હિંડન નદી

વિકિપીડિયામાંથી

હિંડન નદી, કે જે યમુના નદીની ઉપનદી છે, ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સહરાનપુર જિલ્લામાં આવેલ હિમાલયના તળેટીના ઉચ્ચ પ્રદેશો પૈકીની શિવાલીક પહાડીઓમાંથી નીકળી યમુના નદીમાં ભળી જાય છે. આ નદી વરસાદ આધારિત નદી છે. આ નદીનો સ્ત્રાવ વિસ્તાર ૭,૦૮૩ ચોરસ કિલોમીટર જેટલો છે.

આ નદી ગંગા નદી અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં ૪૦૦ કિલોમીટર જેટલું અંતર કાપે છે. આ નદી મુજફ્ફરનગર જિલ્લા, મેરઠ જિલ્લા, બાગપત જિલ્લા, ગાઝિયાબાદ શહેર, નોઇડા શહેર, ગ્રેટર નોઇડા શહેરના વિસ્તારોમાંથી પસાર થઇ દિલ્હી નજીક યમુના નદીમાં મળે છે. [૧].

દુનની ખીણોમાંથી નીકળતી કાળી નદી આ નદીની ઉપનદી છે. આ કાળી નદી પણ ભારે પ્રદુષિત નદી હોવાને કારણે હિંડન નદીના પ્રદુષણ સ્તરને વધારે બગાડવામાં મોટો ફાળો આપે છે.

આ નદીના જળમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ જોવા મળે છે. આ પ્રદુષિત જળ યમુના નદીના પાણીમાં ભળવાને કારણે યમુના નદીનાં નીર પણ વધુ પ્રદુષિત થાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jain, Sharad K. (2007). Hydrology and water resources of India- Volume 57 of Water science and technology library - Tributaries of Yamuna river. Springer. પૃષ્ઠ 350. ISBN 1402051794. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]