લખાણ પર જાઓ

હીરાકુડ બંધ

વિકિપીડિયામાંથી
હીરાકુડ બંધ (ડાઈક)

હીરાકુડ બંધ ભારત દેશના અગ્નિ દિશામાં આવેલા ઓરિસ્સા રાજ્યમાંથી પસાર થતી મહા નદી પર બાંધવામાં આવેલી એક બહુહેતુક યોજના છે. હીરાકુડ બંધ સંબલપુર શહેરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલો છે. ઈ. સ. ૧૯૫૭ના વર્ષમાં બાંધવામાં આવેલ હીરાકુડ બંધ જગતના સહુથી લાંબા માનવનિર્મિત બંધો પૈકીનો એક ગણાય છે, જે આશરે ૨૬ કિલોમીટર (૧૬ માઈલ) જેટલી લંબાઈ ધરાવે છે. આ યોજનાનો મુખ્ય બંધ ૪.૮ કિલોમીટર (૩ માઈલ) જેટલી લંબાઈ ધરાવે છે. આ બંધ વડે રચાયેલું હીરાકુડ સરોવર ૫૫ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
હીરાકુડ બંધ