સાક્રી તાલુકો

વિકિપીડિયામાંથી

સાક્રી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લાનો એક તાલુકો છે. સાક્રી આ તાલુકાનું મુખ્ય મથક છે.

જોવાલાયક સ્થળો[૧][ફેરફાર કરો]

  • અમાલી - કનૈયાલાલ મહારાજ મંદિર (વિષ્ણુ ભગવાન) માટે જાણીતું છે.
  • નગાઈ મંદિર - આ મંદિર નાગપુર કોકાલે ગામ નજીક પાંઝરા નદીને કિનારે આવેલ છે.
  • નિઝામપુર - આ સ્થળ હિમાડપતિ મંદિર માટે જાણીતું છે.
  • પિંપળનેર - ૪ થી સદીમાં ચાલુક્ય તામ્રપત્રની શોધ માટે જાણીતું છે.
  • ઈન્દાવે - ઈન્દાઈ દેવીના પ્રાચીન મંદિર માટે જાણીતું છે.
  • ચિકસે - ગંગેશ્વર મંદિર માટે જાણીતું છે.
  • બાદગાંવ - બારા ખાંભી મંદિર, મારુતિ-ગણપતિ મંદિર, મહાદેવ મંદિર અને ભવાની દેવી મંદિર માટે જાણીતું છે.
  • બલસાને - અહીં ટેકરી પર પથ્થરમાં ગુફાઓ તેમ જ હેમાડપંથી તથા બાહમણી શૈલીનાં મંદિરો છે.
  • ભામેર - અહીં પર્વત પર ભામેરનો કિલ્લો તથા ગુફાઓ આવેલ છે. આ કિલ્લામાં મોટેભાગે જમીનના તળ નીચેના ભાગમાં બાંધકામ કરવામાં આવેલ છે, જે કદાચ મધમાખીઓથી બચવા માટે કરવામાં આવેલ છે. સ્થાનિક લોકોમાં અહીંની ગુફાઓ ગવળી રાજાના ઘર તરીકે જાણીતી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2016-09-25.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ધુલિયા જિલ્લાના તાલુકાઓ
ધુલિયા તાલુકો | શિરપુર તાલુકો | સાક્રી તાલુકો | શિંદખેડા તાલુકો