લખાણ પર જાઓ

હિન્દુસ્તાન પેટ્રોલિયમ

વિકિપીડિયામાંથી
Hindustan Petroleum Corporation Limited
State-owned enterprise
Public (BSE: 500104, NSE: HINDPETRO)
ઉદ્યોગOil
સ્થાપના1974
મુખ્ય કાર્યાલયMumbai, Maharashtra, India
મુખ્ય લોકોS Roy Choudhury
(Chairman & MD)
ઉત્પાદનોFuels
Oils
LPG
આવકDecrease ૧,૧૨,૫૧૬.૮૮ crore (US$૧૫ billion) (2010) []
ચોખ્ખી આવકIncrease ૧,૪૭૫.૧૫ crore (US$૧૯૦ million) (2010) []
કુલ સંપતિIncrease $12.689 billion (2010)[]
કુલ ઇક્વિટીIncrease $2.734 billion (2010) []
કર્મચારીઓ~11,245 (2009)
વેબસાઇટwww.hindustanpetroleum.com

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ-HPCL ) (BSE: 500104, NSE: HINDPETRO), એ મુંબઈ સ્થિત રાજ્ય-હસ્તકની ભારત સરકારની જાહેર ક્ષેત્રની ઓઈલ કંપની છે. નાણાકીય વર્ષ 2008-09 દરમિયાન 1,16,428 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર અને ઑપરેશનોમાંથી રૂ. 1,31,802 કરોડના (25,618 મિલિયન યુ.એસ. ડૉલર) વેચાણ/આવક સાથે તે ફોર્ચ્યુન 500 કંપની યાદીમાં, વિશ્વપટ પરના પ્રથમ 500 ક્રમાંકનોમાં, 311મું[] સ્થાન ધરાવે છે. કંપની ભારતમાં આશરે 20 ટકાનો વેચાણ હિસ્સો અને મજબૂત બજાર માળખું ધરાવે છે. નાણાકીય વર્ષ 2007-08 માટેના અનુરૂપ આંકડા: ટર્નઓવર: રૂ. 1,03,837 કરોડ, અને ઑપરેશનોથી થતાં વેચાણ/આવક- 1,12,098 કરોડ (25,142 મિલિયન યુ.એસ. ડૉલર).

એચપીસીએલ(HPCL) 2 મોટી રિફાઈનરીઓનું[] સંચાલન કરે છે તેમ જ વિવિધ પ્રકારના પેટ્રોલિયમ ઈંધણ અને વિશેષતાઓનું ઉત્પાદન કરે છે. એક રિફાઇનરી મુંબઈમાં (પશ્ચિમ દરિયાકાંઠે) છે જે 6.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ(એમએમટીપીએ)ની ક્ષમતા ધરાવે છે અને અન્ય એક રિફાઇનરી વિશાખાપટનમમાં (પૂર્વિય દરિયાકાંઠે) છે, જેની ક્ષમતા 8.૩ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે.[] એચપીસીએલ(HPCL), મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ(એમઆરપીએલ)માં 16.95 ટકા હિસ્સો ધરાવે છે. મેંગલોર ખાતે 9 એમએમટીપીએની ક્ષમતા સાથેની આ આધુનિક રિફાઈનરી છે. 9 એમએમટીપીએની ક્ષમતા સાથેની અન્ય એક રિફાઇનરીનું બાંધકામ કંપનીની મિત્તલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રા. લિ. સાથેની સંયુક્ત સાહસ કંપની એચએમઈએલ સંગ્રહિત ૨૦૨૦-૧૧-૦૧ ના રોજ વેબેક મશિન દ્વારા પંજાબમાં ભટીંડા ખાતે થઈ રહ્યું છે.

એચપીસીએલ(HPCL) ભારતમાં સૌથી મોટી લ્યુબ રિફાઇનરીની માલિકી પણ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, જેમાં આતંરરાષ્ટ્રીય ધોરણોસરનું લ્યુબ આધારિત તેલ બનાવવામાં આવે છે.[] 335 ટીએમટીની ક્ષમતા સાથે, આ લ્યુબ રિફાઇનરીનો હિસ્સો ભારતના કુલ લ્યુબ આધારિત ઓઈલ ઉત્પાદનના 40 ટકાથી વધારે છે. હાલમાં એચપીસીએલ 300+ ગ્રેડ્સના લ્યુબ્સ, સ્પેશ્યાલિટિઝ અને ગ્રિસિસનું ઉત્પાદન કરે છે.

એચપીસીએલ(HPCL)નું માર્કેટિંગ નેટવર્ક મોટા શહેરોમાં 13 ક્ષેત્રીય કાર્યાલયો અને 101 પ્રાદેશિક કાર્યાલયોથી[] બનેલું છે. જેને પુરવઠા અને વિતરણ વિભાગ દ્વારા સવલતો પૂરી પડાય છે, જેમાં ટર્મિનલ્સ, હવાઈ સેવાઓ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ, લ્યુબ ફિલિંગ પ્લાન્ટ્સ, ઈનલેન્ડ રીલે ડિપોટ્સ, રીટેલ વેચાણકેન્દ્રો (પેટ્રોલ પંપો) અને એલપીજી(LPG) તથા લ્યુબ ડિસ્ટ્રિબ્યુટરશિપોનો સમાવેશ થાય છે.

એચપીસીએલ(HPCL) વર્ષોથી તમામ મોરચે મજબૂતાઈથી આગળ વધ્યું છે. 1984/85માં કંપનીની રિફાઈનિંગ ક્ષમતા 5.5 મિલિયન મેટ્રિકલ ટનની હતી, જે સ્થિરતા સાથે વધીને અત્યારે 13.00 મિલિયન મેટ્રિક ટનની થઈ છે. નાણાકીય મોરચે 1984-85માં કંપનીનું ટર્નઓવર રૂ. 2687 કરોડનું હતું, જે નાણાકીય વર્ષ 2008-09માં રૂ. 1,31,802 કરોડ થયું હતું.

પેદાશો

[ફેરફાર કરો]
  1. ઓઈલ ઉદ્યોગમાં પેટ્રોલ ને મોટર સ્પિરિટ(MS) તરીકે ઓળખવામાં આવે છે. એચપીસીએલ(HPCL) ભારતભરમાં તેમના ફેલાયેલા પેટ્રોલ પંપો મારફતે ઓઈલને વેચે છે. તેના મુખ્ય ગ્રાહકોમાં નિયમિત વ્યક્તિગત વાહન-ચાલકોનો સમાવેશ થાય છે.
  2. ઓઈલ ઉદ્યોગમાં ડિઝલ ને હાઈ સ્પિરિટ ડિઝલ (એચએસડી) તરીકે ઓળખવામાં આવે છે. એચપીસીએલ તેના રીટેઈલ પંપો તથા ટર્મિનલ્સ અને ડિપોટ્સ મારફતે તેની પ્રોડક્ટ વેચે છે. તેના ગ્રાહકો માત્ર સામાન્ય ઓટો માલિકો જ નહીં પરંતું પરિવહન એજન્સીઓ, ઉદ્યોગો વગેરે પણ છે.
  3. લુબ્રિકન્ટ્સ , [] એચપીસીએલ(HPCL) લુબ્રિકન્ટ અને સહયોગી પેદાશોમાં બજારની આગેવાન છે. આ ક્ષેત્રમાં કંપની 30 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. એચપી(HP) લ્યુબ્સની લોકપ્રિય બ્રાન્ડોમાં લાલ ઘોડા, મિલ્સી, ઠંડા રાજા, કુલ ગાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.
  4. એલપીજી(LPG) [] એ મુખ્યત્વે શહેરી વિસ્તારની પ્રચલિત બ્રાન્ડ છે.
  5. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ [૧૦] મોટા એએસએફ (એર સર્વિસ ફેસિલિટી- ઉડ્ડયન સેવા) સાથે ભારતના તમામ મોટા એરપોર્ટ પર હાજર છે. મોટી હવાઈ કંપનીઓને એટીએફ(ATF)નો પુરવઠો પૂરો પાડવામાં એચપીસીએલ મહત્વની કંપની છે. કંપની યુએસ એર ફોર્સ 1ને ઈઁધણનો પુરવઠો પૂરો પાડી ચૂકી છે.
  6. બિટુમન(Bitumen)
  7. ફર્નેસ ઓઈલ

રિફાઇનરીઓ

[ફેરફાર કરો]

એચપીસીએલ(HPCL) ભારતમાં ઘણી રિફાઇનરીઓ ધરાવે છે. જેમાંથી કેટલીક નીચે મુજબ છે:

  1. મુંબઈ રિફાઇનરી- 5.5 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) ક્ષમતા
  2. વિશાખાપટ્ટનમ રિફાઇનરી- વિશાખાપટ્ટનમ ખાતે 7.5 એમએમટી
  3. મેંગલોર રિફાઇનરી પ્રા. લિ. – કર્ણાટકમાં મેંગલોર ખાતે 9.69 એમએમટીની ક્ષમતા (એચપીસીએલ તેમાં 16.65 ટકા હિસ્સો ધરાવે છે).
  4. ગુરુ ગોવિંદ સિંહ રિફાઇનરી પ્રોજેક્ટ - પંજાબમાં ભટીંડા ખાતે 9 એમએમટી (એચપીસીએલ અને મિત્તલ એનર્જી બંને 49 ટકા હિસ્સો ધરાવે છે)

આંતરરાષ્ટ્રીય ક્રમાંકનો

[ફેરફાર કરો]
  1. એચપીસીએલ(HPCL)ને 2009માં ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપનીની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું હતું અને તેમાં તેનું સ્થાન 311 મું હતું.
  1. એચપીસીએલ(HPCL)ને 2009માં ફોર્બ્સ ગ્લોબલ 2000માં 1002 મું સ્થાન પ્રાપ્ત થયું હતું.
  1. 2010માં બ્રાન્‍ડ ફાઈનાન્સ અને ધ ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા કરવામાં આવેલા વાર્ષિક સર્વેક્ષણ અનુસાર આ કંપની ભારતની 10મા ક્રમની સૌથી મોટી મૂલ્યવાન બ્રાન્ડ છે.[૧૧]

માન્યતા અને પુરસ્કારો 2008

[ફેરફાર કરો]
  1. એનડીટીવી(NDTV) પ્રોફિટ બિઝનેસ લીડરશિપ એવોર્ડ
  2. રીડર્સ ડાઈજેસ્ટનો ‘ટ્રસ્ટેડ બ્રાન્ડ એશિયા પ્લેટિનમ’ એવોર્ડ
  3. ગોલ્ડન પીકોક કોર્પોરેટ ગવર્નન્સ એવોર્ડ 2008
  4. સીઆઈઓ(CIO) 100 એવોર્ડ 2008
  5. ઈન્ડિયા સ્ટાર એવોર્ડ
  6. ઓઆઈએસડી(OISD) સેફ્ટી એવોર્ડ
  7. પડતર કિંમત વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર
  8. ગ્રીનટેક ઈન્વાયર્મેન્ટ એક્સલન્સ એવોર્ડ 2008
  9. ‘પીપલ મેનેજમેન્ટ’માં ક્ષેષ્ઠ એચઆર(HR) પ્રથાઓ

હાલમાં ચાલી રહેલા મોટા પ્રોજેક્ટો

[ફેરફાર કરો]
  • મુંબઈ રિફાઈનરી ખાતે નવું એફસીસીયુ(FCCU)
  • લ્યુબ ઓઈલ બેઝ સ્ટોક(એલઓબીએસ)નો મુંબઈ રિફાઇનરી ખાતેનો આધુનિકરણ પ્રોજેક્ટ
  • મુંબઈ અને વિશાખાપટ્ટનમની રિફાઇનરીઓ ખાતે ડીઝલ હાઈડ્રો ટ્રિટીંગ (ડીએચટી-DHT)
  • મુંબઈ રિફાઇનરી ખાતે નવો સંકલિત પ્રવાહ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
  • ન્યૂ ગ્રીસ એન્ડ સ્પેશ્યાલિટી પ્રોડક્ટ્સ પ્લાન્ટ, સિલવાસા. ગ્રીસ, કૂલન્ટ્સ અને બ્રેક ફ્લુઈડના ઉત્પાદન માટે અત્યાધુનિક નમૂનારૂપ પ્લાન્ટ સપ્ટેમ્બર-2010માં શરૂ થશે.
  • ગુરુ ગોવિંદ રિફાઇનરી પ્રોજેક્ટ-ભટીંડા, પંજાબ. ઉત્પાદન- 9 એમએમટીપીએ(MMTPA). 2012માં શરૂ થશે.
  • સફેદ તેલ ટર્મિનલ-વિશાખાપટ્ટનમ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "BSE 2010 Data". www.bseindia.com. મેળવેલ 2010-07-26.
  2. ૨.૦ ૨.૧ Fortune Global 500 2010 Rankings - State Bank of India
  3. CNN Money
  4. "Hindustan Petroleum Corporation Limited Relies on Oracle Database Security Solutions" (PDF). /www.indiaprwire.com. મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-26.
  5. http://www-03.ibm.com/press/us/en/pressrelease/25041.wss
  6. "HPCL - Company Profile". Companyin.com. મેળવેલ 2010-07-26.
  7. "Buy HPCL With Target Of Rs 490 | TopNews". Topnews.in. 2010-05-07. મૂળ માંથી 2012-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-26.
  8. http://www.hplubes.com HP Lubes
  9. http://www.hpgas.com HP GAS
  10. http://www.hpaviation.in સંગ્રહિત ૨૦૧૯-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન HP Aviation
  11. "India's top 10 brands". business.rediff.com. મેળવેલ 26 Oct 2010.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]