સભ્ય:Vijaykumar.vilnek

વિકિપીડિયામાંથી

મિત્રો મારુનામ વિજયકુમાર. આપ મને ડો.વિજય કાતરિયા ના નામ થી પણ ઓળખી શકો છો.

મારો પરિચય આપું તો હું દંત ચિકિત્સા નો અભ્યાસ કરી ચુક્યો છુ. અને હાલ હું દાકતરી પ્રેક્ટીસ તો કરતો નથી પણ મારી કંપની નું સંચાલન અને કાર્ય કરું છુ મારી કંપની નું નામ વિલનેક વર્લ્ડવાઈડ છે તો આના વડે અમે લોકો ને જુદી જુદી આઈટી સર્વિસ આપીએ છીએ જેમકે વેબસાઈટ ડોમેઇન તથા હોસ્ટીગ સર્વર તથા એસ એમ એસ વગેરે દ્વારા માર્કેટીગ વગેરે આપીએ છીએ.

આ તો થયી મારા ભૌતિક શરીર ની વાત પણ હકીકત માં હું આ શરીર રૂપી મકાન માં વસ્તી એક પવિત્ર આત્મા છુ. યોગ ધ્યાન ના નિયમિત અભ્યાસ થી હું હરરોજ એ મેહસૂસ કરું છું.

હું એવા ઘણા લોકો પૈકી એક છું કે જેઓં સફળતા ની શોધ માં લાખો વાર નિષ્ફળ થયી ને પણ પોતા ના અથાગ પ્રયત્નો ચાલુ રાખ્યા છે.

હું હમેશા પરમ તત્વ ની શોધ માં ફર્યા કરું છું અને અનેક પ્રયોગો કરતો રહું છું. જીવન ના ઘણા લક્ષ પૈકી નું આ મારું આખરી લક્ષ છે.

મારું એક સપનું છે કે ભારત વર્ષ માં એક દિવસ એવો જરૂર આવશે કે જયારે દેશ ના તમામ લોકો ની પ્રથ્મીક જરૂરિયાતો જેમ કે ખોરાક કપડા રહેઠાણ અને પ્રાથમિક આવક ના સ્ત્રોત ઉપલબ્ધ હોય. આના માટે હું અને તમે તથા સર્વો પ્રયત્નો કરીએ બસ એજ.

આપનો

વિજયકુમાર ("ડો. વિજય કાતરિયા")

www.vijaykumar.gjrt.in