સમોઆ

વિકિપીડિયામાંથી
સમોઆ દેશના જિલ્લાઓ દર્શાવતું માનચિત્ર
એક સમોઆઈ પરિવાર

સમોઆ (અગ્રેજી:Samoa; હિન્દી:समोआ), અધિકૃત રીતે સ્વતંત્ર સમોઆ રાજ્ય, /səˈmoʊə/ (audio speaker iconlisten) પહેલાં પશ્ચિમી સમોઆ અને જર્મન સમોઆ તરીકે ઓળખાતા હતા, જે પ્રશાંત મહાસાગરની દક્ષિણ દિશામાં આવેલો એક દેશ છે. આ નાનકડો દેશ ચાર ટાપુઓનો બનેલો છે. ઈ. સ. ૧૯૬૨માં સ્વતંત્ર થયેલો આ દેશ ત્યાં સુધી ન્યૂઝીલેન્ડના તાબામાં હતો. સમોઆના બે મુખ્ય દ્વિપો ઉપોલુ અને સવાઈ'ઇ છે. આ દેશનું પાટનગર એપિયા તેમ જ ફ્લૅઓલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપોલુ ટાપુ પર આવેલ છે.

પંદરમી ડિસેમ્બર, ૧૯૭૬ના દિવસે સમોઆ દેશને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સામેલ કરવામાં આવ્યો હતો[૧]. સમોઆવાસીઓની દરિયાઈ કાર્ય સંબંધી યોગ્યતાને કારણે ૨૦મી સદી પહેલાંના યુરોપના સાગરખેડૂઓ દ્વારા અમેરિકી સમોઆ સહિત આખા દ્વિપસમુહને "નાવિકોના દ્વિપ" તરીકે ઓળખવામાં આવતા હતા[૨].

આ દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ખેતી અને મત્સય ઉદ્યોગ છે. આ દેશનું ક્ષેત્રફળ ૨,૮૩૧ ચોરસ કિલોમીટર (૧૦૯૩ ચોરસ માઇલ) તેમ જ વસ્તી ૨૦૦૯ની જનગણના મુજબ ૧,૭૯,૦૦૦ જેટલી છે[૩].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "List of Member States: S". United Nations. મૂળ માંથી 2009-04-17 પર સંગ્રહિત. મેળવેલ 27 नवम्बर 2007. Check date values in: |access-date= (મદદ)
  2. "Samoa - The Heart of Polynesia". Polynesian Culture Center. મૂળ માંથી 2011-07-24 પર સંગ્રહિત. મેળવેલ 26 नवम्बर 2007. Cite has empty unknown parameter: |coauthors= (મદદ); Check date values in: |access-date= (મદદ)
  3. Department of Economic and Social Affairs Population Division (2009). "World Population Prospects, Table A.1" (PDF). 2008 revision. United Nations. મેળવેલ 12 मार्च 2009. line feed character in |author= at position 42 (મદદ); Cite journal requires |journal= (મદદ); Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: