સરદાર પટેલ યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
સરદાર પટેલ યુનિવર્સિટી
મુદ્રાલેખशीलवृत्तफलं श्रुतम्
ગુજરાતીમાં મુદ્રાલેખ
Character and Conduct are the Fruits of Learning
પ્રકારજાહેર
સ્થાપના૧૯૫૫
કુલપતિગુજરાતના રાજ્યપાલ શ્રી
ઉપકુલપતિપ્રા શિરિષ આર. કુલકર્ણી
શૈક્ષણિક સ્ટાફ
૧૯૧
સ્થાનવલ્લભ વિદ્યાનગર, ગુજરાત, ભારત
22°33′18″N 72°55′30″E / 22.555°N 72.925°E / 22.555; 72.925
જોડાણોયુજીસી, NAAC
વેબસાઇટwww.spuvvn.edu/

સરદાર પટેલ યુનિવર્સિટી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નામ ભારતીય સ્વાત્યંત્ર સંગ્રામના નેતા સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) પરથી રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટીને યુ.જી.સી. (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)) દ્વારા ૨-એફ અને ૧૨-બી (2f અને 12b)નો દરજ્જો આપવામાં આવેલો છે.

તેની સ્થાપના ૧૯૫૫માં ભાઈકાકાના હુલામણા નામે જાણીતા ભાઈલાલભાઈ પટેલે કરી હતી. જેની કાયદાકીય જોગવાઇ તત્કાલીન મુંબઇ રાજ્યની ધારાસભા દ્વારા પારીત કાયદો યુજીસી ઠરાવ ૨ ઓકટોબર ૧૯૬૮ દ્વારા કરવામાં આવી. યુનિવર્સિટીમાં ઘણી સંલગ્ન કોલેજો છે. મૂળભૂત રીતે ગ્રામ્ય કક્ષાની યુનિવર્સિટી તરીકેનો દરજ્જો ધરાવતી સરદાર પટેલ યુનિવર્સિટી હવે વિવિધતામાં એકતાનુ સંપુર્ણ ઉદાહરણ પુરું પાડી "Excellence Matters"ના motto સાથે ખૂબ ઝડપથી ૨૧મી સદીની શ્રેષ્ઠ યુનિવર્સિટી પૈકીની એક બની છે. સરદાર પટેલ યુનિવર્સિટીએ ગુજરાત રાજ્યની સઘળી યુનિવર્સિટીઓમાં National Assessment and Accreditation Council દ્વારા પ્રમાણિત થવા માટેની પહેલ ઇ.સ. ૨૦૦૦માં કરી હતી જેમાં તેને ચાર તારકોનું બિરુદ મળ્યું હતું. ૨૦૦૯માં યુનિવર્સિટીએ ફરી વખત તે જ કાઉન્સિલ પાસે પુનઃપ્રમાણિત કરવાની પ્રક્રિયા કરી ૮ માર્ચ ૨૦૦૯ના રોજ B ગ્રેડ મેળવ્યો.

સ્થળ[ફેરફાર કરો]

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, જી. આણંદમાં આવેલી છે. શિક્ષણગ્રામ વલ્લભ વિદ્યાનગર મિલ્ક સીટી આણંદના પરાની જેમ વિકસીને હવે આણંદનો સૌથી મુખ્ય ભાગ બની ગયું છે. આણંદ પશ્ચિમ રેલ્વેની વડોદરા-અમદાવાદ લાઇન પર આવેલું આણંદ જિલ્લાનું સૌથી મોટું શહેર છે. આણંદ ગુજરાતના અન્ય શહેરો સાથે રેલ્વે તેમજ રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. તેની સૌથી નજીકના બે એરપોર્ટ પૈકી નજીકનું હવાઇમથક વડોદરામાં છે અને બીજું અમદાવાદનુ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક લગભગ ૬૦ કીમી દૂર છે.

અનુસ્નાતક ભવનો તથા સંલગ્ન કોલેજો[ફેરફાર કરો]

અનુસ્નાતક ભવનો[ફેરફાર કરો]

  1. અનુસ્નાતક જીવવિજ્ઞાન વિભાગ
  2. અનુસ્નાતક બીઝનેસ સ્ટડીઝ વિભાગ
  3. અનુસ્નાતક બીઝનેસ મેનેજમેન્ટ વિભાગ
  4. અનુસ્નાતક રસાયણશાસ્ત્ર વિભાગ
  5. અનુસ્નાતક કમ્પ્યુટર સાયન્સ વિભાગ
  6. અનુસ્નાતક અર્થશાસ્ત્ર વિભાગ
  7. અનુસ્નાતક શિક્ષણશાસ્ત્ર વિભાગ
  8. અનુસ્નાતક વિજાણુશાસ્ત્ર વિભાગ
  9. અનુસ્નાતક અંગ્રેજી વિભાગ
  10. અનુસ્નાતક ગુજરાતી વિભાગ
  11. અનુસ્નાતક હિન્દી વિભાગ
  12. અનુસ્નાતક ઇતિહાસ વિભાગ
  13. અનુસ્નાતક ગૃહ વિજ્ઞાન વિભાગ
  14. અનુસ્નાતક ગ્રંથાલય તેમજ માહિતીવિજ્ઞાન વિભાગ
  15. અનુસ્નાતક મટીરીયલ્સ વિભાગ
  16. અનુસ્નાતક ગણિતશાસ્ત્ર વિભાગ
  17. અનુસ્નાતક મીડીયા સ્ટડીઝ વિભાગ
  18. અનુસ્નાતક ભૌતિકશાસ્ત્ર વિભાગ
  19. અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગ
  20. અનુસ્નાતક મનોવિજ્ઞાન વિભાગ
  21. અનુસ્નાતક સંસ્કૃત વિભાગ
  22. અનુસ્નાતક સામાજીક સેવા વિભાગ
  23. અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ
  24. અનુસ્નાતક આંકડાશાસ્ત્ર વિભાગ
  25. અનુસ્નાતક યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન કેન્દ્ર (USIC) વિભાગ

સંલગ્ન કોલેજ[ફેરફાર કરો]

  1. એમ.બી. પટેલ કોલેજ ઓફ એડ્યુકેશન (B. Ed.)

સંગ્રહાલય[ફેરફાર કરો]

  1. યુનિવર્સિટી મ્યુઝીયમ

માન્યતા પ્રાપ્ત સ્નાતક કોલેજો[ફેરફાર કરો]

  • (વાસ્તુશાસ્ત્ર)
    • ડી.સી. પટેલ સ્કુલ ઓફ આર્કિટેક્ચર
  • પી એમ પટેલ કોલેજ
  • (કલા (આર્ટસ))
    • આણંદ આર્ટસ કોલેજ
    • એન. એસ. પટેલ આર્ટસ કોલેજ
    • નલીની અરવિંદ અને ટી.વી. પટેલ આર્ટસ કોલેજ (સ્થાપના ૧૯૬૦)
    • શ્રી ભીખાભાઈ પટેલ આર્ટસ કોલેજ
  • (વાણિજ્ય (કોમર્સ))
    • આણંદ કોમર્સ કોલેજ
    • બી.જે. વાણિજ્ય મહાવિદ્યાલય (કોમર્સ કોલેજ)
    • સી.પી. પટેલ એન્ડ એફ. એચ. શાહ કોમર્સ કોલેજ
    • શ્રી વિઠ્ઠલભાઈ ઝેે. પટેલ કોમર્સ કોલેજ
    • સરદાર ગંજ મર્કન્ટાઇલ કૉ-ઑપરેટીવ બેન્ક લિ. (આણંદ) ઇંગ્લીશ મિડિયમ કોલેજ ઑફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
  • (શિક્ષણશાસ્ત્ર)
    • આણંદ એડ્યુકેશન કોલેજ
    • એચ. એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇંગ્લીશ: ટ્રેઇનીંગ એન્ડ રીસર્ચ
    • એન. એચ. પટેલN એડ્યુકેશન કોલેજ
  • (ઇજનેરી)
    • એ.ડી. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી
    • બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (ઇજનેરી)
    • જી એચ. પટેલ કોલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી
  • (લલિત કલા)
    • ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઑફ ફાઇન આર્ટસ
    • કલા કેન્દ્ર કોલેજ ઑફ મ્યુઝીક એન્ડ ડાન્સ
  • (ગૃહ વિજ્ઞાન)
    • એસ. એમ. પટેલ કોલેજ ઑફ હોમ સાયન્સ
  • (કાયદો)
    • આણંદ લૉ કોલેજ
  • (વહીવટ)
    • સરદાર ગંજ મર્કન્ટાઇલ કૉ-ઓપરેટીવ બેંક લિ. ઇંગ્લીશ મિડીયમ કોલેજ ઑફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
  • (દાક્તરી)
    • આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ
    • પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ
    • કે.એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફીઝીયોથેરાપી
    • જી.એચ. પટેલ સ્કુલ ઑફ નર્સિંગ
    • ઇન્સ્ટીટ્યુટ ઑફ ડીપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી
    • ફીઝીયોથેરાપી કોલેજ
    • શ્રી ડૉ વી.એચ. દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ
  • (ફાર્મસી)
    • એ.આર. કોલેજ ઑફ ફાર્મસી
    • આણંદ ફાર્મસી કોલેજ
    • ઈપ્કોવાલા ફાર્મસી કોલેજ
  • (વિજ્ઞાન)
    • આણંદ મર્કન્ટાઇલ કોલેજ ઑફ સાયન્સ એન્ડ કમ્પ્યુટર ટેક્નોલોજી
    • એમ.બી. પટેલ સાયન્સ કોલેજ
    • એન. વી. પટેલ કોલેજ ઑફ પ્યોર એન્ડ એપ્લાઇટ સાયન્સીઝ
    • વી.પી. એન્ડ આર.પી.ટી.પી. સાયન્સ કોલેજ

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ[ફેરફાર કરો]

ડો. ભરતકુમાર જી. પટેલ
સરદાર પટેલ યુનિવર્સિટીના ૧૩મા કુલપતિશ્રી
ટર્મ ૧૭ મે, ૨૦૦૭
પુરોગામી ડૉ. પ્રવીણચંદ્ર જે. પટેલ
જન્મતારીખ
રહેઠાણ વલ્લભ વિદ્યાનગર
વ્યવસાય ફાર્મસીના પ્રાધ્યાપક
ધર્મ હિન્દુ
વેબસાઇટ: www.spuvvn.edu


  1. શ્રી ભાઈલાલભાઈ ડી. પટેલ (શ્રી ભાઈકાકા)
  2. શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ
  3. ડૉ. મગનભાઈ ડી. પટેલ
  4. શ્રી ઇશ્વરભાઈ જે. પટેલ
  5. શ્રી રમેશ સુમંત મહેતા
  6. ડૉ. રમણભાઈ ડી. પટેલ
  7. ડૉ. રણછોડભાઈ એમ. પટેલ
  8. ડૉ. કૃષ્ણલાલ એન. શાહ
  9. ડૉ. કાન્તીભાઈ સી. પટેલ
  10. ડૉ. દિલાવરસિંહજી ડી. જાડેજા
  11. ડો. વિઠ્ઠલભાઈ એસ. પટેલ
  12. ડૉ. પ્રવીણચંદ્ર જે. પટેલ
  13. ડૉ. ભરતભાઈ જી. પટેલ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]