હઠીસિંહનાં દેરાં

વિકિપીડિયામાંથી
(હઠીસિંહનાં દેરા થી અહીં વાળેલું)
હઠીસિંહનાં દેરા
હઠીસિંહનાં દેરા
ધર્મ
જોડાણજૈન
દેવી-દેવતાભગવાન ધર્મનાથ
તહેવારોમહાવીર જયંતી
સ્થાન
સ્થાનઅમદાવાદ, અમદાવાદ જિલ્લો, ગુજરાત
હઠીસિંહનાં દેરાં is located in ગુજરાત
હઠીસિંહનાં દેરાં
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°02′28″N 72°35′23″E / 23.041088°N 72.589611°E / 23.041088; 72.589611
સ્થાપત્ય
નિર્માણકારપ્રેમચંદ સલાટ[૧]
સ્થાપના તારીખ૧૮૪૮
બાંધકામ ખર્ચ૮ લાખ[૨][૩]
મંદિરો

હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.[૪]

ઇતિહાસ[ફેરફાર કરો]

ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇસવીસન ૧૮૪૮માં આ દેરાંનું બાંધકામ કરવાની યોજના કરવામાં આવી હતી, પણ તેમનું ૪૯ વર્ષે અવસાન થયું.[૫] ત્યારબાદ તેમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈ દ્વારા તેનું બાંધકામ ૮ લાખ રૂપિયા (તે સમયની જંગી રકમ) વડે પૂર્ણ કરવામાં આવ્યું.[૫] આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે.

આ દેરાંનું નિર્માણ ગુજરાતના દુષ્કાળ વખતે કરવામાં આવ્યું હતું જેથી બે વર્ષ દરમિયાન કારીગરોને રોજગાર મળી રહ્યો હતો.[૫] અત્યારે દેરાંની સારસંભાળ હઠીસિંહ ફેમિલી ટ્રસ્ટ વડે કરવામાં આવે છે.

સ્થાપત્ય[ફેરફાર કરો]

૧૮૮૦માં હઠીસિંહનાં દેરા

આ દેરાંના સ્થપતિ પ્રેમચંદ સલાત હતા.[૬]

મુખ્ય સ્થાપત્ય બે માળનું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા જૈન ધર્મના ૧૫મા તીર્થંકર ધર્મનાથની છે. મંદિરનું મૂળ સ્થાપત્ય ૧૧ ભગવાનોની પ્રતિમા ધરાવે છે, જે પૈકી ૬ પ્રતિમા ભોંયરામાં જ્યારે ૫ પ્રતિમા ત્રણ અટારીમાં છે.[૫] મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે અને મંદિર કોતરણીવાળા ૧૨ સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. વધારામાં, ત્યાં ૫૨ દેવલકુલિકાઓ આવેલી છે જેમાં પ્રત્યેકમાં એક તીર્થંકરની પ્રતિમા છે.[૫]

મંદિરના પરિસરમાં ચિતૌડના કિર્તીસ્તંભ અને જૈન માનસ્તંભથી પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે જે ૬ માળ ઊંચો છે અને મહાવીર સ્વામીની પ્રતિમા ધરાવે છે.[૫] આ દેરાં વરસાદી પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પણ જાણીતાં છે.[૫]

સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવાં આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Hathisinh Jain Temple". Gujarat Tourism. 22 September 2009. મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2012.
  2. Pandya, Yatin (18 October 2011). "Hathisinh Jain temple: A creative realism". DNA (Daily News & Analysis). મેળવેલ 3 January 2011.
  3. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 282.
  4. Tourism, Gujarat. "Hutheesing Jain Temple". મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 8 June 2013.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ Varadarajan, J. (2015-07-16). "Hutheeseing Mandir, a charming amalgam". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-11-29.
  6. "Hutheesing Jain Temple | Things to do | Ahmedabad | Ahmedabad Metropolitan | Tourism Hubs | Home | Gujarat Tourism". web.archive.org. 2011-09-28. મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-09-28. મેળવેલ 2020-11-29.CS1 maint: bot: original URL status unknown (link)