સભ્ય:સંજય-ચૌધરી

વિકિપીડિયામાંથી

ડૉ. સંજય ચૌધરી અમદાવાદ યુનિવર્સિટી (Ahmedabad University)ની સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ ઍન્ડ ઍપ્લાઈડ સાયન્સમાં ડીન તથા પ્રૉફેસર તરીકે તેમ જ અમદાવાદ યુનિવર્સિટીમાં ડીન ઑફ સ્ટુડન્સ તરીકે કાર્યરત છે. અગાઉ તેમણે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ફરમેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટેકનોલૉજી (DA-IICT)સંસ્થામાં પ્રૉફેસર તથા ડીન તરીકે કામ કર્યું છે. ક્લાઉડ કૉમ્પ્યુટીંગ, બ્લોકચેઇન ટેકનોલૉજી, બિગ ડેટા એનાલીટીક્સ, તથા ICT એપ્લીકેશન ઇન એગ્રીકલ્ચર તથા રુરલ ડેવલપમેન્ટ એ એમના સંશોધનના વિષયો છે. તેમનાં આઠ પુસ્તકો, વિવિધ પુસ્તકોનાં નવ પ્રકરણો, એકસો પચીસથી વધુ સંશોધન લેખો, દસ ટૂંકી વાર્તા તેમ જ છ સાહિત્યિક લેખો પ્રકાશિત થયાં છે. તેઓ અગ્રણી આંતરરાષ્ટ્રીય કૉફરન્સ તથા જર્નલની પ્રોગ્રામ કમિટીના સભ્ય છે. તેમના માર્ગદર્શન હેઠળ સાત વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી મેળવી છે જ્યારે હાલમાં ત્રણ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહ્યા છે. IBM, Microsoft તેમ જ ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનોલૉજી, ભારત સરકાર તરફથી સંશોધનના વિવિધ પ્રૉજેક્ટ માટે તેમને માટે ફંડ મળેલું છે. તેમને કોર્પોરેટ, સહકારી તેમ જ સરકારી તંત્રના સૉફ્ટવેર ડેવલપમેન્ટ પ્રૉજેક્ટમાં કામ કરવાનો અનુભવ છે. તેમના પુસ્તક ગિરનારને વર્ષ 2009 માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી નિબંધ અને પ્રવાસ હેઠળ દ્વિતીય ઇનામ મળેલું છે. તેઓ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇલેકટ્રીકલ અને ઇલેકટ્રોનિક્સ ઍન્જીનીયરીંગના સીનિયર સભ્ય તેમ જ કૉમ્પ્યુટર સોસાયટી ઑફ ઇન્ડિયાના પેટ્રન છે. સાહિત્ય, સંગીત, પ્રવાસ તેમ જ વન્ય જીવન એ એમના શોખના વિષયો છે.

https://ahduni.edu.in/seas/people/faculty/sanjay-chaudhary