હઠ યોગ
હઠ યોગ (Sanskrit हठयोग hʌʈʰʌjo:gʌ), ને હઠ વિદ્યા(हठविद्या) તરીકે પણ ઓળખવામાં આવે છે.આ એક ખાસ પ્રકારનો યોગ છે જેને ૧૫મી સદીમાં યોગી સ્વાતરામ દ્વારા હઠ યોગ પ્રદીપીકામાં બતાવાયું. આ પુસ્તિકામાં તેમણે હઠ યોગને રાજયોગની સીડી કહેલ છે. આમ આ આધ્યાત્મીક ઊંચાઈઓ પામવા શરીર શુદ્ધી કરવાનું આ એક સાધન છે.
રાજ યોગના આસનો અને પ્રાણાયમ એ યોગીઓ દ્વારા લાંબા સમયની સાધના માટે વાપરતાં. આ માટે તેઓ શરીરને તૈયાર કરતાં જેને ષટ કર્મ કહેવાય છે.
હઠ શબ્દ હ અને ઠ આ બે શબ્દના યોગથી બન્યો છે જેનો અર્થ સૂર્ય અને ચંદ્ર એવો થાય છે. ( हकारः कीर्तितः सूर्यष्ठकारश्चंद्र उच्यते | सूर्यचंद्रमसोर्योगाद्धठयोग निगद्यते || )આનો સંદર્ભ પ્રાણ અને અપ્રાણ અને તે નામે બે મુખ્ય નાડી સાથે પણ છે. ધ્યાન પ્રાપ્તિ અને સમાધિ માટે આ બન્ને નાડી ઓ નું સક્રીય હોવું જરૂરી છે.
મ્નીયેરની સંસ્કૃતના અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે હઠ નો અર્થ જીદ્દ એવો થાય છે. આમ આ એક બળ પૂર્વક કરેલી કરેલી શુદ્ધી છે.
અન્ય વાતો સંદર્ભે હઠ યોગ પતંજલીના રાજ યોગ જેવો જ છે જેમાં યમ- નૈતિક બાધ અને નિયમ- આધ્યાત્મીક
ક્રિયા બનેં નો સમાવેષ છે. પશ્ચિમમાં મોટે ભાગે લોકો હઠ યોગ ને યોગ સમજી તેને માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે વાપરે છે.
ઉત્પત્તિ
[ફેરફાર કરો]યમ અને નિયમ
[ફેરફાર કરો]આસન
[ફેરફાર કરો]પ્રાણાયામ
[ફેરફાર કરો]શુદ્ધિક્રિયા
[ફેરફાર કરો]શરીરના આંતરિક અંગોની શુદ્ધિ તથા સફાઈ માટે શુદ્ધિકરણની આ ક્રિયાઓ કરવામાં આવે છે. મળનો શરીરમાંથી પૂરતા પ્રમાણમાં નિકાલ ન થાય ત્યારે તેનો સંગ્રહ વધે છે, જેના ફળ સ્વરૃપ નાડીઓમાં અવરોધ ઉત્પન્ન થાય છે અને વાત, પિત્ત તથા કફ આ ત્રણેય દોષોનું સંતુલન બગડી જાય છે. નાડી શુદ્ધિ કે મળશુદ્ધિ કરીને ત્રિદોષોને સંતુલિત અવસ્થામાં રાખીને શારીરિક અને માનસિક સ્તર પર અશુદ્ધિ દૂર કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય આ શુદ્ધિક્રિયાઓ કરે છે.