સ્પિરિટેડ અવે (ચલચિત્ર)
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Spirited Away | |
---|---|
સેન તો ચિહિરો નો કામિકાક્શી | |
દિગ્દર્શક | હાયાઓ મિયાઝાકી |
લેખક | હાયાઓ મિયાઝાકી |
નિર્માતા | તોશિઓ સુઝુકી |
કલાકારો |
|
છબીકલા | આત્સુશી ઓકુઇ |
સંપાદન | તાકેશી સેયામા |
સંગીત | જો હિસાઇશી |
નિર્માણ નિર્માણ સંસ્થા | |
વિતરણ | તોહો (Japan) |
રજૂઆત તારીખો | ૨૦ જુલાઈ ૨૦૧૧ |
અવધિ | ૧૨૫ મિનિટ[૧] |
જાપાન | |
જાપાની | |
બજેટ | |
બોક્સ ઓફિસ |
સ્પિરિટેડ અવે (જાપાની: 千と千尋の神隠し ગુજરાતી: સેન તો ચિહિરો નો કામીકાક્શી, "સેન અને ચિહિરો નું અંતર્ધાન") એ વર્ષ ૨૦૦૧માં હાયાઓ મિયાઝાકી દ્વારા દિગ્દર્શિત કાલ્પનિક જાપાની એનિમેટેડ ફિલ્મ છે જેનું એનિમેશન તોકુમા શોતેન, નિપ્પોન ટેલિવિઝન નેટવર્ક, દેન્ત્સુ, બ્યુએના વિસ્ટા હોમ એન્ટરટેન્મેન્ટ, તોહોકુશિંશા ફિલ્મ અને મિત્સુબિશી માટે સ્ટુડિયો ઘીબ્લી દ્વારા તેમજ વિતરણ તોહો દ્વારા કરવામાં આવ્યું.[૬] તેમાં રુમિ હીરાગી, મિયુ ઇરિનો, મારી નાત્સુકી, તાકેશી નાઇતો, યાસુકો સાવાગુચી, ત્સુનેહિકો કામિજો, તાકેહિકો ઓનો અને બુન્તા સુગાવારા જેવા જાપાની કલાકારોએ કામ કર્યું છે.
આ ફિલ્મમાં ચિહિરો ઓગિનો (હીરાગી) નામની એક દસ વરસની છોકરીની વાર્તા દેખાડવામાં આવેલ છે, જે નવા શહેર તરફ જતી વખતે જાપાનની શિંતો-બૌદ્ધ લોકકથાઓમાં પ્રચલિત આત્માઓની દુનિયામાં પ્રવેશ કરે છે. ચિહિરોના મમ્મી-પપ્પા જ્યારે યુબાબા (નાત્સુકી) નામક ચૂડેલ દ્વારા ડુક્કર બનાવી દેવામાં આવે છે, ત્યારે ચિહિરો યુબાબાના સ્નાનગૃહમાં નોકરી કરીને પોતાને તેમજ પોતાના મમ્મી-પપ્પાને આત્માઓની દુનિયામાંથી કાઢીને ફરીથી આપણી દુનિયામાં પાછા આવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કરે છે. મિયાઝાકીએ દર વર્ષના ઉનાળામાં પોતાના ઘરે મળવા આવતા મિત્ર, સહયોગી નિર્માતા સેજી ઓકુદાની દસ વરસની દિકરી પર આધારિત ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધા પછી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી.[૭] તે સમયે મિયાઝાકી પોતાના બે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતાં, પરંતુ તેઓ નામંજૂર થઈ ગયા હતાં. ૧.૯ કરોડ ડોલરના બજેટ સાથે વર્ષ ૨૦૦૦માં સ્પિરિટેડ અવે ના નિર્માણની શરૂઆત થઈ. નિર્માણ પ્રક્રિયા દરમ્યાન મિયાઝાકીને લાગ્યું કે ફિલ્મ ત્રણ કલાકથી વધુ લાંબી જઈ રહી હતી, અને તેઓએ વાર્તાનાં ઘણાં ભાગ કાપી કાઢ્યાં. ત્યારપછી, વોલ્ટ ડિઝની કંપનીએ પિક્સારના ડિરેક્ટર અને મિયાઝાકીના ચાહક જ્હોન લેસેટરનો સંપર્ક કરી તેમની સામે અમેરીકામાં સ્પિરિટેડ અવે ને અંગ્રેજી ભાષામાં રિલીઝ કરવાનો પ્રસ્તાવ મુક્યો. લેસેટર એ કર્ક વાઈઝ ને ડિરેક્ટર તરીકે અને ડોનાલ્ડ W. અર્ન્સ્ટ ને ફિલ્મના અંગ્રેજી રૂપાંતરણના નિર્માતા તરીકે પસંદ કર્યાં. કથાકારો સિન્ડી ડેવિસ હ્યુઇટ અને ડોનાલ્ડ એચ હ્યુઇટ એ ફિલ્મનો સંવાદ અંગ્રેજીમાં લખ્યો, જેને તેઓએ જાપાની ભાષામાં બોલાયેલા મૂળ સંવાદ સાથે બરાબર મેળ આપ્યો.[૮]
આખરે આ ફિલ્મ જાપાનનાં થિયેટરોમાં ૨૦ જુલાઈ ૨૦૦૧ ના તોહો દ્વારા રિલીઝ કરવામાં આવી. તેણે વિશ્વભરમાં ૨.૮૯ કરોડ ડોલરથી પણ વધારે કમાણી કરી, અને વિવેચકો દ્વારા ભરપૂર પ્રશંસા થતા જાપાનના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફિલ્મ બની. કુલ ૩૦.૪ અબજ યેનની કમાણી સાથે આ ફિલ્મ (તે સમયે વિશ્વભરમાં સૌથી વધુ કમાઈ ચુકેલી) ટાઇટેનિક કરતાં પણ આગળ નીકળી ગઈ. સ્પિરિટેડ અવે નું નામ આજના સમયમાં પણ વારંવાર સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મોની યાદીમાં આવે છે.[૯][૧૦][૧૧] ૭૫માં એકેડેમી એવોર્ડ સમારંભમાં બેસ્ટ એનિમેટેડ ફીચર માટેનો એકેડેમી એવોર્ડ જીતીને સ્પિરિટેડ અવે જાપાનની એનિમેટેડ ફિલ્મોમાં તેમજ હાથે દોરેલા ચિત્રોથી બનેલી એનિમેટેડ ફિલ્મોમાંથી બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો એવોર્ડ જીતવાવાળી એકમાત્ર ફિલ્મ બની[૧૨]; ત્યારબાદ તેણે ૨૦૦૨માં બર્લિન ખાતે યોજયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લડી સન્ડે નામની ફિલ્મ સાથે ગોલ્ડન બેર એવોર્ડ જીત્યો, અને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની "૧૪ વર્ષ સુધીની ઉમરનાં બાળકો માટેની ટોચની પચાસ ફિલ્મો" નામક યાદીમાં જગ્યા મેળવી લીધી.[૧૩]
વર્ષ ૨૦૧૬માં, વિશ્વભરનાં ૧૭૭ ફિલ્મ વિવેચકો દ્વારા ૨૧મી સદીની શ્રેષ્ઠ ફિલ્મોની રેન્કિંગમાં સ્પિરિટેડ અવે ચોથા ક્રમ માટે ચૂંટવામાં આવી, અને તે લિસ્ટમાં સૌથી ઊંચી રેન્કિંગ મેળવનારી એનિમેટેડ ફિલ્મ બની ગઈ.[૧૪]
હાલ ૨૦૧૭માં ન્યૂ યોર્ક ટાઇમ્સ ની "૨૧મી સદીની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મો" ની યાદીમાં પણ સ્પિરિટેડ અવે એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો.[૧૫]
કથાનક
[ફેરફાર કરો]દસ વરસની ચિહિરો ઓગિનો પોતાનાં મમ્મી-પપ્પા સાથે નવા ઘર તરફ જતી હોય છે ત્યારે ભૂલથી તેના પપ્પા ખોટા રસ્તે ગાડી વાળી લે છે. તેઓ અજાણપણે એક જાદુઈ દુનિયામાં પ્રવેશી જાય છે અને ચિહિરોના પપ્પાને ત્યાં વધારે ફરવાની ઇચ્છા થાય છે. ચિહિરોનાં મમ્મી-પપ્પા જ્યારે એક ખાલી લાગતા રેસ્ટોરન્ટની લારીએ ડુક્કરની જેમ ખાવા લાગે છે, ત્યારે ચિહિરોની નજર એક ઉત્કૃષ્ટ સ્નાનગૃહ પર પડે છે અને તે હાકુ નામના એક યુવાન છોકરાને મળે છે, જે તેને સુર્યાસ્ત થાય તે પહેલા નદી પાર કરીને પાછા વળી જવાનું કહે છે. પણ, ચિહિરોને બહુ મોડી ખબર પડે છે કે તેનાં મમ્મી-પપ્પા ખરેખર ડુક્કરમાં પરિવર્તિત થઈ ગયાં છે અને તે પોતે પણ છલકાતી નદીને પાર કરવામાં અસમર્થ હોવાથી આત્માઓની દુનિયામાં ફંસાઈ ચુકી છે.
ચિહિરોને શોધીને હાકુ તેને સુસુવાતારી (કોલસાના ધુમાળામાં રહેતા કાળા કણો જેવા દેખાતા જાદુઈ જીવો) ની દેખરેખ અને તેમનું સંચાલન કરવાવાળા તેમજ કરોડીયા જેવા દેખાતા સ્નાનગૃહના બોઇલરમેન (પાણી ગરમ કરવાવાળા) કામાજીને મળીને તેની પાસે કામ માગવાનું કહે છે. કામાજી માટે સુસુવાતારી પેહલેથી જ કામ કરતા હોવાથી તેઓ સ્નાનગૃહમાં કામ કરતી લિન નામની યુવતીને ચિહિરોને સ્નાનગૃહની માલકણ યુબાબાને મળવા લઈ જવાનું કહે છે. યુબાબા ચિહિરોને ડરાવીને ભગાડવાનો પ્રયાસ કરે છે, પણ ચિહિરો તેની કામની માંગણી પર અચળ રહે છે, અને છેવટે યુબાબા ચિહિરોને કામ કરવાનો કોન્ટ્રેક્ટ આપી, તેનું નામ ઝુંટવીને તેને સેન (千) નું નવું નામ આપે છે, અને તેને લિનની સાથે રહેવાનું કહે છે. સેન જ્યારે પોતાનાં ડુક્કર બની ગયેલાં મમ્મી-પપ્પાને જોવા જાય છે, ત્યારે તેને "ચિહિરો" ને મોક્લાયેલું ગુડબાય કાર્ડ મળી આવે છે, અને તેને ખ્યાલ આવે છે કે તે પણ પોતાનું નામ ભૂલી ગઈ હતી. હાકુ તેને જણાવે છે કે યુબાબા લોકોનું નામ ઝુંટવીને તેઓને પોતાના વશમાં રાખે છે. તે પોતાનું અસલી નામ ભૂલી ચુક્યો છે, અને ચિહિરોને ચેતવે છે કે જો તે પોતાનું નામ ભૂલી જશે, તો તે ક્યારેય આત્માઓની દુનિયામાંથી બહાર નહીં નીકળી શકે. ત્યારબાદ, સ્નાનગૃહમાં કામ કરતી વખતે સેન એક શાંત એવા માસ્ક પહેરેલા (ચહેરા વગરના) આત્મા (જાપાની: કાઓનાશી) ને સ્નાનેચ્છુ સમજી અંદર આવા દે છે.
એક દુર્ગંધ ફેલાવતો આત્મા સેનનો પહેલો સ્નાનાર્થી બને છે. સેનને પછી ખબર પડે છે કે તે એક પ્રદૂશિત નદીનો આત્મા છે. પોતાને સાફ કરવા માટે આભાર માનતા એ સેનને એક જાદુઈ ઔષધીય ટિક્કી આપે છે. સેન લિનને હાકુ વિશે પૂછે છે. બીજી બાજુ, કાઓનાશી એક મજૂરને સોનું બતાવીને, ભોળવીને તેને આખે-આખો ઓગાળી જાય છે. પછી, તે વધારે ખાવાનું માગવા માંડે છે અને બધાંને સોનું આપવાનું શરૂ કરી દે છે. જ્યારે બધાં મજૂરો સોનું મેળવવાની લાલસાથી તેની આજુબાજુ ભેગા થવા માંડે છે, ત્યારે તે બીજા બે મજૂરોને પણ ઓગાળી લે છે. એ જોઈને બધાં મજૂરો બીને દોડાદોડી કરવા માંડે છે.
આ બાજુ, પોતાનાં મમ્મી-પપ્પાની ચિંતામાં મગ્ન સેન કાગળની બનેલી શિકિગામીઓને એક ડ્રેગન પર હુમલો કરતા જોવે છે અને તે ડ્રેગનને હાકુ તરીકે ઓળખી જાય છે. જ્યારે ખૂબ જ ઇજાગ્રસ્ત હાકુ યુબાબાના કમરામાં જઈ પડે છે, સેન તેનો પીછો કરતા-કરતા મકાનની ઉપરની તરફ ચઢે છે. જ્યારે તે હાકુની પાસે પહોંચે છે, તેની પીઠ પર ચોંટી ગયેલી એક શિકિગામી યુબાબાની જોડકી બહેન ઝેનીબા બનીને સામે આવે છે. ઝેનીબા યુબાબાના નાનકડા દિકરા બો ને ઉંદર બનાવી એક નકલી બો બનાવે છે, અને યુબાબાના પક્ષીને એક નાનકડું પક્ષી બનાવી દે છે. તે સેનને કહે છે કે હાકુએ તેની જાદુઈ સોનેરી મહોર ચોરી લિધી છે, અને ચેતવણી આપે છે કે તે મહોર શાપિત છે. ત્યારબાદ, સેન,બો અને નાના પક્ષીને પોતાની પીઠ પર લઈને હાકુ કામાજીના બોઇલર રૂમમાં જઈને પડે છે. સેન ખરેખર તો નદીના આત્માથી મળેલી ટિક્કીથી પોતાના મા-બાપને બચાવવા માગતી હોય છે, પણ એનો એક ભાગ હાકુને ખવડાવે છે, જેની અસરથી તે ઝેનીબાની સોનેરી મહોર અને એક કાળા જીવડાને ઉલ્ટી કરીને કાઢે છે. કાળા જીવડાને સેન પોતાના પગથી કચડી નાખે છે.
હાકુ બેભાન સ્થિતિમાં હોવાથી સેન ઝેનીબાને મળીને તેની સોનેરી મહોર પાછી આપવા અને હાકુએ કરેલી ચોરી બદલ માફી માગવા જવાનો નિર્ણય લે છે. લિન સેનને કાઓનાશી એ મચાવેલા આતંક વિશે જણાવે છે. ઝેનીબાના ઘરે જવા માટે કામાજી સેનને ચાલીસ વરસ સુધી સાચવેલી ટ્રેનની ટિકિટ આપે છે અને જણાવે છે કે ટ્રેન હવે એક જ તરફ દોડે છે. ત્યારબાદ, સેન કાઓનાશી નો સામનો કરે છે અને જાદુઈ ટિક્કીનો બચેલો ભાગ તેને ખવડાવે છે. કાઓનાશી અધમુઓ થઈને એક પછી એક ઓગાળેલા મજૂરોને બહારે કાઢે છે અને સેનનો પીછો કરતા કરતા સ્નાનગૃહની બહારે નિકડે છે. ત્યાંથી લિન સેનને ટ્રેન સ્ટેશન સુધી લઈ જાય છે અને પછી સેન પહેલાની જેમ શાંત પડી ગયેલા કાઓનાશી અને પોતાનાં નવા મિત્રો (બો અને નાના પક્ષી) સાથે ટ્રેનની મુસાફરી કરે છે.
આ બાજુ સ્નાનગૃહમાં ભાનમાં આવેલો હાકુ કાઓનાશી એ કરેલા નુક્સાન અને સેનના અચાનક નીકળી જવાથી એકદમ ગુસ્સે ભરાયેલી યુબાબાને મળવા જાય છે. યુબાબા સેનનાં મમ્મી-પપ્પાને મારી નાખવાનો હુકમ આપે છે, પણ હાકુ તેને બતાવે છે કે બો' 'ગાયબ થઈ ગયો છે અને તેને પાછા લઈ આવવાના બદલામાં સેનનાં મમ્મી-પપ્પાને છોડી દેવાનું કહે છે.
સેન, કાઓનાશી, બો અને નાનું પક્ષી આખરે ઝેનીબાના ઘરે પહોંચે છે. ઝેનીબા યુબાબા કરતાં તદ્દન અલગ વ્યક્તિત્વ ધરાવતી એક દયાળુ અને પ્રેમાળ વૃદ્ધ મહિલા તરીકે જાણવામાં આવે છે. તે સેનને કહે છે કે યુબાબા ઉપરોક્ત કાળા જીવડાના માધ્યમથી હાકુને વશમાં રાખતી હતી, અને સેનના હાકુ માટેના પ્રેમના લિધે સોનેરી મહોર પર પોતે મુકેલો શાપ ટૂટી ગયો. સેનને હજુ પણ પોતાનાં મમ્મી-પપ્પા અને હાકુની ખૂબજ ચિંતા થતી હોય છે, પણ ત્યારે જ હાકુ પોતાના ડ્રેગનના રૂપમાં સેનને લેવા આવે છે. સેન પોતાનું અસલી નામ (ચિહિરો) ઝેનીબાને કહે છે. ઝેનીબા હાકુને માફ કરી તેને ચિહિરોનું બરાબર ધ્યાન રાખવાનું કહે છે. ત્યારબાદ, સેન, બો અને નાના પક્ષીને લઈને હાકુ પાછો સ્નાનગૃહ તરફ ઉડી નિકળે છે જ્યારે કાઓનાશી ઝેનીબાના સહાયક તરીકે ત્યાં જ રહી જાય છે.
ઉડતા-ઉડતા રસ્તામાં સેનને યાદ આવે છે કે તે જ્યારે નાની હતી ત્યારે પોતાના જૂતાને શોધતી-શોધતી કોહાકુ નામની નદીમાં પડી ગઈ હતી અને તે સમયે હાકુએ તેને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડી હતી. તે હાકુને કહે છે કે એનું અસલી નામ "કોહાકુ નદી" છે. આ સાંભળીને હાકુ પાછો પોતાના યુવકના રૂપમાં પરિવર્તન પામે છે અને ખુશીથી ચિહિરોનો આભાર માનતા તેને કહે છે કે તે ખરેખર કોહાકુ નદીનો આત્મા છે. સ્નાનગૃહે પાછા પહોંચીને હાકુ બો ને યુબાબાને સોંપીને સેનનાં માતા-પિતાને છોડવાનું કહે છે. યુબાબા કહે છે કે શાપ તોડવા માટે સેન એ એક આખરી પરીક્ષા પાસ કરવી પડશે. તે સેનને ડુક્કરના એક ઝુંડમાંથી પોતાના મા-બાપને એક જ વારમાં ઓળખવાનું કહે છે. સેન કહે છે કે ઝુંડમાં તેના મમ્મી-પપ્પા છે જ નહીં, જે સાચો ઉત્તર સાબિત થાય છે. યુબાબા સાથેનો કોન્ટ્રેક્ટ તે જ ક્ષણે ભસ્મ થઈ જતા સેનને પોતાનું અસલી નામ પાછું મળી જાય છે. હાકુ ચિહિરોને સુકાઈ ગયેલી નદીના પટ સુધી લઈ જાય છે અને વચન આપે છે કે તે ચિહિરોને ફરીથી મળવા જરૂર આવશે. ચિહિરો નદીના પટને પાર કરીને પોતાનાં મમ્મી-પપ્પાને ઉભેલા પામે છે, પણ તેઓને કાંઈ જ યાદ હોતું નથી. ત્રણેય જણ પાછા (હવે પાંદડાઓથી ઢંકાયેલી) ગાડી સુધી ચાલીને આવે છે અને ગાડીથી તે રહસ્યમયી દુનિયાને પાછળ છોડતા નિકળી જાય છે.
કલાકાર
[ફેરફાર કરો]ફિલ્મના કેરેક્ટરનું નામ |
જાપાની અવાજ કલાકાર |
અંગ્રેજી અવાજ કલાકાર |
---|---|---|
ચિહિરો ઓગિનો (荻野 千尋 ઓગિનો ચિહિરો )/સેન (千 અર્થાત્ "એક હજાર" ) | રુમિ હીરાગી | ડેવેય ચેઝ |
હાકુ (珀 )/કોહાકુ નદીનો આત્મા (和速水 琥珀主 નિગિહાયામી કોહાકુનુશી , અર્થાત્ "તીવ્ર કેરબો નદીનો દેવ") | મિયુ ઇરિનો | જેસન માર્સ્ડેન |
યુબાબા (湯婆婆 યુબાબા , અર્થાત્ "સ્નાનગૃહ ડાકણ") | મારી નાત્સુકી | સુઝૅન પ્લેશેટ |
ઝેનીબા (銭婆 ઝેનીબા , અર્થાત્ "ધનની ડાકણ") | ||
કામાજી (釜爺 કામાજી , અર્થાત્ "બોઇલર ડોસો") | બુન્તા સુગાવારા | ડેવિડ ઓગ્ડન સ્ટાયર્સ |
લિન (リン રિન ) | યુમી તામાઇ | સૂઝન એગન |
ચિચિયાકુ (父役 ) | ત્સુનેહિકો કામિજો | પૌલ આઇડિંગ |
આનિયાકુ (兄役 )/આસિસ્ટન્ટ મેનેજર | તાકેહિકો ઓનો | જ્હોન રૅટ્ઝેનબર્ગર |
કાઓનાશી (顔無し કાઓનાશી , અર્થાત્ "ચહેરા વગરનો") | આકિઓ નાકામુરા | બોબ બર્જન |
આઓગાએરૂ (青蛙 , અર્થાત્ "ડેડકો") | તાત્સુયા ગાશૂઇન | |
બાન્દાઈ-ગાએરૂ (番台蛙 )/ફોરમેન | યો ઓઇઝુમી | રોડજર બમ્પાસ |
બો (坊 બો ) (શિશુ) | રિયૂનોસુકે કામિકી | તારા સ્ટ્રોંગ |
આકિઓ ઓગિનો (荻野 明夫 ઓગિનો આકિઓ ), ચિહિરોના પિતા | તાકાશી નાઇતો | માઇકલ ચિક્લિસ |
યૂકો ઓગિનો (荻野 悠子 ઓગિનો યૂકો ), ચિહિરોની માતા | યાસુકો સાવાગુચી | લોરેન હૌલી |
નદીનો આત્મા (河の神 કાવા નો કામી ) | કોબા હાયાશી | જિમ વોર્ડ |
મૂળો આત્મા (お白様 ઓશિરા-સામા , અર્થાત્ "મહાન શ્વેત સ્વામી") | કેન યાસુદા | જૅક એન્જલ |
References
[ફેરફાર કરો]- ↑ "Spirited Away (PG)". British Board of Film Classification. 14 ઓગસ્ટ 2003. મૂળ સંગ્રહિત માંથી 28 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 જાન્યુઆરી 2015.
- ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;howe
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;variety
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ Sudo, Yoko. "'Frozen' Ranks as Third-Biggest Hit in Japan". Japan Realtime. The Wall Street Journal. મૂળ સંગ્રહિત માંથી 24 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ 3 જાન્યુઆરી 2016.
- ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;gross
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ "Sen To Chihiro No Kamikakushi". http://www.bcdb.com સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૪ ના રોજ archive.today, 13 May 2012
- ↑ Sunada, Mami (Director) (16 November 2013). 夢と狂気の王国 (Documentary) (Japaneseમાં). Tokyo: Studio Ghibli. મેળવેલ 12 July 2014. Unknown parameter
|trans_title=
ignored (|trans-title=
suggested) (મદદ)CS1 maint: unrecognized language (link) - ↑ Turan, Kenneth (20 September 2002). "Under the Spell of 'Spirited Away'". Los Angeles Times. મેળવેલ 20 July 2012.
- ↑ "The 50 Best Movies of the Decade (2000–2009)". Paste Magazine. 3 November 2009. મૂળ માંથી 12 ડિસેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2011.
- ↑ "Film Critics Pick the Best Movies of the Decade". Metacritic. 3 January 2010. મૂળ માંથી 4 ફેબ્રુઆરી 2017 પર સંગ્રહિત. મેળવેલ 4 September 2012.
- ↑ "Top 100 Animation Movies". Rotten Tomatoes. મેળવેલ 6 May 2013.
- ↑ "The 75th Academy Awards (2003)". Academy of Motion Picture Arts and Sciences. મૂળ સંગ્રહિત માંથી November 28, 2017 પર સંગ્રહિત. મેળવેલ December 1, 2017.
- ↑ "Watch This: Top fifty films for children up to the age of 14".
- ↑ "The 21st Century's 100 greatest films". BBC. 23 ઓગસ્ટ 2016. મૂળ સંગ્રહિત માંથી 31 જાન્યુઆરી 2017 પર સંગ્રહિત.
- ↑ "The 25 Best Films of the 21st Century So Far". The New York Times (અંગ્રેજીમાં). 9 જૂન 2017. ISSN 0362-4331. મૂળ સંગ્રહિત માંથી 8 જુલાઇ 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 જૂન 2017.