૩જી

વિકિપીડિયામાંથી

ઈન્ટરનેશનલ મોબાઈલ ટેલિકોમ્યૂનિકેશન્સ - 2000 (આઈએમટી – 2000 (IMT — 2000)), 3જી (3G) કે થર્ડ જેનરેશન તરીકે વિશેષ જાણીતું છે,તે મોબાઈલ ફોન અને મોબાઈલ દૂરસંચાર સેવા માટેની માપદંડોની જેનરેશન(પેઢી) છે જે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘની સ્પષ્ટતાઓને પરિપૂર્ણ કરે છે.[૧] વાઈડ એરિયા વાયરલેસ વોઈસ ટેલિફોન, મોબાઈલ ઈન્ટરનેટ એકસેસ, વીડિયો કોલ અને મોબાઈલ ટીવી સહિતની એપ્લિકેશન સેવાઓ એક મોબાઈલ પરિસ્થિતિમાં સમાવવામાં આવે છે. જૂના 2જી (2G) અને 2.5જી (2.5G) માપદંડોની સરખામણીમાં 3જી (3G) પ્રણાલીમાં અવાજ તેમજ ડેટા (માહિતી)નો ઉપયોગ એકસાથે કરાવી શકે તેમ હોવું જોઈએ અને આઈએમટી-2000 (IMT-2000)ના વિનિર્દેશ પ્રમાણે ઓછામાં ઓછા 200 kbit/s (કિલો બાઈટ્સ પ્રતિ સેકન્ડ) ના ટોચના ડેટા દર પુરાં પાડી શકે તેમ હોવું જોઈએ. તાજેતરમાં રજૂ કરાયેલા 3જી (3G), 3.5જી (3.5G) અને 3.75જી (3.75G)ના સૂચક સમાન છે જે લેપટોપ કોમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાં વિવિધ Mbit/s (મેગાબાઈટ પ્રતિ સેકન્ડ)ના મોબાઈલ બ્રોડબેન્ડની સુવિધા આપે છે.


નીચે પ્રમાણે માપદંડો 3જી (3G) તરીકે વિશેષ રીતે જાણીતા છે :

  • યુએમટીએસ (UMTS) પ્રણાલી, જે પ્રથમ 2001માં રજૂ થઈ હતી, જે 3જીપીપી (3GPP) દ્વારા પ્રમાણિત કરાઈ હતી, અને પ્રાથમિક રીતે યુરોપ, જાપાન, ચીનમાં (વિભિન્ન રેડિયો ઈન્ટરફેસ સહિત) અને અન્ય પ્રાંતોમાં વપરાતી હતી અને તેમા જીએસએમ (GSM) 2જી (2G) સિસ્ટમનું માળખું પ્રભાવી રહ્યું છે. સેલફોન યુએમટીએસ (UMTS) અને જીએસએમ (GSM)નું મિશ્રણ છે. એક સરખા આંતરમાળખાનો ઉપયોગ કરતાં હોય તેમને વિભિન્ન રેડિયો ઈન્ટરફેસ આપવામાં આવે છેઃ
    • અસલ અને સૌથી વધુ વિસ્તૃત રેડિયો ઈન્ટરફેસ ડબ્લ્યુ-સીડીએમએ (W-CDMA) નામથી ઓળખાય છે.
    • ટીડી-સીડીએમએ (TD-SCDMA) રેડિયો ઈન્ટરફેસનું 2009માં વ્યાપારીકરણ કરાયું અને ફક્ત ચીનમાં જ પુરું પાડવામાં આવે છે.
    • તાજેતરમાં આવેલ યુએમટીએસ (UMTS), એચએસપીએ+ (HSPA+), ડાઉનલિંકમાં 56 Mbit/s (મેગા બાઈટ્સ પ્રતિ સેકન્ડ)નો સૈદ્ધાંતિક સર્વોચ્ચ ડેટા દર (પ્રવર્તમાન સેવામાં 28 Mbit/s (મેગા બાઈટ્સ પ્રતિ સેકન્ડ)) અને અપલિંકમાં 22 Mbit/s (મેગા બાઈટ્સ પ્રતિ સેકન્ડ)નો ડેટા દર આપી શકે છે.
  • 2002માં સર્વપ્રથમ પ્રસ્તુત કરવામાં આવેલ સીડીએમએ2000 (CDMA2000) પ્રણાલી, 3જીપીપી2 (3GPP2) દ્વારા પ્રમાણિત થયેલ હતી, અને જે ખાસ કરીને ઉત્તર અમેરિકા અને દક્ષિણ કોરિયામાં વપરાય છે તે આઈએસ-95 (IS-95) 2જી (2G) માપદંડો સાથે સહિયારુ આંતરમાળખું ઉપયોગમાં લે છે. સેલફોનએ સીડીએમએ2૦૦૦ (CDMA2000) અને આઈએસ-95 (IS-95)નું મિશ્રણ છે. તાજેતરમાં આવેલ ઈવીડીઓ (EVDO) રેવ બીમાં 14.7 Mbit/s ડાઉનસ્ટ્રીમ્સ સર્વોચ્ચ દર આપે છે.

ઉપરની પ્રણાલીઓ અને રેડિયો ઈન્ટરફેસ એકસમાન સ્પ્રેડ સ્પેક્ટ્રમ રેડિયો ટ્રાન્સમિશન તકનિક આધારિત છે. જ્યારે જીએસએમ ઈડીજીઈ (GSM EDGE) માપદંડો ("2.9જી (2.9G)"), ડીઈસીટી (DECT) તારરહિત ફોન અને મોબાઈલ વાઈમેક્સ (Mobile WiMAX) માપદંડો પણ ઔપચારિક રીતે આઈએમટી-2000 (IMT-2000)ની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે અને આઈટીયુ (ITU) દ્વારા 3જી (3G) ની જેમ પ્રમાણિત છે, જે લાક્ષાણિક રીતે 3જી (3G) નથી, અને તે સંપૂર્ણપણે અલગ તકનિક આધારિત છે.

સેલ્યુલર માપદંડોની નવી પેઢી 1981/1982માં 1જી (1G) પ્રણાલીઓનો પ્રારંભ થયો ત્યારથી અંદાજે દર દસમા વર્ષે આવે છે. દરેક પેઢીમાં નવા આવૃત્તિ બેન્ડ, ઊંચા ડેટા દર અને અગાઉના ને સુસંગત ન હોય તેવી ટ્રાન્સમિશન તકનિકથી સજ્જ હોય છે. 3જીપીપી (3GPP) લોંગ ટર્મ ઈવોલ્યુશન (લાંબા ગાળાની ઉત્ક્રાંતિ) (LTE) માપદંડો સંપૂર્ણપણે આઈએમટી-એડવાન્સ્ડ (IMT-Advanced) તરીકે ઓળખાતી આઈટીયુ (ITU) 4જી (4G) જરૂરિયાતોને પરિપૂર્ણ નથી કરતી. સૌપ્રથમ રજૂ થયેલ એલટીઈ (LTE) અગાઉના 3જી (3G) સાથે સુસંગત નહોતી, પરંતુ પ્રિ-4જી (પ્રિ-4G)અથવા 3.9જી (3.9G) તકનિક છે, જોકે કેટલીક સેવા પ્રદાતાઓ દ્વારા વખત “4જી (4G)” તરીકે પ્રચલિત કરવામાં આવે છે. વાઈમેક્સ (WiMAX) અન્ય તકનિક છે જે 4જી (4G)થી અલગ છે અથવા તે નામથી પ્રચાર કરવામાં આવે છે.

સર્વસામાન્ય નિરીક્ષણ[ફેરફાર કરો]

3જી (3G) (યુએમટીએસ (UMTS) અને સીડીએમએ2000 (CDMA2000)) સંશોધન અને વિકાસ યોજનાઓ 1992માં શરૂ કરવામાં આવી હતી. 1999માં, આઈટીયુ (ITU)એ આઈટીયુ-આર એમ.1457 (ITU-R M.1457) ભલામણોના ભાગરૂપે આઈએમટી-2000 (IMT-2000) માટે પાંચ રેડિયો ઈન્ટરફેસને મંજૂરી આપી હતી; 2007માં વાઈમેક્સ (WiMAX)નો ઉમેરો કરાયો.[૨]

એવા ઉત્ક્રાંતિવાદી માપદંડો છે જે અગાઉના પહેલાથી અમલમાં રહેલા 2જી (2G) નેટવર્કના સુસંગત વધારાઓ છે અને ક્રાંતિકારી માપદંડો તમામ નવા નેટવર્ક અને આવૃત્તિની ફાળવણી છે.[૩] અહીં પાછળનું જે જૂથ છે તે યુએમટીએસ (UMTS) પરિવારનું છે, જેમાં આઈએમટી-2000 (IMT-2000) માટેના માપદંડો વિકસાવાયેલા છે, તેમજ સ્વતંત્રપણે ડીઈસીટી (DECT) માપદંડો વિકસાવાયેલા છે અને વાઈમેક્સ (WiMAX), જે તે આઈએમટી-2000 (IMT-2000)ની વ્યાખ્યામાં બંધબેસતા હોવાથી સમાવિષ્ટ છે.

3જી/આઈએમટી-2000 (3G/IMT-2000) માપદંડોનું સર્વસામાન્ય નિરીક્ષણ
[૪]
આઈટીયુ આઈએમટી (ITU IMT)-2000 સામાન્ય નામ ડેટાની બેન્ડવિડ્થ પ્રિ-4જી (4G) દ્વીસ્તરીય (ડુપ્લેક્સ) ચેનલ વર્ણન ભૌગોલિક વિસ્તારો
ટીડીએમએ (TDMA) એકલ-વાહક આઈએમટી-એસસી (IMT‑SC) ઈડીજીઈ (EDGE) (યુડબ્લ્યુસી-136 (UWC-136)) ઈડીજીઈ (EDGE) ઉત્ક્રાંતિ કોઈ નહીં એફડીડી (FDD) ટીડીએમએ (TDMA) જીએસએમ/જીપીઆરએસ (GSM/GPRS)[nb ૧]માં ક્રાંતિકારી સુધારો જાપાન અને દક્ષિણ કોરિયા સિવાય વિશ્વવ્યાપી
સીડીએમએ (CDMA) બહુ-વાહક આઈએમટી-એમસી (IMT‑MC) સીડીએમએ2000 (CDMA2000) ઈવી-ડીઓ (EV-DO) યુએમબી (UMB)[nb ૨] સીડીએમએ (CDMA) સીડીએમએવન (આઈએસ-95 (IS-95))માં ક્રાંતિકારી સુધારો અમેરિકા, એશિયા અને અન્ય કેટલાક
સીડીએમએ (CDMA) સીધો પ્રસાર આઈએમટી-ડીએસ (IMT‑DS) યુએમટીએસ (UMTS)[nb ૩] ડબ્લ્યુ-સીડીએમએ (W-CDMA)[nb ૪] એચએસપીએ (HSPA) એલટીઈ (LTE) ક્રાંતિકારી માપદંડોનો પરિવાર. વિશ્વવ્યાપી
સીડીએમએ ટીડીડી(CDMA TDD) આઈએમટી-ટીસી (IMT‑TC) ટીડી-સીડીએમએ (TD‑CDMA)[nb ૫] ટીડીડી (TDD) યુરોપ
ટીડી-એસસીડીએમએ (TD‑SCDMA)[nb ૬] ચીન
એફડીએમએ/ટીડીએમએ (FDMA/TDMA) (આઈએમટી-એફટી (IMT‑FT)) ડીઈસીટી (DECT) કોઈ નહીં એફડીએમએ (FDMA)/ટીડીએમએ (TDMA) ટૂંકા અંતરઃ તારરહિત (કોર્ડલેસ) ફોન માટેના માપદંડો યુરોપ, યુએસએ (USA)
આઈપી-ઓએફડીએમએ (IP‑OFDMA) કોલસ્પાન="2" વાઈમેક્સ (WiMAX) (આઈઈઈઈ 802.16 (IEEE 802.16)) ઓએફડીએમએ (OFDMA) વિશ્વવ્યાપી
  1. પીડીસી (PDC) અથવા ડી-એએમપીએસ (D-AMPS)ના સુધારા તરીકે પણ ઉપયોગ થઈ શકે.
  2. development halted in favour of LTE.[૫]
  3. also known as FOMA;[૬] UMTS is the common name for a standard that encompasses multiple air interfaces.
  4. also known as UTRA-FDD; W-CDMA is sometimes used as a synonym for UMTS, ignoring the other air interface options.[૬]
  5. યુટીઆરએ-ટીડીડી (UTRA-TDD) 3.84 Mcps હાઈ ચીપ રેટ (એચસીઆર (HCR)) તરીકે પણ ઓળખાય છે.
  6. યુટીઆરએ-ટીડીડી (UTRA-TDD) 1.28 Mcps લૉ ચીપ રેટ (એલસીઆર (LCR)) તરીકે પણ ઓળખાય છે.

ઈડીજીઈ (EDGE) જ્યારે 3જી (3G)નાં માનકોને પૂર્ણ કરે છે, ત્યારે મોટાભાગના જીએસએમ/યુએમટીએસ (GSM/UMTS) ફોન ઈડીજીઈ (EDGE) ("2.75જી (2.75G)") અને યુએમટીએસ (UMTS) ("3જી (3G)") કાર્યાત્મકતા દર્શાવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સૌ પ્રથમ પ્રિ-કોમર્સિયલ (પૂર્વ-વ્યાપારિક) 3જી (3G) નેટવર્ક મે 2001માં, જાપાનની એનટીટી ડોકોમો (NTT DoCoMo) દ્વારા ફોમા (FOMA) નામથી ડબ્લ્યુ-સીડીએમે (W-CDMA) તકનિકનો પ્રારંભ કરતા પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.[૭] 3જી (3G)ની વ્યાપારિક ધોરણે શરૂઆત પણ જાપાનમાં એનટીટી ડોકોમો (NTT DoCoMo) દ્વારા 1 ઓક્ટોબર, 2001ના રોજ કરવામાં આવી હતી, જોકે પ્રારંભિક તબક્કે તેની પહોંચ ઘણી મર્યાદિત હતી;[૮][૯] તેની વિશ્વસનિયતા પર ઉઠેલા પ્રશ્નોના કારણે વ્યાપક પ્રમાણમાં તે ઉપલબ્ધ થવામાં સમય લાગ્યો હતો.[૧૦] વ્યાપારિક ધોરણે બીજુ નેટવર્ક જાન્યુઆરી 2002માં દક્ષિણ કોરિયાની એસકે (SK) ટેલિકોમ કંપની દ્વારા 1xઈવી-ડીઓ (1xEV-DO) તકનિક પર શરૂ કરવામાં આવ્યું હતું. મે 2002 સુધીમાં દક્ષિણ કોરિયામાં બીજી 3જી (3G) નેટવર્ક કેટી (KT) દ્વારા ઈવી-ડીઓ (EV-DO) પર શરૂ કરવામાં આવ્યું હતું અને આમ 3જી (3G) ઓપરેટરો વચ્ચે સ્પર્ધાનો સૌપ્રથમ લાભ કોરિયનોને મળ્યો હતો.

યુરોપમાં સૌપ્રથમ પ્રિ-કોમર્સિયલ (પૂર્વ-વ્યાપારિક) નેટવર્ક માન્ક્સ ટેલિકોમ દ્વારા ઈસ્લે ઓફ મેન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું, બાદમાં બ્રિટિશ ટેલિકોમ દ્વારા આ ઓપરેટરને હસ્તગત કરાયા, અને યુરોપમાં ડિસેમ્બર 2001માં ટેલિનોર દ્વારા સૌપ્રથમ વ્યાપારિક ધોરણે નેટવર્ક શરૂ કરવામાં આવ્યું હતું, જેની પાસે વ્યાપારિક હેન્ડસેટ નહોતા તેથી ચુકવણી કરનાર ગ્રાહકો પણ નહોતા. આ બંને ડબ્લ્યુ-સીડીએમએ (W-CDMA) તકનિક પર આધારિત હતા.

યુનાઈટેડ સ્ટેટ્સનું પ્રથમ વ્યાપારિક 3જી (3G) નેટવર્ક મોનેટ મોબાઈલ નેટવર્ક્સ દ્વારા સીડીએમએ2000 (CDMA2000) 1x ઈવી-ડીઓ (1x EV-DO) તકનિક પર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ નેટવર્ક પ્રદાતાએ બાદમાં પોતાની કામગીરી બંધ કરી દીધી હતી. યુએસએ (USA)માં બીજા 3જી (3G) નેટવર્ક ઓપરેટર વેરિઝોન વાયરલેસ દ્વારા ઓક્ટોબર 2003માં સેવા શરૂ કરવામાં આવી હતી, તે પણ સીડીએમએ2000 1x ઈવી-ડીઓ (CDMA2000 1x EV-DO) આધારિત હતી. એટી એન્ડ ટી (AT&T) મોબિલિટી પણ ખરેખર 3જી (3G) નેટવર્ક હતું, જેમણે 3જી (3G) નેટવર્કને સુધારીને એચએસયુપીએ (HSUPA)માં ઉન્નત કરવાનું કામ પૂર્ણ કર્યું હતું.

દક્ષિણ ગોળાર્ધમાં પ્રથમ પ્રિ-કોમર્સિયલ (પૂર્વ-વ્યાપારિક) પ્રદર્શન નેટવર્ક દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં એડિલેડ ખાતે એમ ડોટ નેટ (m.Net) દ્વારા ફેબ્રુઆરી 2002માં 2100 મેગા હર્ટ્ઝ (MHz) પર યુએમટીએસ (UMTS)નો ઉપયોગ કરીને ઉભુ કરવામાં આવ્યું હતું. આ 2002 આઈટી (IT) વર્લ્ડ કોંગ્રેસ (આઈટી વિશ્વ સંમેલન) માટે પ્રદર્શન નેટવર્ક હતું. પ્રથમ વ્યાપારિક 3જી (3G) નેટવર્ક હચીસન ટેલિકોમ્યૂનિકેશન્સ દ્વારા માર્ચ 2003માં થ્રી બ્રાન્ડ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું.એમટેલ દ્વારા આફ્રિકામાં પ્રથમ 3જી (3G) નેટવર્ક શરૂ કરવામાં આવ્યું હતું.

જૂન 2007 સુધીમાં, 200 મિલિયનમા 3જી (3G) ગ્રાહકે જોડાણ લીધું હતું. વિશ્વભરમાં 3 બિલિયન મોબાઈલ ફોન ગ્રાહકો પૈકી આ માત્ર 6.7% છે. સૌપ્રથમ વખત 3જી (3G) શરૂ કરનાર દેશો - જાપાન અને દક્ષિણ કોરિયા – માં 3જી (3G)ની પહોંચ 70%થી વધારે છે.[૧૧] યુરોપમાં ઈટાલી મોખરે આવતો દેશ છે જેના ત્રીજા ભાગના ગ્રાહકો 3જી (3G) તરફ વળ્યા છે. 3જી (3G)નું વલણ વધ્યું હોય તેવા અન્ય અગ્રણી દેશોમાં યુકે (UK), ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરનો સમાવેશ થાય છે જ્યાં આ તરફના વલણનું સ્તર 20% છે. સીડીએમએ2000 1x આરટીટી (CDMA2000 1x RTT) ગ્રાહકોની ગણતરી 3જી (3G) ગ્રાહકો તરીકે કરવામાં આવે તે પણ એક ગુંચવણભર્યો આંકડો છે. જો આ પરિભાષાનો ઉપયોગ કરવામાં આવે તો જૂન 2007 સુધીમા 3જી (3G) ગ્રાહકોની સંખ્યા 475 મિલિયન સુધી પહોંચી જાય અને તે કુલ ગ્રાહકોનો 15.8% હિસ્સો છે.

[[ચિત્ર:Example.jpg]]

સ્વીકાર[ફેરફાર કરો]

ગ્લોબલ મોબાઈલ સપ્લાયર્સ એસોસિએશન (વૈશ્વિક મોબાઈલ પૂરવઠાકાર સંગઠન) (જીએસએ (GSA))ના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2007 સુધીમાં, 40 દેશોમાં 190 3જી (3G) નેટવર્ક અને 71 દેશોમાં 154 એચએસડીપીએ (HSDPA) નેટવર્ક કામ કરી રહ્યા હતા. એશિયા, યુરોપ, કેનેડા અને યુએસએ (USA)માં, દૂરસંચાર કંપનીઓ 3જી (3G) મોબાઈલ નેટવર્ક ચલાવવા માટે અંદાજે 100 ટર્મિનલની ડિઝાઈન સાથે ડબ્લ્યુ-સીડીએમએ (W-CDMA) તકનિકનો ઉપયોગ કરે છે.

કેટલાક દેશોમાં વધારાની સ્પેક્ટ્રમ લાયસન્સ ફી ખૂબ વધારે હોવાથી 3જી (3G) નેટવર્કના અમલીકરણમાં મોડુ થયું હતું. (ટેલિકોમ ક્રેશ જુઓ) સંખ્યાબંધ દેશોમાં, 3જી (3G) નેટવર્કમા 2જી (2G) જેવી રેડિયો આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી, આથી મોબાઈલ ઓપરેટરોએ નાછુટકે નવા નેટવર્ક ઉભા કરવા પડે છે અને સમગ્ર નવી આવૃત્તિઓનું લાયસન્સ લેવુ પડે છે; યુનાઈટેડ સ્ટેટ્સ અપવાદ છે જ્યાં વાહકો અન્ય સેવાઓની જેવી આવૃત્તિ 3જી (3G) સેવાઓ માટે ઉપયોગમાં લે છે. કેટલાક યુરોપિયન દેશોમાં લાયસન્સ ફી વિશેષ રીતે વધારે છે, જેને મર્યાદિત સંખ્યામાં લાયસન્સની સરકારી હરાજી અને મહોરબંધ બોલી હરાજીનું સમર્થન મળ્યું, અને 3જી (3G)ની સંભાવ્યતા કરતા વધુ પ્રારંભિક ઉત્તેજના હતી. મોડુ થવા પાછળના અન્ય કારણોમાં નવી સિસ્ટમ માટે ઉપકરણોમાં સુધારા કરવાના ખર્ચાઓ પણ હતા.

યુરોપ[ફેરફાર કરો]

યુરોપમાં, વ્યાપક બજારમાં 3જી (3G) સેવાઓ માર્ચ 2003માં 3 (હચીચન વ્હામ્પોઆનો એક હિસ્સો) દ્વારા યુકે (UK) અને ઈટાલીમાં શરૂ કરવામાં આવી હતી. યુરોપીયન સંગઠન પરિષદે સુચવ્યું હતું કે 3જી (3G) ઓપરેટરો 2005ના અંત સુધીમાં યુરોપીયન રાષ્ટ્રીય વસ્તીનો 80% હિસ્સો આવરી શકે છે.

કેનેડા[ફેરફાર કરો]

કેનેડામાં, બેલ મોબિલિટી, સાસ્ક ટેલ[૧૨] અને ટેલસ દ્વારા 2005માં 3જી (3G) ઈવીડીઓ (EVDO) નેટવર્ક શરૂ કરવામાં આવ્યું હતું.[૧૩] 2006માં મોડેથી પૂર્વીય કેનેડામાં એચએસડીપીએ (HSDPA) સેવાઓ સાથે યુએમટીએસ (UMTS) તકનિક સૌપ્રથમ વખત રોજર્સ વાયરલેસ દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી.[૧૪] 2010 વિન્ટર ઓલિમ્પિક્સ વખતે રોમિંગની આવકનો લાભ નહીં મળે તે સમજાતા, બેલ અને ટેલસે સંયુક્ત સાહસ રચ્યું હતું અને નોકિયા સિમેન્સ તકનિકનો ઉપયોગ કરીને સહિયારું એચએસડીપીએ (HSDPA) નેટવર્ક શરૂ કર્યું હતું.

ઈરાક[ફેરફાર કરો]

ઈરાકમાં પ્રથમ 3જી (3G) ઓપરેટર મોબિટેલ ઈરાક છે. તેમણે ફેબ્રુઆરી 2007માં વ્યાપારિક ધોરણે આ સેવા શરૂ કરી હતી.

તુર્કી[ફેરફાર કરો]

તુર્કસેલ, એવિયા અને વોડાફોને 30 જુલાઈ 2009ના રોજ એક જ સાથે વ્યાપારિક ધોરણે 3જી (3G) નેટવર્કની શરૂઆત કરી હતી. તુર્કસેલ અને વોડાફોને તેમની 3જી (3G) સેવાઓ પ્રાંતિય કેન્દ્રોમાં શરૂ કરી હતી. એવિયાએ 16 પ્રાંતિય કેન્દ્રોમાં તેની શરૂઆત કરી હતી. તૂર્કીમાં એકાધિકાર (મોનોપોલી) ધરાવનાર મોબાઈલ ઓપરેટર તુર્કસેલ દ્વારા નંબર પોર્ટિબલિટી (નંબર બદલ્યા વગર પ્રદાતા બદલવાની સેવા) અપનાવાયા બાદ, મોબાઈલ ઓપરેટરોએ આવૃત્તિ બેન્ડ (તરંગ લંબાઈના ક્ષેત્રો)ની હરાજીમાં ભાગ લીધો અને 3જી (3G)ના ઉપયોગ માટેની આવૃત્તિઓ મોબાઈલ પ્રદાતાઓમાં વહેંચી દેવામાં આવી. તુર્કસેલને એ બેન્ડ (તરંગ લંબાઈ ક્ષેત્ર), વોડાફોનને બી અને એવિયાને સી મળ્યા હતા. હાલમાં તુર્કસેલ અને વોડાફોન સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો અને કસબાઓમા 3જી (3G) નેટવર્કો ધરાવે છે.

ફિલિપાઈન્સ[ફેરફાર કરો]

ફિલિપાઈન્સમાં 3જી (3G) સેવાઓ ડિસેમ્બર 2008થી ઉપલબ્ધ થઈ હતી.[૧૫]

સિરિયા[ફેરફાર કરો]

સિરિયામાં એમટીએન (MTN) સિરિયા સૌપ્રથમ મોબાઈલ 3જી (3G) ઓપરેટર છે. તેમણે મે 2010માં વ્યાપારિક ધોરણે સેવા શરૂ કરી હતી.

ચીન[ફેરફાર કરો]

ચીને મે 2008માં જાહેરાત કરી હતી કે, ટેલિકોમ ક્ષેત્ર પુનઃસંગઠિત કરાયું હતું અને ત્રણ 3જી (3G) નેટવર્કની ફાળવણી કરવામાં આવી હતી જેથી સૌથી મોટી મોબાઈલ ઓપરેટર કંપની, ચાઈના મોબાઈલ, તેમના જીએસએમ (GSM) ગ્રાહકોનો આધાર જાળવી શકશે. ચાઈના યુનિકોમ તેમના જીએસએમ (GSM) ગ્રાહકોનો આધાર જાળવી રાખશે પરંતુ સીડીએમએ2000 (CDMA2000) ગ્રાહકોનો આધાર છોડી દઈને, વૈશ્વિક અગ્રણી ડબ્લ્યુ-સીડીએમએ (W-CDMA) (યુએમટીએસ (UMTS)) માપદંડો પર 3જી (3G) શરૂ કરશે. ચાઈના યુનિકોમના સીડીએમએ2000 (CDMA2000) ગ્રાહકો ચાઈના ટેલિકોમમાં જતા રહેશે, જે બાદમાં સીડીએમએ2000 1x ઈવી-ડીઓ (CDMA2000 1x EV-DO) માપદંડો પર 3જી (3G)ની શરૂઆત કરશે. તેનો મતલબ એવો થાય કે ચીન પાસે તમામ ત્રણ મુખ્ય સેલ્યુલર તકનિક 3જી (3G) માપદંડો વ્યાપારિક ઉપયોગમાં આવી જશે. અંતે જાન્યુઆરી 2009માં, ચીનના ઈન્ડસ્ટ્રી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે તમામ ત્રણ માપદંડોના લાયસન્સ આપ્યા હતા: ચાઈના મોબાઈલને ડીટી-એસસીડીએમએ (TD-SCDMA), ચાઈના યુનિકોમને ડબ્લ્યુ-સીડીએમએ (W-CDMA) અને ચાઈના ટેલિકોમને સીડીએમએ2000 (CDMA2000). ચીનની લોકશાહીની 60મી વર્ષગાંઠ નિમિત્તે 1 ઓક્ટોબર 2009ના રોજ 3જી (3G)ની શરૂઆત કરવામાં આવી હતી.

ઉત્તર કોરિયા[ફેરફાર કરો]

ઉત્તર કોરિયાએ 2008થી 3જી (3G) નેટવર્કની શરૂઆત કરી હતી, જે કોર્યોલિંક તરીકે ઓળખાતું હતું, તે ઈજિપ્તની કંપની ઓરસ્કોમ ટેલિકોમ હોલ્ડિંગ તેમજ રાજ્ય માલિકીની કોરિયા પોસ્ટ એન્ડ ટેલિકોમ્યૂનિકેશન્સ કોર્પોરેશન (કેપીટીસી (KPTC)) કે જે ઉત્તર કોરિયામાં એક માત્ર 3જી (3G) મોબાઈલ ઓપરેટર છે, અને દેશની માત્ર બે મોબાઈલ કંપની પૈકીની એક છે તેમની સાથેનું સંયુક્ત સાહસ હતું. બિઝનેસવિક માં ઓરસ્કોમે જણાવ્યા અનુસાર, કંપની પાસે મે 2010 સુધીમાં 125,661 ગ્રાહકો હતા. ઈજિપ્તની કંપની કોર્યોલિંકમાં 75 ટકા હિસ્સો ધરાવે છે, અને વિકાસશિલ દેશોમાં મોબાઈલ તકનિકના આંતરમાળખાકીય વિકાસ ક્ષેત્રે રોકાણ કરવા માટે જાણીતી છે. તે સમગ્ર પ્યોંગયાંગ અને પાંચ અન્ય શહેરો તેમજ આઠ ધોરીમાર્ગો અને રેલમાર્ગોને આવરે છે. તેમનો એક જ હરીફ છે – સનનેટ, જે જીએસએમ (GSM) તકનિકનો ઉપયોગ કરે છે અને નબળી કૉલ ગુણવત્તા તેમજ સંપર્ક તુટી જવા જેવી સમસ્યાઓથી પીડાય છે.[૧૬] નેટવર્કમાં ફોન નંબરોમાં આગળ +850 (0)192 આવે છે.[૧૭]

આફ્રિકા[ફેરફાર કરો]

આફ્રિકામાં સૌપ્રથમ 3જી (3G) તકનિકનો ઉપયોગ 3જી (3G) વીડિયોકોલ હતો જેની શરૂઆત જ્હોનિસબર્ગમાં વોડાકોમ નેટવર્ક દ્વારા નવેમ્બર 2004માં કરાઈ હતી. પ્રથમ વ્યાપારિક શરૂઆત એમટેલ-લિમિટેડ દ્વારા 2004મા મોરેશિયસ ખાતે કરવામાં આવી હતી. માર્ચ 2006ના ઉત્તરાર્ધના સમયગાળામાં, મોરોક્કોમાં નવી કંપની વાના દ્વારા 3જી (3G) સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી.પૂર્વ આફ્રિકા (તાન્ઝાનિયા)માં 2007માં વોડાકોમ તાન્ઝાનિયા દ્વારા એક 3જી (3G) સેવા આપવામાં આવી હતી.

ભારત[ફેરફાર કરો]

વર્ષ 2008માં, ભારત 3જી (3G) ક્ષેત્રે પ્રવેશ્યું હતું અને સરકારની માલિકીની કંપની દ્વારા સક્ષમ મોબાઇલ અને ડેટા સેવાઓ ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ (BSNL)) દ્વારા શરૂ કરવામાં આવી. બાદમાં, દિલ્હી અને મુંબઈમાં એમટીએનએલ (એમટીએનએલ (MTNL)) દ્વારા 3જી (3G)ની શરૂઆત કરવામાં આવી હતી. 3જી (3G) વાયરલેસ સ્પેક્ટ્રમની હરાજી દેશવ્યાપી સ્તરે એપ્રિલ 2010માં કરવામાં આવી હતી.ખાનગી ક્ષેત્રના સેવા પ્રદાતાઓમાં સૌપ્રથમ 3જી (3G) સેવાઓ શરૂ કરનાર ટાટા ડોકોમો છે, જેમણે 5 નવેમ્બર 2010થી આ સેવાનો પ્રારંભ કર્યો હતો. બાદમાં રિલાયન્સ કોમ્યૂનિકેશન દ્વારા 13 ડિસેમ્બર 2010થી આ સેવા શરૂ કરવામાં આવી હતી. અન્ય પ્રદાતાઓ જેમ કે ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા અને એરસેલ જાન્યુઆરી 2011 સુધીમાં તેમની 3જી (3G) સેવાઓ શરૂ કરશે તેવી અપેક્ષા છે. (20મી નવેમ્બર 2010 હવે ટોચના સ્તરના 3જી (3G) તકનિક સ્પેક્ટ્રમ)

ખાસિયતો[ફેરફાર કરો]

ડેટા દરો[ફેરફાર કરો]

3જી (3G) ઉપકરણો અને પ્રદાતાઓ પાસેથી ઉપભોક્તાઓ અપેક્ષા રાખી શકે તેવા ડેટા દરોની સ્પષ્ટ પરિભાષા આઈટીયુ (ITU) દ્વારા આપવામાં આવી નથી. આથી ઉપભોક્તાઓને વેચાતી 3જી (3G) સેવાઓ સંભવતઃ માપદંડોને સાબિત કરવામાં સક્ષમ ન હોય તેમ પણ બની શકે અને કહી શકાય કે તેમાં દર્શાવેલા દરો મળી શકતા નથી. એવી ટીપ્પણી પણ કરવામાં આવી છે કે “આઈએમટી-2000 (IMT-2000) ઉચ્ચતમ ટ્રાન્સમિશન (પ્રસારણ) દરો ઉપલબ્ધ કરાવશેઃ સ્થાયી અથવા હરતાફરતા ઉપભોક્તાઓ માટે લઘુત્તમ ડેટા દર 2 Mbit/s, ફરતા વાહનમાં 384 kbit/s (કિલો બાઈટ્સ પ્રતિ સેકન્ડ),”[૧૮] આઈટીયુ (ITU) દ્વારા ઓછામાં ઓછા કે સરેરાશ દરો સ્પષ્ટ કરવામાં આવ્યા નથી અથવા ઈન્ટરફેસનો કયો મોડ 3જી (3G) માટે યોગ્ય છે તે કહેવાયું નથી, જેથી ગ્રાહકોના અપેક્ષિત બ્રોડબેન્ડ ડેટાને પહોંચી વળવા માટે વિવિધ દરોને 3જી (3G) તરીકે વેચવામાં આવે છે.

સલામતી[ફેરફાર કરો]

3જી (3G)માં તેના પૂરોગામી 2જી (2G)ની સરખામણીએ વધુ સલામતી મળે છે. યુઈ (UE) (ઉપયોગકર્તા ઉપકરણ)ને નેટવર્ક સાથે જોડાવાની મંજૂરી આપીને ગ્રાહકને સુનિશ્ચિત કરાવવામાં આવે છે કે નેટવર્ક માત્ર ખોટો પ્રભાવ પાડનાર નહીં પરંતુ ખરેખર પ્રબળતા ભર્યું છે. 3જી (3G) નેટવર્કમાં જૂની A5/1 રૂઢિગત લિપિના બદલે કાસુમી (KASUMI) બ્લોક ક્રિપ્ટોનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, કાસુમી (KASUMI) લિપિમાં સંખ્યાબંધ ગંભીર નબળાઈઓ નોંધવામાં આવી છે.[૧૯]

3જી (3G) નેટવર્ક આંતરમાળખાકીય સુરક્ષામાં વધુમાં, આઈએમએસ (IMS) જેવા એપ્લિકેશન ફ્રેમવર્ક, કે જે ચોક્કસપણે 3જી (3G)ની સંપત્તિ ન હોવા છતા તેનો ઉપયોગ કરાય ત્યારે એન્ડ-ટુ-એન્ડ (સંપૂર્ણ) સુરક્ષા આપવામાં આવે છે.

ઉપયોગો[ફેરફાર કરો]

3જી (3G) ઉપકરણો પર પ્રાપ્ય બેન્ડવિડ્થ અને સ્થળની માહિતીના કારણે ઉપયોગિતામાં વધારો થાય છે જે અગાઉ મોબાઈલ ફોન ઉપભોક્તાઓને મળી શકતી નહોતી. કેટલીક ઉપયોગિતાઓ અહીં રજૂ કરવામાં આવી છેઃ

  • મોબાઈલ ટીવી (TV) – પ્રદાતાઓ ગ્રાહકોના ફોન પર સીધી જ ટીવી ચેનલને જોડે છે માટે ફોન પર ટીવી જોઈ શકાય છે.
  • વીડીયો ઓન ડિમાન્ડ – પ્રદાતાઓ ગ્રાહકના ફોન પર ફિલ્મો મોકલે છે.
  • વીડીયો કોન્ફરન્સિંગ – ગ્રાહકો એક બીજાને જોઈ શકે છે અને વાત કરી શકે છે.
  • ટેલિ-મેડિસિન – કવચ પામેલ ગ્રાહકો પર તબીબી પ્રદાતાઓ દેખરેખ રાખે છે અથવા તેમને સલાહ આપે છે.
  • સ્થળ-આધારિત સેવાઓ – પ્રદાતાઓ સ્થાનિક હવામાન અથવા ટ્રાફિકની સ્થિતિની માહિતી ફોન પર આપે છે, અથવા ફોનની મદદથી નજીકમાં વેપારની શક્યતા કે મિત્રોને શોધવાની સુવિધા મળે છે.

ઉત્ક્રાંતિ[ફેરફાર કરો]

3જીપીપી (3GPP) અને 3જીપીપી2 (3GPP2) બંને હાલમાં 3જી (3G) માપદંડો પર કરાયેલા વિસ્તરણ પર કામ કરે છે જે ઓલ-આઈપી નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે અને મીમો (MIMO) જેવી આધુનિક તારરહિત તકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, આ વિશેષતાઓ 3જી (3G)ના અનુગામી આઈએમટી (IMT)-એડવાન્સ્ડ (4જી (4G))ની વિશેષ સુવિધાઓ દર્શાવે છે. જોકે, 4જી (4G) માટે જરૂરી બેન્ડવિડ્થની (જે સ્થાયી માટે 1 Gbit/s અને હરતાફરતા થતી કામગીરી માટે 100 Mbit/s (મેગા બાઈટ્સ પ્રતિ સેકન્ડ)છે) ઉણપના કારણે, આ માપદંડોને 3.9જી (3.9G) અથવા પ્રિ-4જી (પ્રિ-4G)તરીકે વર્ગીકૃત કરાયા છે.3જીપીપી (3GPP) એલટીઈ (LTE) એડવાન્સ્ડ સાથે 4જી (4G)ના ધ્યેયો હાંસલ કરવા માંગે છે, જ્યારે કૉલકોમ એલટીઈ (LTE) પરિવારની તરફેણમાં યુએમબી (UMB)નો વિકાસ અટકાવી દીધો છે.[૫]14 ડિસેમ્બર 2009ના રોજ, ટેલિઆ સોનેરાએ અધિકૃત અખબારી યાદી જાહેર કરી હતી કે “અમારા ગ્રાહકોને વિશ્વમાં સૌથી પહેલા 4જી (4G) સેવાઓ ઉપલબ્ધ કરાવનાર પ્રદાતા બનવાનું અમે ઘણું ગર્વ અનુભવીએ છીએ.”[૨૦] તેમના એલટીઈ નેટવર્કની શરૂઆત સાથે, પ્રારંભિક તબક્કે તેઓ સ્ટોકહોમ, સ્વીડન અને નોર્વેના ઓસ્લોમાં પ્રિ-4જી (પ્રિ-4G) (અથવા 3જી (3G)થી આગળ )સેવાઓ આપી રહ્યા છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ક્લિન્ટ સ્મિથ, ડેનિયલ કોલિન્સ. "3જી (3G) વાયરલેસ નેટવર્ક્સ", પાના 136. 2000.
  2. ITU. "ITU Radiocommunication Assembly approves new developments for its 3G standards". press release. મેળવેલ 1 June 2009.
  3. ITU. "What really is a Third Generation (3G)(3G) Mobile Technology" (PDF). મૂળ સંગ્રહિત (PDF) માંથી 8 સપ્ટેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2009.
  4. ITU-D Study Group 2. "Guidelines on the smooth transition of existing mobile networks to IMT-2000 for developing countries (GST); Report on Question 18/2" (PDF). મેળવેલ 1 June 2009.
  5. ૫.૦ ૫.૧ Qualcomm halts UMB project, Reuters, 13 November 2008
  6. ૬.૦ ૬.૧ 3GPP notes that “there currently existed many different names for the same system (eg FOMA, W-CDMA, UMTS, etc)”; "Draft summary minutes, decisions and actions from 3GPP Organizational Partners Meeting#6, Tokyo, 9 October 2001" (PDF). પૃષ્ઠ 7.
  7. "The history of UMTS and 3G development".
  8. "World's first 3G launch on 1 October severely restricted (hktdc.com)".
  9. "broadbandmag.co.uk/3G grinds to a start". મૂળ માંથી 2009-04-23 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-18.
  10. "DoCoMo Delays 3G Launch".
  11. "Plus 8 Star presentation, "Is 3G a Dog or a Demon – Hints from 7 years of 3G Hype in Asia"". Plus8star.com. 2008-06-11. મૂળ માંથી 2012-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  12. http://www.nortel.com/corporate/news/newsreleases/2005b/06_30_05_sasktel.html[હંમેશ માટે મૃત કડી]
  13. http://www.cellphones.ca/news/post001469/
  14. Kapica Jack (2006-11-02). "Rogers unveils new wireless network". The Globe and Mail. મેળવેલ 2010-03-22.
  15. http://www.physorg.com/news9436.html
  16. "Cell phone demand stays strong in North Korea". Business Week. 2009-12-08. મેળવેલ 2010-09-06.
  17. ઉત્તર કોરિયામાં ટેલિફોન નંબરો
  18. "Cellular Standards for the Third Generation". ITU. 1 December 2005.
  19. "Security for the Third Generation (3G) Mobile System" (PDF). Network Systems & Security Technologies. મૂળ (PDF) માંથી 2003-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-18.
  20. "first in the world with 4G services". TeliaSonera. 2009-12-14. મેળવેલ 2010-09-06.