સ્કન્દમાતા

વિકિપીડિયામાંથી
સ્કન્દમાતા
નવદુર્ગા માંહેનાં પાંચમા દેવી
સ્કન્દમાતા, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા
જોડાણોનવદુર્ગા
મંત્ર

શાંતિં કુરૂ સ્કંદમાતે, સર્વ સિદ્ધિપ્રદાયક,
ભુક્તિ-મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા
‘ઓમ્ ઐઁ કર્લીં, ર્હીં, સ્કંદમાતે હૂં હૂં ફટ્ સ્વાહા,
‘ર્હીં ઐઁ, કર્લીં સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા

શસ્ત્રધનુષ-બાણ, ચક્ર અને ગદા
વાહનસિંહ
જીવનસાથીશિવ

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કન્દમાતા કે સ્કંદમાતાનવદુર્ગાનું પાંચમુ સ્વરૂપ છે.

સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે (સ્કંદ = કાર્તિકેય[૧]). કાર્તિકેય કે કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને "પદ્માસના દેવી" પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. [૨][૩][૪]

શ્લોક[ફેરફાર કરો]

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया |
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ||

સંદર્ભ[ફેરફાર કરો]

  1. સ્કંદ-ભ.ગો.મં
  2. દિવ્ય ભાસ્કર-લેખ
  3. દ્રિકપંચાંગ.કોમ
  4. "હિંદુઈઝમ.કોમ". મૂળ માંથી 2013-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-05.