હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય

વિકિપીડિયામાંથી
હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય

હરિનારાયણ ગિરધરલાલ આચાર્યગુજરાતના જાણીતા પ્રકૃતિવિદ હતા.

જીવન[ફેરફાર કરો]

એમનો જન્મ ૨૫ ઑક્ટોબર, ૧૮૯૪ના દિવસે મધ્ય ગુજરાતમાં આવેલા વિરમગામ ખાતે થયો હતો. એમણે સંસ્કૃત ભાષાનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. જિજ્ઞાસુવૃત્તિ તથા શોખને કારણે નોકરી સિવાયના સમયમાં એમણે વિવિધ જગ્યાઓ પર ફરવા જવાનું શરુ કર્યું. આ રઝળપાટ દરમ્યાન એમણે પ્રાણીજગતનાં વિવિધ પાસાંઓનું અવલોકન કરી જ્ઞાન અને અનુભવ મેળવ્યાં. આ દરમ્યાન એમણે વનસ્પતિ સૃષ્ટિના પ્રચાર-પ્રસાર માટે 'પ્રકૃતિ' નામનું ત્રિમાસિક પત્ર પણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત કુમાર માસિકમાં એમની લેખમાળા 'વનવગડાનાં વાસી' પણ અત્યંત લોકપ્રિય બની હતી. એમણે કીટક, પતંગિયાં, સરિસૃપો, મત્સ્ય, કરોળિયા વગેરેનાં અત્યંત ઝીણવટભર્યાં અવલોકન કરી સંશોધન મેળવ્યા હતાં.

પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈએ પોતાના પુસ્તક 'પંખી જગત'માં હરિનારાયણ ગિરધરલાલ આચાર્યને 'સ્કુટર પર હરતી ફરતી પ્રકાશન સંસ્થા' તરીકે નવાજ્યા છે[૧].

ઈ.સ. ૧૯૮૪ના વર્ષમાં એમનું અવસાન થયું હતું.

સર્જન[ફેરફાર કરો]

  • વનવગડાનાં વાસી. ISBN 9789383814510.
  • પ્રફુલ્લ રાવલ, સંપાદક (૨૦૧૩). 'વનેચર'ની વાગ્દંડી. ISBN 9788192477084.

સન્માન[ફેરફાર કરો]

એમની પ્રકૃતિ વિષયક સાહિત્ય સેવા બદલ એમને રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. પ્ર. કં. દેસાઈ (૧૯૮૦). પંખી જગત. 1 (1 આવૃત્તિ). હ.ગિ. આચાર્ય.