૧૯૯૧ પંજાબ હત્યાકાંડ
૧૯૯૧ પંજાબ હત્યાકાંડ (અંગ્રેજી: 1991 Punjab killings) ૧૭ જૂન, ૧૯૯૧ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લામાં રેલયાત્રીઓનો નરસંહાર હતો. જેમાં શીખ ઉગ્રવાદીઓએ ઓછામાં ઓછા ૮૦ થી ૧૨૬ મુસાફરોને મોતને ઘાટ ઉતાર્યા હતા,[૧] કે જેઓ લુધિયાણા શહેરની પાસેથી બે ગાડીઓમાં સફર કરી રહ્યા હતા.
ઘટનાક્રમ
[ફેરફાર કરો]આતંકવાદીઓએ ચેઇનપુલિંગ કર્યું, અને તત્કાલીન બ્રેક ટ્રીગર દ્વારા લુધિયાણા સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર બંને ટ્રેનોને રોકી દેવામાં આવી. તેઓએ લગભગ ૮૦ યાત્રિકોને મોતને ઘાટ ઉતારીને ટ્રેનને આગ લગાવી દીધી અને તેમાંથી જે મુસાફરો બચ્યા એ લોકોએ જણાવ્યું કે બંને ગાડીઓમાંથી હિંદુ યાત્રિકોને એક એક કરીને ગોળી મારવામાં આવી. પહેલી ટ્રેનમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા અને બીજી ટ્રેનમાં ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. ઉગ્રવાદીઓનાં પલાયન બાદ, ટ્રેન બદદુવાલ સ્ટેશને પરત ફરી, જ્યાં બચાવ ટુકડી ડોક્ટરો સાથે પહોંચી ગઈ. સ્થાનિક ગ્રામીણોએ બાકી બચેલા જીવિત યાત્રિકોને પાણી ભોજન ચિકિત્સા અને માનસિક હૂંફ આપીને મદદ કરી.[૨]
ત્યારબાદ એજ વર્ષમાં આતંકવાદીઓએ, ડિસેમ્બર ૧૯૯૧માં લુધિયાણાથી ફિરોઝપુર જઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ૪૯ યાત્રિકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા કે જેમાના મોટા ભાગના હિંદુઓ હતા.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Sikhs attack India trains, killing 126". Chicago Sun-Times. ૧૭ જૂન ૧૯૯૧. મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-27.
- ↑ Extremists in India Kill 80 on 2 Trains As Voting Nears End, The New York Times (June 16, 1991)
- ↑ Gargan, Edward A. (૨૭ ડિસેમ્બર ૧૯૯૧). "49 Slain by Gunmen on Train in India". The New York Times. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૮.