સ્તંભેશ્વર મહાદેવ

વિકિપીડિયામાંથી
સ્તંભેશ્વર મહાદેવ
—  મંદિર  —
સ્તંભેશ્વર મહાદેવ મંદિર
સ્તંભેશ્વર મહાદેવ મંદિર
સ્તંભેશ્વર મહાદેવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°03′N 72°48′E / 22.05°N 72.8°E / 22.05; 72.8
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો જંબુસર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

સ્તંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયાકિનારે આવેલા કંબોઇ ગામ ખાતે આવેલું પૌરાણીક તિર્થધામ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે. મહીસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીનાં દર્શન કરવા દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ "ગુપ્ત તિર્થ" તેમ જ "સંગમ તિર્થ" તરીકે પણ ઓળખાય છે.

અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે, જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા ભરૂચ તેમ જ વડોદરા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. જંબુસરથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા નહાર થઇ કાવી પહોંચાય છે. અહીંથી કંબોઇ જવા માટેના રસ્તાને પણ ૨૦૦૮ના વર્ષ દરમ્યાન રાજ્ય ધોરી માર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી અહીં પહોંચવું સરળ થયું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

લોક માન્યતા મુજબ શિવપુત્ર કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો પરંતુ ત્યારબાદ તેમને એક શિવભક્તનો સંહાર કર્યાનું દુ:ખ થવા લાગ્યું તેના પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરી અહીં વર્ષો સુધી તપ કર્યુ અને શિવજીને પ્રસન્ન કર્યા.

"ગુપ્ત તીર્થ" તરીકે જાહેર થવા પાછળ પણ એક કથા છે જેના અનુસાર જ્યારે પૃથ્વી પરનાં બધાં તીર્થ એકત્ર થઇ એકવાર બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધાં તીર્થ સાથે જોઇ ખુશ થયા. તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ તે બાબતે જણાવવા કહ્યું જેથી બ્રહ્માજીએ ખુબ વિચાર કર્યાબાદ કંઇ ન સમજ પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા કહ્યું. ત્યારે સર્વ તીર્થ મૌન રહ્યા પણ સ્તંભેશ્વર તીર્થે પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું કારણકે ત્યાં દરિયા અને મહી નદી સંગમ ઉપરાંત દેવોનાં સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે. આ સાંભળી ધર્મદેવે આવા અહંકારી વચનનાં બદલે સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પણ પ્રસિદ્ધિ નહી પામો. તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત જ રહેશે.

શ્રી સ્તંભેશ્વર તિર્થ ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]