે અને કૃત્રિમ પ્રકાશ વિના લોકો તેમની કામગીરી હાથ ધરી શકે છે. પૃથ્વી પરથી સૂર્ય પ્રકાશના એક બિંદુને બદલે એક ડિસ્ક જેવો દેખાય છે એટલે સૂર્યકેન્દ્ર ક્ષિતિજની નીચે આવે છે ત્યારે તેની ઉપલી ધાર દેખાય છે. ઉપરાંત વાતાવરણમાં પ્રકાશનું વક્રીભવન થાય છે એટલે સૂર્યની ઉપલી વિશિષ્ટ કોર ક્ષિતિજની નીચે હોય ત્યારે પણ તેનો પ્રકાશ કે કિરણો ક્ષિતિજની પાર થઈને પૃથ્વી પર કે મેદાન પર પહોંચે છે. સૂર્યોદય સૂર્યાસ્ત ટેબલ્સમાં સૂર્યનો અર્ધવ્યાસ (સ્પષ્ટપણે ત્રિજ્યા) પરિઘનો 16 મિનિટ અને વાતાવરણીય વક્રીભવન પરિઘનો 34 મિનિટ ધારવામાં આવ્યો છે. તેમના સંયોગનો અર્થ એ છે કે સૂર્યની ઉપલી વિશિષ્ટ કોર ક્ષિતિજ પર દેખાય ત્યારે તેનું કેન્દ્ર ભૌમિતિક સપાટી નીચે પરિઘના 50 મિનિટ પર હોય છે, જે નિરીક્ષકની આંખ મારફતે ક્ષિતિજ સપાટીના અવકાશી ગ્રહને છેદે છે. આ સંયુક્ત અસરથી વિષુવવૃત્ત પર રાત્રિની સરખામણીમાં દિવસની લંબાઈ 14 મિનિટ વધી જાય છે અને ધ્રુવો તરફ આગળ વધતાં જઈ તેમ તેની લંબાઈમાં વધારો થાય છે. હકીકતમાં દિવસ અને રાત્રિની સમાન લંબાઈ ફક્ત વિષુવવૃત્ત કે ભૂમધ્યરેખાથી અત્યંત દૂરના સ્થળો પર જોવા મળે છે. આ સ્થળો દિવસની લંબાઈમાં ઓછામાં ઓછા સાત મિનિટનો મોસમી ફેરફાર ધરાવે છે અને આ પ્રકારની આદર્શ સ્થિતિ શિયાળામાં સમપ્રકાશીયની નજીકના થોડા દિવસોમાં વિશેષપણે જોવા મળે છે.

જે તારીખે કે દિવસે સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચેનો સમયગાળો 12 કલાક કે તેના કરતાં વધી જાય તેને ઇક્વિલક્સ (સમાનપ્રકાશીય) દિવસ કહેવાય છે. નિરીક્ષકના ભૌગોલિક સ્થળ (અક્ષાંક્ષ અને રેખાંશ) સાથે સૂર્યાસ્ત અને સૂર્યોદયના સમયમાં ફેરફાર હોવાના કારણે સ્થળના આધારે સમાનપ્રકાશીય જેવી સ્થિતિ ઊભી થાય છે, પણ ભૂમધ્યરેખાની નજીક હોય તેવા સ્થળે આ પ્રકારની ઘટના જોવા મળતી નથી. જોકે સમપ્રકાશીય ચોક્કસ ઘટના છે, જે પૃથ્વી પરના તમામ નિરીક્ષકો માટે સામાન્ય હોય છે.

ઋતુઓ કે મોસમનું સૂર્યકેન્દ્રીય અવલોકન[ફેરફાર કરો]

પૃથ્વી પર ઋતુઓ કે મોસમમાં ફેરફાર જોવા મળે છે, જેની પાછળનું મુખ્ય કારણ પૃથ્વીની પોતાની ધરી પર પરિભ્રમણ જવાબદાર છે. પૃથ્વીની ધરી ભ્રમણીય સપાટીથી અંદાજે 23.44 ડિગ્રી તરફ ઝુકે છે, જેને ધ્રુવીય ઝુકાવ પણ કહેવાય છે. તેના પરિણામે, અડધો વર્ષ (એટલે કે 20 માર્ચથી 22 સપ્ટેમ્બર સુધી)ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ ખસે છે અને 21 જૂનની આસપાસ તે સૂર્યની સૌથી વધારે નજીક હોય છે જ્યારે બાકી અડધો વર્ષ દક્ષિણ ગોળાર્ધ સૂર્યની નજીક ખસે છે અને 21 ડીસેમ્બરની આસપાસ તે સૂર્યની સૌથી વધારે નજીક હોય છે. વર્ષમાં બે વખત સૂર્ય વિષુવવૃત્ત કે ભૂમધ્યરેખા પર લંબવત્ સ્થિતિ ગ્રહણ કરે છે ત્યારે સમપ્રકાશીય ઘટના જોવા મળે છે. ઉપરાંત તે ક્ષણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવોના છેડા ટર્મિનેટર પર હોય છે તથા દિવસ અને રાત્રિ ગોળાર્ધ વચ્ચે વહેંચાઈ જાય છે.

ઉપરોક્ત ટેબલમાં કેટલાંક વર્ષોની સમપ્રકાશીય અને અયનકાળની તારીખો અને સમય આપવામાં આવ્યો છે. સમપ્રકાશીય વિશે કટેલીક ટીપ્પણી પણ રજૂ કરવામાં આવી છેઃ

  • સૂર્ય એ પ્રકાશનો ગોળાકાર સ્રોત (એક બિંદુમય હોવાને સ્થાને)હોવાના કારણે કે વિષુવવૃત્ત કે ભૂમધ્યરેખા પરથી સૂર્યને પસાર થવા માટે અંદાજે 33 કલાકનો સમય લાગે છે.
  • સમપ્રકાશીય દિવસોમાં દિવસ અને રાત્રિની લંબાઈનો ગાળો મોટો હોય છે. ધ્રુવો પર સમપ્રકાશીય ઘટનાની શરૂઆત 24 કલાકની રાત્રિમાંથી 24 કલાકના દિવસમાં સંક્રાતિથી થાય છે. આર્કટિક સર્કલ, લોંગયેરબીન, સ્વેલબાર્ડ, નોર્વે જેવા ઊંચાઈના સ્થળો પર વાસંતિક સમપ્રકાશીય સમયે દરરોજ 15 મિનિટ વધારે સૂર્યપ્રકાશ જોવા મળે છે જ્યારે સિંગાપોર (જે વિષુવવૃત્ત કે ભૂમધ્યરેખા પર છે)માં દરરોજ સૂર્યપ્રકાશમાં ફક્ત એક સેકન્ડનો ફરક જોવા મળે છે.
  • સપ્ટેમ્બર સમપ્રકાશીય અને જૂન અયનકાળ વચ્ચે 94 દિવસનો ગાળો છે, પણ ડીસેમ્બર અયનકાળથી માર્ચ સમપ્રકાશીય વચ્ચે ફક્ત 89 દિવસનો ગાળો છે. સૂર્યની ફરતે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગતિમાં વિવિધતા હોવાથી ઋતુઓની લંબાઈ સમાન હોતી નથી.
  • સમપ્રકાશીય ઘટનાઓ દર વર્ષે નિશ્ચિત સમયે જોવા મળતી નથી, પણ દર વર્ષે લગભગ છ કલાક મોડી જોવા મળે છે. તેના પગલે ચાર વર્ષમાં એક આખો દિવસ મોડી જોવા મળે છે. તેઓ લીપ યર (ફેબ્રુઆરીમાં 29 દિવસો ધરાવતું વર્ષ)ના બનાવ દ્વારા ફરી ગોઠવાઈ જાય છે. ગ્રગોરિયન કેલેન્ડરની ડીઝાઇન ઋતુઓ કે મોસમ અનુસાર કરવામાં આવી છે, જેમાં વ્યાવહારિક ધોરણે શક્ય હોય તેટલી સચોટતા જાળવવામાં આવી છે અને તે સારી બાબત છે. પણ તે આદર્શ નથી. જુઓઃ ગ્રેગોરિયન કેલેન્ડર સીઝનલ એરર (ગ્રેગોરિયન કેલેન્ડરમાં ઋતુઓની ક્ષતિ).
  • ચંદ્ર અને અન્ય ગ્રહોના અવરોધોને લીધે સમયમાં નાનીનાની અનિયમિતતા જોવા મળે છે.
  • અત્યારે સૌથી વધુ સામાન્ય સમપ્રકાશીય અને અયનકાળની તારીખો 20માર્ચ, 21 જૂન, 22 સપ્ટેમ્બર અને 21 ડીસેમ્બર છે. આગામી વર્ષમાં ચાર વર્ષની સરેરાશ ક્રમશઃ નિયત સમય અગાઉ ખસેડાશે. આ ફેરફાર 70 જેટલાં વર્ષમાં એક પૂર્ણ દિવસનો છે (ખરેખર આ વધારાનો એક દિવસ ગ્રેગોરિયન કેલેન્ડરના "લીપ યર" (ફેબ્રુઆરીમાં 29 દિવસ ધરાવતું વર્ષ)ના નિયમોના કારણે મળે છે). તેનો અર્થ એવો પણ થાય છે કે 20મી સદીમાં અનેક વર્ષમાં 21 માર્ચ, 22 જૂન, 23 સપ્ટેમ્બર અને 22 ડીસેમ્બરના દિવસો લગભગ સમાન હતા એટલે જૂનાં પાઠ્યુપુસ્તકો આ તારીખો (જૂનાં લોકોને હજુ પણ આ તારીખો કદાચ યાદ હશે) ભણાવવામાં આવે છે.
  • નોંધી રાખો કે તમામ સમય યુટીસી (ગ્રીનવિચ ખાતેનો સમય, બ્રિટનના ઉનાળાના સમયને અવગણતા)માં અપાયો છે. જે લોકો દૂર પૂર્વ (એશિયા અને ઓસ્ટ્રેલિયા)માં રહે છે અને જેમનો સ્થાનિક સમય યુટીસી કરતાં આગળ છે તેઓ ઋતુઓની શરૂઆત પાછળથી કે મોડેથી થયેલી જોશે. દાખલા તરીકે ટોંગા (યુટીસી કરતાં 13 કલાક આગળ સમય ધરાવે છે) સમપ્રકાશીય ભૌગોલિક ઘટના 24સપ્ટેમ્બર, 1999ના રોજ જોવા મળી હતી. હવે ત્યાં આ જ તારીખે સમપ્રકાશીય ઘટના વર્ષ 2013 સુધી ફરી જોવા મળવાની નથી. બીજી તરફ જે લોકો દૂર પશ્ચિમ (અમેરિકા)માં રહે છે અને જેમનો સ્થાનિક યુટીસી કરતાં પાછળ છે તેઓ સમપ્રકાશીય ઘટનાને 19 માર્ચ જેટલી વહેલી જોઈ શકે છે.

ઋતુઓ કે મોસમનું ભૂકેન્દ્રીય અવલોકન[ફેરફાર કરો]

વર્ષના મધ્યકાળમાં જૂન અયનકાળમાં સૂર્યનો ઉદય અને અસ્ત ઉત્તર તરફ થાય છે, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. જુલાઈથી ડીસેમ્બર સુધીના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડીસેમ્બર અયનકાળ દરમિયાન સૂર્યનો ઉદય અને અસ્ત દક્ષિણ તરફ થાય છે અને ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબા હોય છે.

સમપ્રકાશીય દિવસે પણ ધ્રુવને બાદ કરતાં પૃથ્વી પર બધે સૂર્યનો અસ્ત સવારે 6 વાગે થાય છે અને અસ્ત સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6 વાગે થઈ જાય છે. કેટલાંક કારણસર વિવિધ સ્થળે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય ચોક્કસ હોતો નથી. કોઈ વ્યક્તિ એવું માની શકે કે અનુભવી શકે છે કે વ્યાસની દ્રષ્ટિએ પૃથ્વીની સરખામણીમાં સૂર્ય ઘણો મોટો છે. હકીકતમાં અડધોઅડધ પૃથ્વી પર એકસાથે સૂર્યપ્રકાશ આવે છે (કારણ કે અસમાંતર કિરણો સમાન દિવસ-રાત્રિ રેખા પર કાટકોણીય પોઇન્ટ્સની રચના કરે છે); અન્ય કારણો નીચે મુજબ છેઃ

  • પૃથ્વી પર મોટા ભાગના સ્થળો પર ટાઇમ ઝોન (એક જ સ્ટાન્ડર્ડ સમય ધરાવતો પ્રદેશ)નો ઉપયોગ કરે છે. જો સૂર્યપ્રકાશ બચાવવાનો સમય (સમર ટાઇમ-ઉનાળાનો સમય જ્યારે સૂર્યપ્રકાશ બચાવવા ઘડિયાળને 1 કલાક આગળ મૂકવામાં આવે છે તે સમય) સમાવવામાં આવે તો 1-2 કલાકનો ફરક જોવા મળે છે. આ કેસમાં સૂર્યોદય સવારે 8 વાગે અને સૂર્યાસ્ત રાત્રે 8 વાગે થઈ શકે છે, પણ સૂર્યપ્રકાશ 12 કલાકનો હશે.
  • એટલું જ નહીં તે લોકો પૂરતાં ભાગ્યશાળી હોય છે જેમનો ટાઇમ ઝોન સ્થાનિક સમય સમાન હોય છે. તેઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત અનુક્રમે સવારે છ વાગે અને સાંજના છ વાગે જોતાં નથી. આ માટેનું કારણ પૃથ્વીની તેની ભ્રમણકક્ષામાં અસમાન ગતિ છે અને તેને સમયનું સમીકરણ કહેવાય છે. તે માર્ચ અને સપ્ટેમ્બર સમપ્રકાશીયો માટે વિવિધ મૂલ્યો (અનુક્રમે +8 અને −8 મિનિટ) હોય છે.
  • સૂર્યોદય અને સૂર્યાસ્તને સામાન્ય રીતે સૂર્યની તકતીની ઉપરની કોર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, નહીં કે તેના કેન્દ્ર તરીકે. કેન્દ્ર દેખાય તે અગાઉ ઓછામાં ઓછી 1 મિનિટ ઉપરની કોર બહાર નીકળી ગઈ હોય છે અને તે જ રીતે સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતીનું કેન્દ્ર આથમે તે પછી ઓછામાં ઓછી 1 મિનિટ પછી ઉપરની કોર અસ્ત પામે છે. સૂર્ય ક્ષિતિજ નજીક હોય ત્યારે વાતાવરણીય પ્રત્યાવર્તનના કારણે તે વાસ્તવિક સ્થિતિ કરતાં થોડો ઊંચે અને તેના વ્યાસ કરતાં થોડો મોટો દેખાય છે. તેના પગલે સૂર્યોદય વધુ 2 મિનિટ વહેલો થાય છે અને તેટલી જ મિનિટ મોડો સૂર્યાસ્ત થાય છે. આ બંને અસરથી લગભગ સાત મિનિટ ઉમેરાઈ જાય છે જેથી સમપ્રકાશીય દિવસની લંબાઈ 12 કલાક ને સાત મિનિટ અને રાત્રિની લંબાઈ 11 કલાક ને 53 મિનિટની હોય છે. ઉપરાંત રાત્રિમાં સંધ્યાકાળ ઉમેરાય છે. દિવસના સમયમાં પરોઢ અને સંધ્યાનો સમય ઉમેરાય ત્યારે દિવસની લંબાઈ લગભગ 13 કલાક થઈ જાય છે.
  • આ આંકડા ફક્ત ઉષ્ણકટિબંધો માટે છે. મધ્યમ અક્ષાંક્ષ માટે આ અંતર વધતું જાય છે (દાખલા તરીકે, લંડનમાં 12 મિનિટ) અને ધ્રુવની નજીક તેમાં અત્યંત વધારો થાય છે. ઉત્તર કે દક્ષિણ ધ્રુવથી 100 કિમીના અંતર સુધી સમપ્રકાશીય દિવસે આખો દિવસ એટલે કે 24 કલાક સૂર્યપ્રકાશ જોવા મળે છે.
  • સૂર્યોદય અને સૂર્યાસ્ત એમ બંને બાજુ પર ક્ષિતિજની ઊંચાઈએ દિવસની લંબાઈમાં ફરક હોય છે. ઊંચાઈ પર કે પર્વત પર જઇએ તેમ દિવસ લાંબો થતો જાય છે જ્યારે ખીણમાં પૂર્વ અને પશ્ચિમ તરફ તળેટીમાં દિવસ મહત્વપૂર્ણ રીતે ટૂંકો થઈ જાય છે. આ કારણે ઉત્તર-દક્ષિણ કરતાં પૂર્વ-પશ્ચિમ ખીણમાં વસાહતો વધારે યોગ્ય છે.

સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ફરવું[ફેરફાર કરો]

દૈનિક વૃત્તાકારમાં ફરવાની તસવીરો લઇને ઉપરોક્ત અમુક નિવેદનો સ્પષ્ટ કરી શકાય છે.(એટલે કે સૂર્ય તેની ડાઇયુર્નલ ગતિ વખતે અવકાશી ડોમને અનુસરે છે તે માર્ગ). સમપ્રકાશીય દિવસ પર દરેક કલાકની સ્થિતિ આ ચિત્રો દર્શાવે છે. ઉપરાંત કેટલાંક 'ભૂતિયા' સૂર્ય કે સૂર્યના પડછાયાં પણ ક્ષિતિજ નીચે 18 ડિગ્રી સુધી જોવા મળે છે. આ વિસ્તારમાં સૂર્ય હજુ પણ પરોઢ કે સંધ્યાનું નિમિત્ત બને છે. આ ચિત્રોનો ઉપયોગ ઉત્તર અને દક્ષિણ એમ બંને ગોળાર્ધ માટે કરી શકાય છે. ધારો કે કોઈ નિરીક્ષક દરિયાની મધ્યે ટાપુ પર વૃક્ષ નજીક બેઠો હોય તો લીલો સંકેત મુખ્ય કે મૂળભૂત દિશા સૂચવી શકે છે.

  • ઉત્તર ગોળાર્ધ પર, ઉત્તર દિશા ડાબી તરફ હોય છે, સૂર્યોદય લીલા તીરથી દૂર પૂર્વમાં થાય છે, દક્ષિણમાં મધ્યાહ્ન થાય છે (જમણી બાજુનું તીર) જ્યારે તે જમણી બાજુ ફરે છે અને પશ્ચિમમાં તીર નજીક અસ્ત પામે છે.
  • દક્ષિણ ગોળાર્ધ પર દક્ષિણ દિશા ડાબી બાજુ હોય છે. સૂર્યોદય તીર નજીક પૂર્વમાં થાય છે, ઉત્તરમાં મધ્યાહ્ન થાય છે (જમણું તીર) જ્યારે તે ડાબી બાજુ ગતિ કરે છે અને તીરથી દૂર પશ્ચિમમાં સૂર્યાસ્ત થાય છે.

નીચે કેટલાંક વિશેષ કિસ્સાનું નિરૂપણ કરવામાં આવ્યું છેઃ

  • વિષુવવૃત્ત પર સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણ મધ્યબિંદુ પરથી પસાર થાય છે અને મધ્યાહને લગભગ કોઈ પડછાયા જોવા મળતાં નથી.
  • 20 ડિગ્રી અક્ષાંક્ષ પર સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણઃ સૂર્ય 70 ડિગ્રી ઊંચાઈ પર મધ્યાહ્ને પહોંચે છે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત પર તેનો દૈનિક માર્ગ ક્ષિતિજના સીધા 70 ડિગ્રીના ખૂણે ઉદભવે છે. પરોઢ કે સંધ્યાનો કાળ હજુ પણ એક કલાક જેટલી હોય છે.
  • 50 ડિગ્રી અક્ષાંક્ષ પર સૂર્યકિરણનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણઃ હવે પરોઢ કે સંધ્યાનો સમય લગભગ 2 કલાકનો હોય છે.
  • 70 ડિગ્રી અક્ષાંક્ષ પર સૂર્યનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણઃ સૂર્ય 20 ડિગ્રી કરતાં ઓછી ઊંચાઈએ મધ્યાહ્ને પહોંચતો નથી અને તેનો સૂર્યોદય અને સૂર્યાસ્તનો દૈનિક માર્ગ ક્ષિતિજના 20 ડિગ્રી ખૂણે થાય છે. પરોઢ કે સંધ્યાનો સમય ચાર કલાક કરતાં વધારે સમયનો હોય છે. હકીકતમાં અહીં ભાગ્યે જ રાત જોવા મળે છે કે અંધકાર ઉદભવે છે.
  • ધ્રુવ પર સૂર્યનું દૈનિક વૃત્તાકારમાં ભ્રમણઃ વાતાવરણીય પ્રત્યાવર્તન ન હોય તો સૂર્ય હંમેશા ક્ષિતિજ પર હશે.

અવકાશી સંકલન વ્યવસ્થા[ફેરફાર કરો]

વર્નલ પોઇન્ટ (વાસંતિક સમપ્રકાશીય)-માર્ચમાં સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ પસાર થાય છે-નો ઉપયોગ કેટલીક અવકાશી સંકલન વ્યવસ્થાના મૂળ તરીકે થાય છેઃ

  • ગ્રહીય સંકલન વ્યવસ્થામાં, વર્નલ પોઇન્ટ ગ્રહીય રેખાંશનું મૂળ છે;
  • વિષુવવૃત્તિય સંકલન વ્યવસ્થામાં, વર્નલ પોઇન્ટ રાઇટ એસેન્શનનું મૂળ છે.

પૃથ્વીની ધરીના અચનચલનના કારણે સમયની સાથે અવકાશી ગ્રહને ધ્યાનમાં રાખીને વર્નલ પોઇન્ટની સ્થિતિમાં ફેરફાર થાય છે અને તેના પરિણામે વિષુવવૃત્તિય અને ગ્રહીય સંકલન વ્યવસ્થા બંનેમાં ફેરફાર થાય છે. આ કારણે કોઈ વસ્તુ માટે અવકાશી સંકલનોનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે કયા સમયે વર્નલ પોઇન્ટ અને અવકાશી ભૂમધ્યરેખા લેવામાં આવી છે તેના વિશે ચોક્કસપણે જણાવવું પડે છે. આ સંદર્ભ સમયને સમપ્રકાશીય તારીખ કહેવામાં આવે છે.[૧]

શરદ સમપ્રકાશીય ઘટના ગ્રહીય રેખાંશ 180 ડિગ્રી અને રાઇસ એસેન્સન 12 એચ પર થાય છે.

વર્નલ પોઇન્ટના ઉપલા છેડા કે ટોચ નિરીક્ષક માટે સાઇડરિયલ ડે (તારા સંબંધિત દિવસ) ગણાય છે. વર્નલ પોઇન્ટના કલાકનો ખૂણો નિરીક્ષક માટે સાઇડરિયલ ટાઇમ (તારા સંબંધિત સમય) બની જાય છે.

પશ્ચિમી ઉષ્ણકટિબંધીય જ્યોતિષી માટે આ જ બાબત લાગૂ પડે છે. શરદ સમશીતોષ્ણનો પહેલો પોઇન્ટ (એટલે કે શરૂઆત) મેષનો સંકેત છે. આ વ્યવસ્થામાં સમપ્રકાશીયના અચનચલનના કારણે સ્થિર તારા અને સમપ્રકાશીય સ્થળાંતરનું એકબીજાની સાપેક્ષમાં કોઈ મહત્વન નથી.

સમપ્રકાશીયના સાંસ્કૃતિક પાસા[ફેરફાર કરો]

  • પૂર્વ એશિયાના પરંપરાગત કેલેન્ડર્સ વર્ષને 24 વિવિધ સૌરકાળ અને વસંત વિષુવકાલ (શૂન્ફેન ,Chinese and Japanese: 春分; Korean: 춘분; ઢાંચો:Lang-vi)અને શરદ વિષુવકાલ (ક્વિયુફેન , Chinese and Japanese: 秋分; Korean: 추분; ઢાંચો:Lang-vi)વસંત અને શરદ ઋતુઓની મધ્ય માં આવે છે. આ સંદર્ભમાં ચીનના અક્ષર 分નો અર્થ "સમાન વિભાગ" (ઋતુની અંદર) થાય છે.
  • જાપાનમાં (માર્ચ) વર્નલ ઇક્વિનોક્સ ડે (春分の日 શુનબુન નો હિ )ના રોજ સત્તાવાર રાષ્ટ્રીય રજા હોય છે. તે દિવસે જાપાનીઝ લોકો પરિવારના મૃત સ્વજનોની કબર પર પ્રાર્થના કરવા જાય છે અને પરિવારના સભ્યો એકબીજાને મળે છે. તે જ રીતે સપ્ટેમ્બરમાં ઓટમ્નલ ઇક્વિનોક્સ ડે (秋分の日 શુનબુન નો હિ )ની ઉજવણી કરવામાં આવે છે.
  • વિક્કાન્સ (વિક્કા ધર્મના અનુયાયીઓ) અને નીઓપગન્સ સ્પ્રિંગ ઇક્વિનોક્સ પર "ઓસ્ટારા" અને ઓટમ્નલ ઇક્વિનોક્સ પર "મેબોન"ની ધાર્મિક ઉજવણી કરે છે.

માર્ચ સમપ્રકાશીય દિવસની ઉજવણી[ફેરફાર કરો]

પર્સેપોલિસમાં બાસ-રાહ-ઇરાનિયન કે પારસી નવરોઝનું ચિહ્ન-સમપ્રકાશીય દિવસ પર, સતત લડતાં બળદ (પૃથ્વીનું મૂર્તિમંત સ્વરૂપ) અને સિંહ (સૂર્યનું મૂર્તિમંત સ્વરૂપ)ની શક્તિ સમાન છે.
વસંત સમપ્રકાશીય દરમિયાન ચેચન ઇત્ઝા પીરામિડ-કુકુલ્કન, સર્પનો પ્રસિદ્ધ વંશજ
  • માર્ચ સમપ્રકાશીયથી વિવિધ કેલેન્ડરની શરૂઆત થાય છે, જેમાં ઇરાનિયન કેલેન્ડર અને બહાઈ કેલેન્ડર સામેલ છે.[૨] તે પછી પ્રાચીન ઇરાનના નવા વર્ષ નવરોઝની ઉજવણી થાય છે. પ્રાચીન પારસી પૌરાણકથા જમશિદ (ઇરાનની પૌરાણિક કથાનો રાજા)ના જણાવ્યા મુજબ, આ દિવસે રાજ્યાભિષકે કરવામાં આવે છે અને દર વર્ષે તેની ઉજવણી બે અઠવાડિયા ચાલે છે. આ ઉજવણી ઇરાન અને પારસી લોકોની પ્રાચીન ઉત્પત્તિ અને રચનાની વાતની યાદ અપાવે છે. આ દિવસે અઝારબૈઝાન, અફઘાનિસ્તાન, ભારત, તુર્કી, ઝાંઝિબાર, અલ્બેનિયા અને કુર્દ સહિત મધ્ય એશિયાના વિવિધ દેશોમાં જાહેર રજા પણ હોય છે. જરથુષ્ટ્રીયન રજા હોવાની સાથે આ દિવસ બહાઈ સંપ્રદાય અને નિઝારી ઇસ્માઇલી સંપ્રદાયના મુસ્લિમો માટે પણ પવિત્ર દિવસ છે.[૩]
  • શમ અલ નેસ્સિમ એક પ્રાચીન ઇજિપ્તનો જાહેર રજાનો દિવસ છે, જે તમને ઇ. સ. પૂર્વે 2700માં લઈ જઈ શકે છે. સદીઓ પસાર થયા પછી હાલમાં પણ ઇજિપ્તમાં જાહેર રજાના દિવસોમાં તેનું સ્થાન છે. ઇજિપ્તમાં ખ્રિસ્તી સમયગાળા (ઇ. સ. 200થી ઇ. સ. 639 )દરમિયાન આ તારીખ કે દિવસને ઇસ્ટર મન્ડેના દિવસે ખસેડવામાં આવ્યો હતો તે અગાઉ તે વાસંતિક સમપ્રકાશીય દિવસના રોજ આવતો હતો.
  • યહુદી પાસઓવર (મિસરની ગુલામીમાંથી છૂટવાની યાદરૂપે ઉજવવામાં આવતો યહુદીઓનો એક તહેવાર) સામાન્ય રીતે ઉત્તર ગોળાર્ધીય વાસંતિક સમપ્રકાશીય પછીની પહેલી પૂનમના રોજ આવે છે. જોકે ક્યારેક ક્યારેક (દર 19 વર્ષમાં સાત વખત) તે બીજી પૂનમના દિવસે આવે છે.
  • વિવિધ ખ્રિસ્તી ચર્ચ ઇસ્ટરની ગણના માર્ચ સમપ્રકાશીય પર કે પછીની પહેલી પૂનમ પછીના પહેલા રવિવાર તરીકે કરે છે. સમપ્રકાશીય માટે ચર્ચની અધિકૃત તારીખ 21 માર્ચ છે. જોકે પૂર્વના રૂઢિચુસ્ત ચર્ચ જૂનાં જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે અને પશ્ચિમના ચર્ચ ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કરતાં હોવા છતાં સમપ્રકાશીય દિવસ 21 માર્ચના રોજ જ આવે છે. છતાં ઇસ્ટરની તારીખમાં ફરક હોય છે. આ કારણે દરેક કેલેન્ડરમાં કોઈ પણ વર્ષમાં ઇસ્ટરની તારીખ વહેલામાં વહેલી 22 માર્ચ શક્ય છે. કોઈ પણ વર્ષમાં ઇસ્ટરની નવી શક્ય તારીખ 25 એપ્રિલ છે.[૪]
  • તમિળ અને બંગાળીના નવા વર્ષો હિંદુ રાશિચક્ર અનુસરે છે અને તારાઓની ગતિ વડે નક્કી થતાં વાસંતિક સમપ્રકાશીય (14 એપ્રિલ) મુજબ ઉજવણી થાય છે. તમિળોના નવા વર્ષની ઉજવણી દક્ષિણ ભારતના એક રાજ્ય તમિળનાડુમાં થાય છે અને બંગાળી નવા વર્ષની ઉજવણી બાંગ્લાદેશ અને પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં થાય છે.
  • આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકો નવા વર્ષ ઉગડીની ઉજવણી માર્ચ સમપ્રકાશીયથી પહેલી પૂનમ પછીની પહેલી સવારે કરે છે. આ પરંપરા સાતવાહન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. મહાન ભારતીય ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યની ગણતરી પણ દાવો કરે છે કે ઉગડી દિવસે નવા વર્ષ, નવા મહિના અને નવા દિવસની શરૂઆત થાય છે.
  • ભારતના કેરળ રાજ્યમાં 14 એપ્રિલની આજુબાજુ વાસંતિક સમપ્રકાશીયની ઉજવણી નવા વર્ષ સ્વરૂપે કરવામાં આવે છે. તે 'વિશુ' તરીકે જાણીતી છે, જેનો અર્થ સંસ્કૃતમાં સમાન થાય છે.
  • અનેક આરબ દેશોમાં માર્ચ સમપ્રકાશીય પર માતૃ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
  • વિશ્વ વાર્તાકથન દિવસ એક આંતરરાષ્ટ્રીય સ્તરીય મૌખિક વાર્તાકથન કળાની ઉજવણી કરવાનો દિવસ છે, જેની ઉજવણી દર વર્ષ ઉત્તર ગોળાર્ધમાં વાસંતિક સમપ્રકાશીય પર થાય છે જ્યારે દક્ષિણમાં શરદ સમપ્રકાશીયના પહેલા દિવસ કરવામાં આવે છે.
  • વિશ્વ નાગરિક દિવસની ઉજવણી માર્ચ સમપ્રકાશીયના દિવસે કરવામાં આવે છે.[૫]
  • અમેરિકાના એન્નાપોલિસ, મેરીલેન્ડમાં ઉજવણી જહાજ બાંધવાના યાર્ડના કર્મચારીઓ અને વહાણના માલિકો પગના નાનાં મોજાં બાળીને વાસંતિક સમપ્રકાશીયની કરે છે. પરંપરાગત રીતે જહાજ કે તેના નિર્માણ સાથે સંકળાયેલા લોકો શિયાળામાં જ મોંજા પહેરે છે. તે પછી હવામાન ગરમ રહેવાનું હોવાતી તેઓ પગનાં મોજાં બાળે છે અથવા તેનાથી ઉનાળાના આગમનનો સંકેત આપે છે. આ સીઝનમાં તેમને વધુ ગ્રાહકો અને વિસ્તારમાં વધુ કામ મળે છે. સત્તાવાર રીતે તે પછી આગામી સમપ્રકાશીય સુધી કોઈ મોંજા ધારણ કરતું નથી.[૬]
  • પૃથ્વી દિવસની ઉજવણીની શરૂઆત 21 માર્ચ, 1970ના રોજ સમપ્રકાશીય દિવસથી થઈ હતી. અત્યારે વિવિધ દેશોમાં તેની ઉજવણી 22 એપ્રિલના રોજ કરવામાં આવે છે.

સપ્ટેમ્બર સમપ્રકાશીય દિવસની ઉજવણી[ફેરફાર કરો]

  • સપ્ટેમ્બર ઇક્વિનોક્સ ઇરાનિયન કેલેન્ડરમાં મેષ કે તુલા રાષિના પહેલા દિવસે જોવા મળે છે. આ એક ઇરાનિયન તહેવાર છે, જે જશ્ને મિહરગન અથવા જરથુસ્ટ્રિયનોમાં પ્રેમ કે વહેંચણીના ઉત્સવ તરીકે ઓળખાય છે.
  • કોરિયામાં ચુસીઓક વાવણીનો એક મોટો ઉત્સવ છે અને ઓટમ્ન ઇક્વિનોક્સની આસપાસ ત્રણ દિવસની રજાની ઉજવણી થાય છે.
  • મધ્ય શરદોત્સવની ઉજવણી ચંદ્રના આઠમા મહિનાના 15મા દિવસે થાય છે. આ દિવસ અવારનવાર શરદ સમપ્રકાશીય દિવસની નજીક આવે છે અને તે દિવસે ચીન અને ચીનાઓની મહત્વપૂર્ણ લઘુમતી ધરાવતા રાષ્ટ્રોમાં સત્તાવાર રજા હોય છે. ચંદ્ર કેલેન્ડર અને ગ્રેગોરિયન કેલેન્ડર એકસમાન સમયે આવતું નથી ત્યારે આ તારીખ સપ્ટેમ્બરના મધ્યથી ઓક્ટોબરના પ્રારંભમાં કોઈ પણ દિવસે આવે છે.
  • બ્રિટનમાં પરંપરાગત રીતે લણણી (કાપણી)નો ઉત્સવ સપ્ટેમ્બર ઇક્વિનોક્સની સૌથી નજીક શુકલ પક્ષના રવિવારે ઉજવાય છે.
  • ફ્રાંસના પ્રજાસત્તાક કેલેન્ડરમાં વર્ષ 1793થી વર્ષ 1805 સુધી નવ વર્ષ દિવસની ઉજવણી સપ્ટેમ્બર સમપ્રકાશીયથી થતી હતી. 21 સપ્ટેમ્બર, 1792ના રોજ ફ્રાંસમાં પ્રથમ પ્રજાસત્તાકની સ્થાપના થઈ હતી અને રાજાશાહી નેસ્તોનાબૂદ થઈ હતી, જે પછીનો દિવસ (વર્ષનો ઇક્વિનોક્સ ડે) ફ્રાંસમાં "ગણતંત્ર યુગ"ના પ્રથમ દિવસ બન્યો હતો. દરેક વર્ષની શરૂઆત કયા દિવસથી કરવી તેનો નિર્ણય સૈદ્ધાંતિક સૂર્યની નહીં પણ વાસ્તવિક સૂર્યની જ્યોતિષિય ગણતરીઓ દ્વારા લેવાય છે.

અન્ય ગ્રહોમાં સમપ્રકાશીય ઘટનાઓ[ફેરફાર કરો]

શનિ ગ્રહમાં સમપ્રકાશીય ઘટના જોવા મળે ત્યારે તેના વલયો લગભગ પ્રકાશ મેળવતા નથી, જેમ કે વર્ષ 2009માં કેસ્સિની દ્વારા ઉપરથી લેવાયેલ આ ચિત્ર.

સમપ્રકાશીય દિવસો કે બનાવો એક અસાધારણ ઘટના છે, જે કોઈ પણ ગ્રહ પર જોવા મળી શકે છે. કોઈ પણ ગ્રહ તેની ભ્રમણઅક્ષ પર મહત્વપૂર્ણ ઝુકાવ અનુભવે છે ત્યારે આ પ્રકારની આશ્ચર્યકારક ઘટના ઉદભવે છે. વિવિધ ગ્રહોમાં સૌથી વધુ રોમાંચક અને નાટ્યાત્મક સમપ્રકાશીય ઘટના શનિ પર જોવા મળે છે, જ્યાં સમપ્રકાશીય ઘટના તેની ભવ્ય રિંગ સીસ્ટમ (વલય વ્યવસ્થા)ની ધરી પર જોવા મળે છે, જે સૂર્યની બરોબર સામે હોય છે. તેના પરિણામે પૃથ્વી પરથી તેઓ એક પાતળી રેખા સ્વરૂપે જોવા મળે છે. તેને ઉપરથી જોવા આવે-વર્ષ 2009માં કેસ્સિની અવકાશીય સંશોધનમાં પ્રથમ વખત સમપ્રકાશીય દરમિયાન મનુષ્યોને જોવા મળ્યો હતો-ત્યારે જાણવા મળ્યું કે તેમને અત્યંત ઓછો સૂર્યપ્રકાશ મળે છે. હકીકતમાં સૂર્યપ્રકાશ કરતાં ગ્રહીયપ્રકાશ વધારે હોય છે.

દર 14 વર્ષ અને 266 દિવસે એક વખત અંધારપટ છવાઈ જાય છે અને સમપ્રકાશીય ઘટનાની અગાઉ અને પછી થોડા અઠવાડિયા આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. શનિ પર તાજેતરમાં ચોક્કસ સમપ્રકાશીય ઘટના 11 ઓગસ્ટ, 2009ના રોજ જોવા મળી હતી. અહીં હવે સમપ્રકાશીય ઘટના 30 એપ્રિલ, 2024ના રોજ આકાર લેશે.

દંતકથાઓ, પૌરાણિક કથાઓ અને હકીકતો[ફેરફાર કરો]

  • સમપ્રકાશીય સમયગાળાની એક અસર એ છે કે વિવિધ સંચાર ઉપગ્રહમાં કામચલાઉ વિક્ષેપ ઊભો થાય છે. પૃથ્વીની સાપેક્ષમાં સૂર્ય સીધો સેટેલાઇટની પાછળ જતો રહે ત્યારે તમામ જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સ કેટલાંક દિવસ સમપ્રકાશીય જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. સૂર્યની પ્રચંડ ઊર્જા અને વ્યાપક કિરણોત્સર્ગીય સ્પેક્ટ્રમ અર્થ સ્ટેશનની રીસ્પેસ્ન સર્કીટ્સને અવાજ સાથે અતિભારિત કરે છે અને એન્ટેનાના કદ અને અન્ય પરિબળોના આધારે સર્કીટમાં કામચલાઉ વિક્ષેપ ઉત્પન્ન થાય છે. આ અસરનો સમયગાળો જુદો જુદો હોય છે, પણ તેનો ગાળો થોડી મિનિટોથી લઈને એક કલાક સુધીનો હોય છે. (પ્રાપ્ત ફ્રીકવન્સી બેન્ડ માટે મોટા એન્ટેનામાં ઓછી બીમવિડ્થ હોય છે, આ કારણે "સૂર્યના અનુપ્રયોગકાળ"નો ગાળો ટૂંકો અનુભવાય છે.)
  • એક આધુનિક શહેરી દંતકથા મુજબ માર્ચ ઇક્વિનોક્સના દિવસે (કેટલાંક લોકો સપ્ટેમ્બર ઇક્વિનોક્સને પણ સામેલ કરી શકે છે) કોઈ પણ વ્યક્તિ તેના પોઇન્ટ પર ઇંડાનું સંતુલન રાખી શકે છે.[૭][૮][૯] જોકે વર્ષના કોઈ પણ દિવસે કોઈ પણ વ્યક્તિ પૂરતી ધીરજ ધરાવતી હોય તો તેના પોઇન્ટ પર ઇંડાનું સંતુલન સ્થાપી શકે છે.[૧૦]
  • સમપ્રકાશીય શબ્દનો અર્થ અવારનવાર "સમાન દિવસ અને રાત્રિ" એવો કરવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં આ અર્થ જ પ્રચલિત છે છતાં તેમાં સંપૂર્ણ સત્ય નથી. પૃથ્વીના મોટા ભાગના સ્થળોમાં દર વર્ષે જુદાં પાડી શકાય તેવા બે અલગ-અલગ દિવસ હોય છે જ્યારે દિવસ અને રાત્રિની લંબાઈ લગભગ સમાન હોય છે. સામાન્ય રીતે આ દિવસોને ઇક્વિલક્સીસ તરીકે ઓળખવામાં આવે છે, જે તેમને સમપ્રકાશીય (ઇક્વિનોક્સીસ)થી અલગપણું બક્ષે છે. સમપ્રકાશીય સમયમાં પોઇન્ટ્સ છે, પણ ઇક્વિલક્સીસ દિવસોમાં છે. પરંપરા મુજબ, ઇક્વિલક્સીસ એવા દિવસો છે જેમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત લગભગ 12 કલાક પછી થાય છે. આ રીતે તમે કોઈ એક દિવસ કે તારીખને ઇક્વિલક્સ તરીકે ટાંકી શકો છો જ્યારે હકીકત એ છે કે તેનો ગાળો એક દિવસના સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યાસ્ત સુધીનો, એક દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધીનો કે એક દિવસના મધ્યાહ્નથી બીજા દિવસના મધ્યાહ્ન સુધીનો હોય છે.
  • સમપ્રકાશીય વિશે સત્ય હકીકત એ છે કે વિષુવવૃત્તથી ઉત્તર અને દક્ષિણે સમાન અંતરે સ્થિત ઊભેલા બે નિરીક્ષકો રાત્રિની સમાન લંબાઈનો અનુભવ કરશે.
  • કેટલોક સીધો સૂર્યપ્રકાશ દેખાશે ત્યારે ઉપયોગી સૂર્યપ્રકાશના કલાકોને બદલે ઇક્વિલક્સ સમયની ગણતરી થાય છે (સૂર્યપ્રકાશનો સમયગાળો એવો છે જેમાં તમને કૃત્રિમ પ્રકાશ વિના બાહ્ય પ્રવૃત્તિઓ કરવા માટે પૂરતો કુદરતી પ્રકાશ મળી રહે છે). તેની પાછળનું કારણ સંધ્યાનો સમય છે, જે એક વિશિષ્ટ પ્રકાશ છે, જે સૂર્યોદય અને સંપૂર્ણ અંધકાર વચ્ચે જોવા મળે છે અને તેને અધિકૃત રીતે સામાન્ય સંધ્યા કહેવામાં આવે છે. વસંત સમપ્રકાશીય અગાઉ અને શરદ સમપ્રકાશીય પછી થોડા અઠવાડિયાથી થોડા અઠવાડિયા સુધી સંધ્યાકાળ ઉપયોગી સૂર્યપ્રકાશના 12 કલાક કરતાં વધારે સમયથી થોડા અઠવાડિયા સુધી પરિણમી શકે છે
  • તેનાથી વિપરીત સ્થિતિમાં દિવસ દરમિયાન ઘરો અને બિલ્ડિગ્સને પ્રકાશિત કરવા માટે ઉપયોગી સૂર્યપ્રકાશના ગાળો સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચેના અત્યંત ઓછા સમય કરતાં ટૂંકો હોય છે. એટલે તે અર્થમાં વાસંતિક સમપ્રકાશીય પછી અને શરદ સમપ્રકાશીય અગાઉ ઉપયોગી સૂર્યપ્રકાશ 12 કલાક માટે હોય છે, કારણ કે આકાશમાં સૂર્ય મધ્યાહ્ને હોય છે ત્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત નજીક પ્રકાશની તીવ્રતા નોંધપાત્ર રીતે ઓછી હોય છે.
  • વીસમી સદીમાં માર્ચ સમપ્રકાશીય મોટા ભાગે 21 માર્ચના રોજ જોવા મળી હતી અને 21મી સદીમાં પણ અવારનવાર આ જ તારીખે સમપ્રકાશીય ઘટના જોવા મળશે. આ બાબત અમેરિકા અને એશિયાના લોકો માટે ચોક્કસ ઉપયોગી છે. હકીકતમાં આ ખંડના લોકો 21 માર્ચના રોજ લિસ્ટેડ સમપ્રકાશીય યુટીસી તરીકે ઉપયોગ કરાશે, જે અમેરિકાના સમય કરતાં ઓછામાં ઓછો બે કલાક અને એશિયાના સમય કરતાં ઓછામાં ઓછો બાર કલાક પાછળ છે. એટલે આગામી સદીમાં અમેરિકામાં એક પણ માર્ચ સમપ્રકાશીય 20 માર્ચ પછી જોવા નહીં મળી મળે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Oliver Montenbruck and Thomas Pfleger. Astronomy on the Personal Computer. Springer-Verlag. પૃષ્ઠ 17. ISBN 0-387-57700-9.
  2. "બહાઈ કેલેન્ડર". મૂળ માંથી 2006-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  3. "The Ismaili: Navroz". મેળવેલ 2008-03-26.
  4. "કેઇથના ચંદ્ર વિશેની હકીકતો". મૂળ માંથી 2010-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06. સંગ્રહિત ૨૦૧૦-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન
  5. "સૌથી દૂર વસતો આંતરરાષ્ટ્રીય નાગરિક". આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ (2007).
  6. એન્નાપોલિસ મોજાં બાળીને વસંતને આવકારે છે
  7. ખરાબ સમપ્રકાશીય
  8. વસંત સમપ્રકાશીયના અંતે ઇંડા પર ઊભા રહેવું
  9. "સમપ્રકાશીય એટલે સંતુલિત પ્રકાશ, નહીં કે ઇંડાનું સંતુલન". મૂળ માંથી 2014-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06. સંગ્રહિત ૨૦૧૪-૦૬-૨૮ ના રોજ વેબેક મશિન
  10. "ઇંડાની સમપ્રકાશીય દંતકથા પર વાસ્તવિક લેખ". મૂળ માંથી 2011-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]