સોલર પાવર પ્લાન્ટ
સોલર પાવર પ્લાન્ટ અથવા સૌર ઊર્જામથક સૂર્યપ્રકાશમાંથી વીજઊર્જા બનાવે છે.
શરુઆત
[ફેરફાર કરો]પહેલા સોલર પાવરનો ઉપયોગ માત્ર નાની અને મધ્યમ કદની વસ્તુ જેમકે કેલ્ક્યુલેટરમાં જ થતો હતો. અત્યારે તેનાથી ૮૫૦ મેગાવોટ પેદા કરી શકાય છે. ચીનના એક શહેરમાં લગભગ ૮૫૦ મેગાવોટ પેદા કરતો વિશ્વનુ સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ આવેલો છે.
ઉપયોગ
[ફેરફાર કરો]- અહી ટકાવારીએ સોલર પાવરની કુલ પાવરમાથી ટકાવારી બતાવે છે.
વર્ષ | એનર્જી [TWh(TeraWatt/hour)] | ટકાવારી |
---|---|---|
૨૦૦૫ | ૩.૭ | ૦.૦૨% |
૨૦૧૦ | ૩૧.૪ | ૦.૧૫% |
૨૦૧૫ | ૨૫૩ | ૧.૦૫% |
૨૦૫૦માં ૧૬ ટકા સોલર ફોટોવોલ્ટિક અસર અને ૧૫ ટકા કોન્સનટ્રેટેડ સોલર પાવરનો ઉપયોગ થશે. જે કુલ ઉર્જામાં સૌથી મોટું યોગદાન હશે. (બીજા સ્ત્રોતની સરખામણીમાં) ૨૦૧૬માં તેની ટકાવારી ૧ ટકા હતી, જેમાં દર વર્ષે ૩૩ ટકા વધારો થાય છે.
ટેક્નોલોજી
[ફેરફાર કરો]સોલર પાવર પ્લાન્ટમા બે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.
ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ
[ફેરફાર કરો]ફોટોવોલ્ટેઇક ઇફેક્ટમા સૂર્યપ્રકાશ સીધો સોલર પેનલ પર પડે છે અને ફોટોઇલેક્ટ્રિક ઇફ્ફેક્ટ ના લીધે તે ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાન્તર થાય છે.
કોન્સનટ્રેટેડ સોલર પાવર
[ફેરફાર કરો]આમા મોટા વિસ્તારમા આવતી સુર્ય ઉર્જાને નાના વિસ્તારમા કેન્દ્રિત કરવામા આવે છે અને તેનાથી પાણીમાંથી વરાળમાં રૂપાન્તર કરવામા આવે છે. વરાળનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવામા થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |