ગોવિંદજી મંદિર, જયપુર
Appearance
ગોવિંદ દેવ જી મંદિર એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરમાં આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિર જયપુરના સીટી પેલેસ ના સંકુલમાં આવેલું છે. આ મંદિર ગોવિંદ દેવ જી અર્થાત શ્રી કૃષ્ણને સમર્પિત છે. અહીંના ભગવાનની પ્રતિકૃતિ જયપુરના સ્થાપક રાજા સવાઈ જયસિંહ-૨ દ્વારા વૃંદાવનથી લવાઈ હતી.
આ મંદિરની મૂળ મૂર્તિ શ્રીલા રુપા ગોસ્વામીની માલિકીની હતી જે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ભક્ત હતાં.
અહીં દિવસમાં સાત વખત આરતી અને ભોગ ચડાવવામાં આવે છે જ્યારે પ્રભુ દર્શન દે છે. દરરોજ હજારો ભક્તો મંદિરમાં દર્શન માટે આવે છે અને જન્માષ્ટમી ના તો તેનાથી પણ વધુ લોકો આવે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Rajasthan tourism website સંગ્રહિત ૨૦૦૬-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન
- The official website of the Temple