હિતેન્દ્ર દેસાઇ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
હિતેન્દ્ર દેસાઇ
ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી
પદભારનો સમયગાળો
૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ – ૧૨ મે, ૧૯૭૧
પૂર્વગામી બળવંતરાય મહેતા
અનુગામી રાષ્ટ્રપતિ શાસન
અંગત માહિતી
જન્મ (1915-08-09)9 ઓગસ્ટ 1915
સુરત, ભારત
અવસાન 12 સપ્ટેમ્બર 1993(1993-09-12) (78 વયે)
રાજકિય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ધર્મ હિન્દુ

હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઇ (૯ ઓગસ્ટ, ૧૯૧૫ - ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૩) ગુજરાતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હતા.

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

હિતેન્દ્ર દેસાઇનો જન્મ સુરતમાં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, ભારત છોડો ચળવળ સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ મુંબઈ રાજ્યમાં શિક્ષણમંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો.

જીવરાજ મહેતાનાં મંત્રીમંડળમાં તેઓએ કાયદા મંત્રાલય સંભાળેલું. તે ઉપરાંત તેઓએ ગૃહ મંત્રાલય અને ધારાગૃહનાં નાયબ નેતા તરીકેનો કાર્યભાર પણ સંભાળેલો. પછીથી, તેઓ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.[૧] તેનાં શાસનકાળમાં ૧૯૬૯નાં ગુજરાત દંગાઓ થયેલા.

નોંધ[ફેરફાર કરો]

  1. "Shri Hitendrabhai Kanaiyalal Desai". Gujarat Information Bureau. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]